ખોડાઆંબાના ખેડૂત અર્પિત રમેશભાઈ પટેલે કમ્બાઈન હાર્વેસ્ટર માટે સરકાર તરફથી ૯.૬૦ લાખની સહાય મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો **** મહીસાગર જિલ્લાના ૬૮૮ ખેડૂતોને કૃષિ યાંત્રીકીકરણ યોજના હેઠળ ૭૩૩ લાખની સહાય **** આધુનિક ખેત ઓજારોની ખરીદીથી મહીસાગરમાં ખેતી બની સરળ અને નફાકારક **** ખોડાઆંબાના ખેડૂત અર્પિત રમેશભાઈ પટેલે કમ્બાઈન હાર્વેસ્ટર માટે સરકાર તરફથી ૯.૬૦ લાખની સહાય મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો **** મહીસાગર જિલ્લાના ખેડૂતો ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા ઉમદા હેતુ સાથે કૃષિ વિભાગ દ્વારા કાર્યરત 'કૃષિ યાંત્રીકીકરણ યોજના' હેઠળ જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ ઘટકો માટે કુલ ૬૮૮ ખેડૂતોને ₹૭૩૩ લાખ જેવી માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે, જે સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. ખેતીમાં આધુનિકતા લાવવાના પ્રયાસરૂપે ખેડૂતો દ્વારા 'આઈ ખેડૂત પોર્ટલ' પર ઓનલાઈન અરજી કરવામાં આવે છે. આ યોજના હેઠળ પાકની કાપણીની પ્રક્રિયા સરળ બનાવવા માટે કમ્બાઈન હાર્વેસ્ટર ઉપરાંત કલટીવેટર, વાવણીયા, પાવર થ્રેસર, પ્લાઉ, બેલર અને પાવર ટીલર જેવા આધુનિક ખેત ઓજારો માટે સહાય આપવામાં આવે છે. આધુનિક યંત્રોના ઉપયોગથી ખેતીના કામો સમયસર પૂર્ણ થાય છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને પાકની ગુણવત્તામાં સુધારો જોવા મળે છે.સરકારના આ પ્રોત્સાહનથી જિલ્લાના ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે અને ખેતી પદ્ધતિ વધુ ટેકનોલોજી સભર બની છે. આ યોજનાનો લાભ મેળવનાર ખોડાઆંબા ગામના ખેડૂત અર્પિત રમેશભાઈ પટેલે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેમને કમ્બાઈન હાર્વેસ્ટરની ખરીદી પર સરકાર તરફથી ₹૯.૬૦ લાખની માતબર સહાય સીધી ખાતામાં મળી છે. તેમણે આ સહાય બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, ટેકનોલોજીના ઉપયોગથી હવે ખેતી પદ્ધતિ વધુ સરળ અને નફાકારક બની રહી છે.
ખોડાઆંબાના ખેડૂત અર્પિત રમેશભાઈ પટેલે કમ્બાઈન હાર્વેસ્ટર માટે સરકાર તરફથી ૯.૬૦ લાખની સહાય મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો **** મહીસાગર જિલ્લાના ૬૮૮ ખેડૂતોને કૃષિ યાંત્રીકીકરણ યોજના હેઠળ ૭૩૩ લાખની સહાય **** આધુનિક ખેત ઓજારોની ખરીદીથી મહીસાગરમાં ખેતી બની સરળ અને નફાકારક **** ખોડાઆંબાના ખેડૂત અર્પિત રમેશભાઈ પટેલે કમ્બાઈન હાર્વેસ્ટર માટે સરકાર તરફથી ૯.૬૦ લાખની સહાય મળતા સરકારનો આભાર વ્યક્ત કર્યો **** મહીસાગર જિલ્લાના ખેડૂતો ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા ઉમદા હેતુ સાથે કૃષિ વિભાગ દ્વારા કાર્યરત 'કૃષિ યાંત્રીકીકરણ યોજના' હેઠળ જિલ્લામાં નોંધપાત્ર કામગીરી
કરવામાં આવી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ ઘટકો માટે કુલ ૬૮૮ ખેડૂતોને ₹૭૩૩ લાખ જેવી માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે, જે સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. ખેતીમાં આધુનિકતા લાવવાના પ્રયાસરૂપે ખેડૂતો દ્વારા 'આઈ ખેડૂત પોર્ટલ' પર ઓનલાઈન અરજી કરવામાં આવે છે. આ યોજના હેઠળ પાકની કાપણીની પ્રક્રિયા સરળ બનાવવા માટે કમ્બાઈન હાર્વેસ્ટર ઉપરાંત કલટીવેટર, વાવણીયા, પાવર થ્રેસર, પ્લાઉ, બેલર અને પાવર ટીલર જેવા આધુનિક ખેત ઓજારો માટે સહાય આપવામાં આવે છે. આધુનિક યંત્રોના ઉપયોગથી ખેતીના કામો સમયસર
પૂર્ણ થાય છે, જેનાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો અને પાકની ગુણવત્તામાં સુધારો જોવા મળે છે.સરકારના આ પ્રોત્સાહનથી જિલ્લાના ખેડૂતોમાં ઉત્સાહ વધ્યો છે અને ખેતી પદ્ધતિ વધુ ટેકનોલોજી સભર બની છે. આ યોજનાનો લાભ મેળવનાર ખોડાઆંબા ગામના ખેડૂત અર્પિત રમેશભાઈ પટેલે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, તેમને કમ્બાઈન હાર્વેસ્ટરની ખરીદી પર સરકાર તરફથી ₹૯.૬૦ લાખની માતબર સહાય સીધી ખાતામાં મળી છે. તેમણે આ સહાય બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, ટેકનોલોજીના ઉપયોગથી હવે ખેતી પદ્ધતિ વધુ સરળ અને નફાકારક બની રહી છે.
- Post by Salman moravala1
- DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી1
- Congress Party Dahod हर्षद भाई निनामा,अध्यक्ष,दाहोद जिला कांग्रेस समिति पिछले 22 दिनों से धरने पर1
- દાહોદ રેલવે પોલીસ દ્વારા ચોરીના મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 01/04/2026 બુધવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો આખરે ઉકેલવામાં આવ્યો છે. દાહોદ રેલવે પોલીસ (GRP) દ્વારા CEIR PORTALના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન આરોપી સોયેબ સિદ્દીક શેખ ને કબ્જે લેવામાં આવ્યો હતો. તેની પાસેથી અંદાજે રૂ. 15,000ની કિંમતનો ચોરાયેલ મોબાઇલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટેક્નિકલ આધારો અને CEIR PORTALની મદદથી ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને કારણે અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળતી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે આગળ પણ સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.1
- શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધીએમ. જી.એસ હાઇસ્કુલ અને સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જીગરભાઈ પટેલ તથા શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા . મુખ્ય મહેમાન તરીકે હાલોલ મોડેલ સ્કૂલના આચાર્ય એન કે વાઘેલા અને દુનિયાં મોડલ સ્કૂલના આચાર્ય હાર્દિકભાઈ પટેલ તેમજ વિવિધ સરકારી શાળા ના આચાર્ય હાજર રહ્યા હતા.કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે ખેડૂત ની વેદના, છાવા શંભાજી મહારાજ, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની કૃતિ લાલો ફિલ્મ આધારિત કૃતિ, ભક્ત પ્રહલાદ નરસિંહ અવતાર, લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, કૉમેડી શો, આદિવાસી નૃત્ય ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.4
- હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસતવન નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ એક મોટરસાયકલ અચાનક સ્લીપ ખાઈ જતા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ ઘોઘંબા તાલુકાના વાવ ગામના મંદિર ફળિયામાં રહેતા 45 વર્ષીય સંજયભાઈ અમરસીંગભાઈ બારીઆ તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે સંજયભાઈ બારીઆ રાત્રિના સમયે પોતાની મોટરસાયકલ લઈને નજીક આવેલી જૂની કેમેરોક કંપની તેમજ હાલની રિલાયન્સ કંપનીમાં નોકરી માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. આ બનાવ અંગે હાલોલના આરાદ રોડ ઉપર રહેતા મૃતકના પુત્ર અક્ષય બારીઆની ફરિયાદના આધારે પોલીસે બીએનએસ અને એલએમ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.1
- CRIME PATROLING NEWS1
- Post by Salman moravala1