Shuru
Apke Nagar Ki App…
જસ્કી ગામના અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લેતા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન
Chhota udepur view
જસ્કી ગામના અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લેતા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન
More news from ગુજરાત and nearby areas
- જસ્કી ગામના અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લેતા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન1
- કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ . પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે મોટું ગાબડું પડતાં ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે1
- છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તાલુકાના હરદાસપુરા ગામમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે. ગામના રહેવાસી છત્રસિંહ રમણભાઈ રાઠવાના બોરિંગમાંથી પૂનમના દિવસથી ગરમ પાણી નીકળતું હોવાનું સામે આવ્યું છે. આ અનોખી ઘટનાને જોવા માટે આસપાસના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી રહ્યા છે. સામાન્ય રીતે બોરિંગમાંથી સામાન્ય તાપમાનનું પાણી નીકળે છે, પરંતુ અહીં ગરમ પાણી નીકળતા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ ઘટનાની વધુ તપાસ કરવા માટે અમારી ટીમે ગામના તલાટી-કમ-મંત્રીનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું કે બોરિંગમાંથી ગરમ પાણી નીકળવાની ઘટના સાચી છે. જોકે, ગરમ પાણી નીકળવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ અને ભૂગર્ભ જળના નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તે જરૂરી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગરમ પાણીનો અનુભવ કરી રહ્યા છે. હાલ સમગ્ર તેજગઢ પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. સૂચના: આ સમાચાર સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલી માહિતી અને સ્થળ મુલાકાતના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. બોરિંગમાંથી ગરમ પાણી નીકળવાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે વૈજ્ઞાનિક તપાસ દ્વારા સ્પષ્ટ થયું નથી. સંબંધિત વિભાગની તપાસ બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે. દર્શકોને અપીલ છે કે કોઈપણ પ્રકારની અફવા કે અંધશ્રદ્ધા પર વિશ્વાસ ન કરે અને સત્તાવાર માહિતીની રાહ જુએ.1
- A.N.T.F. નો મોટો દરોડો: ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 અંકલેશ્વર (ભરૂચ): રાજ્યમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત માદક દ્રવ્યોના વેચાણ તેમજ હેરાફેરી સામે Anti-Narcotics Task Force (A.N.T.F.) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત A.N.T.F. વડોદરા ઝોનની ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સફળ દરોડો પાડીને ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, A.N.T.F. વડોદરા ઝોનના પોલીસ અધિકારીઓ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ASI નવીનભાઈ કડકીયા અને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાબુલાલને સંયુક્ત બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ, મદીના મસ્જિદ પાસે આવેલી એક ભાડાની દુકાનમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પંચો સાથે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન કોઈ પણ પાસ-પરમિટ કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રાખવામાં આવેલ Pentazocine Lactate Injection (30 mg/ml) ના કુલ 540 નંગ મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ભંગારનો વેપાર કરતા આરોપી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉં.વ. 31, રહે. સીફા હાઇટ્સ, અંકલેશ્વર) ની અટકાયત કરી છે. પોલીસે ઇન્જેક્શન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹53,480/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મોકલનાર મુંબઈનો આશુતોષ પાંડે નામનો ઈસમ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન (ભરૂચ) ખાતે NDPS Act ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ: "પઠાણ યાકુબરઝા", છોટાઉદેપુર. 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅4
- ખડગદા ગામની મુલાકાત લેતાં આમઆદમી પાર્ટી ના નેતા નિરંજન ભાઈ વસાવા હવામાન વિભાગની આગાહી મુજબ 31 મી જુલાઈ અને 1 ઓગસ્ટ ના રોજ ભારે વરસાદથી કેટલીક જગ્યાએ ભ્રષ્ટાચાર ના પોલ ખુલી ગયા છે! છેલ્લા ઘણા સમયથી ખડગદા ગામના બ્રિજ નું બાંધકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો હોય ગરૂડેશ્વર તાલુકો જળબંબાકાર બન્યો છે, નવનિર્મિત બ્રિજ ના કામને લઈને સરકાર પર આકરા પ્રહારો કરતા આમઆદમી પાર્ટીના નેતા નિરંજન ભાઈ વસાવા શું કહ્યું છે સાંભળો!4
- આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.1
- હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.1
- પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક ટ્રાવેલ્સ બસે બાઇકને અડફેટે લેતા અકસ્માત, લુણાવાડાના યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત પાવાગઢ નજીક આવેલી કંકુની વાડી પાસે આજે શનિવારે એક દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ટ્રાવેલ્સ લક્ઝરી બસે બાઇકને જોરદાર અડફેટે લેતાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલા યુવકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, મૂળ મુનપુર (લુણાવાડા)ના વતની અને હાલ અરાદ ગામે પોતાના સગાને ત્યાં રહેતા આદિત્ય યોગેશભાઈ ભાટિયા તેમના મિત્ર મિત પટેલ સાથે બોડેલી ખાતે કોઈ કામ અર્થે ગયા હતા. કામ પતાવીને બાઇક પર પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કંકુની વાડી નજીક કાળ બનીને આવેલી લક્ઝરી બસે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બાઇક ચાલક આદિત્ય ભાટિયાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત પટેલનો સામાન્ય ઈજાઓ સાથે આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જાયા બાદ લક્ઝરી બસનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાવાગઢ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૂર્તદેહ નો કબજો મેળવી તેને પીએમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને ફરાર બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1