logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. શહેરમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો અને નાગરિકો સાથે મુલાકાત કરી પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજ આપવામાં આવી. પર્યાવરણને બચાવવા અને સ્વચ્છતા જાળવવા માટે કપડાના થેલાં અને વિકલ્પિક સામગ્રીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો. સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે પર્યાવરણ પર ખરાબ અસર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોનો સહકાર જરૂરી હોવાનું જણાવાયું છે અને “સ્વચ્છ દાહોદ, સુંદર દાહોદ”ના સંદેશ સાથે સૌને જોડાવા અપીલ કરવામાં આવી છે.

5 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
5 hrs ago

દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં દાહોદ શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. શહેરમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દુકાનદારો અને નાગરિકો સાથે મુલાકાત કરી પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજ આપવામાં આવી. પર્યાવરણને બચાવવા અને સ્વચ્છતા જાળવવા માટે કપડાના થેલાં અને વિકલ્પિક સામગ્રીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો. સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે પર્યાવરણ પર ખરાબ અસર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરને સ્વચ્છ રાખવા માટે નાગરિકોનો સહકાર જરૂરી હોવાનું જણાવાયું છે અને “સ્વચ્છ દાહોદ, સુંદર દાહોદ”ના સંદેશ સાથે સૌને જોડાવા અપીલ કરવામાં આવી છે.

More news from Gujarat and nearby areas
  • ગરબાડા તાલુકાના માધ્યમિક શાળા જાંબુવામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં જાંબુવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો. ગરબાડા તાલુકાના જાંબુવા ગામની માધ્યમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોને સ્થળ પર જ સેવાઓ પૂરી પાડવામાં આવી. ગ્રામજનોને આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આધાર સુધારા, પેન્શન યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવ્યા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી અને સરકારની યોજનાઓનો લાભ લીધો. આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.
    1
    ગરબાડા તાલુકાના માધ્યમિક શાળા જાંબુવામાં સેવા સેતુ  કાર્યક્રમ યોજાયો 
આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં જાંબુવા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. 
જેમાં ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો.
ગરબાડા તાલુકાના જાંબુવા ગામની માધ્યમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરી લોકોને સ્થળ પર જ સેવાઓ પૂરી પાડવામાં આવી.
ગ્રામજનોને આવક પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર, આધાર સુધારા, પેન્શન યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને લાભ આપવામાં આવ્યા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામલોકોએ હાજરી આપી અને સરકારની યોજનાઓનો લાભ લીધો.
આ સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી સેવાઓ સરળતાથી અને નજીકમાં ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે પાલિકા ચોક ખાતે ધરના યોજી અને નગરપાલિકા સામે માંગ કરી છે તે રખડતા પશુઓને પાંજરે પૂરી અને દાહોદ શહેરના લોકોને રખડતા પશુઓના ત્રાસથી બચાવો
    1
    દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસને લઈને દાહોદ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસે પાલિકા ચોક ખાતે ધરના યોજી અને નગરપાલિકા સામે માંગ કરી છે તે રખડતા પશુઓને પાંજરે પૂરી અને દાહોદ શહેરના લોકોને રખડતા પશુઓના ત્રાસથી બચાવો
    user_DNA News
    DNA News
    Media house દાહોદ, દાહોદ, ગુજરાત•
    6 hrs ago
  • ફતેપુરા: અગામી તહેવારોને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે P.I. ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં P.I. સિવિલ ટેસ્ટમાં જોવા મળ્યા
    1
    ફતેપુરા: અગામી તહેવારોને અનુલક્ષીને ફતેપુરા પોલીસ મથકે P.I. ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ બેઠકમાં P.I. સિવિલ ટેસ્ટમાં જોવા મળ્યા
    user_Yasin Bhabhor
    Yasin Bhabhor
    Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
    4 hrs ago
  • બોડેલી APMC ખાતે ખેડૂતોનો અવાજ: મકાઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મકાઈની ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા. ખેડૂતોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં તેમજ બોડેલી તાલુકામાં મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થાય છે, પરંતુ હાલમાં બજારમાં મકાઈના ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં બોડેલી APMC ખાતે હજુ સુધી મકાઈની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આ પરિસ્થિતિનો લાભ લઈને વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછી કિંમતે મકાઈ ખરીદી રહ્યા છે, જે ખેડૂતો માટે અન્યાય અને શોષણ સમાન છે. ખેડૂતોની મહેનતને યોગ્ય કિંમત ન મળવી અત્યંત ચિંતાજનક બાબત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો ખેડૂતોને વધુ નુકસાન સહન કરવું પડશે અને ખેતી પ્રત્યે નિરાશા ફેલાશે. ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ આ મુજબ છે: બોડેલી APMC ખાતે તાત્કાલિક મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ ટેકાના ભાવનો લાભ મળે તેની ખાતરી કરવામાં આવે વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે ખેડૂતોે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
    2
    બોડેલી APMC ખાતે ખેડૂતોનો અવાજ: મકાઈ ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની માંગ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી APMC ખાતે આજે ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મકાઈની ટેકાના ભાવે તાત્કાલિક ખરીદી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતો એકત્રિત થયા હતા.
ખેડૂતોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર જિલ્લામાં તેમજ બોડેલી તાલુકામાં મોટા પ્રમાણમાં મકાઈનું ઉત્પાદન થાય છે, પરંતુ હાલમાં બજારમાં મકાઈના ભાવ સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ કરતાં ઘણો ઓછો મળતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.
ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો હોવા છતાં બોડેલી APMC ખાતે હજુ સુધી મકાઈની ખરીદી શરૂ કરવામાં આવી નથી. આ પરિસ્થિતિનો લાભ લઈને વેપારીઓ ખેડૂતો પાસેથી ઓછી કિંમતે મકાઈ ખરીદી રહ્યા છે, જે ખેડૂતો માટે અન્યાય અને શોષણ સમાન છે.
ખેડૂતોની મહેનતને યોગ્ય કિંમત ન મળવી અત્યંત ચિંતાજનક બાબત હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. તેઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ નહીં કરવામાં આવે તો ખેડૂતોને વધુ નુકસાન સહન કરવું પડશે અને ખેતી પ્રત્યે નિરાશા ફેલાશે.
ખેડૂતો દ્વારા રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ આ મુજબ છે:
બોડેલી APMC ખાતે તાત્કાલિક મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવે
ખેડૂતોને સરકાર દ્વારા જાહેર કરાયેલા સંપૂર્ણ ટેકાના ભાવનો લાભ મળે તેની ખાતરી કરવામાં આવે
વેપારીઓ દ્વારા થતું શોષણ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે
ખેડૂતોે સ્પષ્ટ જણાવ્યું છે કે જો સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    2 hrs ago
  • બોડેલી વિસ્તારમાં મકાઈનું ભરપૂર ઉત્પાદન છતાં APMCમાં સરકારી ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે વેચાણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. YouTube Link in comment box
    1
    બોડેલી વિસ્તારમાં મકાઈનું ભરપૂર ઉત્પાદન છતાં APMCમાં સરકારી ખરીદી શરૂ ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ટેકાના ભાવ કરતા ઓછા ભાવે વેચાણથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર રજૂઆત સાથે આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.
YouTube Link in comment box
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    7 hrs ago
  • હજુ ઉનાળો ચાલુ થયા ના દિવસો થયા નથી પરતું લુણાવાડા અને અનેક વિસ્તાર ના લોકો ગરમી ના ભોગ બન્યાં છે લોકો ની ચિંતા છે શરૂઆત દોર માં આવી ગરમી તો જૂન જુલાઈ માં કેવી ગરમી હશે ગરમી કારણે લોકોએ બજાર અને અનેક કામો ટાળે છે
    1
    હજુ ઉનાળો ચાલુ થયા ના દિવસો થયા નથી પરતું લુણાવાડા અને અનેક વિસ્તાર ના લોકો ગરમી ના ભોગ બન્યાં છે લોકો ની ચિંતા છે શરૂઆત દોર માં આવી ગરમી તો જૂન જુલાઈ માં કેવી ગરમી હશે ગરમી કારણે લોકોએ બજાર અને અનેક કામો ટાળે છે
    user_Prakash Pagi
    Prakash Pagi
    લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    10 hrs ago
  • હાલોલમાં આગામી રમઝાન ઇદ,રામનવમી અને ચેટીચાંદ તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી મુસ્લિમ બિરાદારોના પવિત્ર તહેવાર એવા રમઝાન ઇદ,હિન્દુ સમુદાયનો રામનવમી તેમજ સિંધી સમાજનો ચેટીચાંદ પર્વ તહેવાર ની ઉજવણી થનાર છે.તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે સેકન્ડ પીઆઇ એ બી.ગામીત અને પીએસઆઇ જે.બી.ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી તમામ સમાજના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા સેકન્ડ પીઆઇ એ.બી. ગામીત એ જણાવ્યું હતું કે આગામી સમયમાં રમઝાન ઈદ,રામનવમી અને ચેટી ચાંદનો તહેવાર આવી રહ્યો છે અને તમામ લોકો તમામ તેહવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તેવી અપીલ કરાઇ હતી.બેઠકમાં હાલોલ નગરના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
    1
    હાલોલમાં આગામી રમઝાન ઇદ,રામનવમી અને ચેટીચાંદ તહેવારને અનુલક્ષીને ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
આગામી મુસ્લિમ બિરાદારોના પવિત્ર તહેવાર એવા રમઝાન ઇદ,હિન્દુ સમુદાયનો રામનવમી તેમજ સિંધી સમાજનો ચેટીચાંદ પર્વ તહેવાર ની ઉજવણી થનાર છે.તે અંતર્ગત હાલોલ ટાઉન પોલીસ મથકે સેકન્ડ પીઆઇ એ
બી.ગામીત અને પીએસઆઇ જે.બી.ઝાલાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં હાલોલ નગરના વિસ્તારોમાં શાંતિ અને સલામતી સુરક્ષા જળવાઈ રહે અને આગામી તમામ સમાજના તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને દરેક વિસ્તારમાં શાંતિ સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશ સાથે સમિતિની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે સીધો સંવાદ કરતા સેકન્ડ પીઆઇ એ.બી. ગામીત એ જણાવ્યું હતું કે આગામી સમયમાં રમઝાન ઈદ,રામનવમી અને ચેટી ચાંદનો તહેવાર આવી રહ્યો છે અને તમામ લોકો તમામ તેહવારની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં ઉજવે તેવી અપીલ કરાઇ હતી.બેઠકમાં હાલોલ નગરના મુસ્લિમ તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    4 hrs ago
  • દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક,કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલરનું મોત થતા મામલો વધુ ગંભીર બન્યો છે. ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સીકલીગરનું દુખદ મોત થયું હતું. આ બનાવને લઈને શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે. કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે દાહોદ "સ્માર્ટ સિટી" હોવા છતાં અહીંની સ્થિતિ "ફોરેસ્ટ સિટી" જેવી બની ગઈ છે. શહેરમાં રખડતા ઢોર અને કુતરાઓના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચી ધરણા પર બેઠા અને નગરપાલિકા તંત્ર પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપો લગાવ્યા. કોંગ્રેસે મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કેમ મૌન છે? તેમણે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર નહીં કરવામાં આવે તો આગળ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    1
    દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓનો આતંક,કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું 
આજે તારીખ 17/03/2026 મંગળવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદમાં રખડતા પશુઓનો આતંક જોવા મળ્યો  
દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલરનું મોત થતા મામલો વધુ ગંભીર બન્યો છે.
ગધેડાની અડફેટે પૂર્વ કાઉન્સિલર દિનેશ સીકલીગરનું દુખદ મોત થયું હતું. આ બનાવને લઈને શહેરમાં રોષની લાગણી ફેલાઈ છે.
કોંગ્રેસના કાર્યકરોએ આરોપ લગાવ્યો કે દાહોદ "સ્માર્ટ સિટી" હોવા છતાં અહીંની સ્થિતિ "ફોરેસ્ટ સિટી" જેવી બની ગઈ છે. શહેરમાં રખડતા ઢોર અને કુતરાઓના કારણે લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.
આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચી ધરણા પર બેઠા અને નગરપાલિકા તંત્ર પર ભ્રષ્ટાચાર અને બેદરકારીના આરોપો લગાવ્યા.
કોંગ્રેસે મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સાથે જ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો કે વારંવાર રજૂઆત છતાં તંત્ર કેમ મૌન છે?
તેમણે ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર નહીં કરવામાં આવે તો આગળ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.