logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

બોટાદ જિલ્લાના વિવિધ ખરીદી કેન્દ્રોમાં ટેકાના ભાવની ખરીદીમાં મોટા પાયે ગડબડના આક્ષેપો ઉઠી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે રોજના લગભગ 20 વાહનોને ખરીદી માટે બોલાવવામાં આવે છે, પરંતુ દિવસભર રાહ જોવડાવ્યા બાદ માત્ર 2 વાહનોની જ ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.

7 hrs ago
user_Asvin makwana
Asvin makwana
Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
7 hrs ago

બોટાદ જિલ્લાના વિવિધ ખરીદી કેન્દ્રોમાં ટેકાના ભાવની ખરીદીમાં મોટા પાયે ગડબડના આક્ષેપો ઉઠી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે રોજના લગભગ 20 વાહનોને ખરીદી માટે બોલાવવામાં આવે છે, પરંતુ દિવસભર રાહ જોવડાવ્યા બાદ માત્ર 2 વાહનોની જ ખરીદી કરવામાં આવે છે. ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.

More news from ગુજરાત and nearby areas
  • અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી.. રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક.. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..
    1
    અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી..
રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક..
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. 
આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદના ગિરિરાજ જૈન દેરાસર ખાતે વૈશાખ સુદ છઠ્ઠને બુધવારના દિવસે પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ દાદાની 36 સાલગિરિ નિમિત્તે ધજા આરોહણ કરવામાં આવી હતી. સવારે 6:45 કલાકે વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું અને આ સામૈયામાં શ્રાવક અને શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    1
    બોટાદના ગિરિરાજ જૈન દેરાસર ખાતે વૈશાખ સુદ છઠ્ઠને બુધવારના દિવસે પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ દાદાની 36 સાલગિરિ નિમિત્તે ધજા આરોહણ કરવામાં આવી હતી. સવારે 6:45 કલાકે વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું અને આ સામૈયામાં શ્રાવક  અને શ્રાવિકાઓ બહોળી  સંખ્યામાં જોડાયા હતા.
રિપોર્ટર ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    3 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વલ્લભીપુર તાલુકામાં રાજકીય સમીકરણોમાં મોટા ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે આ વખતે અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગોહિલની પેનલે મેદાનમાં ઉતરીને ચૂંટણી જંગને 'ચતુષ્કોણીય' બનાવી દીધો છે. તાજેતરમાં યોજાયેલા ભવ્ય 'વિજય વિશ્વાસ સંમેલન'માં હજારો કાર્યકર્તાઓની હાજરીએ મોટા ગજાના પક્ષોના શ્વાસ અધ્ધર કરી દીધા છે. વલ્લભીપુર તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નબળા ઉમેદવારોના કારણે તેમનું વર્ચસ્વ ઘટતું દેખાઈ રહ્યું છે. આ શૂન્યાવકાશનો લાભ લઈને બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમની ટીમે 2 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત બેઠકો પર મજબૂત ઉમેદવારી નોંધાવી રણશિંગુ ફૂંક્યું છે. સંમેલન દરમિયાન બ્રિજરાજસિંહ ગોહિલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે: "વિસ્તારના ધારાસભ્ય અને તેમના પ્રતિનિધિઓ દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને પાયાના કાર્યકર્તાઓને દબાવવામાં આવે છે, તેની સામે આ લડાઈ છે. ધારાસભ્યની ગુંડાગિરી ખતમ કરવા અને તાલુકાના વિકાસ માટે આ પેનલને જીતાડવી અનિવાર્ય છે." આ સંમેલનમાં વલ્લભીપુર તાલુકાના દરેક ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, વલ્લભીપુરમાં હવે સીધો જંગ 'ભાજપ વિરુદ્ધ ભાજપ' (બળવાખોર/અપક્ષ) જેવો આકાર લઈ રહ્યો છે. હજારોની જનમેદનીએ બ્રિજરાજસિંહની પેનલને જે રીતે સમર્થન જાહેર કર્યું છે, તે જોતા સ્થાપિત હિતો માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
    4
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વલ્લભીપુર તાલુકામાં રાજકીય સમીકરણોમાં મોટા ઉલટફેર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે આ વખતે અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગોહિલની પેનલે મેદાનમાં ઉતરીને ચૂંટણી જંગને 'ચતુષ્કોણીય' બનાવી દીધો છે. તાજેતરમાં યોજાયેલા ભવ્ય 'વિજય વિશ્વાસ સંમેલન'માં હજારો કાર્યકર્તાઓની હાજરીએ મોટા ગજાના પક્ષોના શ્વાસ અધ્ધર કરી દીધા છે.
વલ્લભીપુર તાલુકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નબળા ઉમેદવારોના કારણે તેમનું વર્ચસ્વ ઘટતું દેખાઈ રહ્યું છે. આ શૂન્યાવકાશનો લાભ લઈને બ્રિજરાજસિંહ ગોહિલ અને તેમની ટીમે 2 જિલ્લા પંચાયત અને 13 તાલુકા પંચાયત બેઠકો પર મજબૂત ઉમેદવારી નોંધાવી રણશિંગુ ફૂંક્યું છે.
સંમેલન દરમિયાન બ્રિજરાજસિંહ ગોહિલે આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે:
"વિસ્તારના ધારાસભ્ય અને તેમના પ્રતિનિધિઓ દ્વારા જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે અને પાયાના કાર્યકર્તાઓને દબાવવામાં આવે છે, તેની સામે આ લડાઈ છે. ધારાસભ્યની ગુંડાગિરી ખતમ કરવા અને તાલુકાના વિકાસ માટે આ પેનલને જીતાડવી અનિવાર્ય છે."
આ સંમેલનમાં વલ્લભીપુર તાલુકાના દરેક ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે, વલ્લભીપુરમાં હવે સીધો જંગ 'ભાજપ વિરુદ્ધ ભાજપ' (બળવાખોર/અપક્ષ) જેવો આકાર લઈ રહ્યો છે. હજારોની જનમેદનીએ બ્રિજરાજસિંહની પેનલને જે રીતે સમર્થન જાહેર કર્યું છે, તે જોતા સ્થાપિત હિતો માટે જીત મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની રહેશે.
    user_Parmar Jaydip
    Parmar Jaydip
    પત્રકાર વલ્લભીપુર, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૨૪ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) નાઓ દ્વારા "SAY NO TO DRUGS " મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને નિચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે. ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- એસ.ઓ.જી. શાખાને મળેલ બાતમી અનુસંધાને આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ, ગુંદાળા ચોકડી, ગુંદાળા બસટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોઇ જેને ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગત જણાવેલ જે બાબતે આગળ ધોરણસર કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. * કોણે કામગીરી કરેલ:- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એ.પારગી સાહેબ નાઓના આદેશાનુસાર પો.સબ.ઇન્સ.જે.જી.ઝાલા તથા પો.સબ.ઇન્સ.પી.બી.મિશ્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમ્યાન અ.હે.કો. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે. આરોપીની વિગત:- 1. નામ:- ધનશ્યામભાઇ હર્ષદભાઇ જોષી સરનામું:- આટકોટ, રૂપારેલીયા શેરી, તા.જસદણ જી.રાજકોટ ગુનાહિત ઇતિહાસ:- 1. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૧૦૭૬૮/૨૦૨૧. પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ. II. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૫૦૫૭૯/૨૦૨૫. પ્રોહિ એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
    1
    આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ૪.૨૪ લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય પોલીસ.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર (IPS) નાઓ દ્વારા "SAY NO TO DRUGS " મુહિમ અંતર્ગત માદક પદાર્થને લગતી ગેરકાયદેસરની પ્રવૃર્તી સદંતર નાબુદ કરવા તથા અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઇ જે અનુસંધાને નિચે મુજબની પરીણામલક્ષી કામગીરી કરવામાં આવેલ છે.
ગુન્હાની મુળ ઘટનાનું વર્ણન:- એસ.ઓ.જી. શાખાને મળેલ બાતમી અનુસંધાને
આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આટકોટ ભાવનગર હાઇવે રોડ, ગુંદાળા ચોકડી, ગુંદાળા બસટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોઇ જેને ચેક કરતા અને તે બાબતે પુછપરછ કરતા મજકુર ઇસમે તેની પાસે રહેલ પ્લાસ્ટિકના સફેદ થેલામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો હોવાની વિગત જણાવેલ જે બાબતે આગળ ધોરણસર કાર્યવાહી કરી આટકોટ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો દાખલ કરી ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે.
* કોણે કામગીરી કરેલ:- એસ.ઓ.જી. શાખાના પો.ઇન્સ શ્રી એફ.એ.પારગી સાહેબ
નાઓના આદેશાનુસાર પો.સબ.ઇન્સ.જે.જી.ઝાલા તથા પો.સબ.ઇન્સ.પી.બી.મિશ્રા નાઓ એસ.ઓ.જી. શાખાના સ્ટાફ સાથે અલગ-અલગ ટીમ બનાવી આટકોટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં
હતા જે દરમ્યાન અ.હે.કો. વિજયભાઇ વેગડ તથા ચંદુભાઇ પલાળીયા નાઓને સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ જે અનુસંધાને ઉપરોક્ત પરિણામલક્ષી કામગીરી થયેલ છે.
આરોપીની વિગત:-
1. નામ:- ધનશ્યામભાઇ હર્ષદભાઇ જોષી
સરનામું:- આટકોટ, રૂપારેલીયા શેરી, તા.જસદણ જી.રાજકોટ
ગુનાહિત ઇતિહાસ:-
1. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૧૦૭૬૮/૨૦૨૧. પ્રોહી એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
II. આટકોટ પો.સ્ટે.ખાતે ગુ.રજી.નં.૧૧૨૧૩૦૯૨૨૫૦૫૭૯/૨૦૨૫. પ્રોહિ એક્ટ કલમ ૬૬ (૧) (બી) મુજબ.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    5 hrs ago
  • *ધંધુકામાં તાપમાં છાશના વિતરણ* જૈન સમાજના વેપારી તથા જૈન જાગૃતિ સેન્ટર ધંધુકા દ્વારા 30 દિવસ સુધી છાશ વિતરણ કાર્યક્રમ. આજ રોજ મંગળવારના સાંજના 5 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ થી 30 દિવસ સુધી તાપમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કાર્યક્રમ. આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં દરેક પોલીસ કર્મીના પોઇન્ટ ઉપર જઈને તેમજ ભીંડી બજારમાં પણ વિતરણ કરવામાં આવ્યું.
    1
    *ધંધુકામાં તાપમાં છાશના વિતરણ*
જૈન સમાજના વેપારી તથા જૈન જાગૃતિ સેન્ટર ધંધુકા દ્વારા 30 દિવસ સુધી છાશ વિતરણ કાર્યક્રમ.
આજ રોજ મંગળવારના સાંજના 5 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ થી 30 દિવસ સુધી તાપમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કાર્યક્રમ.
આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં દરેક પોલીસ કર્મીના પોઇન્ટ ઉપર જઈને તેમજ ભીંડી બજારમાં પણ વિતરણ કરવામાં આવ્યું.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    17 hrs ago
  • motivational story
    1
    motivational story
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    10 min ago
  • સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    1
    સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    3 hrs ago
  • ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.
    1
    ખેડૂતો હવે માંગ કરી રહ્યા છે કે ખરીદી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવામાં આવે, જેથી તેમને ન્યાય મળી શકે.
    user_Asvin makwana
    Asvin makwana
    Insurance Agent બોટાદ, બોટાદ, ગુજરાત•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.