logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં ભાગ લઈ " નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા" એ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.* *પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં ભાગ લઈ " નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા" એ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.* રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર શાંતિવન ખાતે રવિવારના રોજ પાંચમો પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કપડવંજ તાલુકાની વાર્તાનો વડલો શાળામાંથી શરૂ થયેલું આ અભિયાન છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની 3200 શાળાના 2 લાખ બાળકો 6 લાખ વેસ્ટ બોટલ ત્યારબાદ વધુ 125 શાળાના 30,000 વિદ્યાર્થીઓ દ્વારા 2 લાખ બોટલો એકત્રિત કરવામાં આવતા કુલ 8 લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે. આ સિદ્ધિની નોંધ India Book of Records માં કરવામાં આવી છે. આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ બાળ અધિકાર આયોગ, ગાંધીનગરના સચિવ દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી, વડ વાવો અભિયાનના પ્રણેતા રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર દવે ના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન માત્ર ઈકો-બ્રિક્સ પૂરતું સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. અમારી નરસીંગપુર પ્રા શાળામાં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ અને પ્લાસ્ટિકના પડીકાંના બદલે માચીસનું ખોખું ભરીને અનાજ લાવી શાળાના ચબુતરા માટે અક્ષયપાત્રમાં જમા કરાવે છે અને પક્ષીઓને ખવડાવે છે. સાથે જ વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા બાંધવા, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અમારી શાળાના એવોર્ડી શિક્ષક રમેશકુમાર બદામીલાલ ચૌહાણને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મિનેષ પ્રજાપતિ, વાર્તાનો વડલો પ્રાથમિક શાળા, કપડવંજ તથા અનિલ રોહિત, દોસ્ત ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા *“પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવો અને બાળકોમાં જવાબદારીની ભાવના જગાવો”* નો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.

2 hrs ago
user_અમીન કોઠારી સંતરામપુર
અમીન કોઠારી સંતરામપુર
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
2 hrs ago
1bd7b1d8-a1e3-43a5-b05f-1e4a75cbabc5

પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં ભાગ લઈ " નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા" એ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.* *પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનમાં ભાગ લઈ " નરસીંગપુર મુખ્ય પ્રાથમિક શાળા" એ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું.* રિપોર્ટર અમીન કોઠારી મહીસાગર ધોળકા સ્થિત આધ્યાત્મિક કેન્દ્ર શાંતિવન ખાતે રવિવારના રોજ પાંચમો પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. કપડવંજ તાલુકાની વાર્તાનો વડલો શાળામાંથી શરૂ થયેલું આ અભિયાન છેલ્લા ચાર વર્ષમાં સમગ્ર ગુજરાતમાં વ્યાપક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત અગાઉ ગુજરાતની 3200 શાળાના 2 લાખ બાળકો 6 લાખ વેસ્ટ બોટલ ત્યારબાદ વધુ 125 શાળાના 30,000 વિદ્યાર્થીઓ દ્વારા 2 લાખ બોટલો એકત્રિત કરવામાં આવતા કુલ 8 લાખ ઈકો-બ્રિક્સ બોટલોનો આંકડો પાર થયો છે. આ સિદ્ધિની નોંધ India Book of Records માં કરવામાં આવી છે. આ પ્રસંગે રેકોર્ડ પ્રમાણપત્રનું વિતરણ બાળ અધિકાર આયોગ, ગાંધીનગરના સચિવ દિનેશભાઈ કાપડિયા, પૂર્વ મદદનીશ સચિવ પુલકિતભાઈ જોશી, વડ વાવો અભિયાનના પ્રણેતા રજનીભાઈ પટેલ તથા કેડિલાના સિનિયર મેનેજર દવે ના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન માત્ર ઈકો-બ્રિક્સ પૂરતું સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવી રહી છે. અમારી નરસીંગપુર પ્રા શાળામાં બાળકો પોતાના જન્મદિવસે ચોકલેટ અને પ્લાસ્ટિકના પડીકાંના બદલે માચીસનું ખોખું ભરીને અનાજ લાવી શાળાના ચબુતરા માટે અક્ષયપાત્રમાં જમા કરાવે છે અને પક્ષીઓને ખવડાવે છે. સાથે જ વૃક્ષારોપણ, પક્ષીઓ માટે માળા બાંધવા, સ્વચ્છતા અભિયાન અને પર્યાવરણ સંરક્ષણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અમારી શાળાના એવોર્ડી શિક્ષક રમેશકુમાર બદામીલાલ ચૌહાણને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન મિનેષ પ્રજાપતિ, વાર્તાનો વડલો પ્રાથમિક શાળા, કપડવંજ તથા અનિલ રોહિત, દોસ્ત ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન દ્વારા *“પ્લાસ્ટિક ઘટાડો, પર્યાવરણ બચાવો અને બાળકોમાં જવાબદારીની ભાવના જગાવો”* નો સંદેશ સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.

More news from ગુજરાત and nearby areas
  • સદગુરુ કબીર સાહેબ સત્સંગ કબીરપંથના **કબીર સાગરનાં “મુહમ્મદ બોધ”**માં આ પ્રસંગનું વર્ણન મળે છે. તેમાં ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે મુહમ્મદ સાહેબ સાથે કેવી રીતે મુલાકાત થઈ. કબીર સાહેબ જવાબમાં કહે છે કે તેઓ મુહમ્મદ સાહેબ પાસે ગયા અને તેમને “સલામ વાલેકુમ” કહ્યું. મુહમ્મદ સાહેબે “વાલેકુમ સલામ” કહીને પૂછ્યું કે, “પીર, તમે ક્યાંથી આવ્યા છો? અહીં શા માટે આવ્યા છો અને કોના હુકમથી આવ્યા છો?” કબીરપંથના કબીર સાગરનાં “મુહમ્મદ બોધ”**માં આ પ્રસંગનું વર્ણન મળે છે. તેમાં ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે મુહમ્મદ સાહેબ સાથે કેવી રીતે મુલાકાત થઈ. કબીર સાહેબ જવાબમાં કહે છે કે તેઓ મુહમ્મદ સાહેબ પાસે ગયા અને તેમને “સલામ વાલેકુમ” કહ્યું. મુહમ્મદ સાહેબે “વાલેકુમ સલામ” કહીને પૂછ્યું કે, “પીર, તમે ક્યાંથી આવ્યા છો? અહીં શા માટે આવ્યા છો અને કોના હુકમથી આવ્યા છો?”ત્યારબાદ કબીર સાહેબ પોતાનું આધ્યાત્મિક જ્ઞાન અને સૃષ્ટિના આદિ-અંતનું તત્ત્વ મુહમ્મદ સાહેબને સમજાવે છે. આ આખો પ્રસંગ “મુહમ્મદ બોધ” નામના પ્રકરણ સાથે જોડાયેલો છે.
    1
    સદગુરુ કબીર સાહેબ સત્સંગ કબીરપંથના **કબીર સાગરનાં “મુહમ્મદ બોધ”**માં આ પ્રસંગનું વર્ણન મળે છે. તેમાં ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે મુહમ્મદ સાહેબ સાથે કેવી રીતે મુલાકાત થઈ. કબીર સાહેબ જવાબમાં કહે છે કે તેઓ મુહમ્મદ સાહેબ પાસે ગયા અને તેમને “સલામ વાલેકુમ” કહ્યું. મુહમ્મદ સાહેબે “વાલેકુમ સલામ” કહીને પૂછ્યું કે, “પીર, તમે ક્યાંથી આવ્યા છો? અહીં શા માટે આવ્યા છો અને કોના હુકમથી આવ્યા છો?”
કબીરપંથના કબીર સાગરનાં “મુહમ્મદ બોધ”**માં આ પ્રસંગનું વર્ણન મળે છે. તેમાં ધર્મદાસ સાહેબ કબીર સાહેબને પૂછે છે કે મુહમ્મદ સાહેબ સાથે કેવી રીતે મુલાકાત થઈ. કબીર સાહેબ જવાબમાં કહે છે કે તેઓ મુહમ્મદ સાહેબ પાસે ગયા અને તેમને “સલામ વાલેકુમ” કહ્યું. મુહમ્મદ સાહેબે “વાલેકુમ સલામ” કહીને પૂછ્યું કે, “પીર, તમે ક્યાંથી આવ્યા છો? અહીં શા માટે આવ્યા છો અને કોના હુકમથી આવ્યા છો?”ત્યારબાદ કબીર સાહેબ પોતાનું આધ્યાત્મિક જ્ઞાન અને સૃષ્ટિના આદિ-અંતનું તત્ત્વ મુહમ્મદ સાહેબને સમજાવે છે. આ આખો પ્રસંગ “મુહમ્મદ બોધ” નામના પ્રકરણ સાથે જોડાયેલો છે.
    user_ભક્ત શ્રી રાજુભાઈ
    ભક્ત શ્રી રાજુભાઈ
    સંજેલી, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • સંજેલી તાલુકામાં રક્ષાબંધન પર્વને લઈ બજારમાં રાખડી અને મીઠાઈની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી.. સંજેલી તાલુકામાં રક્ષાબંધન પર્વને લઈને બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બહેનોએ ભાઈઓ માટે રાખડી તેમજ મીઠાઈની ખરીદી કરવા બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા સમગ્ર બજાર વિસ્તારમાં ચહલપહલ જોવા મળી હતી. રક્ષાબંધનની ખરીદીના કારણે બજારના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર વધતા ચારેકોર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. વેપારીઓમાં પણ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.
    1
    સંજેલી તાલુકામાં રક્ષાબંધન પર્વને લઈ બજારમાં રાખડી અને મીઠાઈની ખરીદી કરવા માટે ભારે ભીડ જોવા મળી હતી..

સંજેલી તાલુકામાં રક્ષાબંધન પર્વને લઈને બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. બહેનોએ ભાઈઓ માટે રાખડી તેમજ મીઠાઈની ખરીદી કરવા બજારમાં મોટી સંખ્યામાં ઉમટી પડતા સમગ્ર બજાર વિસ્તારમાં ચહલપહલ જોવા મળી હતી.
રક્ષાબંધનની ખરીદીના કારણે બજારના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર વધતા ચારેકોર ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. વેપારીઓમાં પણ તહેવારને લઈને ઉત્સાહ જોવા મળ્યો હતો.
    user_OUR AAPNU SANJELI NEWS
    OUR AAPNU SANJELI NEWS
    રિપોર્ટર દાહોદ સંજેલી, દાહોદ, ગુજરાત•
    3 hrs ago
  • લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા: વિદેશી દારૂના કેસમાં ગાડી સહિત રૂ. 32,895/- નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં લુણાવાડા ટાઉન પોલીસને મળેલ સફળતા પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન મહીસાગર જિલ્લાનાઓએ પ્રોહી/જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. શ્રી બી.એમ.ચૌધરી સાહેબ નાઓની સુચના આધારે લુણાવાડા ટાઉન પોલીસના માણસો પ્રોહી મુદ્દામાલ અંગેની તપાસમાં રહેલ. જે દરમ્યાન અ.પો.કો. વિલેશકુમાર ફતેસિંહ નાઓને બાતમી મળેલ કે વાંસિયા તળાવ રોડ નજીક એક ઇસમ નામે મોહંમદ તૌકીર રફીક શેખ રહે- વાંસિયા દરવાજા પાસે એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતા ગાડીનો ચાલક અમો પોલીસને જોઈને નાસી ગયેલ હોય અને પંચો રૂબરૂ ગાડીના આગળના ભાગે મુકેલ એક વિમલના થેલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા ડીકીમાં તેમજ વિમલના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બીયર ફુલ બોટલ નંગ-૧૯, કિ.રૂ.૨૮૯૫/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩૨,૮૮૫/- નો મળી આવેલ જે અંગે લુણાવાડા ટાઉન પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. કબ્જે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર - ૧૯ નંગ કિં.રૂ. ૨૮,૯૫/- અને એક એક્ટિવા મળી કુલ રૂ. ૩૨,૮૮૫/-
    2
    લુણાવાડા ટાઉન પોલીસને મોટી સફળતા: વિદેશી દારૂના કેસમાં ગાડી સહિત રૂ. 32,895/- નો મુદ્દામાલ જપ્ત, આરોપી ફરાર
વિદેશી દારૂનો કેસ શોધી કાઢવામાં લુણાવાડા ટાઉન પોલીસને મળેલ સફળતા
પંચમહાલ-ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સફીન હસન મહીસાગર જિલ્લાનાઓએ પ્રોહી/જુગાર અંગેની અસરકારક કામગીરી કરવા સુચન કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી કમલેશ વસાવા સાહેબ લુણાવાડા વિભાગ, લુણાવાડા નાઓના માર્ગદર્શન હેઠળ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ. શ્રી બી.એમ.ચૌધરી સાહેબ નાઓની સુચના આધારે લુણાવાડા ટાઉન પોલીસના માણસો પ્રોહી મુદ્દામાલ અંગેની તપાસમાં રહેલ.
જે દરમ્યાન અ.પો.કો. વિલેશકુમાર ફતેસિંહ  નાઓને બાતમી મળેલ કે વાંસિયા તળાવ રોડ નજીક એક ઇસમ નામે મોહંમદ તૌકીર રફીક શેખ રહે- વાંસિયા દરવાજા પાસે એક ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જતા ગાડીનો ચાલક અમો પોલીસને જોઈને નાસી ગયેલ હોય અને પંચો રૂબરૂ ગાડીના આગળના ભાગે મુકેલ એક વિમલના થેલામાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ જેથી પોલીસ સ્ટેશન લાવી ચેક કરતા ડીકીમાં તેમજ વિમલના થેલામાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા ટીન બીયર ફુલ બોટલ નંગ-૧૯, કિ.રૂ.૨૮૯૫/- તથા બીજો મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૩૨,૮૮૫/- નો મળી આવેલ જે અંગે લુણાવાડા ટાઉન પો.સ્ટે. ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ:
ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ટીન બીયર - ૧૯ નંગ કિં.રૂ. ૨૮,૯૫/- અને એક એક્ટિવા મળી કુલ રૂ. ૩૨,૮૮૫/-
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 11.30 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. ગરબાડા ખાતે યોજાયેલી પ્રોટેસ્ટ માર્ચ દરમિયાન વધતી જતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાઓએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મોંઘવારીના મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ દ્વારા મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં “મોદી તેરે રાજ મેં, મહંગી શક્કર, સસ્તા દારૂ” જેવા સૂત્રો સાથે સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાનિક મહિલા આગેવાનોના જણાવ્યા મુજબ, સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના પરિવારો માટે રોજિંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે. મહિલા આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મોંઘવારીના કારણે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણી પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મુશ્કેલ બની રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રોટેસ્ટ માર્ચમાં તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે વધતી મોંઘવારીના મુદ્દે સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી સામાન્ય જનતાને રાહત આપવા માંગ કરી હતી.
    1
    દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ 

દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ 
આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 11.30 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ
તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા.
ગરબાડા ખાતે યોજાયેલી પ્રોટેસ્ટ માર્ચ દરમિયાન વધતી જતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાઓએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મોંઘવારીના મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ દ્વારા મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં “મોદી તેરે રાજ મેં, મહંગી શક્કર, સસ્તા દારૂ” જેવા સૂત્રો સાથે સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
કોંગ્રેસના સ્થાનિક મહિલા આગેવાનોના જણાવ્યા મુજબ, સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના પરિવારો માટે રોજિંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે.
મહિલા આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મોંઘવારીના કારણે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણી પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મુશ્કેલ બની રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ પ્રોટેસ્ટ માર્ચમાં તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગરબાડામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે વધતી મોંઘવારીના મુદ્દે સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી સામાન્ય જનતાને રાહત આપવા માંગ કરી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    10 hrs ago
  • અરવલ્લીમાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી અરવલ્લીમાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાંજ તહેવારોના કારણે વાતાવરણ ભક્તિમય બની જાય છે આ માસમાં આવતા તહેવારોનું ઘણું મહત્વ રહ્યું છે જેમાં ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધનનું અનોખું મહત્વ છે બહેન ભાઈ ઉપર કોઈ સંકટ ન આવે તેના રક્ષણ માટે રાખડી બાંધીને પ્રાર્થના કરે છે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ શુભમુહર્તમાં પોતાના લાડકવાયા ભાઈઓના હાથે રાખડી બાંધી તેમની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી રક્ષાબંધનના તહેવારને લઈ વહેલી સવાર થીજ અબાલ વૃદ્ધ સૌકોઈ માં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો બહેનોએ ભાઈઓ માટે બજાર માં મળતી અવનવી યથાશક્તિ મુજબ રાખડીઓ ખરીદી હતી બાળકોમાં લાઈટ અને કાર્ટૂનવાળી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી શુભમુહર્તમાં બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતું ત્યારબાદ ભાઈ પત્નીને પણ નણંદોએ રાખડી બાંધી હતી રક્ષાબંધનમાં કેટલાક મુસ્લિમ ભાઈઓના ઘરે હિન્દૂ બહેનો અને મુસ્લિમ બહેનોએ હિન્દૂ ભાઈઓને ત્યાં રાખડી લઈ રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી થતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા શ્રાવણ માસની નારિયેળી પૂનમ બ્રાહ્મણો માટે અનેરૂ મહત્વ ધરાવે છે અને જનોઈ બદલાતા હોય છે લીંભોઈ ગામ અને મોડાસાના ઓધારી મંદિર ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલવાની વિધિ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ પોતાની જનોઈ પવિત્ર શ્લોક ઉચ્ચારણ અને પૂજા અર્ચન સાથે નવી જનોઈ ધારણ કરી હતી
    4
    અરવલ્લીમાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી 
અરવલ્લીમાં રક્ષાબંધનની શ્રધ્ધાભેર ઉજવણી : નારિયેળી પૂનમે પૂજા-અર્ચના સાથે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલી 
પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાંજ તહેવારોના કારણે વાતાવરણ ભક્તિમય બની જાય છે આ માસમાં આવતા તહેવારોનું ઘણું મહત્વ રહ્યું છે જેમાં ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે રક્ષાબંધનનું અનોખું મહત્વ છે બહેન ભાઈ ઉપર કોઈ સંકટ ન આવે તેના રક્ષણ માટે રાખડી બાંધીને પ્રાર્થના કરે છે 
ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની અરવલ્લી જીલ્લા સહીત મોડાસા શહેરમાં ધામધૂમ પૂર્વક ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ શુભમુહર્તમાં પોતાના લાડકવાયા ભાઈઓના હાથે રાખડી બાંધી તેમની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી
રક્ષાબંધનના તહેવારને લઈ વહેલી સવાર થીજ અબાલ વૃદ્ધ સૌકોઈ માં આનંદ ઉલ્લાસ જોવા મળ્યો હતો બહેનોએ ભાઈઓ માટે બજાર માં મળતી અવનવી યથાશક્તિ મુજબ રાખડીઓ ખરીદી હતી બાળકોમાં લાઈટ અને કાર્ટૂનવાળી રાખડી આકર્ષણનું કેન્દ્ર બની હતી શુભમુહર્તમાં બહેનોએ ભાઈઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધી હતું ત્યારબાદ ભાઈ પત્નીને પણ નણંદોએ રાખડી બાંધી હતી રક્ષાબંધનમાં કેટલાક મુસ્લિમ ભાઈઓના ઘરે હિન્દૂ બહેનો અને મુસ્લિમ બહેનોએ હિન્દૂ ભાઈઓને ત્યાં રાખડી લઈ રક્ષાબંધનની ભાવપૂર્વક ઉજવણી થતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા
શ્રાવણ માસની નારિયેળી પૂનમ બ્રાહ્મણો માટે અનેરૂ મહત્વ ધરાવે છે અને જનોઈ બદલાતા હોય છે લીંભોઈ ગામ અને 
મોડાસાના ઓધારી મંદિર ખાતે રક્ષાબંધનના પવિત્ર દિવસે બ્રાહ્મણોએ સમૂહમાં જનોઈ બદલવાની વિધિ યોજી હતી જેમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ પોતાની જનોઈ પવિત્ર શ્લોક ઉચ્ચારણ અને પૂજા અર્ચન સાથે નવી જનોઈ ધારણ કરી હતી
    user_Hitendra patel
    Hitendra patel
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    3 hrs ago
  • અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે જેલમાં સજા અર્થ રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.. અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, મોડાસા સબ જેલ ખાતે ગુજરાત જેલ વડાના માર્ગદર્શન હેઠળ મોડાસા સબ જેલ ના જેલર બી. એમ. પારગીના અધ્યક્ષ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સબ જેલમાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધન પર્વ ને લઈને બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય માટે મોડાસા સબ જેલ ખાતે પહોંચી પ્રાર્થના કરી હતી. જેલમાં બંધ ભાઈઓ ને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ વહીવટી તંત્ર નો બહેનોએ આભાર માન્યો હતો.
    4
    અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે જેલમાં સજા અર્થ રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી..
અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, મોડાસા સબ જેલ ખાતે ગુજરાત જેલ વડાના માર્ગદર્શન હેઠળ મોડાસા સબ જેલ ના જેલર બી. એમ. પારગીના અધ્યક્ષ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સબ જેલમાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધન પર્વ ને લઈને બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય માટે મોડાસા સબ જેલ ખાતે પહોંચી પ્રાર્થના કરી હતી. જેલમાં બંધ ભાઈઓ ને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.  જેલ વહીવટી તંત્ર નો બહેનોએ આભાર માન્યો હતો.
    user_સમાચાર 31 ગુજરાત
    સમાચાર 31 ગુજરાત
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    5 hrs ago
  • મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય
    1
    મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના
મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના
કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    6 hrs ago
  • દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ,રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે પહોંચી હતી. જે બંદિવાનોની બહેન ન હોય તેમના માટે તેમની માતાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી. રક્ષાબંધનની ઉજવણીને વધુ વિશેષ બનાવતા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓએ પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનોને બંદિવાન ભાઈઓ દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેવો સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો. દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો દરમિયાન બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. ભાઈ-બહેનના સ્નેહ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતી દાહોદ સબ જેલની આ અનોખી ઉજવણી લાગણીસભર અને પ્રેરણાદાયી બની રહી હતી.
    1
    દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ,રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો.
દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ 
આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ
રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો.
દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે પહોંચી હતી. જે બંદિવાનોની બહેન ન હોય તેમના માટે તેમની માતાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી.
રક્ષાબંધનની ઉજવણીને વધુ વિશેષ બનાવતા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓએ પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ સાથે વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનોને બંદિવાન ભાઈઓ દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેવો સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો દરમિયાન બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.
રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું.
ભાઈ-બહેનના સ્નેહ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતી દાહોદ સબ જેલની આ અનોખી ઉજવણી લાગણીસભર અને પ્રેરણાદાયી બની રહી હતી.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.