Shuru
Apke Nagar Ki App…
સુરત શહેરની સચિન પોલીસે દેવીપૂજક ગેંગ સાથે સંકળાયેલા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી 4,34,300 રૂપિયાની ચોરીના કેસમાં પોલીસને જોઈતો હતો.
R republic news Surat
સુરત શહેરની સચિન પોલીસે દેવીપૂજક ગેંગ સાથે સંકળાયેલા એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી 4,34,300 રૂપિયાની ચોરીના કેસમાં પોલીસને જોઈતો હતો.
More news from ગુજરાત and nearby areas
- સુરત જિલ્લાના કડોદરા-બારડોલી હાઈવે પર ગેરકાયદેસર રીતે ગેસ્ટ હાઉસ અને હોટલના નામે લોજિંગનો વ્યવસાય ચાલી રહ્યો છે. આ વ્યવસાય ફાયર NOC (નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ) વિના અને 'પથિક' સોફ્ટવેરનો ઉપયોગ કર્યા વિના થઈ રહ્યો છે, જે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે.1
- સુરત શહેરના પુણા, વરાછા અને લિંબાયત વિસ્તારોમાંથી છેલ્લા પાંચ વર્ષમાં શરીર સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ફરીથી ગુના કરતા અટકાવવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.1
- સુરત જિલ્લાના કામરેજ તાલુકાના શેખપુર ગામમાં આવેલી હરિદર્શન સોસાયટીમાં એક યુવક પર જાહેરમાં ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.1
- સુરતમાં વેસ્ટ એક્સપ્રેસના AC કોચમાંથી લાવારિસ બેગમાંથી ₹2.42 લાખની કિંમતનો ચરસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. 'મિશન સેફ સ્ટેશન' અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન આ બેગની તલાશી લેવાતા માદક પદાર્થની તસ્કરીનો મોટો ખુલાસો થયો હતો. જોકે, આ ઘટનામાં તસ્કર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ અને સંબંધિત એજન્સીઓ આરોપીને શોધવા માટે તપાસ ચલાવી રહી છે.1
- રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરળતાથી પહોંચાડવાના હેતુથી પલસાણા તાલુકામાં 'જન કલ્યાણ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરો દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા નાગરિકોને યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, સાથે જ સ્થળ પર જ અરજીઓ સ્વીકારી લાભાર્થીઓને જરૂરી સહાય પણ પૂરી પાડવામાં આવી રહી છે. પલસાણા તાલુકામાં કુલ ત્રણ સ્થળોએ આ જન કલ્યાણ શિબિર યોજવાનું આયોજન કરાયું છે. પલસાણાના મામલતદાર મુકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, પ્રથમ શિબિર કારેલી ગામે સફળતાપૂર્વક યોજાઈ હતી. બીજી શિબિર 18 જૂનના રોજ પલસાણા પ્રાથમિક શાળામાં યોજાશે, અને ત્રીજી તથા અંતિમ શિબિર 20 જૂનના રોજ વરેલી પ્રાથમિક શાળામાં યોજાશે. તેમણે ઉમેર્યું હતું કે શિબિરોમાં અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપે છે, અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરીને પાત્ર લાભાર્થીઓને યોજનાઓનો લાભ મળે તે માટે કામગીરી થઈ રહી છે. મામલતદાર મુકેશ પટેલે ગ્રામજનોને જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી. પલસાણા તાલુકા પંચાયતના પ્રમુખ અશ્વિનીબેન નિકુંજસિંહ વાંસીયાએ જણાવ્યું હતું કે, આ જન કલ્યાણ શિબિર અંતર્ગત તાલુકાના કુલ 18 ગામોને આવરી લેવામાં આવ્યા છે. કારેલી ગામે યોજાયેલી પ્રથમ શિબિરમાં સરકારની 57થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી અને પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ લાભ મળે તે માટે વ્યવસ્થા કરાઈ હતી. શિબિર દરમિયાન આવકના દાખલા, જાતિના દાખલા, આધાર આધારિત સેવાઓ, સામાજિક સુરક્ષા યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, પેન્શન સહિત વિવિધ વિભાગોની યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. કારેલી ખાતે યોજાયેલી પ્રથમ શિબિરમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી યોજનાઓની માહિતી મેળવી ઉત્સાહપૂર્વક અરજી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આયોજકો દ્વારા આગામી શિબિરોમાં પણ વધુમાં વધુ લોકો હાજરી આપે તેવી અપીલ કરવામાં આવી છે. આ શિબિરમાં પલસાણા મામલતદાર મુકેશભાઈ વી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી ભાવસિંહભાઈ બી. પરમાર, સી.ડી.પી.ઓ. સેજલબેન ઇટાલીયા, જિલ્લા પંચાયત સભ્ય, જિલ્લા સંગઠન ઉપપ્રમુખ મોહનભાઈ આહીર, તાલુકા સંગઠન પ્રમુખ કૃણાલભાઈ પટેલ, ઉપપ્રમુખ શૈલેષભાઈ પટેલ, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ અશ્વિનીબેન નિકુંજસિંહ વાંસીયા સહિત અનેક આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- મેવાડના મહારાણા પ્રતાપના વંશજ એવા સુરતમાં રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતીની કરાઈ ઉજવણી, ઇતિહાસમાં વીર અને શોર્યતા માટે મેવાડના રાજા મહારાણા પ્રતાપનું નામ છે જાણીતું,ઈ. સ. 1540 ના રોજ 9મી મે જેઠ સુદ ત્રીજના દિવસે રાજસ્થાનના મેવાડના ઉદયપૂર ખાતે સિસોદિયા રાજપૂતના રાજા મહારાણા પ્રતાપ નો થયો હતો જન્મ,મહારાણા પ્રતાપ ની વીરતા તથા મુઘલો સામેના સંઘર્ષ માટે ઇતિહાસમાં મહારાણા પ્રતાપ નું નામ છે અમર,મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ અર્પણ,કોટસફિલ રોડ પર મહારાણા પ્રતાપની પ્રતિમાને શ્રદ્ધાંજલિ,રાણા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત મેવાડના મહારાણા પ્રતાપના વંશજ એવા સુરતમાં રાણા સમાજ દ્વારા મહારાણા પ્રતાપ ની જન્મ જયંતીની કરાઈ ઉજવણી, ઇતિહાસમાં વીર અને શોર્યતા માટે મેવાડના રાજા મહારાણા પ્રતાપનું નામ છે જાણીતું,ઈ. સ. 1540 ના રોજ 9મી મે જેઠ સુદ ત્રીજના દિવસે રાજસ્થાનના મેવાડના ઉદયપૂર ખાતે સિસોદિયા રાજપૂતના રાજા મહારાણા પ્રતાપ નો થયો હતો જન્મ,મહારાણા પ્રતાપ ની વીરતા તથા મુઘલો સામેના સંઘર્ષ માટે ઇતિહાસમાં મહારાણા પ્રતાપ નું નામ છે અમર,મહારાણા પ્રતાપ ની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ કરાઈ અર્પણ,કોટસફિલ રોડ પર મહારાણા પ્રતાપની પ્રતિમાને શ્રદ્ધાંજલિ,રાણા સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત1
- સુરતમાં પ્રિમોનસુનની કામગીરી સામે ઉઠ્યા સવાલ?, મજુરા ગેટ વિસ્તાર થી મજૂરા ફાયર સ્ટેશન તરફ જવાના મેઇન રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણ, એક તરફ તંત્ર દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ આ પ્રકારે ગટરના ખુલ્લા ઢાંકણ,છેલ્લા 10 દિવસ થી આ ગટરનુ ઢાંકણ તૂટી ગયેલી અને કોહવાયેલી હાલત માં છે સુરતમાં પ્રિમોનસુનની કામગીરી સામે ઉઠ્યા સવાલ?, મજુરા ગેટ વિસ્તાર થી મજૂરા ફાયર સ્ટેશન તરફ જવાના મેઇન રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણ, એક તરફ તંત્ર દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તો બીજી તરફ આ પ્રકારે ગટરના ખુલ્લા ઢાંકણ,છેલ્લા 10 દિવસ થી આ ગટરનુ ઢાંકણ તૂટી ગયેલી અને કોહવાયેલી હાલત માં છે1