સંતરામપુર માં આવેલી તાલુકા કન્યા શાળા સંતરામપુરમાં સ્થાપના દિન તથા સુમનબેન પટેલનો વય નિવૃતિ સમારોહ ધામધૂમથી યોજાયો.. તારીખ: 01 એપ્રિલ 2026 સંતરામપુર તાલુકાની પ્રતિષ્ઠિત તાલુકા કન્યાશાળામાં આજે શાળાનો સ્થાપના દિન તેમજ શિક્ષિકા સુમનબેન મૂળજીભાઈ પટેલના વય નિવૃતિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી તથા ધારાસભ્ય કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો, શિક્ષક મિત્રો, પરિવારજનો તેમજ વાલીઓએ ઉપસ્થિત રહી સુમનબેનને વંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના શિક્ષણક્ષેત્રે આપેલા યોગદાનની સરાહના કરવામાં આવી અને ભાવભીનાં વિદાય સંદેશો આપવામાં આવ્યા. આ સાથે શાળાએ 139 વર્ષ પૂર્ણ કરી 140માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હોવાને ઉજવણીરૂપે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. બાળકોના ઉત્સાહ અને પ્રતિભાએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. અંતે શાળા પરિવાર દ્વારા સૌ મહેમાનો અને ઉપસ્થિતજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

- Post by Salman moravala1
- DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી1
- દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હનુમાન ટેકરી સહિત અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. આ અવસરે મંદિરોને આકર્ષક રીતે સજાવવામાં આવ્યા હતા. ફૂલોના હાર, લાઈટિંગ અને વિવિધ શણગારથી મંદિરને વિશેષ રૂપ આપવામાં આવ્યું હતું, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા પૂજા-અર્ચના, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના અને ઉત્સાહ જોવા મળ્યો હતો.1
- Congress Party Dahod हर्षद भाई निनामा,अध्यक्ष,दाहोद जिला कांग्रेस समिति पिछले 22 दिनों से धरने पर1
- શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધીએમ. જી.એસ હાઇસ્કુલ અને સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જીગરભાઈ પટેલ તથા શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા . મુખ્ય મહેમાન તરીકે હાલોલ મોડેલ સ્કૂલના આચાર્ય એન કે વાઘેલા અને દુનિયાં મોડલ સ્કૂલના આચાર્ય હાર્દિકભાઈ પટેલ તેમજ વિવિધ સરકારી શાળા ના આચાર્ય હાજર રહ્યા હતા.કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે ખેડૂત ની વેદના, છાવા શંભાજી મહારાજ, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની કૃતિ લાલો ફિલ્મ આધારિત કૃતિ, ભક્ત પ્રહલાદ નરસિંહ અવતાર, લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, કૉમેડી શો, આદિવાસી નૃત્ય ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.4
- હાલોલ નગર સહિત પંથકમા આજે ગુરુવારના રોજ હનુમાન જયંતી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હનુમાન ભક્તો દ્વારા કરવામાં આવી હતી.જ્યારે હનુમાનજી ને સિંધુર, કાળા અડદ સહીત તેલ ચઢાવી અભિષેક કરી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી ના જન્મ દિવસ.આ શુભ દિને પ્રતિવર્ષે હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે.આજે હનુમાન જયંતિ પર્વ ને લઈને હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે તેંમજ બીલીયા પુરા ખાતે આવેલ બાલભોલા હનુમાનજી તેમજ પાવાગઢની તળેટીમાં આવેલ ટપલાવાવ ખાતે હનુમાનજી મંદિર સહીત તાલુકામાં આવેલા તમામ હનુમાનજીના મંદિરોમાં આજે વહેલી સવારથી હનુમાન ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી. અને જય શ્રીરામ ના ગગનભેદી નારાથી હનુમાનજી ના મંદિરો ગુંજી ઉઠ્યા હતા.નગરના કંજરી રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાન મંદિર ખાતે ગત રોજ બુધવારના રોજ સવારે 44 મોં અખંડ રામાયણ નો પાઠ આરંભ થયો હતો.જે આજે ગુરુવારે હનુમાન જયંતી ના રોજ સવારે 9 કલાકે સંપન્ન થયો હતો. ત્યારબાદ શ્રી મારૂતિ યજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થયો હતો.જે સાંજે 5 કલાકે હવનકુંડમાં શ્રીફળ હોમી આ મારુતિ યજ્ઞનું સમાપન કરવામાં આવશે અને ત્યારબાદ હનુમાનજી મંદિર ખાતે મહા આરતી કર્યા બાદ રામાયણ યુવક મંડળ હાલોલ દ્વારા મહાપ્રસાદ ભંડારો શરૂ કરવામાં આવશે.જ્યારે નગરના બીલીયાપુરા ખાતે આવેલ શ્રી બાલાભોલા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત હનુમાન જયંતી ઉજવણી પ્રસંગને અનુલક્ષી છેલ્લા 22 વર્ષ થી 11 કુંડી મારુતિ યજ્ઞ કરવામાં આવે છે જે મારુતિ યજ્ઞ નો પ્રારંભ આજે ગુરુવારે સવારે 9 કલાકે કરવામાં આવ્યો હતો.ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાંજે 5.30 કલાકે અગ્નિકુંડમાં વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમવામાં આવશે ત્યારબાદ હનુમાન ભક્તોને મહાપ્રસાદી પીરસવામાં આવશે જ્યારે હાલોલના તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલ ટપલાવાવ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે પણ આજે વહેલી સવારથી હનુમાન ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર ખાતે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તો તેનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી1
- CRIME PATROLING NEWS1
- Post by Salman moravala1