A.N.T.F. નો મોટો દરોડો: ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 અંકલેશ્વર (ભરૂચ): રાજ્યમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત માદક દ્રવ્યોના વેચાણ તેમજ હેરાફેરી સામે Anti-Narcotics Task Force (A.N.T.F.) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત A.N.T.F. વડોદરા ઝોનની ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સફળ દરોડો પાડીને ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, A.N.T.F. વડોદરા ઝોનના પોલીસ અધિકારીઓ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ASI નવીનભાઈ કડકીયા અને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાબુલાલને સંયુક્ત બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ, મદીના મસ્જિદ પાસે આવેલી એક ભાડાની દુકાનમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પંચો સાથે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન કોઈ પણ પાસ-પરમિટ કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રાખવામાં આવેલ Pentazocine Lactate Injection (30 mg/ml) ના કુલ 540 નંગ મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ભંગારનો વેપાર કરતા આરોપી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉં.વ. 31, રહે. સીફા હાઇટ્સ, અંકલેશ્વર) ની અટકાયત કરી છે. પોલીસે ઇન્જેક્શન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹53,480/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મોકલનાર મુંબઈનો આશુતોષ પાંડે નામનો ઈસમ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન (ભરૂચ) ખાતે NDPS Act ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ: "પઠાણ યાકુબરઝા", છોટાઉદેપુર. 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
A.N.T.F. નો મોટો દરોડો: ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 અંકલેશ્વર (ભરૂચ): રાજ્યમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત માદક દ્રવ્યોના વેચાણ તેમજ હેરાફેરી સામે Anti-Narcotics Task Force (A.N.T.F.) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત A.N.T.F. વડોદરા ઝોનની ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સફળ દરોડો પાડીને ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
છે. મળતી માહિતી મુજબ, A.N.T.F. વડોદરા ઝોનના પોલીસ અધિકારીઓ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ASI નવીનભાઈ કડકીયા અને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાબુલાલને સંયુક્ત બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ, મદીના મસ્જિદ પાસે આવેલી એક ભાડાની દુકાનમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પંચો સાથે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન કોઈ
પણ પાસ-પરમિટ કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રાખવામાં આવેલ Pentazocine Lactate Injection (30 mg/ml) ના કુલ 540 નંગ મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ભંગારનો વેપાર કરતા આરોપી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉં.વ. 31, રહે. સીફા હાઇટ્સ, અંકલેશ્વર) ની અટકાયત કરી છે. પોલીસે ઇન્જેક્શન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹53,480/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક
તપાસમાં આ જથ્થો મોકલનાર મુંબઈનો આશુતોષ પાંડે નામનો ઈસમ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન (ભરૂચ) ખાતે NDPS Act ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ: "પઠાણ યાકુબરઝા", છોટાઉદેપુર. 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
- E Kranti Newsછોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાતA.N.T.F. નો મોટો દરોડો: ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 http://youtube.com/post/UgkxunAUstQje59ZOvu2HhXeDjnP7SpsHNOd?si=dAPbg3nFP9wodxv2 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅1 hr ago
- હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત હાલોલ તાલુકાના મોટી ઉભરવાણ ગામે કોતરના પાણીમા એક વ્યક્તિ તણાઈ જતા નીપજ્યુ મોત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ભારે વરસાદ વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.તા.31 જુલાઈ શુક્રવારના રોજ મોટી ઉભરવાણ ગામે કોતરના વધેલા પાણીમાં તણાઈ જતા 46 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રેવજીભાઈ કાળુભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મૂળ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના રહેવાસી હતા અને છેલ્લા એક સપ્તાહથી પોતાની બહેનના ઘરે મોટી ઉભરવાણ ગામે રહેતા હતા.ઘટનાના દિવસે રેવજીભાઈ ગામમાં દુકાને સામાન લેવા ગયા હતા. પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદને કારણે કોતરમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પાણીના જોરદાર પ્રવાહમાં તેઓ તણાઈ ગયા હતા અને આગળ નાળામાં ફસાઈ જતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.1
- दाहोद में 'नादस्पंदन' द्वारा महान गायक मोहम्मद रफी साहब की पुण्यतिथि पर संगीतमय श्रद्धांजलि का आयोजन कार्यक्रम के अंत में डॉ. कपिल भाई त्रिवेदी जी ने उपस्थित सभी अतिथियों, कलाकारों और संगीत प्रेमियों का इस कार्यक्रम को सफल बनाने के लिए हृदय से आभार व्यक्त किया।1
- દાહોદ ખુટખેડા ગામે દસ દસ મિનિટે MGVCL નો વિજ પુરવઠો બંધ થતાં અને લાંબા સમય સુધી રીપેરીંગ નું કામ ન કરતા ગ્રામ જનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.1
- આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.1
- દાહોદ જિલ્લાના... ધાનપુર તાલુકા મા........... ભૂકંપ નો હલવો આશ્કો Dahod જિલ્લાના ધાનપુર તાલુકા....... ...માં ભૂકંપનો હળવો આંચકો1
- બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ! બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે. બરોડા ડેરી ચૂંટણીને લઈ ભાજપમાં ધમધમાટ! બરોડા ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીને લઈને ભાજપમાં રાજકીય હલચલ તેજ બની છે. પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ લેવા માટે નિરીક્ષકો આજે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચશે. સંભવિત દાવેદારો અને આગેવાનો સાથે ચર્ચા કરી સેન્સ લેવામાં આવશે. ત્યારબાદ ચેરમેન-વાઇસ ચેરમેન પદ માટે નામો અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાય તેવી શક્યતા છે.1
- ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ..હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં અવિરત વરસાદ.. હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં અવિરત વરસાદ.. ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકામાં વરસાદી માહોલ.. ઉચ્છલના ગોવાણની કાંટા નદીમાં ઘોડાપુર આવ્યો.. સુદામ કાથુડના ઘરમાં પાણી ભરાયું.. ટાવલી,મોહીની,કરોડ રસ્તો સંપૂર્ણ રીતે બંધ કરાયો..1
- ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો. ગૌરીવ્રત કરતી દીકરીઓ માટે સેવાભાવનું સુંદર ઉદાહરણ! તરસાલી શાક માર્કેટ પાસે મેલડી માતાના મંદિર આંગણે જય શ્રી રામ સેવા, જય શ્રી મેલડી માં તથા લારી એસોસિએશન ગ્રુપ દ્વારા ગૌરીવ્રત કરતી બાળાઓ માટે વિનામૂલ્યે ચાઈનીઝ ફૂડ, પાણીપુરી, દાબેલી અને ફ્રૂટ સલાડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યનો આશરે 500થી 1000 દીકરીઓએ લાભ લીધો હતો. આયોજકોના સેવાભાવને સ્થાનિકોએ બિરદાવ્યો હતો.1
- અહીં સમાચાર શૈલીમાં તૈયાર કરેલ અહેવાલ: ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામે સિમેન્ટના બ્લોક ભરેલી આઇશર પલટી, બાઇકચાલક ઇજાગ્રસ્ત; ટ્રાફિક જામ બાદ માર્ગ ફરી શરૂ ગોધરા, તા. 1 ઓગસ્ટ: ગોધરા તાલુકાના ગઢ ચુંદડી ગામ નજીક આજે સિમેન્ટના બ્લોક ભરેલી એક આઇશર ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાહન રોડ પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત દરમિયાન પાછળથી આવી રહેલી એક મોટરસાઇકલ આઇશરની અડફેટે ચડી જતાં બાઇકસવાર ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને કારણે આઇશર ગાડી રોડ પર આડી પડી જતાં માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જિલ્લા ટ્રાફિક પોલીસ, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ, રોડ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોની મદદથી વાહન હટાવી ટ્રાફિકને ફરીથી સુચારુ કરવામાં આવ્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. હાલ પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1