logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હળવદ તાલુકાના શીરોઈ વિજતાર પડતા ૨૦૦ મણ ચણાનો તૈયાર પાક બળીને ખાખ, ખેડૂતને મોટું નુકસાન – પીજીવીસીએલ સામે વળતરની માંગ હળવદ તાલુકાના શિરોઈ ગામે ખેડૂત મુકેશભાઈ પ્રભુભાઈ પંચાસરાની વાડીમાં તૈયાર થયેલ અંદાજે ૨૦૦ મણ ચણાનો પાક અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ વાડી ઉપરથી પસાર થતી વિજ લાઈનમાંથી વિજતાર તૂટી પડતા આગ લાગ્યાનું કહેવાય છે, જેના કારણે ખેડૂતને ભારે આર્થિક નુકસાન થયું છે. આ બનાવ અંગે જાણ થતા હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો માળો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તૈયાર પાક સંપૂર્ણપણે નાશ પામી ગયો હતો. આ બનાવને લઈને ખેડૂત મુકેશભાઈ પંચાસરાએ વીજ લાઈનની બેદરકારીના કારણે નુકસાન થયું હોવાનું જણાવી પીજીવીસીએલ કંપની સામે કડક રોષ વ્યક્ત કર્યો છે અને થયેલ નુકસાનનું તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

21 hrs ago
user_Ramesh thakor Halvad
Ramesh thakor Halvad
Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
21 hrs ago
9e00395e-686f-40e6-9fa8-66f71e3e9c6c

હળવદ તાલુકાના શીરોઈ વિજતાર પડતા ૨૦૦ મણ ચણાનો તૈયાર પાક બળીને ખાખ, ખેડૂતને મોટું નુકસાન – પીજીવીસીએલ સામે વળતરની માંગ હળવદ તાલુકાના શિરોઈ ગામે ખેડૂત મુકેશભાઈ પ્રભુભાઈ પંચાસરાની વાડીમાં તૈયાર થયેલ અંદાજે ૨૦૦ મણ ચણાનો પાક અચાનક આગ લાગતા બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ વાડી ઉપરથી પસાર થતી વિજ લાઈનમાંથી વિજતાર તૂટી પડતા આગ લાગ્યાનું કહેવાય છે, જેના કારણે ખેડૂતને ભારે આર્થિક નુકસાન થયું છે. આ બનાવ અંગે જાણ થતા હળવદ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો માળો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં તૈયાર પાક સંપૂર્ણપણે નાશ પામી ગયો હતો. આ બનાવને લઈને ખેડૂત મુકેશભાઈ પંચાસરાએ વીજ લાઈનની બેદરકારીના કારણે નુકસાન થયું હોવાનું જણાવી પીજીવીસીએલ કંપની સામે કડક રોષ વ્યક્ત કર્યો છે અને થયેલ નુકસાનનું તાત્કાલિક વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠાવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ

More news from Botad and nearby areas
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    3 hrs ago
  • જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    જિલ્લામાં ૦૮ માર્ચે જન્મ લેનારી ૧૧ નવજાત દીકરીઓના વધામણા કરાયા
ગુજરાત રાજ્યની મહીલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ સાથે તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “Rights, Justice, Action for All Women and Girls” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો હતો આ અભિયાન અંતર્ગત તા.૦૮/૦૩/૨૦૨૬ના રોજ 'નારી અવતરણ વધામણા' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર અને જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ૧૧ જેટલી નવજાત બાળકીઓ બેબી કીટ અને માતાઓને સાડીની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો અને મહિલા સશક્તિકરણનો સંદેશ ફેલાવવાનો રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.એ.ધોળકિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડો.જયદિપ કણઝરીયા અને પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, ફેડરેશન પ્રમુખ કેતનભાઈ રોજેસરા, ડી.એ.શ્રી દીપકભાઈ માથુકીયા, યુનિટ ડાયરેક્ટરશ્રી લાલજીભાઈ કળથિયા જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ સહિત હોસ્પિટલના સ્ટાફે દીકરીઓને વધાવી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય. ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી. જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં. સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.
    1
    આંગણવાડી વર્કરોનો ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કર્યો, કીધું નવા મોબાઈલ અને સુવિધા વગર કામ નહીં થાય.
ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર સુપરત કર્યું.
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ધંધુકા મામલતદાર અને CDPO ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.
નવા મોબાઈલ અને જરૂરિયાત સુવિધાઓ આપવામાં આવે નહિતર કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે.
ઘણા વર્કરોના જુના મોબાઈલ બગડી ગયા છેં તો કેટલાક બહેનો પાસે સ્માર્ટ ફોન નથી.
જરૂરિયાત સાધનોના અભાવે વર્કરો પર ભારે બોજ પડે છેં.
સંગઠન દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છેં જે જ્યાં સુધી આ સુવિધાઓ પૂરી નહીં થાય ત્યાં સુધી કામગીરી નહીં કરવામાં આવે તેમજ ત્યાં સુધી આ નિર્ણય યથાવત રહેશે.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    13 hrs ago
  • Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા
    1
    Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા
    user_ મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા
    મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    20 hrs ago
  • રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. ખેડૂતોએ સરકારને ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે..
    1
    રૂપિયા સુધીના ભાવ મળતા હોવાથી ખેડૂતોને ખર્ચ પણ કાઢવો મુશ્કેલ બની રહ્યો છે. ખેડૂતોએ સરકારને ઘઉંના ભાવ વધારવાની માંગ કરી છે..
    user_Asvin makwana
    Asvin makwana
    પત્રકાર બોટાદ, બોટાદ, ગુજરાત•
    21 hrs ago
  • ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની  પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
    1
    ગાંધીધામ શહેર ભાજપના યુવા મંત્રી દિપેશ મિનાક્ષીબેન ભટ્ટે 5 માર્ચના રોજ રહસ્યમય સંજોગોમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકની પત્ની દીપાબેન દિપેશ ત્રિપાઠીએ આદિપુર પોલીસ મથકે 18 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી વ્યાજના વિષચક્રમાં ફસાવી મરવા મજબુર કરાયા હોવાનો ઘટસ્ફોટ કરતાં શહેરભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે પોલીસે એક આરોપીની  પ્રકાશ મોદીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    21 hrs ago
  • Post by Vopul luhar
    1
    Post by Vopul luhar
    user_Vopul luhar
    Vopul luhar
    Ranpur, Botad•
    4 hrs ago
  • બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ તારીખ 8 માર્ચ 2026ના રોજ જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા, નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી નિયુક્તિ બાદ સૌ પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ આયોજન અંગે પણ વિશેષ માર્ગદર્શન જિલ્લા પ્રભારી દ્વારા આપવામાં આવ્યું હતું, આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વનરાજસિંહ ડાભી, દિપકભાઈ સાબવા, અને વિજયભાઈ ધલવાણીયા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખો, મંત્રી સહિતના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લાના તમામ શહેર તાલુકા ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો ચુંટાયેલા સભ્યો સહિતના અપેક્ષિત કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંગઠના દ્વારા પ્રથમ મુલાકાતે પહોંચેલા નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોરનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ તારીખ 8 માર્ચ 2026ના રોજ જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી જે બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપના નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી દશરથજી ઠાકોર વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા, નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રભારી નિયુક્તિ બાદ સૌ પ્રથમ વખત જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે પરિચય બેઠકનું આયોજન કરાયું હતું આ બેઠકમાં આગામી કાર્યક્રમો તેમજ આયોજન અંગે પણ વિશેષ માર્ગદર્શન જિલ્લા પ્રભારી દ્વારા આપવામાં આવ્યું હતું, આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી વનરાજસિંહ ડાભી, દિપકભાઈ સાબવા, અને વિજયભાઈ ધલવાણીયા તેમજ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખો, મંત્રી સહિતના તમામ હોદ્દેદારો તેમજ જિલ્લાના તમામ શહેર તાલુકા ભાજપ સંગઠનના મુખ્ય હોદ્દેદારો ચુંટાયેલા સભ્યો સહિતના અપેક્ષિત કાર્યકર્તા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા સંગઠના દ્વારા પ્રથમ મુલાકાતે પહોંચેલા નવનિયુક્ત પ્રભારી દશરથજી ઠાકોરનું વિશેષ સ્વાગત સન્માન કર્યું હતું
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    12 hrs ago
  • ધંધુકા ધોલેરા વળાંક પાસે ટ્રકની ટક્કરથી વીજ પોલ ધરાશાયી, ટ્રાફિક જામ સર્જાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ટ્રકની ટક્કર લાગતાં રસ્તા પાસેનો વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. ઘટનાને પગલે થોડો સમય ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મળતી માહિતી મુજબ ટ્રક પસાર થતી વખતે અચાનક વીજ પોલ સાથે ટક્કર વાગતા પોલ તૂટી પડ્યો હતો. ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
    1
    ધંધુકા ધોલેરા વળાંક પાસે ટ્રકની ટક્કરથી વીજ પોલ ધરાશાયી, ટ્રાફિક જામ સર્જાયો.
અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ટ્રકની ટક્કર લાગતાં રસ્તા પાસેનો વીજ પોલ ધરાશાયી થઈ ગયો હતો. 
ઘટનાને પગલે થોડો સમય ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ ટ્રક પસાર થતી વખતે અચાનક વીજ પોલ સાથે ટક્કર વાગતા પોલ તૂટી પડ્યો હતો. 
ઘટના બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.