Shuru
Apke Nagar Ki App…
પાલનપુરના જગાણા ની તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર જીતના મેદાનમાં ઉતર્યા.....
Swatantra media
પાલનપુરના જગાણા ની તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર જીતના મેદાનમાં ઉતર્યા.....
More news from ગુજરાત and nearby areas
- Post by Swatantra media1
- પોશીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નું ચિત્ર સ્પષ્ટ થતા હવે પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 75 ઉમેદવારોની વચ્ચે ચૂંટણી જંગ જામશે તો પોશીના તાલુકાની જિલ્લા પંચાયતની 4 સીટો માટે 15 ઉમેદવારો મેદાનમાં હોય ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમેત અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે હાલમાં ઉમેદવારો મતદારોને પોતાની તરફ ખેંચવા માટેલલચાવી રહ્યા છે ત્યારે પોશીના તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની ચાર સીટ પર કોણ મેદાનમાં રહેશે તેજોવું રહ્યું1
- Post by Pooja patel1
- મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ.. રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો. ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા. આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ. ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.4
- *સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ૨૦૨૬ બનાસકાંઠા* ======== *============ *લોકશાહી મજબૂત બનાવવા મતદાન માટે સૌને પ્રેરિત કરવાનો સંકલ્પ* =========== પાલનપુર જિલ્લા કોર્ટ સંકુલ ખાતે સ્વીપ (SVEEP) કાર્યક્રમ અંતર્ગત મતદાન જાગૃતિ વધારવાના હેતુથી શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વીપ નોડલ અધિકારી શ્રી એસ.ડી. જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં કોર્ટ પરિસરમાં હાજર વકીલો તેમજ અરજદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ મતદારોને મતદાન પ્રત્યે જાગૃત બનાવવાનો અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે હાજર તમામ વકીલો અને અરજદારોએ મતદાનને પોતાની નૈતિક ફરજ માનતા આગામી ચૂંટણીમાં નિશ્ચિતપણે મતદાન કરવાની શપથ લીધી હતી. સાથે જ તેઓએ પોતાના પરિવારજનો, મિત્રો અને સમાજના અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા મતદારોમાં જાગૃતિ ફેલાવીને મતદાન ટકાવારી વધારવા મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહી મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે. સ્વીપ અંતર્ગત આવી જાગૃતિ કાર્યક્રમો આગામી દિવસોમાં જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજવામાં આવશે, જેથી દરેક મતદાર સુધી જાગૃતિનો સંદેશ પહોંચે અને વધુમાં વધુ લોકો મતદાન પ્રક્રિયામાં જોડાય.1
- આજે સવારે 10 વાગે પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના પોલીસ સ્ટેશન આગળ કાલીકંકર ગામના વિક્રમ હરીયાભાઈ ગમારે પોતાની જીપ જાહેર રોડ પર આવતા જતા વાહનો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે રોડ વચ્ચે ઉભી રાખી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતાં પોશીના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા દશરથ રાજેન્દ્રભાઈએ વિક્રમ ગમાર વિરૂધ્ધ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.1
- મુલાકાત નહીં, વિશ્વાસનો અમર સેતુ! વિજાપુર વોર્ડ-૫માં કોંગ્રેસના બે ઉમેદવારો બિનહરીફ, પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ વિજાપુર (મહેસાણા): વિજાપુર નગરપાલિકા વોર્ડ નંબર ૫માં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના મુશીરાબાનુ મહંમદસલમાન શેખ અને નવજનમાન ખાન પઠાણ બિનહરીફ થઈ ગયા છે, જ્યારે કોંગ્રેસના તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ અને તસ્લીમાબાનુ મોહમ્મદ સાજિદ પઠાણ હજુ મેદાનમાં છે. આમ વોર્ડ-૫માં કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારો અને ત્રણ અપક્ષ ઉમેદવારો સામેલ છે. અપક્ષ ઉમેદવારો: ફઈઝઅહમદ સઈદ સૈયદ અસ્પાકઅલી સોકતઅલી સૈયદ આસ્તાબાનુ અસ્પાક અલી સૈયદ (અસ્પાકઅલી સૈયદની પત્ની) યુવા સામાજિક નેતા અને હાલમાં કોંગ્રેસના જિલ્લા યુવા પ્રમુખ તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ (એડવોકેટ) “મુલાકાત નહીં, આ છે વિશ્વાસનો અમર સેતુ”ના સ્લોગન સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેઓ વિસ્તારના વિકાસ, પાણી, રસ્તા, ગટર, યુવાનોના રોજગાર અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોના બિનહરીફ થવાથી પાર્ટીને મજબૂતી મળી છે, પરંતુ અપક્ષ ઉમેદવારોના પ્રવેશથી વોર્ડ-૫ની ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની છે. તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદે કહ્યું છે કે, “મારા માટે મુલાકાત કરતાં વધુ મહત્ત્વ જનતાના વિશ્વાસનું છે. આ વિશ્વાસના સેતુ પર જ અમે વિકાસ અને બદલાવનું સપનું સાકાર કરીશું.” વિજાપુર નગરપાલિકા વોર્ડ-૫ના લોકો હવે આતુરતાથી જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચેના આ પાંચ-પાંચના મુકાબલામાં આખરે કોની જીત થાય છે.1
- દિયોદર ધારાસભ્યે માદરે વતનમાં દંડવત પ્રણામ કરી પ્રચાર નો દોર શરૂ કર્યો :સંમેલન મળ્યું •જિલ્લા અને તા.પંચાયત પર ભાજપ તરફી મતદાન કરવા અપીલ કરી દિયોદર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની બેઠકો પર ભાજપે પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે ગુરુવારે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય અનિલ માળી,તેમજ રાંટીલા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર ઉત્તમસિંહ વાઘેલાએ દિયોદર ધારાસભ્ય ના વતન મોજરુ ગામમાં ભાજપ નું ભવ્ય સંમેલન અને જંગી જાહેર સભા યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના ગામમાં સભાને સંબોધન કરતા વિકાસના કામો ના ભરપૂર વખાણ કર્યા હતા જો કે સભાને સંબોધન કરતા કરતા મતદારો સામે સ્ટેજ પર દંડવત પ્રણામ કરી ભાજપ થી કે ધારાસભ્ય થી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવા માફી માંગી હતી અને ચૂંટણીમાં પોતાના વતન થી ભાજપ નું કમળ ને ચૂંટી ગાંધીનગર મોકલવાનું આહવાન કર્યું હતું જો કે આ બેઠક પર જિલ્લા પંચાયત સીટ પર ઉતમસિહ વાઘેલા અને તાલુકા પંચાયત ની બેઠક પર આશાબેન મનુભાઈ કાપડી ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જેમાં ચિત્ર સ્પષ્ટ થતા ચૂંટણી નો ગરમાવો બરાબર નો જામ્યો છે જ્યાં રાંટીલા ખાતે પણ ભાજપ ની જંગી સભા મળી હતી જ્યાં તાલુકા પંચાયત સીટ ના ઉમેદવાર શક્તિદાન બારોટ ને જંગી લીડ થી જીતાડવા માટે આગેવાનોએ પ્રચાર કરી આહવાન કર્યું હતું જો કે ઉમેદવાર ઉત્તમસિંહ વાઘેલાએ કાયદા અને વેવસ્થા અંગે પોલીસ ની કામગીરી બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં સુરક્ષા દ્રષ્ટિએ કાયદા અને વેવસ્થા ની સ્થિતિ એક દમ સારી છે અને આજે પણ બહેન દીકરીઓ પોતાના કામ માટે હરીફરી શકે છે અને સુરક્ષા ના ભરપૂર વખાણ કર્યા હતા2