અમરેલી જિલ્લામાં જળક્રાંતિને વરસાદના આશીર્વાદ મળ્યા છે, જ્યાં ઉનાળા દરમિયાન ઊંડા કરવામાં આવેલા તળાવો ભારે વરસાદ બાદ નવા પાણીથી છલોછલ ભરાઈ ગયા છે. આ ખુશીના અવસરે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી અને કુંકાવાવ-વડિયા તાલુકાના વિવિધ ગામોમાં નવા નીરના વધામણા કરવાના કાર્યક્રમો યોજાયા હતા. આ ભગીરથ પ્રયાસોને લીધે સમગ્ર વિસ્તારના ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ ઊર્જા વિભાગના પી.જી.વી.સી.એલ અને જેટકોના અનુદાનથી અમરેલી, કુંકાવાવ અને વડિયા તાલુકાના ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આશરે ૧૩૦ હિટાચી મશીનો દ્વારા સતત કામગીરી કરીને દરેક ગામમાં લગભગ ૬૦૦ કલાક સુધી તળાવો ઊંડા કરવામાં આવ્યા હતા, જેના લીધે આજે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ શક્ય બન્યો છે. અમરેલી જિલ્લાના સાજિયાવદર, બરવાળા બાવીશી, સણોસરા, જાળીયા, ઢોલરવા, કમીગઢ, માંડવડા અને ટીંબલા ગામોમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન મંત્રીશ્રીએ કેચમેન્ટ વિસ્તારમાં પહોંચી મંત્રોચ્ચાર સાથે નવા નીરના વધામણા કર્યા હતા. મંત્રીશ્રીના જણાવ્યા મુજબ, જળસંચયના આ પ્રયાસોથી પાણીના ભૂગર્ભ જળસ્તર ઊંચા આવશે, ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે તેમજ પશુપાલન અને આસપાસની જીવસૃષ્ટિને લાંબા ગાળાનો મોટો ફાયદો થશે. આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રીએ વિવિધ ગામોના તળાવો અને નવા બનેલા ચેકડેમોનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે તેમણે કમીગઢ સ્થિત ગૌશાળાની મુલાકાત લઈ ગૌસેવાના કાર્યને બિરદાવ્યું હતું અને ગૌસેવકોને અભિનંદન પાઠવ્યા હતા. ઉપરાંત તેમણે સ્થાનિક ગ્રામજનો અને વડીલો સાથે સહજ સંવાદ કરી વિકાસલક્ષી ચર્ચા કરી હતી. આ સમગ્ર કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત સભ્ય આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયત સભ્ય આશિષભાઈ દેવમુરારી, અગ્રણીઓ નિકુલભાઈ માંડણકા, શંભુલાલ મહિડા, વિવિધ ગામોના સરપંચો તેમજ સ્થાનિક પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

- અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.4
- જનરલ જી. ડી. બક્ષીએ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર વર્ષોથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આટલા બધા પ્રતિબંધો હોવા છતાં પણ ઈરાન હજુ પણ પૂરા જુસ્સા સાથે લડી રહ્યું છે.1
- ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.1
- ગીર સોમનાથ જિલ્લાના ઉના બસ સ્ટેન્ડની સામે અને અભય કોમ્પલેક્સની બાજુમાં આવેલા વીજ સબસ્ટેશનમાં આજે રાત્રી દરમિયાન અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભય અને ગભરાટ ફેલાયો હતો અને આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ભયાનક ઘટનાની જાણ થતાં જ આસપાસના રહીશો અને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ તાબડતોબ ઘટના સ્થળે પહોંચીને યુદ્ધના ધોરણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. સબસ્ટેશનમાં લાગેલી આ આગના કારણે આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો. જોકે, હજુ સુધી આ આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક આશંકા મુજબ શોર્ટ સર્કિટના કારણે જ આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વીજ ઉપકરણોને મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આ સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.1