કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં તાલાલા ખાતે ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું ફૂલડ્રેસ રિહર્સલ યોજાયું ------ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે* ----- આગામી તા. ૨૬મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે સહકારી મિલના કમ્પાઉન્ડ, વેરાવળ-તાલાલા રોડ ખાતે થનાર છે. ત્યારે રાષ્ટ્રીય કક્ષાના આ તહેવારની ફૂલ ડ્રેસ ઉજવણીનું રિહર્સલ જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં યોજાયું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લાકક્ષાની આ ઉજવણી મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરષોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ રિહર્સલમાં કલેકટરશ્રીએ જિલ્લામાં મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન સહિતનાં આયોજનોનું ફૂલ ડ્રેસ રિહર્સલ નિહાળી તેનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટરશ્રીએ કાર્યક્રમનાં દિવસે પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીઓ, નાગરિકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારું વ્યવસ્થા ગોઠવવા માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. રિહર્સલમાં પુરૂષ પોલીસ ટૂકડી, મહિલા પોલીસ ટૂકડી, હોમગાર્ડ હથિયારી, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ બેન્ડ સહિતની ટૂકડીઓ દ્વારા પરેડ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો અને વ્યક્તિ વિશેષોના સન્માન સહિતની વ્યવસ્થાઓનું કલેક્ટરશ્રીએ ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. આ સિવાય જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પશુપાલન, ખેતીવાડી, આરોગ્ય વિભાગ સહિતના વિભાગોના ટેબ્લોનું નિદર્શન પણ યોજાયું હતું. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોષી, અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ10
- જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં...... બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.1
- Post by Dharmik Parmar1
- केसीएफ मिस एंड मिसेज इंडिया 2026 और नारी शक्ति सम्मान 2026 के 5वें सीज़न का भव्य आयोजन1
- Post by મધુવન ગીફ્ટ કેશોદ1
- જૂનાગઢ પ્રવર્તમાન પરિસ્થિતિમાં એલપીજી ગેસનું વિતરણ, સ્ટોક અને બિનજરૂરી રીતે સંગ્રહ ન થાય તે માટે જૂનાગઢ જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવા માટે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને માર્કેટિંગ કંપનીઓના પ્રતિનિધિઓ અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હાલ જિલ્લામાં ઘરેલુ જરૂરિયાત માટે પૂરતો એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. બિનજરૂરી રીતે કુત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ અથવા તો કાળા બજાર કરનાર સામે કડક કાર્યવાહી કરવા પણ કલેક્ટરએ સૂચના આપી હતી. આ બેઠકમાં જુદી જુદી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેના સ્ટોક અંગે તેમજ જિલ્લા પુરવઠા અધિકારી કિશન ગરચરે જરૂરી આયોજન અને વિતરણ વ્યવસ્થા અંગે જરૂરી માહિતી આપી હતી. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ3
- RBI News1
- "કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1, આલાપ કોલોની વિસ્તારમાં શોકિંગ મામલો સામે આવ્યો છે! નવું ઓવર હેડ ટેન્ક અને અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ સંપ એક મહિના પછી પણ ખુલ્લું છે – ઢાંકણ જ લગાવવામાં આવ્યું નથી! પીવાનું પાણી ખુલ્લું પડ્યું છે, જેથી કચરો, પાંદડાં કે અન્ય ગંદકી પડવાનું મોટું જોખમ છે. આનાથી રોગનું ભયંકર ખતરો ઊભો થય રહ્યો છે! રહેવાસીઓ અને આમ આદમી પાર્ટીની માંગ છે કે તાત્કાલિક ઢાંકણ લગાવવામાં આવે. સિવાય નજીક પડેલ તમામ કામગીરી પૂર્ણ થયાં બાદ તમામ વસ્તુઓ ઉપાડી ગ્રાઉન્ડ ચોખ્ખું કરવાની જવાબદારી કોની હોય નગર પાલિકા ની કે કોન્ટ્રાક્ટર ની કે પછી નજીક રહેતા લોકો ની તેના જવાબદાર કોણ..? નગરપાલિકા જાગો! લોકોના જીવન સાથે રમત બંધ કરો! વિસ્તાર ના લોકો આ તમામ વસ્તુઓ થી ત્રાહિમામ છે અને નજીક માં આવેલી દરગાહ માં પણ સફાઈ કરી પ્લાસ્ટર કરવામાં નથી આવ્યું શું એ જવાબદારી કોન્ટ્રાકટર ની ના હોય તો નજીક કામગીરી થતી હોય તેની હદ માં તોડફોડ કરવા જવાનું પણ કોણ કહેતું હોય એ પણ ચર્ચાતો સળગતો સવાલ છે સંવાદ દાતા જગદીશ યાદવ જૂનાગઢ4