દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ,રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે પહોંચી હતી. જે બંદિવાનોની બહેન ન હોય તેમના માટે તેમની માતાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી. રક્ષાબંધનની ઉજવણીને વધુ વિશેષ બનાવતા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓએ પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનોને બંદિવાન ભાઈઓ દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેવો સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો. દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો દરમિયાન બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. ભાઈ-બહેનના સ્નેહ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતી દાહોદ સબ જેલની આ અનોખી ઉજવણી લાગણીસભર અને પ્રેરણાદાયી બની રહી હતી.
દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ,રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે પહોંચી હતી. જે બંદિવાનોની બહેન ન હોય તેમના માટે તેમની માતાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી. રક્ષાબંધનની ઉજવણીને વધુ વિશેષ બનાવતા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓએ પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનોને બંદિવાન ભાઈઓ દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેવો સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો. દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો દરમિયાન બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. ભાઈ-બહેનના સ્નેહ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતી દાહોદ સબ જેલની આ અનોખી ઉજવણી લાગણીસભર અને પ્રેરણાદાયી બની રહી હતી.
- દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસની પ્રોટેસ્ટ માર્ચ યોજાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 11.30 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલાઓ સહિત કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. ગરબાડા ખાતે યોજાયેલી પ્રોટેસ્ટ માર્ચ દરમિયાન વધતી જતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મહિલાઓએ હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી મોંઘવારીના મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓ દ્વારા મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈને વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં “મોદી તેરે રાજ મેં, મહંગી શક્કર, સસ્તા દારૂ” જેવા સૂત્રો સાથે સરકાર સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્થાનિક મહિલા આગેવાનોના જણાવ્યા મુજબ, સતત વધી રહેલી મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારના પરિવારો માટે રોજિંદા જીવનની જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે. મહિલા આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે મોંઘવારીના કારણે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણી પણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે મુશ્કેલ બની રહી છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરી સામાન્ય લોકોને રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ પ્રોટેસ્ટ માર્ચમાં તાલુકા અને જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગરબાડામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસે વધતી મોંઘવારીના મુદ્દે સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી સામાન્ય જનતાને રાહત આપવા માંગ કરી હતી.1
- મલાજા ગામ પાસે છોટાઉદેપુરમાં મોટો અકસ્માત: પોલીસની ગાડી અને વાન વચ્ચે ભયંકર ટક્કર! પી.આઈ. નો આબાદ બચાવ છોટાઉદેપુરના મલાજા ગામ પાસે પોલીસની સરકારી બોલેરો અને મારુતિ વાન વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઝોઝ PI જે.ડી. વસાવા અને પોલીસ સ્ટાફનો આબાદ બચાવ થયો છે, જ્યારે મારુતિ વાનના ચાલકને ઈજાઓ પહોંચી છે. રોંગ સાઈડ અને ઓવર સ્પીડને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં વાન 400 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પડેપળના સમાચાર માટે જોતા રહો ઈ ક્રાંતિ ન્યૂઝ. #ChhotaUdepur #EKrantiNews #AccidentNews #GujaratPolice #ChhotaUdepurNews #GujaratiNews #ZozPolice1
- ભીલ વિષ્ણુભાઈ કાલિદાસ ની તરફથી રક્ષા બંધન ની હાર્દિક શુભ કામના ગુડ ન્યૂઝ4
- યુરોપ પર પરમાણુ હુમલા નું ભય જાણો સુ છે આખી ન્યૂઝ વીડિઓ ન્યુઝ યુરોપ પર પરમાણુ હુમલા નો ભય જાણો આના વિશે ની ન્યુઝ્1
- મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના મોડાસા સબજેલમાં રક્ષાબંધનની લાગણીસભર ઉજવણી: બહેનોએ ભાઈઓને રાખડી બાંધી, લાંબા આયુષ્ય માટે કરી પ્રાર્થના કેદીઓની આંખોમાં ખુશીના આંસુ, જેલ પરિસરમાં જોવા મળ્યું હિન્દુ-મુસ્લિમ એકતા અને ભાઈચારાનું સુંદર દ્રશ્ય1
- મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડીનો આક્ષેપ - ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી મુકેશ પટેલ અને પત્ની વર્ષાબેન સામે ફરિયાદ, ત્રણ યુવકોને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી અલગ-અલગ હપ્તામાં રૂપિયા લીધાનો આક્ષેપ અરવલ્લી, મોડાસા : મોડાસામાં સરકારી નોકરી અપાવવાના નામે રૂ.88 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. મોડાસાના સોનીવાડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય આર્ચીબેન કડિયાએ મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આશરે ચાર વર્ષ અગાઉ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની વર્ષાબેન સાથે ફરિયાદી પરિવારની ઓળખાણ થઈ હતી. ઓગસ્ટ 2025માં બંને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને મુકેશભાઈએ પોતે સ્પોર્ટ્સ વિભાગમાં અધિકારી તરીકે ઓર્ડર થવાનો હોવાનું જણાવી ફરિયાદીના ભાઈ મિતુલભાઈ તેમજ ફરિયાદીની બે માસીના દીકરાઓને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.આરોપીઓએ એક વ્યક્તિ દીઠ રૂ.25 લાખ ખર્ચ થશે તેમ કહી ત્રણેય માટે કુલ રૂ.75 લાખની રકમની માંગણી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એડવાન્સ પેટે રકમ આપ્યા બાદ આરોપીઓ દ્વારા સમયાંતરે વધુ રકમની માંગણી કરવામાં આવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદી અને તેના પરિવારજનો દ્વારા અલગ-અલગ તારીખે રોકડ તથા ઓનલાઇન વ્યવહાર મારફતે રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘરેણાં ગીરવે મૂકીને, માતાના દાગીના વેચીને તેમજ સંબંધીઓ અને ઓળખીતાઓના નામે લોન મેળવીને પણ આરોપીઓને રકમ ચૂકવાઈ હોવાનો આક્ષેપ છે. ફરિયાદી દ્વારા પોતાના મંગેતરના નામે લોન કરાવી રૂ.10 લાખ તથા મંગેતરના મિત્રના નામે લોન કરાવી રૂ.14 લાખ મેળવી આરોપીઓને આપ્યાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આરોપીઓ રોકડમાં જ રૂપિયા આપવાનું કહેતા હોવાનું અને ઓનલાઇન વ્યવહાર કરવાથી ઉપરના અધિકારીઓને રૂપિયા આપવાની કામગીરીમાં મુશ્કેલી પડશે તેમ કહેતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તેમજ પરિવાર સાથે વિશ્વાસ જળવાઈ રહે તે માટે ‘અમો ક્યાં જતા નહીં રહીએ’ અને ‘તું અમારી દીકરી જેવી છે’ તેવી વાતો કરી વિશ્વાસમાં લીધાનો આક્ષેપ કરાયો છે.સમય પસાર થવા છતાં નોકરીના ઓર્ડર ન મળતા ફરિયાદી અને પરિવારજનોએ આરોપીઓ પાસે રૂપિયા પરત માંગ્યા હતા. દરમિયાન 19 જુલાઈ 2026ના રોજ આરોપીઓ પોતાનું મકાન ખાલી કરીને અન્યત્ર જતા રહ્યા હોવાનું પરિવારને જાણવા મળ્યું હતું. બાદમાં શામળાજી રોડ પર આવેલા કિટલી કાફે ખાતે આરોપીઓ મળ્યા હતા. ત્યાં રૂપિયા પરત માંગતા આરોપીઓએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, રૂ.88 લાખમાંથી રૂ.60 લાખ ઉપરી અધિકારીને આપી દીધા હોવાનું જણાવ્યું હતું અને હાલ પૈસાની સગવડ ન હોવાથી સગવડ થતાં રૂપિયા પરત આપવાની વાત કરી હતી.જોકે આજદિન સુધી રૂપિયા પરત ન મળતા આખરે આર્ચીબેન કડિયા દ્વારા તા.26 ઓગસ્ટ 2026ના રોજ મોડાસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં મુકેશભાઈ વાલજીભાઈ પટેલ અને વર્ષાબેન મુકેશભાઈ પટેલ સામે સરકારી નોકરી અપાવવાના નામે કુલ રૂ.88 લાખ મેળવી નોકરી કે રૂપિયા પરત ન આપી છેતરપિંડી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ફરિયાદ સાથે સંબંધિત દસ્તાવેજી પુરાવાઓ પણ રજૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.3
- દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ,રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ આજે તારીખ 28/08/2026 શુક્રવારના રોજ સવારે 10 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જેલમાં માનવતા, ભાઈ-બહેનના સ્નેહ અને પર્યાવરણ જતનનો અનોખો સંદેશ જોવા મળ્યો હતો. દાહોદ સબ જેલમાં રહેલા સર્વધર્મના બંદિવાનોને રાખડી બાંધવા માટે તેમની સગી બહેનો જેલ ખાતે પહોંચી હતી. જે બંદિવાનોની બહેન ન હોય તેમના માટે તેમની માતાઓએ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીસભર ઝલક જોવા મળી હતી. રક્ષાબંધનની ઉજવણીને વધુ વિશેષ બનાવતા જેલમાં રહેલા બંદિવાન ભાઈઓએ પોતાના હાથે મીઠાઈ તૈયાર કરી હતી. પોતાના હક્કની મળેલી મીઠાઈ પોતે ન ખાઈને રાખડી બાંધવા આવેલી બહેનોને ખવડાવી ભાઈઓએ બહેન પ્રત્યેના પ્રેમ અને લાગણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે વીરપસલીની પરંપરાને પર્યાવરણ જતન સાથે જોડવામાં આવી હતી. રાખડી બાંધવા આવેલી બહેનોને બંદિવાન ભાઈઓ દ્વારા વૃક્ષના રોપા આપવામાં આવ્યા હતા. ભાઈ-બહેનના પ્રેમની સાથે પર્યાવરણનું જતન થાય અને વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવે તેવો સંદેશ આ પહેલ દ્વારા આપવામાં આવ્યો હતો. દાહોદ સબ જેલના જેલ અધિક્ષક એમ.એલ. ગમારાએ જણાવ્યું હતું કે જેલના નિયમો મુજબ વિવિધ તહેવારો દરમિયાન બંદિવાનોને મીઠાઈ આપવામાં આવે છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે બંદિવાનોએ પોતાની જાતે મીઠાઈ તૈયાર કરી હતી અને પોતાના હક્કની મીઠાઈ પોતાની બહેનોને ખવડાવી હતી. સાથે જ બહેનોને વૃક્ષના રોપા આપી પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો. રક્ષાબંધન પર્વની આ ઉજવણી દ્વારા જેલમાં રહેલા બંદિવાનોમાં પરિવાર પ્રત્યેની લાગણી અને સામાજિક જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન મળ્યું હતું. ભાઈ-બહેનના સ્નેહ સાથે પર્યાવરણ જતનનો સંદેશ આપતી દાહોદ સબ જેલની આ અનોખી ઉજવણી લાગણીસભર અને પ્રેરણાદાયી બની રહી હતી.1
- chhotaudepur :નસવાડીમાં ટેમ્પામાંથી માલ ચોરીનો પ્રયાસ! CCTVમાં કેદ થયો ચોરનો ખેલ નસવાડીના કવાંટ રોડ વિસ્તારમાં રાત્રિના અંધારામાં ટેમ્પામાંથી માલ ચોરી કરવાનો પ્રયાસ સામે આવતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોમાં ખળભળાટ મચી ગયો છે. રાત્રિના સમયે રસ્તા પર ટેમ્પો ઊભો હતો અને જાણે તકની રાહ જોતો હોય તેમ એક ઈસમ ટેમ્પા પાસે પહોંચ્યો હતો. ત્યારબાદ ટેમ્પા ઉપર લગાવેલી તાડપત્રી હટાવી અંદર ભરેલા માલ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. પરંતુ ચોરીના આ ખેલમાં એક મોટી ભૂલ થઈ ગઈ...! સમગ્ર ઘટનાની હિલચાલ CCTV કેમેરામાં કેદ થઈ ગઈ. કેમેરામાં કેદ થયેલા દૃશ્યો હવે સમગ્ર ઘટનાની તપાસ માટે મહત્વપૂર્ણ બની શકે છે. આ ઘટના સામે આવતા વેપારીઓમાં સવાલો ઉઠી રહ્યા છે કે રાત્રિના સમયે રસ્તા પર ઉભેલા વાહનોમાં ભરેલો માલ કેટલો સુરક્ષિત છે? વેપારીઓ પોતાનો માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલે છે, પરંતુ રસ્તામાં માલની ચોરી થાય તો તેની જવાબદારીનો મુદ્દો ટ્રાન્સપોર્ટરો માટે પણ માથાનો દુખાવો બની શકે છે. નસવાડીના કવાંટ રોડ પર બનેલી આ ઘટનાએ રાત્રિના સમયે માલવાહક વાહનોની સુરક્ષા સામે સવાલો ઊભા કરી દીધા છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે CCTVમાં કેદ થયેલો આ ઈસમ કોણ છે? શું તે માત્ર ચોરીના પ્રયાસ સુધી જ આવ્યો હતો કે અગાઉ પણ આવી કોઈ ઘટનામાં સંડોવાયેલો છે? હાલ પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે ઈસમની ઓળખ સહિત સમગ્ર ઘટનાની હકીકત જાણવા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. CCTV ફૂટેજ સામે આવ્યા બાદ હવે પોલીસની તપાસમાં ચોરીના આ ખેલનો સાચો ખેલાડી કોણ છે, તે બહાર આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.1