ધ્રાંગધ્રામાં શ્રી વાઘેશ્વરી માતાજીના 21મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, આઈ. કે. જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત ધ્રાંગધ્રા શહેરમાં શ્રી વાઘેશ્વરી માતાજીના 21મા પાટોત્સવનો ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે માનનીય શ્રી આઈ. કે. જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી) ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં શહેર સંગઠન પ્રમુખશ્રી નિશાંતભાઈ પ્રજાપતિ, બન્ને મહામંત્રીશ્રીઓ સંજયભાઈ ગોવાણી અને રાજદિપકસિંહ પરમાર હાજર રહ્યા હતા. તેમજ જિલ્લા મહિલા મોરચા પ્રમુખશ્રી કલ્પનાબેન રાવલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી કુલદીપસિંહ ઝાલા, ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ઘનસ્યામભાઈ બેલાણી, પૂર્વ પ્રમુખશ્રી કિરીટસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સોની સમાજના પ્રમુખશ્રી, આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, એકતા અને સમાજની સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિબિંબ બની રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
ધ્રાંગધ્રામાં શ્રી વાઘેશ્વરી માતાજીના 21મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, આઈ. કે. જાડેજા સહિત આગેવાનો ઉપસ્થિત ધ્રાંગધ્રા શહેરમાં શ્રી વાઘેશ્વરી માતાજીના 21મા પાટોત્સવનો ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન પ્રસંગે
માનનીય શ્રી આઈ. કે. જાડેજા (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી) ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા. કાર્યક્રમમાં શહેર સંગઠન પ્રમુખશ્રી નિશાંતભાઈ પ્રજાપતિ, બન્ને મહામંત્રીશ્રીઓ સંજયભાઈ ગોવાણી અને રાજદિપકસિંહ પરમાર હાજર રહ્યા
હતા. તેમજ જિલ્લા મહિલા મોરચા પ્રમુખશ્રી કલ્પનાબેન રાવલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી કુલદીપસિંહ ઝાલા, ચૂંટણી ઇન્ચાર્જ શ્રી ઘનસ્યામભાઈ બેલાણી, પૂર્વ પ્રમુખશ્રી કિરીટસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સોની સમાજના પ્રમુખશ્રી, આગેવાનો, વડીલો
અને મોટી સંખ્યામાં ભક્તજનો હાજર રહી ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ, એકતા અને સમાજની સંસ્કૃતિનું ઉત્તમ પ્રતિબિંબ બની રહ્યો હતો. બ્યુરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે ઋતુલ કુમાર ધામેચા ધ્રાંગધ્રા
- સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના માલવણ-પાટડી રોડ પર સવલાસ ગામ નજીક સ્વીફ્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ પર આવેલા વિજપોલ સાથે જોરદાર અથડાઈ હતી. અકસ્માતમાં વિજપોલને ભારે નુકસાન થયું હતું અને તે તૂટી ગયો હતો. સદભાગ્યે, કારમાં સવાર તમામ લોકો સુરક્ષિત રહ્યા અને કોઈ જાનહાની થઈ નથી.1
- સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી જી.એચ. સોલંકીએ મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લઈને વિવિધ વોર્ડ અને ઓપરેશન થિયેટરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે દર્દીઓ સાથે સીધો સંવાદ કરી સારવાર અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને હોસ્પિટલના રજીસ્ટરો તેમજ સરકારી યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી હતી. કલેક્ટરશ્રીએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું પાણી અને પાવર બેકઅપ સુદ્રઢ કરવા સૂચના આપી હતી. અંતમાં, તેમણે હોસ્પિટલ સ્ટાફને તાકીદ કરી હતી કે છેવાડાના માનવીને કોઈ પણ અગવડ વિના શ્રેષ્ઠ અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવું.1
- *ધંધુકા હત્યાંકાંડના આરોપીનું સરઘસ કાઢ્યું.* બે આરોપીને કોર્ટમાં રજુ કરાયા બાદ બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. ધંધુકા બિરલા સર્કલથી લઈને ધંધુકા પોલીસ સ્ટેશન સુધી બંને આરોપીનું સરઘસ કાઢયું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીનું સરઘસ નીકળ્યું.1
- દિલીપ દિલીપ બોટાદ જિલ્લામાં બોટાદ1
- દેશની સરહદો પર રહીને રાષ્ટ્રની રક્ષા કરતા જવાનો જ્યારે પોતાની માતૃસંસ્થા અને ગામના બાળકોને યાદ કરે છે, ત્યારે એક અનોખો સેવાનો સંગમ રચાય છે. આવું જ કંઈક પ્રેરણાદાયી કાર્ય નવા નાવડા ગામના પનોતા પુત્ર અને ભારતીય સૈન્યના જવાન દ્વારા કરવામાં આવ્યું છે. નવા નાવડા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ ભારતીય સૈન્યમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પ્રેમજીભાઈ પરમારે પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ પ્રેરણાદાયી અને સેવાકીય રીતે કરી હતી. ઉનાળાની આ આકરી ગરમીમાં બાળકોને રાહત મળે તેવા ઉમદા હેતુથી, ભરતભાઈ તરફથી શાળાના તમામ બાળકો તેમજ આંગણવાડીના નાના ભૂલકાઓ માટે 'સુકામેવા થી ભરપૂર' ખાસ બરફ ગોળા (આઈસ ડિશ)નું આયોજન કરવામાં આવ્યું હતું. ધોમધખતા ઉનાળામાં ઠંડી-મીઠી આઈસ ડિશ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું. જવાન ભરતભાઈએ લશ્કરમાં રહીને દેશસેવા કરવાની સાથે-સાથે પોતાની માતૃસંસ્થા પ્રત્યેનું ઋણ અદા કરી 'બાળ દેવો'નો રાજીપો પ્રાપ્ત કર્યો હતો. શાળા પરિવાર અને ગ્રામજનોએ ભરતભાઈના આ ઉમદા કાર્યને બિરદાવ્યું હતું અને તેમને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સૈનિકના આ સેવાકાર્યથી બાળકોમાં પણ દેશપ્રેમ અને પરોપકારની ભાવના જાગૃત થઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો…1
- Post by Nationgujarat.com1
- *હત્યાંકાંડમાં બે આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું.* 👇👇👇 બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા. બંને આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું.1