Shuru
Apke Nagar Ki App…
Mr BHIl Vishnubhai kalidash
More news from ગુજરાત and nearby areas
- Post by Mr BHIl Vishnubhai kalidash3
- બોડેલીમાં મકાઈ ખરીદી કેન્દ્રો શરૂ ન થતા ખેડૂતોમાં રોષ, ખેડૂતોએ આપ્યું આવેદન પત્ર1
- હાલોલમાં આગામી રમઝાન ઇદ,રામનવમી અને ચેટીચાંદ તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી મુસ્લિમ બિરાદારોના પવિત્ર તહેવાર એવા રમઝાન ઇદ,હિન્દુ સમુદાયનો રામનવમી તેમજ સિંધી સમાજનો ચેટીચાંદ પર્વ તહેવાર ની ઉજવણી થનાર છે.તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે સેકન્ડ પીઆઇ એ બી.ગામીત અને પીએસઆઇ જે.બી.ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી તમામ સમાજના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા સેકન્ડ પીઆઇ એ.બી. ગામીત એ જણાવ્યું હતું કે આગામી સમયમાં રમઝાન ઈદ,રામનવમી અને ચેટી ચાંદનો તહેવાર આવી રહ્યો છે અને તમામ લોકો તમામ તેહવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તેવી અપીલ કરાઇ હતી.બેઠકમાં હાલોલ નગરના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા1
- બોડેલી APMC ખાતે ખેડૂતોનો અવાજ: મકાઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મકાઈની ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં તેમજ બોડેલી તાલુકામાં મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થાય છે, પરંતુ હાલમાં બજારમાં મકાઈના ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં બોડેલી APMC ખાતે હજુ સુધી મકાઈની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આ પરિસ્થિતિનો લાભ લઈને વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછી કિંમતે મકાઈ ખરીદી રહ્યા છે, જે ખેડૂતો માટે અન્યાય અને શોષણ સમાન છે. ખેડૂતોની મહેનતને યોગ્ય કિંમત ન મળવી અત્યંત ચિંતાજનક બાબત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો ખેડૂતોને વધુ નુકસાન સહન કરવું પડશે અને ખેતી પ્રત્યે નિરાશા ફેલાશે. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ આ મુજબ છે: બોડેલી APMC ખાતે તાત્કાલિક મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ ટેકાના ભાવનો લાભ મળે તેની ખાતરી કરવામાં આવે વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.2
- Post by THE BEALERT NEWS1
- બોડેલી વિસ્તારમાં મકાઈનું ભરપૂર ઉત્પાદન છતાં APMCમાં સરકારી ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે વેચાણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. YouTube Link in comment box1
- Post by Shabbir n shaikh1
- Post by Mr BHIl Vishnubhai kalidash1