logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

આણંદ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાને લઈ વહિવટી તંત્ર હાઇ એલર્ટ મોડ પર કાર્યરત *જિલ્લામાં રેડ એલર્ટની આગાહીને પગલે SDRF ટીમ તમામ રેસ્ક્યુ સાધનો અને બોટ સાથે સ્ટેન્ડબાય, કોઈપણ કટોકટી પહોંચી વળવા વહીવટી તંત્ર સુસજ્જ* *આણંદ, શુક્રવાર ::* ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન આણંદ જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની 'રેડ એલર્ટ' આપવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ હાઇ એલર્ટ મોડ પર કાર્યરત છે. નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને પ્રાથમિકતા આપતા વહીવટી તંત્રના નિર્દેશ અનુસાર SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ) ગ્રુપ-૭, નડિયાદની રિઝર્વ કંપનીને આણંદના મંગલપુરા સ્થિત કમ્યુનિટી હોલ ખાતે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના દિશા નિર્દેશ હેઠળ SDRF ગ્રુપ-૭ ના કંપની ઇન્ચાર્જ શ્રી બી.સી.વસાળાના નેતૃત્વ હેઠળ તેઓની ટીમ સંપૂર્ણ તૈયારીઓ સાથે સ્થળ પર સુસજ્જ છે. વર્ત્તમાન સ્થિતિમાં કોઈપણ કટોકટી સર્જાય તો તે સમયે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના રાહત-બચાવ કામગીરી શરૂ કરી શકાય તે હેતુથી SDRF ટીમ દ્વારા તમામ જરૂરી બોટ, રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ્સ, વેપન તથા લાઈફ સેવિંગ ગિયર્સ સાથે 'રેડી ટુ મૂવ' પોઝિશન જાળવી રાખવામાં આવી છે. આ અંગે વિગતો આપતા SDRFના પ્રતિનિધિ સંજયભાઈ ભોઈ એ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના કોઈપણ નીચાણવાળા કે જળબંબાકાર ધરાવતા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય કે નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર પડે, ત્યારે SDRFની ટીમ તાત્કાલિક પહોંચીને કામગીરી કરવા માટે પૂર્ણ રીતે સજ્જ છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટી તંત્ર અને SDRF ટીમ દ્વારા આ ભારે વરસાદની પરિસ્થિતીમાં જિલ્લાના નાગરિકોને તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.

7 hrs ago
user_TNA NEWS GUJARATI
TNA NEWS GUJARATI
Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
7 hrs ago
3a0d419e-db27-4e64-9f3f-6442de6e57c2

More news from ગુજરાત and nearby areas
  • Available for Sale Locality : Vallabh Vidyanagar, Anand Area (dimensions) : 900 Expected Price : 22,00,000 Property Type : Flat / Apartment Property Condition : Old Bedrooms (BHK) : 2 BHK Furnishing : Unfurnished nr mirch Masala,Nr bhai kaka stachu
    9
    Available for Sale
Locality : Vallabh Vidyanagar, Anand 
Area (dimensions) : 900
Expected Price : 22,00,000
Property Type : Flat / Apartment
Property Condition : Old
Bedrooms (BHK) : 2 BHK
Furnishing : Unfurnished
nr mirch Masala,Nr bhai kaka stachu
    user_Suresh Shah
    Suresh Shah
    આણંદ, ગુજરાત•
    21 hrs ago
  • ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    1
    ભારે વરસાદની આગાહીને પગલે ધોળકા નગરપાલિકા અને ફાયર બ્રિગેડ એલર્ટ મોડમાં
    user_SHAKIL VHORA
    SHAKIL VHORA
    Local News Reporter ધોળકા, અમદાવાદ, ગુજરાત•
    14 hrs ago
  • વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ
    4
    વડોદરા જિલ્લાના વાઘોડિયામાં વરસાદથી જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ
    user_Husenbhai multani
    Husenbhai multani
    Air conditioning repair shop વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    17 min ago
  • I am only 15 years old. What I did was not worthy of forgiveness... I apologize to the entire country. Police had registered an FIR against Ruchika Singh for using indecent language against the Prime Minister during the Jantar Mantar protest in New Delhi. For now, Ruchika has apologized.
    1
    I am only 15 years old. What I did was not worthy of forgiveness... I apologize to the entire country.

Police had registered an FIR against Ruchika Singh for using indecent language against the Prime Minister during the Jantar Mantar protest in New Delhi. For now, Ruchika has apologized.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    30 min ago
  • તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."
    1
    તારાપુર ગલીયાણા સાબરમતી બ્રીજ પર થી યુવકે લગાવી છલાંગ. પાણીના પ્રવાહમાં યુવક લાપતા
તારાપુર પાસે ગલિયાણા ગામે આવેલ સાબરમતી નદીનો બ્રિજ આ બ્રિજ પરથી વટામણ તરફના એક યુવકે ધસમસતી નદીમાં કૂદકો માર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ નદીમાં ખાબકનાર યુવક વટામણ ગામનો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ હાલ ખૂબ જ તેજ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને સ્થાનિક તલાટી શ્રી તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે જવા રવાના થયા હતા 
તારાપુર નજીક આવેલા ગલિયાણા ગામે પસાર થતી સાબરમતી નદીના બ્રિજ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, વટામણ તરફના એક યુવકે અગમ્ય કારણોસર ધસમસતી સાબરમતી નદીમાં કૂદકો મારી દીધો છે. નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ વધારે હોવાથી ચિંતામાં વધારો થયો છે.
આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તારાપુર મામલતદાર, ટીડીઓ,પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્થાનિક તલાટી શ્રી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં ઝંપલાવનાર યુવક વટામણ ગામનો યુવક હોવાનું હાલ પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા યુવકની શોધખોળ અને બચાવ કામગીરી માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે."
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.