ભરૂચમાં એલ.સી.બી.ની મોટી કાર્યવાહી – બે કુખ્યાત બુટલેગર ભાઈઓ પિસ્તોલ, કાર્ટીઝ અને વિદેશી દારૂ સાથે ઝડપી ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સંગઠિત ગુનાહીત પ્રવૃત્તિમાં સંકળાયેલા બે કુખ્યાત પ્રોહી બુટલેગર ભાઈઓને લોડેડ પિસ્તોલ, જીવતા બે કાર્ટીઝ તથા પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી પાડતા ખળભળાટ મચ્યો છે. ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણા ના માર્ગદર્શન હેઠળ, ગેરકાયદેસર હથિયારો અને અસામાજિક પ્રવૃત્તિઓ પર વોચ રાખવા માટે એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાએ ખાસ ટીમો રચી હતી. આ અભિયાન દરમિયાન પો.સ.ઇ. ડી.એ. તુવર અને તેમની ટીમને બાતમી આધારે મારવાડી ટેકરા વિસ્તારમાંથી થાર કાર (GJ 16 DC 6037) સાથે હનીફ ઉર્ફે હન્નુ ઇમરાનશા કરીમશા દિવાનને નશાની હાલતમાં ઝડપી પાડ્યો. તેની કારના ડ્રોવરમાંથી હાથ બનાવટની મેગઝીન લગાવેલી પિસ્તોલ લોડેડ હાલતમાં તથા જીવતા બે કાર્ટીઝ મળી આવ્યા. આગળની તપાસમાં, તેના ભાઈ નવાબ ઉર્ફે નબ્બુના ઘરે દરોડો પાડી નાની-મોટી સીલબંધ વિદેશી દારૂની બોટલો, ચાર મોપેડ અને થાર કાર મળી કુલ ₹13,72,000નો મુદ્દામાલ કબજે કરાયો. આરોપીઓ વિદેશી દારૂની હેરાફેરીમાં આદી હોવા ઉપરાંત અગાઉ કોર્ટમાંથી શરતી જામીન પર છૂટેલા હોવા છતાં ફરી સંગઠિત ગુનાહીત પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં આદિત્ય મહેન્દ્ર વસાવાની પણ ધરપકડ કરી છે, જ્યારે **રાધે, રાહુલ, અનીલ ગામીત (રહે. સુરત)**ને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા, આર્મ્સ એક્ટ, જી.પી.એક્ટ તથા પ્રોહી એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યુદ્ધના ધોરણે પેવર બ્લોક રોડની કામગીરી શરૂ1
- Post by RK News1
- Post by GUJARAT MANTRA NEWS1
- સુરતના અડાજણ વિસ્તારની ઘટના... https://www.instagram.com/patrakaarimran1
- https://www.instagram.com/reel/DSRbmdgjGb7/?igsh=cG03c3dtdXplNjF11
- प्लास्टिक स्क्रैप गोदाम में भयानक अग्निकांड, आग की तीव्रता से पिघले लोहे के एंगल; करोड़ों के नुकसान की आशंका। #viralrbharatexpressnews1
- તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય સબ સેન્ટરનું ખાતમુહૂર્ત #khergamnews #sbkhergam ખેરગામ તાલુકાના તોરણવેરા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સબ સેન્ટર) નું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ શુભ પ્રસંગે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી સુમિત્રાબેન ગરાસિયા, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, શ્રી લિતેશભાઈ ગાંવિત, ગામના સરપંચ શ્રી સુનિલભાઈ દભાડીયા, શ્રી ચેતનભાઈ પટેલ, શ્રી સુનિલભાઈ વાઢુ, મહિલા મોર્ચાના પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન પટેલ સહિત ગામના આગેવાનો અને આરોગ્ય વિભાગના અધિકારી શ્રી પ્રજ્ઞેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. નવા સબ સેન્ટરથી ગ્રામ્ય વિસ્તારના લોકોને સરળ, સુલભ અને સમયસર પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે, જેના કારણે ગ્રામિણ આરોગ્ય વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. આ મહત્વપૂર્ણ સુવિધાની શરૂઆતથી ગામ લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.1
- પાંચ મોપેડમાંથી વિદેશી દારૂનો 3.04 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો1