ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ દ્રારા ટીંબા પ્રાથમિક શાળા ના આચાર્ય સતિષભાઈ પ્રજાપતિ નું સન્માન. પૂજ્ય મોરારિબાપુ દ્વારા પુરસ્કૃત અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના સૌજન્ય થી દિગ્વિજય સિંહ જાડેજા પ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના માર્ગદર્શન થી 26 જેટલા ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષકના પરિવાર સાથે, અમે આવ્યા તમારે દ્વાર અનુબંધિત બે દિવસીય કાર્યશાળા શિબિર રાખવામાં આવી હતી.જેમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ. ચિત્રોડ, ધણેજ, હિરણવેલ અને સાગોદ્રા જેટલા ગામમાં પાંચ પાંચ ચિત્રકૂટ એવોર્ડ સાધકો નું ગ્રુપ સાંજે દરેક ગામની શેરીઓમાંથી બાળકો બોલાવી, જાહેર જગ્યાઓ પર, કોઈ વાલીઓના ફળિયામાં, રમતો, રંગપૂરણી, કાગળકામ, સર્જનાત્મક અને રચનાત્મક, કાર્ડ રમતો, બાળવાર્તા, જાદુઇ વિદ્યા, પપેટ શો,અભિનય ગીતો, જેવી કેટલીય સહઅભ્યાસિક વિવિધ પ્રકારની પ્રવૃતિઓ દ્વારા બાળકોને ખૂબ પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડેલ. સ્વ ખર્ચે કરેલ આ પ્રકારની શિબિરમાં પૂજ્ય મોરારિબાપુ દ્વારા સાધકોને પ્રમાણપત્ર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ આપવામાં આવ્યો. ગુજરાતના 14 જિલ્લા ઓ માંથી ખૂબ દૂરથી શિક્ષકો હાજર રહી. આ સેવા કાર્યમાં જોડાયેલા હતા,ગામના સરપંચ અને આચાર્ય ને વિશ્વાસમાં લઈ આ કાર્યક્રમ યોજાયો. દરેક ગામમાં આ બાળકોને વિવિધ પ્રકારની શૈક્ષણિક કીટ તેમજ બ્રશ અને ટૂથપેસ્ટ, બિસ્કિટ, ચપ્પલ જેવી 15 હાજર રૂપિયાની વસ્તુઓ અલગ અલગ ગામના બાળકોને આપી ને સન્માન કરવામાં આવેલ. ગામના સરપંચ આગેવાનો અને SMC ના સભ્યો તરફથી આ કાર્ય શાળા શિબિર ને ખૂબ આવકાર મળ્યો હતો. આ કાર્યક્રમ ગુજરાત ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં હવે, આ શિબિરો યોજવામાં આવનાર છે. જે વર્ષમાં બે વાર આયોજન થનાર છે. આ શિબિર માં પંચમહાલ જિલ્લા ગોધરા તાલુકાની ટીંબાગામ પ્રાથમિક શાળા માંથી સતિષભાઈ પ્રજાપતિ ને પણ પોતાની શાળાની વિવિધ પ્રવૃત્તિ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના ઉપપ્રમુખ હરિભાઈ વાળા ના વરદ હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર થી સન્માન કરવામાં આવ્યું હતું.

- કાલોલના સણસોલીમાં ડીજે રસ્તા ઉપર થી ખસેડવાની અદાવતમાં હુમલો અને પથ્થરમારો: ચાર સામે ફરિયાદ પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સણસોલી ગામે રસ્તા પર વાહન ખસેડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં એક યુવક પર લાકડી વડે હુમલો કર્યા બાદ મોડી સાંજે તેના ઘરે જઈ પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.ફરિયાદી મનોજકુમાર સોમસિંહ રાઠોડ, જેઓ ખેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ આ વિવાદ સવારના સમયે શરૂ થયો હતો. મનોજકુમાર પોતાની બીમાર પુત્રીને જોવા કંપનીથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે નારણપુરા નર્મદા કેનાલ પાસે અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ અને અન્ય શખ્સોએ રસ્તામાં ડી.જે. અને ઇકો ગાડી ઉભી રાખી રસ્તો રોક્યો હતો. મનોજકુમારે રસ્તો આપવા વિનંતી કરતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને "તું મોટો દાદો થઈ ગયો છે?" તેમ કહી ડી.જે. માંથી લાકડી કાઢી મનોજકુમારના કપાળે મારી દીધી હતી. જે બાદ સવારના ઝઘડાની અદાવત રાખીને તે જ દિવસે સાંજે આશરે સાત વાગ્યાના સુમારે આરોપીઓ પથ્થરો અને લાકડીઓ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. કાલોલ પોલીસ ની 112 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.ફરિયાદ મુજબ અર્જુનસિંહ દલપતસિંહ રાઠોડ,ભુપેનસિંહ દલપતસિંહ રાઠોડ,દલપતસિંહ અંદરસિંહ રાઠોડ,ભાવીકસિંહ સંજયસિંહ રાઠોડ નાઓએ હુમલો કર્યો હતો.આ આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો કરી ગાળાગાળી કરી હતી અને "આજે તને જીવતો નહીં છોડીએ" તેવી ધમકીઓ આપી હતી. જ્યારે ફળિયાના લોકો વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેમને પણ ધમકાવ્યા હતા અને મનોજકુમારને ફરી ક્યારેક રસ્તામાં એકલો મળશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.મનોજકુમારે કાલોલ સરકારી દવાખાનામાં સારવાર લીધા બાદ પોતાના મિત્રો સાથે પોલીસ મથકે પહોંચી આ ચાર શખ્સો તેમજ અન્ય અજાણ્યા પાંચ થી છ માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1
- જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલ ખાતે બે યુવકો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલ પરિસરમાં ભયનો માહોલ છવાયો હતો અને સુરક્ષા પર સવાલો ઉભા થયા છે.1
- સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ મુસ્લિમ સમાજ દ્વારા બસ્ટેન્ડ ખાતે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ કરાયું સર્વોદય હોસ્પિટલિટી ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ હાલોલ મુસ્લિમ સમાજ દ્વારા ઉનાળાની આકરી ગરમીને ધ્યાનમાં રાખી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે મુસાફરો માટે નિઃશુલ્ક ઠંડી છાશ અને પાણીનું વિતરણ આજે સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે અને હાલ 44 ડિગ્રી જેટલું તાપમાન નોંધાતા લોકો ભારે ગરમીથી પરેશાન બની ગયા છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી પરિસ્થિતિ સર્જાતા નગરજનો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.આવા કપરા ઉનાળામાં મુસાફરી કરી રહેલા બસ મુસાફરોને રાહત મળે તે હેતુથી હાલોલ બસ સ્ટેન્ડ ખાતે ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ અને મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા બસમાં આવતા-જતા મુસાફરોને નિઃશુલ્ક ઠંડી છાશ તેમજ ઠંડા પાણીની બોટલો આપવામાં આવી હતી. ગરમીથી ત્રસ્ત મુસાફરોને આ સેવા મળતા તેમના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી અને લોકોએ આયોજકોની પ્રશંસા કરી હતી.આ સેવાકીય કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ સલીમભાઈ સરજોન, અજીજુલભાઈ દાઢી, સમીરભાઈ બજારવાલા, ફારુકભાઈ બાગવાલા, સમીરભાઈ સોડાવાળા, સંજયભાઈ પટેલ,મુરતુજાભાઈ બાગવાલા, સિદ્દીકભાઈ દાઢી, ઇમરાનભાઈ લીમડીયા, મહમંદ મકરાણી સહિત અનેક મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા અને માનવતાના ભાવ સાથે યોજાયો હતો.1
- ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! તા ૧૩ એપ્રિલ ૨૦૨૬ ના રોજ માનેજામાં BJPનો જોરદાર જનસંપર્ક: ઉમેદવારોને મળ્યો ભવ્ય સન્માન, કાર્યકર્તાઓમાં ઉમંગ.! વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વોર્ડ નં. ૧૯ના ઉમેદવારો પ્રણવ રાય, હિરેનભાઈ પટેલ, મહિલા ઉમેદવાર પુનિતાબેન વ્યાસ તેમજ નિમિષા પંચાલ દ્વારા વ્યાપક જનસંપર્ક અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે સ્થાનિક રહીશો દ્વારા ઉમેદવારોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. જનસંપર્ક દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીમાહોલ જામ્યો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ઘનશ્યામ પટેલ અને અલ્પેશ લીંબાચીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ ઉમેદવારોને સમર્થન આપ્યું હતું. સ્થાનિક લોકોએ ઉમેદવારો સાથે સીધી મુલાકાત કરીને પોતાની સમસ્યાઓ અને અપેક્ષાઓ રજૂ કરી હતી, જ્યારે ઉમેદવારોએ વિકાસના મુદ્દાઓ પર વિશ્વાસ અપાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં લોકસમર્થન અને ઉત્સાહ જોવા મળ્યો હતો, જે ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.1
- વરાછા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ઇ-સીગારેટના વેચાણ અંગેના ગુનામા છેલ્લા બે મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસ.ઓ.જી.1
- ગંઘાર ગામમાં ઇદગાહમાં લાગી આગ લાગતા નજીક ના ઘરો માં આગ પહોચતા ભરૂચ ફાયર વિભાગ દ્વારા આગને કાબુ માં લીધી1
- વડોદરામાં VMCની બેદરકારીને કારણે એક મોટો અકસ્માત સર્જાયો, જેમાં પિતા-પુત્રી રોડ રોલરની અડફેટે આવી ગયા. આ ઘટનાને પગલે શહેરમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે અને VMC સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.1
- ખેડા જિલ્લાના નેતરિયા ગામેથી ક્ષત્રિય સમાજની દીકરીને રબારી સમાજનો યુવક ભગાડી જતા મામલો ગરમાયો છે. દીકરીના ભાઈએ પોતાની બહેનને પરત લાવવા ક્ષત્રિય સમાજ પાસે મદદ માંગી છે, જેનાથી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.1