Shuru
Apke Nagar Ki App…
ગુજરાતના પૂર્વ વનમંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના બેસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
DAILY CHHOTAUDEPUR NWES
ગુજરાતના પૂર્વ વનમંત્રી સ્વ. મોહનસિંહ રાઠવાના બેસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
More news from ગુજરાત and nearby areas
- છોટાઉદેપુરના જેતપુર પાવીમાં મોહનસી રાઠવાની શ્રદ્ધાંજલિ સભા દરમિયાન મનસુખ વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મનસુખ વસાવા શું કહી રહ્યા છે, તે આ બાઇટમાં વિગતવાર સાંભળી અને જોઈ શકાય છે.1
- દાહોદ જિલ્લાના સિંગવડ ખાતે આવેલી શ્રીમતી સી.એસ.ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગ કોલેજમાં એક ભવ્ય 'ઓથ ટેકિંગ સેરેમની' (શપથ ગ્રહણ સમારોહ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે દાહોદ લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નર્સિંગ ક્ષેત્રમાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ માનવસેવા, કરુણા, સમર્પણ અને વ્યવસાયિક નૈતિકતાના મૂલ્યોને અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા. આ સાથે જ વિદ્યાર્થીઓને ફ્લોરેન્સ નાઇટિંગેલના સેવા, શિસ્ત અને નિષ્ઠાના આદર્શોને પોતાના જીવનમાં ઉતારીને દર્દીઓની નિઃસ્વાર્થ ભાવે સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ અવસરે વિદ્યાર્થીઓને સંબોધન કરતા સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે નર્સિંગનો વ્યવસાય એ માત્ર રોજગાર મેળવવાનું સાધન નથી, પરંતુ માનવતાની સેવા કરવા માટેનું એક પવિત્ર કાર્ય છે. દર્દીઓ પ્રત્યે સંવેદના, કરુણા અને જવાબદારીની ભાવના રાખીને પોતાની ફરજ બજાવવી એ જ સાચી સેવા છે. તેમણે શપથ ગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થી દીકરા-દીકરીઓને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી સમાજના આરોગ્ય ક્ષેત્રમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. આ ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં કોલેજના સંચાલકો, પ્રાધ્યાપકો, મહેમાનો, વાલીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ઝેરનામુવાડા ગ્રામ પંચાયત હેઠળ આવેલા વેચાણા ફળિયું અને મોટા કુવા વિસ્તારમાં છેલ્લા આશરે બે વર્ષથી રસ્તાની ગંભીર સમસ્યા યથાવત હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રસ્તાના અભાવે નાના બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ ઉપરાંત, કોઈ દર્દીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં, ધાર્મિક યાત્રા કરવા કે અન્ય સામાજિક પ્રસંગોમાં અવર-જવર કરવામાં પણ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં આશરે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે. રસ્તાની સાથે આ વિસ્તારના લોકો પાણીની અછતનો પણ સામનો કરી રહ્યા છે. અહીં ઊભી કરાયેલી બે પાણીની ટાંકીઓ અને પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ કેટલીક પાઇપો તથા લોખંડની સીડી ચોરી થઈ ગઈ હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે પાણીની પૂરતી સુવિધા મળી રહી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા આ સમસ્યાઓનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ જિલ્લા અને તાલુકા કક્ષાના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ પર તપાસ કરી રસ્તા અને પાણીની સમસ્યા વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે.2
- તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પોલીસે ભેંસોની અનધિકૃત હેરાફેરી સામે કાર્યવાહી કરીને 17 ભેંસોને બચાવી લીધી છે. વાલોડ તાલુકાના બાજીપુરા ચાર રસ્તા નજીક નેશનલ હાઈવે-53 પર શુક્રવારના રોજ પોલીસે એક આઇસર ટેમ્પો નંબર GJ-23-AW-5032 અટકાવ્યો હતો. આ આઇસર ટેમ્પોમાં અત્યંત ખીચો-ખીચ અને ક્રૂરતાપૂર્વક 17 ભેંસો બાંધેલી હાલતમાં મળી આવી હતી. વાલોડ પોલીસે આ તમામ પશુઓને આ ક્રૂરતામાંથી મુક્ત કરાવી સુરક્ષિત રીતે બચાવી લીધા છે.1
- વડોદરાના ‘મનમોહન યુવા મંડળ’માં આગામી ગણેશોત્સવની તૈયારીઓનો પ્રારંભ થઈ ગયો છે. આ ગણેશોત્સવની તૈયારીઓની શરૂઆત સાથે જ આ મંડળ આ વર્ષે પોતાના 38માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે.1
- વડોદરામાં જય મા શક્તિ એન્ટરટેનમેન્ટ દ્વારા ગુજરાતી અર્બન મુવી 'એક ભુલ' ના શૂટિંગનું ગ્રાન્ડ લોન્ચિંગ કરવામાં આવ્યું છે.2
- છોટાઉદેપુરના પૂર્વ વન મંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને ધર્મ ગુરુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.1
- દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા મંડળ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય બચુભાઈ ખાબડ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ પ્રશિક્ષણ વર્ગમાં સંગઠનને પાયાના સ્તરેથી વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓની ભૂમિકા, બૂથ સ્તરની કામગીરી તેમજ જનસંપર્કને વધુ અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલમાં મૂકાયેલી વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કાર્યકર્તાઓને સક્રિય રીતે કાર્ય કરવાની હાકલ કરવામાં આવી હતી. ધારાસભ્ય બચુભાઈ ખાબડે કાર્યકર્તાઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભાજપની સૌથી મોટી તાકાત તેના સમર્પિત કાર્યકર્તાઓ છે. પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓમાં નેતૃત્વ, સંગઠનશક્તિ અને સેવા ભાવનાનો વધુ વિકાસ થશે, જે આગામી સમયમાં સંગઠનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કાર્યક્રમ દરમિયાન અંત્યોદયના સંકલ્પને સાકાર કરવા, સમાજના અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ સંગઠનને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.1
- તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા બેડકુવાદુર ગામના પ્રતિકભાઈ કોમ્પ્યુટર એન્જિનિયરની ફિલ્ડ છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેમણે સીડલેસ લીંબુની પ્રાકૃતિક ખેતી અપનાવીને મુંબઈ અને પુણેના બજારોમાં ભારે ધાક જમાવી દીધી છે. પ્રતિકભાઈએ માત્ર એક એકર જમીનમાંથી સીડલેસ લીંબુની ખેતી કરીને આઠ લાખ રૂપિયાની માતબર આવક મેળવી છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જેવું વ્યાવસાયિક ક્ષેત્ર છોડીને તેમણે પ્રાકૃતિક ખેતી અપનાવી આ શાનદાર સફળતા મેળવી છે.1