Shuru
Apke Nagar Ki App…
સુરેન્દ્રનગર પોલીસે 6 વર્ષથી નાસતા આરોપીને કેશોદ માંથી ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
Dinesh Gambhava Report
સુરેન્દ્રનગર પોલીસે 6 વર્ષથી નાસતા આરોપીને કેશોદ માંથી ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કોડને મોટી સફળતા મળી છે. છેલ્લા 6 વર્ષથી ચોરીના ગુનામાં પોલીસને ચકમો આપતો આરોપી આખરે કેશોદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈનપુટના આધારે પોલીસે આરોપીને ઈન્દીરા નગર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કામગીરી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી, જેમાં LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.1
- મોરબી શહેરમાં બનેલી યુવાનની હત્યાની ઘટનાને લઈને સામાજિક કાર્યકર મનોજ પનારા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, “દાદો એક હનુમાન દાદો” તરીકે ઓળખાતા ધારાસભ્યના ગામના યુવાનની હત્યા ખુબ જ ગંભીર અને ચિંતાજનક ઘટના છે. પનારાએ આ ઘટનાને મોરબીના રાજકીય નેતાઓ તેમજ પોલીસ તંત્રની કામગીરી પર સીધો તમાચો ગણાવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થાય છે. તેમણે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયને કડક અધિકારી ગણાવ્યા હતા, પરંતુ આવી ગંભીર હત્યાની ઘટના બનતા તેમની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઉભું થયું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- Post by Motilal Solanki1
- મોરબીમાં યુવાનની કરપીણ હત્યા મુદ્દે પાટીદાર આગેવાન મનોજ પનારાની પ્રેસ કોન્ફરન્સમાં1
- *ધંધુકામાં તાપમાં છાશના વિતરણ* જૈન સમાજના વેપારી તથા જૈન જાગૃતિ સેન્ટર ધંધુકા દ્વારા 30 દિવસ સુધી છાશ વિતરણ કાર્યક્રમ. આજ રોજ મંગળવારના સાંજના 5 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજ થી 30 દિવસ સુધી તાપમાં રાહત મળે તે હેતુથી છાશ વિતરણ કાર્યક્રમ. આ નિઃશુલ્ક છાશ વિતરણ કાર્યક્રમમાં દરેક પોલીસ કર્મીના પોઇન્ટ ઉપર જઈને તેમજ ભીંડી બજારમાં પણ વિતરણ કરવામાં આવ્યું.1
- કડી તાલુકાના થોળ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ નું વિતરણ કરવામાં નીકળેલા 2યુવકોની લાશ કલોલના અઢાણા ગામનાં તળાવમાંથી મળી આવતા ચકચાર... એક યુવક કડી શહેરમાં રહેતા સાહિલ કુમાર બચુભાઈ તરાલ અને બીજો યુવક થોળ ગામમાં રહેતા અનમ કુમાર સાજાભાઈ ખરાડી હોવાનું જાણવા મળેલ છે... 21 એપ્રિલના રોજ બંને યુવકોની લાશ કલોલ તાલુકાના અઢાણા ગામે આવેલ તળાવમાં તરતી હોવાનું માલુમ થતા લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી..ઘટનાની પોલીસે તરવૈયાની મદદથી બંનેની લાશને બહાર કાઢવામાં આવી હતી.. બંને યુવકો થોળ ગામે પોસ્ટ ઓફિસથી ટપાલનું વિતરણ કરવા નીકળ્યા હતા અને કોઈ કારણસર તેઓ તળાવમાં પડી ગયા હતા તેમનું એકટીવાપણ તળાવ પાસેથી મળી આવ્યું હતું સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી.1
- અકસ્માતમાં અશ્વો ને નાની મોટી ઈજા પહોચી હોવાનું પ્રાથમિક માહિતી.. રસ્તા પર અશ્વદળ વાન પલ્ટી ખાઈ જતા રસ્તો બંધ થતાં થયું ટ્રાફિક.. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.. આજે મુખ્યમંત્રી સાળગપુર અને બોટાદ પ્રવાસે આવનાર છે તેના બંદોબસ્ત માટે અશ્વદળ પોલીસ સાળંગપુર જઈ રહ્યાં હતાં..1
- સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે. પેરોલ ફર્લો સ્કોડ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે લીંબડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીનેશન ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપી પંકજભાઈ ઉર્ફે બોબીને ઝડપી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તેમજ પી.આઈ. જે.જે. જાડેજા અને પીએસઆઈ જે.વાય. પઠાણની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોસીસના આધારે સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. આરોપીને લીંબડીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ લીંબડી પોલીસને સોંપવામાં આવ્યો છે.1