logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અમરેલી જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા.૧૭ ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે અમરેલી જિલ્લામાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત તા.૧૭ ઓક્ટોબર સુધી અનેકવિધ કાર્યક્રમો યોજાશે આવતીકાલે તા. ૧૭ સપ્ટેમ્બરે કામનાથ મહાદેવ મંદિરે ‘આશીર્વાદના દીવા’ જિલ્લાકક્ષાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સહિતના પદાધિકારીશ્રીઓ કાર્યક્રમમાં સહભાગી બનશે કામનાથ મહાદેવ મંદિર ખાતે અંદાજે ૫ હજાર જેટલા ‘આશીર્વાદના દીવડાઓ’ પ્રજ્વલ્લિત થશે – ‘આશીર્વાદ દીવા’ તાલુકાકક્ષાના કાર્યક્રમો પણ યોજાશે અમરેલી તા. ૧૬ સપ્ટેમ્બર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષની નિષ્ઠાપૂર્વકની સેવા અને સમર્પણના ઉપલક્ષમાં સમગ્ર રાજ્યમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’નું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આવતીકાલ તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે અમરેલી સ્થિત પવિત્ર કામનાથ મહાદેવ મંદિર ખાતે એક ભવ્ય જિલ્લાકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘આશીર્વાદના દીવા’ શીર્ષક હેઠળ યોજાનારા આ વિશેષ મહોત્સવને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દક્ષાબેન ચોડવડીયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા, હોદ્દેદાર શ્રી અતુલભાઈ કાનાણી સહિતના પદાધિકારીશ્રીઓ સહભાગી બનશે. આ મહોત્સવ અંતર્ગત અમરેલીના ઐતિહાસિક કામનાથ મહાદેવ મંદિરને મનમોહક અને સુગંધિત ફૂલોની સજાવટથી ભવ્ય રીતે શણગારવામાં આવશે. આ સાથે જ મંદિરના વિશાળ પટાંગણમાં જુદી જુદી જગ્યાએ હજારો દીવાઓ પ્રજ્વલ્લિત કરવામાં આવશે, જે સમગ્ર પરિસરમાં ભક્તિનો પવિત્ર પ્રકાશ ફેલાવશે. આ સુંદરતામાં અભિવૃદ્ધિ કરવા માટે મંદિર પ્રાંગણમાં આકર્ષક અને ભવ્ય રંગોળીઓનું વિશેષ સુશોભન પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઋષિગણો દ્વારા મંત્રોચ્ચારનું પણ ઉચ્ચારણ કરવામાં આવશે. આ જિલ્લાકક્ષાના કાર્યક્રમ નિમિત્તે માત્ર મંદિર જ નહીં, પરંતુ શહેર રોશનીથી ઝળહળી ઉઠશે. શહેરના મહત્વના સર્કલો અને મુખ્ય માર્ગો જેવા કે સેન્ટર પોઈન્ટ, નાગનાથ ચોક, એસ.ટી. બસ સ્ટેશન તેમજ શિવાજી સર્કલ સહિતના મહત્વના સ્થળોએ આકર્ષક અને રંગબેરંગી લાઈટોની રોશની કરવામાં આવશે. આ ભવ્ય લાઈટિંગના કારણે સમગ્ર શહેરમાં ઉત્સવ જેવો અદભુત ભક્તિમય માહોલ સર્જાશે. આ મહોત્સવના મુખ્ય આકર્ષણ તરીકે મંદિર ખાતે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. આ સાથે જ ભગવાન કામનાથ મહાદેવની સન્મુખ ભક્તિભાવપૂર્વક એક વિશેષ મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર અમરેલી જિલ્લામાં વિવિધ તાલુકા વાઇઝ તાલુકાકક્ષાના ‘આશીર્વાદ દીવા’ના કાર્યક્રમો પણ યોજાશે જેમાં સથાનિક ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રી અને હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહેશે. વિગતો મુજબ અમરેલી તાલુકાનો કાર્યક્રમ સૌના શિવ, દેવભૂમિ દેવળિયા, બાબરા તાલુકાનો કાર્યક્રમ તાપડીયા આશ્રમ, લીલીયા તાલુકાનો કાર્યક્રમ રામજી મંદિર-આંબા, બગસરા તાલુકાનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર-બગસરા, લાઠી તાલુકાનો કાર્યક્રમ દુ:ખ ભંજન મહાદેવ મંદિર-લાઠી, ખાંભા તાલુકાનો કાર્યક્રમ માનકેશ્વર મંદિર, રાજુલા તાલુકાનો કાર્યક્રમ ભંડારીયા દાદા-ભાક્ષી, સાવરકુંડલા તાલુકાનો કાર્યક્રમ શ્રી કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર ગ્રાઉન્ડ-સાવરકુંડલા, જાફરાબાદ તાલુકાનો કાર્યક્રમ રામજી મંદિર-રોહિસા, ધારી તાલુકાનો કાર્યક્રમ શ્રી સ્વામિનારાયણ મંદિર, કુંકાવાવ તાલુકાનો કાર્યક્રમ શિવ મંદિર (શારદા શોપિંગ) ખાતે યોજાશે જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાશે. જિલ્લાકક્ષા તેમજ તાલુકા કક્ષાના આશિર્વાદ દીવા કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો પણ સહભાગી બનશે.

6 hrs ago
user_Gaurang sodha
Gaurang sodha
Local News Reporter અમરેલી, અમરેલી, ગુજરાત•
6 hrs ago
4b76e7c1-e91c-4014-919e-99b98f418dcf

More news from ગુજરાત and nearby areas
  • જસદણ ગૌવંશ પર એસીડ થી એટેક કરતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી પવિત્ર ઋષિ પંચમી ના મહા પર્વ ઉપર અબોલા ગૌવંશ ઉપર અને આજે 7 એસિડ એટેક કરવા માં આવેલ છે હવે જસદણ અંદર હદ થાય છે આવા અબોલા નંદી મારાજ વારવાર એસિડ એટેક ધટના બને છે કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી આ એસિડ એટેક એટલો ભયંકર છે કે તમને ખૂબ દુઃખ નંદી મારાજ ખૂબ પીડાય છે અને જસદણ લોકો ચૂપચાપ આ જોય રહી છે કોઈ આગેવાન આમાં આગળ નથી આવતું અમારી ગૌસેવા ટીમ ને આજે રેસ્ક્યુ કરી ને શ્રી રામ ચરિત ફાઉન્ડેશન ગૌશાળ ખાતે મોકલી આપેલ છે હવે આવા નરાધમો પકડવા અમારી મદદ કરો એજ વિનંતી આજે ગૌસેવા ટીમ અને લાલભાઈ મારાજ કુ મહેનત આ કાર્ય કરેલ છે
    2
    જસદણ ગૌવંશ પર એસીડ થી એટેક કરતા ગૌ પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી
પવિત્ર ઋષિ પંચમી ના મહા પર્વ ઉપર અબોલા   ગૌવંશ ઉપર અને  આજે 7 એસિડ એટેક કરવા માં આવેલ છે હવે જસદણ અંદર હદ થાય છે આવા અબોલા નંદી મારાજ વારવાર એસિડ એટેક ધટના બને છે કોઈ સરકારી તંત્ર ધ્યાન આપતું નથી આ એસિડ એટેક એટલો ભયંકર છે કે તમને ખૂબ  દુઃખ નંદી મારાજ ખૂબ પીડાય છે અને જસદણ લોકો ચૂપચાપ આ જોય રહી છે કોઈ આગેવાન આમાં આગળ નથી આવતું અમારી ગૌસેવા ટીમ ને આજે રેસ્ક્યુ કરી ને શ્રી રામ ચરિત ફાઉન્ડેશન ગૌશાળ ખાતે મોકલી આપેલ છે હવે  આવા નરાધમો પકડવા અમારી   મદદ કરો એજ  વિનંતી આજે ગૌસેવા  ટીમ અને લાલભાઈ મારાજ  કુ મહેનત આ  કાર્ય કરેલ છે
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    22 hrs ago
  • भारतीय अमेरिका छोड रहे है ।
    1
    भारतीय अमेरिका छोड रहे है ।
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    6 hrs ago
  • R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    1
    R. V. K. M. સિંગર્સ ગ્રુપના સંગીત કાર્યક્રમમાં જૂના-નવા બોલીવુડ ગીતોની સુરાવલીથી ગુંજી ઊઠ્યું વિશ્વકર્મા કેળવણી મંડળ
    user_SV NEWS
    SV NEWS
    Local News Reporter Rajkot, Gujarat•
    1 hr ago
  • બીકે પી ન્યુઝ આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી. સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. જાહેર કરનાર: બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.
    1
    બીકે પી ન્યુઝ
આજરોજ સવારથી ધોરાજી શહેરમાં વરસાદનું આગમન; વાતાવરણમાં ઠંડક પ્રસરી.
સ્થાન / તારીખ: ધોરાજી, ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬
આજરોજ વહેલી સવારથી જ ધોરાજી શહેરમાં મેઘરાજાનું આગમન થયું છે. શહેરના મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે લાંબા સમયથી ચાલી રહેલા ઉકળાટ અને ગરમીથી નાગરિકોને મોટી રાહત મળી છે. ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જામતા ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
જાહેર કરનાર:
બીકે પી ન્યુઝ ટીમ, ધોરાજી.
    user_Bkp News
    Bkp News
    ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    6 hrs ago
  • જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.
    1
    જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી 
જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ દરમિયાન ચિ. હર્ષવર્ધન પારેખ અને ચિ. દિવ્યમ પારેખે આઠ અપવાસ (અઠાઈ)ની આરાધના કરી હતી આ આરાધનાની ઉજવણી સ્વરૂપે તેમણે ધોરાજીના વિવિધ ગૌશાળાઓમાં રહેલા તમામ ગૌવંશને વિશેષ પોષણ અને સ્વાસ્થ્ય સંભાળ પૂરી પાડી હતી ધોરાજી પાંજરાપોળ અને ગૌશાળા, શ્રી કૃષ્ણ ગૌશાળા, શ્રી ગોકુલધામ ગૌશાળા તથા શ્રી માધવ ગૌશાળાના તમામ ગૌવંશને કાળીજીરી, આંબા હળદર, ઘી-તેલ અને જરૂરી પોષક તત્ત્વો તથા કૃમિનાશક ટેબલેટવાળા વિશેષ લાડુઓ ખવડાવવામાં આવ્યા હતા. આ કાર્ય ધોરાજીના પશુચિકિત્સક ડૉ. અમિતભાઈ ચાંપડીયાના માર્ગદર્શન અને સૂચન અનુસાર હાથ ધરાયું હતું. ધોરાજી શ્રીકૃષ્ણ ગૌસેવા મંડળ એટલે કે કૃષ્ણ ગૌશાળા તે પશુઓ માટેની 108 જેવી સેવા સતત અને અવિરત આપી રહી છે. તેના સભ્યો તથા માતાઓ બહેનોએ આ તમામ લાડવાઓ બનાવવામાં મહેનત કરેલી હતી અને સેવા પૂરી પાડેલી.
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    16 hrs ago
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ધાર્મિક અનુષ્ઠાન
    1
    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે વીરપુરમાં ધાર્મિક અનુષ્ઠાન
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    1 hr ago
  • सउदी‌ अरेबीया मक्का‌ शहेर पे हुती विद्रोही का हमला ?
    1
    सउदी‌ अरेबीया मक्का‌ शहेर पे हुती विद्रोही का हमला ?
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    7 hrs ago
  • સુરત બેકિંગ સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ મહાદેવના મંદિર પરિસરમાં ગટર ઓવરફ્લો, શિવલિંગ સુધી ગંદુ પાણી પહોંચતા દર્શન બંધ જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટર અને SMC ના અધિકારીઓ ને રજુઆત રજુઆત ક્યાં બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ! વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી? જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયું ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત, ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતાં નિરાકરણ નહીં બાઇટ સંતોષગીરી બાપુ રિપોર્ટર ચિંતન વાગડીયા મો/8000834888
    4
    સુરત બેકિંગ 

સુરત વરાછાના જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાતા ભક્તોમાં ભારે રોષ
મહાદેવના મંદિર પરિસરમાં ગટર ઓવરફ્લો, શિવલિંગ સુધી ગંદુ પાણી પહોંચતા દર્શન બંધ
જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું ગંદુ પાણી ભરાતા સ્થાનિક કોર્પોરેટર અને  SMC ના અધિકારીઓ ને રજુઆત 
રજુઆત ક્યાં બાદ પણ તંત્રના કાને ન પડ્યો અવાજ!
વરાછામાં આસ્થા સાથે તંત્રની બેદરકારી? 
જગદીશ્વર મહાદેવ મંદિરમાં ગટરનું પાણી ભરાયું
ગટર ઓવરફ્લોથી જગદીશ્વર મહાદેવ મંદિર પ્રભાવિત, ભક્તોમાં ભારે આક્રોશ રજૂઆત છતાં નિરાકરણ નહીં
બાઇટ સંતોષગીરી બાપુ
રિપોર્ટર ચિંતન વાગડીયા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
  • સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
    3
    સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે
.
ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે.
રીપોર્ટર/ચિંતન વાગડીયા 
મો/8000834888
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.