Shuru
Apke Nagar Ki App…
DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી
Yasin Bhabhor
DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી
More news from ગુજરાત and nearby areas
- DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી1
- દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરાઈ આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ જિલ્લાના લીમડી નગરમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના હનુમાન ટેકરી સહિત અનેક મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું. આ અવસરે મંદિરોને આકર્ષક રીતે સજાવવામાં આવ્યા હતા. ફૂલોના હાર, લાઈટિંગ અને વિવિધ શણગારથી મંદિરને વિશેષ રૂપ આપવામાં આવ્યું હતું, જે દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તો દ્વારા પૂજા-અર્ચના, આરતી અને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક ભાવના અને ઉત્સાહ જોવા મળ્યો હતો.1
- Congress Party Dahod हर्षद भाई निनामा,अध्यक्ष,दाहोद जिला कांग्रेस समिति पिछले 22 दिनों से धरने पर1
- Post by Salman moravala1
- શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધીએમ. જી.એસ હાઇસ્કુલ અને સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જીગરભાઈ પટેલ તથા શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા . મુખ્ય મહેમાન તરીકે હાલોલ મોડેલ સ્કૂલના આચાર્ય એન કે વાઘેલા અને દુનિયાં મોડલ સ્કૂલના આચાર્ય હાર્દિકભાઈ પટેલ તેમજ વિવિધ સરકારી શાળા ના આચાર્ય હાજર રહ્યા હતા.કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે ખેડૂત ની વેદના, છાવા શંભાજી મહારાજ, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની કૃતિ લાલો ફિલ્મ આધારિત કૃતિ, ભક્ત પ્રહલાદ નરસિંહ અવતાર, લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, કૉમેડી શો, આદિવાસી નૃત્ય ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.4
- ભાજપ સેન્સ પ્રક્રિયા – ઉમેદવારોનો રાફડો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા બોડેલી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા જિલ્લા, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો. ટૂંક સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારથી જ બોડેલી, નસવાડી અને સંખેડા વિસ્તારોના મોટી સંખ્યામાં સંભવિત ઉમેદવારો ઉપસ્થિત રહી પોતાની દાવેદારી નોંધાવી હતી. પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા સંખેડા, ત્યારબાદ નસવાડી અને અંતે બોડેલી ગ્રામ્ય તથા નગરપાલિકાના કાર્યકરોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. પક્ષ દ્વારા કાર્યકરોના સૂચનો અને પ્રતિસાદના આધારે આવનારા સમયમાં સક્ષમ ઉમેદવારોને ચૂંટણી માટે મેન્ડેટ આપવામાં આવશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવતા ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર પ્રક્રિયા ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી. આ પ્રસંગે ભાટપુર ગામના સરપંચ પ્રમોદભાઈ તડવી ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. તેઓ વિકલાંગ હોવા છતાં છેલ્લા બે ટર્મથી સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે અને હાલ પરવેટા જિલ્લા પંચાયત બેઠક માટે મજબૂત દાવેદારી નોંધાવી છે. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, ધારાસભ્ય અભેસિંહભાઈ, પુષ્કરભાઈ સહિત જિલ્લાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ સાથે જ આવતીકાલે પાવીજેતપુર, છોટાઉદેપુર, કદવાલ અને કવાંટ વિસ્તારોમાં પણ સેન્સ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવશે. “પાર્ટી દ્વારા દરેક કાર્યકરોનો અભિપ્રાય લઈને યોગ્ય ઉમેદવારોને તક આપવામાં આવશે એમ જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેસભાઈ રાઠવાએ જણાવ્યું હતું1
- હાલોલ નગર સહિત પંથકમા આજે ગુરુવારના રોજ હનુમાન જયંતી પર્વની ઉજવણી ભક્તિસભર વાતાવરણમાં હનુમાન ભક્તો દ્વારા કરવામાં આવી હતી.જ્યારે હનુમાનજી ને સિંધુર, કાળા અડદ સહીત તેલ ચઢાવી અભિષેક કરી પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્ય બન્યા હતા.ચૈત્ર સુદ પૂનમ એટલે ભગવાન શ્રીરામના પરમ ભક્ત એવા હનુમાનજી ના જન્મ દિવસ.આ શુભ દિને પ્રતિવર્ષે હનુમાન જયંતિ પર્વ ની ઉજવણી સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે.આજે હનુમાન જયંતિ પર્વ ને લઈને હાલોલ નગરના કંજરી રોડ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી મંદિરે તેંમજ બીલીયા પુરા ખાતે આવેલ બાલભોલા હનુમાનજી તેમજ પાવાગઢની તળેટીમાં આવેલ ટપલાવાવ ખાતે હનુમાનજી મંદિર સહીત તાલુકામાં આવેલા તમામ હનુમાનજીના મંદિરોમાં આજે વહેલી સવારથી હનુમાન ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી. અને જય શ્રીરામ ના ગગનભેદી નારાથી હનુમાનજી ના મંદિરો ગુંજી ઉઠ્યા હતા.નગરના કંજરી રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાન મંદિર ખાતે ગત રોજ બુધવારના રોજ સવારે 44 મોં અખંડ રામાયણ નો પાઠ આરંભ થયો હતો.જે આજે ગુરુવારે હનુમાન જયંતી ના રોજ સવારે 9 કલાકે સંપન્ન થયો હતો. ત્યારબાદ શ્રી મારૂતિ યજ્ઞનો વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિવત મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો આરંભ થયો હતો.જે સાંજે 5 કલાકે હવનકુંડમાં શ્રીફળ હોમી આ મારુતિ યજ્ઞનું સમાપન કરવામાં આવશે અને ત્યારબાદ હનુમાનજી મંદિર ખાતે મહા આરતી કર્યા બાદ રામાયણ યુવક મંડળ હાલોલ દ્વારા મહાપ્રસાદ ભંડારો શરૂ કરવામાં આવશે.જ્યારે નગરના બીલીયાપુરા ખાતે આવેલ શ્રી બાલાભોલા હનુમાનજી મંદિર દ્વારા આયોજિત હનુમાન જયંતી ઉજવણી પ્રસંગને અનુલક્ષી છેલ્લા 22 વર્ષ થી 11 કુંડી મારુતિ યજ્ઞ કરવામાં આવે છે જે મારુતિ યજ્ઞ નો પ્રારંભ આજે ગુરુવારે સવારે 9 કલાકે કરવામાં આવ્યો હતો.ત્યારબાદ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સાંજે 5.30 કલાકે અગ્નિકુંડમાં વૈદિક મંત્રોચાર સાથે શ્રીફળ હોમવામાં આવશે ત્યારબાદ હનુમાન ભક્તોને મહાપ્રસાદી પીરસવામાં આવશે જ્યારે હાલોલના તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલ ટપલાવાવ ખાતે આવેલ હનુમાનજી મંદિર ખાતે પણ આજે વહેલી સવારથી હનુમાન ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિર ખાતે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તો તેનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી1
- ફતેપુરામાં આઈસર ટેમ્પો પલટી જતાં ૧૫ વર્ષીય કિશોરીનું કરુણ મોત નીપજ્યું આજે તારીખ 02/04/2026 ગુરુવારના રોજ બપોરે 2.30 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં ૧૫ વર્ષીય કિશોરીનું કરુણ મોત નિપજ્યું છે. મજૂરી કામ કરી પરત ફરી રહેલા શ્રમિકોથી ભરેલો એક આઈસર ટેમ્પો પલટી જતાં આ દુર્ઘટના બની હતી, જેને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ, મોટીરેલ ગામના રહેવાસી બાબુભાઈ ગલાભાઈ કટારા અને તેમનો પરિવાર મજૂરી કામ માટે ગયા હતા. કામ પૂર્ણ કર્યા બાદ તેઓ અન્ય શ્રમિકો સાથે આઈસર ટેમ્પોમાં પરત ફરી રહ્યા હતા. ટેમ્પો ફતેપુરા પંથકના માધવા ગામ પાસે ઢાળ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાલક રાજુભાઈ ચાઉલભાઈ ચારેલે વાહન પરથી કાબૂ ગુમાવ્યો હતો. ટેમ્પો ગફલતભરી રીતે હંકારી ઢાળ ચડાવતી વખતે અચાનક પાછળની તરફ પલટી ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પાના પાછળના ભાગે બેઠેલી બાબુભાઈની ૧૫ વર્ષીય પુત્રી કોમલબેન બાબુભાઈ કટારા ગાડી નીચે દબાઈ ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. ઘાયલ કિશોરીને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ફતેપુરા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ અકસ્માતમાં અન્ય શ્રમિકોને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મૃતકના પિતાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.1