દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 11.30 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. ગરબાડા ખાતે યોજાયેલી પ્રોટેસ્ટ માર્ચ દરમિયાન વધતી જતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાઓએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મોંઘવારીના મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ દ્વારા મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં “મોદી તેરે રાજ મેં, મહંગી શક્કર, સસ્તા દારૂ” જેવા સૂત્રો સાથે સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાનિક મહિલા આગેવાનોના જણાવ્યા મુજબ, સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના પરિવારો માટે રોજિંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે. મહિલા આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મોંઘવારીના કારણે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણી પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મુશ્કેલ બની રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રોટેસ્ટ માર્ચમાં તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે વધતી મોંઘવારીના મુદ્દે સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી સામાન્ય જનતાને રાહત આપવા માંગ કરી હતી.

- દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 11.30 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. ગરબાડા ખાતે યોજાયેલી પ્રોટેસ્ટ માર્ચ દરમિયાન વધતી જતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાઓએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મોંઘવારીના મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ દ્વારા મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં “મોદી તેરે રાજ મેં, મહંગી શક્કર, સસ્તા દારૂ” જેવા સૂત્રો સાથે સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાનિક મહિલા આગેવાનોના જણાવ્યા મુજબ, સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના પરિવારો માટે રોજિંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે. મહિલા આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મોંઘવારીના કારણે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણી પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મુશ્કેલ બની રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રોટેસ્ટ માર્ચમાં તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે વધતી મોંઘવારીના મુદ્દે સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી સામાન્ય જનતાને રાહત આપવા માંગ કરી હતી.1
- મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. #ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice1
- હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. હાલોલ-વડોદરા હાઇવે પર બે બાઇક વચ્ચે અકસ્માત,એક જ પરિવારના 4 સભ્યો સહિત 7 લોકો ઇજાગ્રસ્ત,108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. હાલોલ-વડોદરા હાઇવે પર આજે શુક્રવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે બાઇક વચ્ચે ટક્કર થતાં કુલ 7 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, એક જ બાઇક પર ચાર લોકો સવાર થઇને જરોદથી વેજલપુર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન આગળ ચાલી રહેલી અન્ય એક બાઇક સાથે તેમની ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક સુરેશભાઈ શનાભાઈ બારીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જ્યારે તેમની સાથે સવાર તેમની દીકરી કાજલબેન અને પુત્ર જયવીરને પણ માથામાં ઇજાઓ થઇ છે, તેમજ તેમની પત્ની લક્ષ્મીબેન બારીયાને સામાન્ય ઇજાઓ પહોંચી છે. બીજી તરફ, જે બાઇક સાથે ટક્કર થઈ હતી તેના પર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના એક પરિવારના ત્રણ લોકો સવાર હતા. જેમાં શૈલેષ રમણભાઈ નિનામા, અનીતાબેન શૈલેષભાઈ નિનામા અને તેમનો નાનો પુત્ર જેમિન શૈલેષભાઈ નિનામા સમાવિષ્ટ છે. આ ત્રણેય લોકોને અકસ્માતમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. હાઇવે પર અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિકોની મદદથી તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.1
- ભીલ વિષ્ણુભાઈ કાલિદાસ ની તરફથી રક્ષા બંધન ની હાર્દિક શુભ કામના ગુડ ન્યૂઝ4
- યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્1
- અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે જેલમાં સજા અર્થ રહેલા કેદીઓને બહેનોએ રાખડી બાંધી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.. અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ ખાતે રક્ષાબંધન નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી, મોડાસા સબ જેલ ખાતે ગુજરાત જેલ વડાના માર્ગદર્શન હેઠળ મોડાસા સબ જેલ ના જેલર બી. એમ. પારગીના અધ્યક્ષ સ્થાને રક્ષાબંધન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સબ જેલમાં કેદીઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જેલમાં રહેલા કેદીઓને રક્ષાબંધન પર્વ ને લઈને બહેનોએ ભાઈઓના લાંબા આયુષ્ય માટે મોડાસા સબ જેલ ખાતે પહોંચી પ્રાર્થના કરી હતી. જેલમાં બંધ ભાઈઓ ને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. જેલ વહીવટી તંત્ર નો બહેનોએ આભાર માન્યો હતો.4
- દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ,રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે પહોંચી હતી. જે બંદિવાનોની બહેન ન હોય તેમના માટે તેમની માતાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી. રક્ષાબંધનની ઉજવણીને વધુ વિશેષ બનાવતા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓએ પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનોને બંદિવાન ભાઈઓ દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેવો સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો. દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો દરમિયાન બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. ભાઈ-બહેનના સ્નેહ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતી દાહોદ સબ જેલની આ અનોખી ઉજવણી લાગણીસભર અને પ્રેરણાદાયી બની રહી હતી.1
- chhotaudepur :નસવાડીમાં ટેમ્પામાંથી માલ ચોરીનો પ્રયાસ! CCTVમાં કેદ થયો ચોરનો ખેલ નસવાડીના કવાંટ રોડ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટેમ્પામાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રિના સમયે રસ્તા પર ટેમ્પો ઊભો હતો અને જાણે તકની રાહ જોતો હોય તેમ એક ઈસમ ટેમ્પા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટેમ્પા ઉપર લગાવેલી તાડપત્રી હટાવી અંદર ભરેલા માલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરંતુ ચોરીના આ ખેલમાં એક મોટી ભૂલ થઈ ગઈ...! સમગ્ર ઘટનાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા દૃશ્યો હવે સમગ્ર ઘટનાની તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ ઘટના સામે આવતા વેપારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા વાહનોમાં ભરેલો માલ કેટલો સુરક્ષિત છે? વેપારીઓ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે, પરંતુ રસ્તામાં માલની ચોરી થાય તો તેની જવાબદારીનો મુદ્દો ટ્રાન્સપોર્ટરો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. નસવાડીના કવાંટ રોડ પર બનેલી આ ઘટનાએ રાત્રિના સમયે માલવાહક વાહનોની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે CCTVમાં કેદ થયેલો આ ઈસમ કોણ છે? શું તે માત્ર ચોરીના પ્રયાસ સુધી જ આવ્યો હતો કે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે? હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઈસમની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે પોલીસની તપાસમાં ચોરીના આ ખેલનો સાચો ખેલાડી કોણ છે, તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.1