Shuru
Apke Nagar Ki App…
દાહોદ શહેરના રસ્તાઓ રખડતા પશુઓથી મુક્ત કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પાલિકા ચોક ખાતે ધરના ઉપર બેઠા છે દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે પાલિકા ચોક ખાતે ધરના યોજી અને નગરપાલિકા સામે માંગ કરી છે તે રખડતા પશુઓને પાંજરે પૂરી અને દાહોદ શહેરના લોકોને રખડતા પશુઓના ત્રાસથી બચાવો
DNA News
દાહોદ શહેરના રસ્તાઓ રખડતા પશુઓથી મુક્ત કરવા માટે દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ પાલિકા ચોક ખાતે ધરના ઉપર બેઠા છે દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે પાલિકા ચોક ખાતે ધરના યોજી અને નગરપાલિકા સામે માંગ કરી છે તે રખડતા પશુઓને પાંજરે પૂરી અને દાહોદ શહેરના લોકોને રખડતા પશુઓના ત્રાસથી બચાવો
More news from ગુજરાત and nearby areas
- દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા દાહોદની નગરપાલિકા ચોક ખાતે રખડતા પશુઓને પાંજરે પુરવા માટે અચોક્કસ મુદતના ધરના યોજવામાં આવી રહ્યા છે આજે કોંગ્રેસના ધરના નો આઠમો દિવસ છે અને કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી રખડતા પશુઓને પાંજરે પુરવામાં નહીં આવે ત્યાં સુધી કોંગ્રેસના ધરણા પ્રદર્શન ચાલુ રહેશે1
- છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડિયા ગામે ઓરસંગ નદીમાં થતા રેત ખનન સામે ગામલોકો આક્રોશિત બન્યા. બોર અને કૂવામાં પાણીનું સ્તર ઘટતા ગ્રામજનોએ જનતા રેડ કરી અને લીઝની હદ બહાર ખનન થવાના ગંભીર આક્ષેપો કર્યા. સમગ્ર ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. YouTube Link in comment box1
- બોડેલીમાં મકાઈ ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર1
- *ટ્રાફિક હટાવવા ગયેલ ટીઆરબી જવાનનુ પણ અકસ્માતમાં મોત* કાલોલ તાલુકા વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી ઉપર ગમખ્વાર અકસ્માત ૨ નાં મોત, ૮ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ લુણાવાડા નો એક પરિવાર રમઝાન ઈદ આવતી હોવાથી બાળકો ને ગોધરા માંથી ઈદ ના કપડાંની ખરીદી કરવાની હોવાથી લુણાવાડા થી મારૂતિ વાન લઈને વેજલપુર ખાતે તેઓના બહેન ના ઘરે આવ્યા હતા અને ત્યાં જમણવાર પતાવી રાત્રે ૧૦ વાગ્યાના અરસામાં વેજલપુર થી ગોધરા ઈદ ના કપડાંની ખરીદી કરવા જતાં હતા તે વખતે એક સાથે ચાર ગાડી ઓનો વેજલપુર ગામે આવેલ ખરસલીયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલપુરના મફતભાઈ જયંતીભાઈ બારીયા એ નોંધાવેલ ફરીયાદની વિગત જોતા સોમવારે રાત્રે સાડા દસ વાગ્યે ખરસાલીયા ચોકડી પાસે એક ડમ્પર રોડ ક્રોસ કરતું હતું ત્યારે એક બાઇક ઊભી હોય ટ્રાફિક જામ થયો હોય ટીઅરબી જવાન જગદીશભાઈ બારીયા ટ્રાફિક ક્લિયર કરાવવા ગયેલ તે સમયે ગોધરા તરફથી એક લાંબુ ટ્રેલર પૂર ઝડપે આવી ડમ્પર અને આઇસર તેમજ મારૂતિવાન ને તેમજ ટીઆરબી જવાન જગદીશભાઈ બારીયા ને અડફેટે લઈ રોડ બાજુની દુકાને અથડાયું હતુ મારુતિ વાનને બન્ને બાજુથી નુકશાન કરેલ જેથી ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તો ને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કન્ટેનર, આઇસર,ટ્રેલર,વાન સહિત ચાર વાહનો વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બે લોકોના ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા છે, જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.આ અકસ્માતમાં વેજલપુર ગામના TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને લુણાવાડા નો વાન ચાલક અશરફ રશીદ પઠાણ નું મોત થયું હતું અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં બે યુવાન વ્યક્તિઓએ પ્રાણ ગુમાવ્યા છે અકસ્માત માં ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખાનગી વાહનો અને 108 એમ્બ્યુલન્સમાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અકસ્માત માં એક ને બંને પગના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને વેજલપુર પોલીસ નો કાફલો ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા ગંભીર અકસ્માતને લઈને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે આ અકસ્માત માં બાળકો સહિત ૯ સભ્યો ઇજાગ્રસ્ત થયા છે જેમાં ૧ પુરૂષ ૪ મહિલા ૪ બાળકો નો ઇજાઓ થઈ હતી જેમાંથી એક પુરૂષ ની હાલત ગંભીર હોવાથી વડોદરા રિફર કરવામાં આવ્યો હતો અને અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાન જગદીશ મફતભાઈ બારિયા અને વાન ચાલક અશરફ રશીદ પઠાણની લાશ પીએમ અર્થે ખસેડવામાં આવી વેજલપુર પોલીસ બેડા માં અને ટીઆરબી જવાનના પરિવાર સહિત ઈદની ખરીદી માટે મારુતિ વાન માં નીકળેલ વાન ચાલક ના પરિવારજનોમાં માતમ છવાયો હતો અને વેજલપુર પોલીસે ટ્રેલર ચાલક સામે અકસ્માત નો ગુનો નોંધી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે4
- Post by Jasmin B Shah1
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. શહેરમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો અને નાગરિકો સાથે મુલાકાત કરી પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજ આપવામાં આવી. પર્યાવરણને બચાવવા અને સ્વચ્છતા જાળવવા માટે કપડાના થેલાં અને વિકલ્પિક સામગ્રીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો. સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે પર્યાવરણ પર ખરાબ અસર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોનો સહકાર જરૂરી હોવાનું જણાવાયું છે અને “સ્વચ્છ દાહોદ, સુંદર દાહોદ”ના સંદેશ સાથે સૌને જોડાવા અપીલ કરવામાં આવી છે.1
- દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને રખડતા પશુઓને પાંજરે પુરવા માટે કોંગ્રેસ ધરના ઉપર બેઠું છે કોંગ્રેસનો આજે ધરણાનો આઠમો દિવસ છે પાલિકા દ્વારા રખડતા પશુઓને પાંજરે પુરવા કોંગ્રેસની માંગ1
- Post by Mr BHIl Vishnubhai kalidash1