સંતરામપુર તાલુકાના વાજીયાકોટ ગામે આવેલ વાજીયાકોટ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનાલયમાંથી અને એક ચિકન શોપ દુકાન માંથી ગેસ સગડાં અને સિલિન્ડરની ચોરી: ચોરો ચોરી કરી થયા ફરાર.. સંતરામપુર, તા. 23 એપ્રિલ 2026 સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સંતરામપુર તાલુકાના વાજીયાકોટ ગામે આવેલ વાજીયાકોટ પ્રાથમિક શાળામાં ચોરીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તા. 19 એપ્રિલ 2026, રવિવારની રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો દ્વારા ટાર્ગેટ કરીને શાળાના મધ્યાહન ભોજનાલયને નિશાન બનાવવામાં આવ્યું હતું. ચોરો દ્વારા ભોજનાલયમાંથી ત્રણ ગેસના ચુલાના સગડાં અને બે એચ.પી. કંપનીના ગેસ સિલિન્ડરની ચોરી કરવામાં આવી હતી. ઘટનાની જાણ બીજા દિવસે સોમવારે સવારે શાળામાં પહોંચેલા સ્ટાફ અને શાળાના આચાર્યને થતાં તાત્કાલિક સંબંધિત અધિકારીઓને જાણ કરીને માહિતી આપવામાં આવી હતી. આ બનાવ અંગે આ શાળાના આચાર્ય દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સંતરામપુર મામલતદાર તથા સંતરામપુર પોલીસ સ્ટેશનને જાણ કરી, તેમજ અજાણ્યા શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાને પગલે આ ગામમાં ચિંતા અને ગભરાટનો માહોલ લોકોમાં સર્જાયો છે. નોંધનીય છે કે લગભગ એક મહિના પહેલા પણ આ વાજીયાકોટ ગામના પઠાણ ટેકરી વિસ્તારમાં આવેલી એક ચિકન શોપમાંથી પણ થોડી રોકડ રકમ અને ગેસ સિલિન્ડરની ચોરી થઈ હતી, જેને લઈને પણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. સ્થાનિકોમાં સતત બની રહેલી ચોરીની ઘટનાઓને લઈને લોકોમાં પોલીસ સુરક્ષાની અને ચોરી કરનાર ચોરોને ઝડપી પકડી પાડવાની ભારે માંગ ઉઠી રહી છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- મહીસાગર જીલ્લામા આવી રહેલી સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં મહીસાગર જિલ્લામાં રહેતા તમામ મતદારોને મતદાનના દિવસે મતદાન કરવા આહવાન કર્યું1
- મોંઘવારી અને બેરોજગારો સામે હથિયાર:ઝાડું પર વોટ :1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ગામે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગામમાં સુરક્ષા અંગે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે સહકાર આપવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.1
- दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।1
- politics ##india#reality##@@1
- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1
- પંચમહાલ પોલીસની અદભુત અને પ્રશંશનીય કામગીરી.. મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકની હદમાંથી અપહરણ કરાયેલ 2 બાળકોને છોડાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું2