Shuru
Apke Nagar Ki App…
ગોધર તાલુકાની ધામોતના મોહિલા તાલુકા પંચાયત સીટની કણબીના મોહિલા (પટેલ ફળિયા) ખાતે બેઠક યોજાઈ. આજરોજ મારા મત વિસ્તારના ગોધર તાલુકાની ધામોતના મોહિલા તાલુકા પંચાયત સીટની કણબીના મોહિલા (પટેલ ફળિયા) ખાતે બેઠક યોજાઈ. આ પ્રસંગે મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ઉમેદવારો, કાર્યકર્તાઓ તેમજ ગામના વડીલો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં. સભામાં વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી અને આવનારી ચૂંટણીને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું.
DILIPBHAI BARIA
ગોધર તાલુકાની ધામોતના મોહિલા તાલુકા પંચાયત સીટની કણબીના મોહિલા (પટેલ ફળિયા) ખાતે બેઠક યોજાઈ. આજરોજ મારા મત વિસ્તારના ગોધર તાલુકાની ધામોતના મોહિલા તાલુકા પંચાયત સીટની કણબીના મોહિલા (પટેલ ફળિયા) ખાતે બેઠક યોજાઈ. આ પ્રસંગે મંડળ પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ, ઉમેદવારો, કાર્યકર્તાઓ તેમજ ગામના વડીલો, યુવાનો અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં. સભામાં વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરી અને આવનારી ચૂંટણીને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું.
More news from ગુજરાત and nearby areas
- કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે. ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.3
- હાલોલ ટાઉન પોલીસે ખાનગી ટ્રાવેલ્સ કંપનીની સ્લીપર બસમાંથી ₹. 2 લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવરને ઝડપી પાડ્યો.. મિત્રો આવી તમામ પ્રકારની નાની મોટી અપડેટ માટે હમણાં જ અપના બજાર હાલોલ ના પેજ ને ફોલો કરી લો અને તમારા મિત્રોને પણ ફોલો કરાવો અને આ વિડીયો અને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..1
- બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.1
- ખેડા: કઠલાલ તાલુકાના કઠાણા તાબે ક્લોલી ના મુવાડા ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો. ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના કઠાણા ગામે ખોડિયાર માતાજી ના મંદિરે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોશવ ઉજવાયો જેમાં ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર, જીવરાજ ઠાકોર, શિલ્પા ઠાકોર, બાદશા પટેલ લોક ડાયરા ના બેતાજ બાદશાહ વિક્રમજી ઠાકોર સહિત ના નામી અનામી કલાકારો એ હાજરી આપી હતી અને સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ને નિહાળવા માટે લાખો ની સંખ્યા માં તેમના ચાહકો ઊમટી પડ્યા હતા અને રાસ ગરબા ની રમઝટ બોલાવી હતી. ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ વિજયસિંહ સોઢાપરમાર. ખેડા: કઠલાલ.3
- *બોડેલીમાં મતદાર જાગૃતિ માટે સાયકલ રેલી*1
- ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ 17 એપ્રિલે તેમના નિધન બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 23 મુજબ વિજયનગરના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ આ બેઠક માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે.1
- લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા મુનાવાણી ગામે જંગી સભાનું આયોજન કરાયું આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં લીમખેડા ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા સિંગવડ તાલુકાની સુડિયા જિલ્લા પંચાયત સીટ તથા સિંગાપુર તાલુકા પંચાયત સીટ અંતર્ગત મુનાવાણી ગામે જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ભાજપાના જિલ્લા પંચાયત ઉમેદવાર ભુરીબેન રાજસિંહ બારીઆ તેમજ સિંગાપુર તાલુકા પંચાયતના ઉમેદવાર કિંજલબેન અજિતભાઈ ડામોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે ગ્રામજનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઈ. કાર્યક્રમ દરમિયાન વિકાસના મુદ્દાઓ, સરકારની યોજનાઓ અને પાર્ટીના વિઝન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સભામાં હાજર ગ્રામજનોએ પણ ઉમેદવારોને સમર્થન આપવાની ખાતરી વ્યક્ત કરી હતી, અને આવનારી ચૂંટણીમાં ભાજપાને વિજયી બનાવવા માટે એકજૂટ થવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.1
- છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી-2026 પહેલા 100% મતદાન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય હ્યુમન ચેઈન યોજાઈ. જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કાર્યક્રમને લીલી ઝંડી આપી.1
- પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.1