Shuru
Apke Nagar Ki App…
પી.એસ.એલ કાર્ગો વિસ્તાર ખાતેથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં સફળ દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરારાય યાદવની ઓરડીમાં તપાસ કરતા વેચાણ અર્થે સંગ્રહાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ સહિતની કુલ 128 બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત 1,71,100 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
Bharti Makhijani
પી.એસ.એલ કાર્ગો વિસ્તાર ખાતેથી પ્રોહીબીશનનો કેસ શોધી કાઢતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ હોળી-ધૂળેટીના તહેવારો નિમિત્તે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ અંતર્ગત પી.એસ.એલ. કાર્ગો વિસ્તારમાં સફળ દરોડો પાડ્યો હતો. બાતમીના આધારે લિસ્ટેડ બુટલેગર ધીરજ મથુરારાય યાદવની ઓરડીમાં તપાસ કરતા વેચાણ અર્થે સંગ્રહાયેલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ સહિતની કુલ 128 બોટલો કબ્જે કરી હતી, જેની કુલ કિંમત 1,71,100 થાય છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા,પો.સબ ઇન્સ. એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ છે.
More news from ગુજરાત and nearby areas
- યાત્રાધામ ડાકોર ખાતે રંગોત્સવ 2026ની ભવ્ય ઉજવણીમાં નાયબ મુખમંત્રી હર્ષ સંઘવીએ હાજરી આપી.1
- રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ધુળેટી પર્વની આજે વહેલી સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નાનાં બાળકો થી લઈ યુવાનો, યુવતીઓ અને વડીલો સુધી સૌએ ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી હતી. પીચકારી, રંગબેરંગી ફુગ્ગા અને પાણીના ફુગ્ગાઓ સાથે મિત્રો અને સગા-સંબંધીઓ સાથે હર્ષોલ્લાસથી રમતા લોકો જોવા મળ્યા હતા. સમગ્ર શહેર રંગમય બની ગયું હતું અને “હેપ્પી ધુળેટી” ના શુભેચ્છા સંદેશાઓ સાથે લોકો એકબીજાને રંગ લગાવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા. ધોરાજી પંથકમાં શાંતિપૂર્ણ અને આનંદમય માહોલ વચ્ચે ધુળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી2
- આ સંદર્ભે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ બાબતની જાણ થતાં તપાસ શરૂ કરવામાં આવી હતી પરંતુ ભોગ બનનાર યુવકે ત્યાં સુધીમાં એક કરોડ રૂપિયા ખંડણી પેટે મહિલા સહિત છ જેટલા લોકોને આપી દીધા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બાદ અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં તોસીફ ઉર્ફે લાલો મલેક રહે અખીયાણા સાહિલખાન સરદાર ખાન ઉર્ફે બારદાન ખાન મલેક રહે માલવણ આસિફ ખાન મોહમ્મદ ખાન મલ્લે કર રહે અખીયાણા અને એક મહિલાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઝડપાયેલા જ મહિલા સહિત ચાર લોકો પાસેથી 72 લાખ જેટલી રકમનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર ઘટનાના માસ્ટરમાઈન્ડ અને મુખ્ય ઘટનાને અંજામ આપનાર અરબાઝ ખાન હયાત ખાન મલેક રહે અખીયાણા તેમજ અમન ખાન મહેબૂબખાન મલેક રહે ઈંગરોડી આ બંને આરોપીઓ નાસી ગયા હતા અને પોલીસ પકડથી દૂર હતા ત્યારે અંતે એના બંને આરોપીઓને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટેકનીકલ સોર્સ તથા વુમન સોર્સ લગાડી અને ઝડપી પાડવામાં આવ્યા છે. બંને પાસેથી રોકડ રકમ 23.75 લાખ તેમજ મોબાઇલ ફોન નંગ 2 જેની કિંમત 40,000 અને બ્રેઝા ગાડી જેની કિંમત પાંચ લાખ એમ મળી સમગ્ર ગુનામાં 95,50,000નો મુદ્દામાલ આ કેસમાં અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યો છે હજુ પણ તપાસ ચાલી રહી છે ત્યારે આ મુદ્દે રૂપિયા રિકવર કરવાની પણ શરૂ કરવામાં આવી છે.ભોગ બનનાર યુવકની માથે તમંચો રાખવામાં આવ્યો હતો અને એક કરોડ રૂપિયા રોકડ રકમ પડાવી લેવામાં આવી હતી. અપહરણ હનીટ્રેપ ખંડણી સહિતની કલમો લગાવી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુનો દાખલ કરાવ્યો હતો અને અંતે 95 લાખથી વધુને રોકડ રકમ રિકવર કરી અને ભોગ બનનાર યુવકને પરત આપવા અંગેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. કોઈપણ લોકો હનીટ્રેપ કે અન્ય ઘટનાનો ભોગ બને તો પોલીસને જાણ કરો સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે હનીટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે યુવક સૌ પ્રથમ ફરિયાદ કરવા માટે તૈયાર ન હતો પરંતુ પોલીસે તેને સમજાવ્યો અને ત્યારબાદ જે ભોગ બન્યો છે . તે સમગ્ર બાબતે ગુપ્તતા જાળવવામાં આવશે તે અંગેની ખાતરી આપવામાં આવી હતી અને તેની આબરૂ ન જાય કે વિશ્ર્વાસમાં લઈ અને ત્યારબાદ આ ગુનો દાખલ કરી અને આ ભોગ બનનાર યુવકને ન્યાય અપાવવામાં આવ્યો છે હનીટ્રેપ તેમજ અન્ય ગંભીર ગુના નો ભોગ બનનાર હોય તો અંગત રીતે પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવે ભોગ બનનાર લોકોની ગુપ્તતા જાળવવામાં આવશે અને તેને ન્યાય મળે તે દિશામાં તપાસ કરવાની ખાતરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવી છે.1
- National Highway 754K પર ખાડા પુરાઈ અને લેવલિંગ કામગીરી સ્થળ: હાજીપીર વિસ્તાર, કચ્છ હાજીપીર વિસ્તારમાં પસાર થતા National Highway 754K પર માર્ગની બગડેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને નીલકંઠ કંપની દ્વારા ખાડા પુરવાની અને માર્ગ સમતલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ માર્ગના નુકસાનગ્રસ્ત ભાગોમાં મેટલ ભરવામાં આવ્યું હતું અને ત્યારબાદ JCB મશીન તેમજ ગ્રેડર દ્વારા લેવલિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. ભારે વાહન વ્યવહારને કારણે માર્ગ પર ખાડાઓ ઊભા થયા હતા, જેના પરિણામે ટ્રક ડ્રાઈવરો અને સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. આ માંગ ઉઠાવવામાં હાજીપીર ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, ડ્રાઈવર સમુદાય અને પત્રકારમિત્રોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. સ્થાનિક પ્રતિનિધિઓ દ્વારા નીલકંઠ કંપનીના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે સરકારશ્રી સમક્ષ માંગ કરવામાં આવી છે કે ઔદ્યોગિક અને ભારે પરિવહન ધરાવતા માર્ગો પર નિયમિત નિરીક્ષણ અને જાળવણી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, જેથી અકસ્માતોની સંભાવના ઘટે અને વાહનચાલકોને સલામત મુસાફરી મળી રહે. તદુપરાંત, સત્યસ કંપની અને અર્ચના કંપની સહિત સંબંધિત સંસ્થાઓને પણ માર્ગ જાળવણી અને સલામતી બાબતે જવાબદારી નિભાવવાની અપીલ કરવામાં આવી છે. માર્ગદર્શિકા અને કાયદાકીય જોગવાઈઓ મુજબ જરૂરી પગલાં લેવા સરકારશ્રી સમક્ષ રજૂઆત કરવાની માંગ ઉઠી છે. વધુ વિગતો માટે લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ ઉપલબ્ધ છે. રિપોર્ટ: આદમ નોતિયાર બ્યુરો ચીફ, કચ્છ કેર ટીવી ન્યુઝ mo 99793302501
- પોલીસે હનીફ હમીરભાઈ કુરેશી વિરુધ કલમ ૩૧૬(૨),૩૧૬ (૫),૩૧૮ (૪),તથા ૩૩૬(૩) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી..1
- બોટાદ જીલ્લાના બરવાળા ખાતેથી મેફેડ્રોન અને મેથાએમ્ફેટામાઇન મળી 98 ગ્રામ 700 મીલીગ્રામ કિંમત રૂપિયા 3,36,210 ડ્રગ્સના કોમર્શીયલ જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી બોટાદ એલ.સી.બી. પોલીસ ટીમ બોટાદ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક સાહેબ ભાવનગર વિભાગ, ભાવનગરનાઓ દ્વારા જીલ્લામાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્તાનાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થો નો વધતો વ્યાપ રોકવા સારૂ જરૂરી સુચના આપવામાં આવેલ તથા નશાકારક પદાર્થથનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય અને ગુન્હેગારો ગુન્હો આચરતા પુર્વે નશાકારક પદાર્થોનો ઉપયોગ કરતા હોય જેથી આવી બદી અટકાવવા સારૂ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા સાહેબ દ્વારા NO DRUGS IN BOTAD અભિયાન અંતર્ગત નશાકારક પદાર્થોનુ સેવન તેમજ વેચાણ કરનારા ઇસમોને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એમ.જી.જાડેજા પોલીસ ઇન્સપેકટર એલ.સી.બી.બોટાદની સાથે એલ.સી.બી.સ્ટાફ સરકારી બોલેરોમાં બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન એલ.સી.બી. કોન્સ્ટેબલ બળદેવસિંહ ફતેસિંહ લીંબોલા તથા કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અગરસંગભાઇ ડોડીયાને બાતમી હકિકત મળેલ કે, પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા રહે. દિવાંદી ગામ, તા.રોહિત જિલ્લો. પાલી રાજસ્થાન રાજય વાળો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો વેચાણ અર્થે આપવા માટે બરવાળા ખાતે બરવાળા ઢાળ પાસે આવેલ ધંધુકા-ભાવનગર રોડ ઉપર પેસેન્જર વાહનો ઉભા રહે છે તે જગ્યાએ આવનાર છે જે બાતમી આધારે રેડ, વોચમાં રહી આરોપી પ્રમોદસીંગ નાથુસીંગ ઇન્દા ઉંમર વર્ષ 23 ધંધો.પ્રાઇવેટ નોકરી રહે.દિવાંદી ગામ, તા.રોહિત જી.પાલી રાજસ્થાન રાજય વાળાને મેફેડ્રોન નેટ વજન 97ગ્રામ કિંમત રૂપિયા 2,93,910 તથા મેથાએમ્ફેટામાઇન નેટ વજન 0.730 મિલીગ્રામની કિંમત રૂપિયા 7300 મળી કુલ વજન 98 ગ્રામ 700 મીલીગ્રામ રૂપિયા 3,01,210 તથા 1 મોબાઇલ ફોન કિંમત 36000 મળી કુલ રૂપિયા 3,36,210ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરૂધ્ધ ધી એન.ડી.પી.એસ.એકટ કલમ.8(સી), 21(સી) મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા બરવાળા મો/80008348881
- ગાંધીધામના મીઠીરોહર વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાસમ રાજા ત્રાયા દ્વારા સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. આરોપીએ મીઠીરોહર જીઆઈડીસી પાસે સર્વે નંબર 573 પૈકીની સરકારી જમીન પર 202.8 ચોરસ મીટરમાં હોટલ અને બે રૂમો બનાવી દબાણ કર્યું હતું. આ જમીનની બજાર કિંમત આશરે .20.28 લાખ થાય છે. પ્રોહિબિશન અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપીએ સ્વેચ્છાએ દબાણ હટાવી લીધું હતું.1
- *ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ, છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા ફટકારવામાં આવી* *દુધરેજ ધામના વિકાસ માટે વધુ ૨ કરોડની ફાળવણી, યાત્રાધામ સુવિધાઓથી થશે સજ્જ* *:-નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી* ************ *શ્રી કનીરામ બાપુ અને લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા* નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે. દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ. આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.1
- ફરજ પર અડગ, પરંતુ દિલથી રંગીલાં – બોટાદ પોલીસ પરિવારની અનોખી ધુળેટી. બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ધુળેટી પર્વની રંગબેરંગ1