Shuru
Apke Nagar Ki App…
ગેસના બાટલાના બુકિંગ નિયમોમાં ફેરફાર, બીજો સિલિન્ડર 25 દિવસ બાદ બુક કરી શકાશે, યુદ્ધને કારણે સરકારનો નિર્ણય
UNITED TIMES
ગેસના બાટલાના બુકિંગ નિયમોમાં ફેરફાર, બીજો સિલિન્ડર 25 દિવસ બાદ બુક કરી શકાશે, યુદ્ધને કારણે સરકારનો નિર્ણય
More news from ગુજરાત and nearby areas
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- ઇડરના ચિત્રોડા અને ચોરીવાડ ગામે રસ્તાના દબાણો દૂર કરાયા મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.1
- મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમ હેઠળ મળેલી અરજીઓનો ત્વરિત નિકાલ: પોલીસ બંદોબસ્ત સાથે તંત્રની કામગીરી રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમ ‘સ્વાગત’ (SWAGAT) કાર્યક્રમ હેઠળ મળેલી દબાણની રજૂઆતોને પગલે જિલ્લા વહીવટી તંત્રે લાલ આંખ કરી છે. સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ચિત્રોડા અને ચોરીવાડ ગામોમાં વર્ષોથી અવરોધરૂપ બનેલા રસ્તાના દબાણો દૂર કરી અરજદારોને ન્યાય અપાવવામાં આવ્યો છે. ચિત્રોડા ગામે રસ્તાનું દબાણ હટાવાયું ચિત્રોડા ગામના અરજદાર જ્યોત્સનાબેન મગનભાઈ વણકર દ્વારા તેમના ઘર તરફ જતા રસ્તામાં નડતરરૂપ દબાણ બાબતે તાલુકા ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજી કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે તાલુકા પંચાયત દ્વારા રસ્તાની જગ્યાની ચોક્કસ માપણી કરવામાં આવી હતી. માપણી બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. ચોરીવાડ ગામે ૧૩ ઘરોના નડતરરૂપ દબાણો પર તવાઈ ચોરીવાડ ગામના પટેલ ફળિયામાં ખેતર તરફ જતો રસ્તો દબાણના કારણે સાંકડો થઈ ગયો હતો. ખેતરમાં બટેકાના પાકને લાવવા-લઈ જવા માટે વાહન જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ખેડૂતે મુખ્યમંત્રીશ્રીના ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી.ખાસ કિસ્સામાં રવિવારે કામગીરી: હાલમાં વિધાનસભા સત્ર અને બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી ચાલુ દિવસોમાં પોલીસ બંદોબસ્ત મળવો મુશ્કેલ હતો. પરંતુ, ખેડૂતોની હાલાકીને ધ્યાને રાખી કલેક્ટરશ્રીની ખાસ સૂચનાથી રવિવારના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સ્ટાફે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી ૧૩ જેટલા ઘરોના રસ્તાને નડતરરૂપ ભાગોને દૂર કર્યા હતા.1
- સુરત: પાંડેસરા વિસ્તારમાં આવેલી પારસ મિલમાં બનેલી દુર્ઘટના મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધ્યો છે. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકોના મોત થયા હતા, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે પ્રાથમિક તપાસના આધારે બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેસ નોંધ્યો છે. કોન્ટ્રાક્ટર વિનોદ ગુપ્તા વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન જો આ દુર્ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિ જવાબદાર હોવાનું બહાર આવશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પાંડેસરા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.1
- Post by Artist Satyam1
- વાસ્મો યોજનામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નલ સે જલ યોજનામાં પોશીના તાલુકાના ખરણીયા ગામે ઘરે-ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે નળ કનેક્શન આપવામાં આવેલ વર્ષ 2021માં વાસ્મો યોજનામાં ખરણીયા ગામે હર ઘર નળ શે જલ યોજનામાં નાખવામાં આવેલ પાણીના કનેક્શન તેમ જ ઘરે ઘરે આપવામાં આવેલ નળ કનેક્શન સમયની સાથે ગાયબ થઈ જતા લાખો રૂપિયાનો ખર્ચ પ્રજાહિત માટે બનાવેલ આ યોજના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કમાઈનું માત્ર સાધન બનતા આજે ખરણીયા ગામે આ યોજનામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નામ માત્ર થયેલ આ કામગીરીમાં પોશીના તાલુકામાં કરોડો રૂપિયા નો વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી છતાં જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું1
- Post by Anwar bhai ansari4
- વડાલી ખાતે સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ, આરોપી રાજસ્થાનથી ઝડપાયો વડાલી પોલીસ મથક ખાતે સગીરાના અપહરણ અને દુષ્કર્મની ગંભીર ફરિયાદ નોંધાઈ ઈડર તાલુકાના રાવોલ ગામના એક ઇસમએ સગીરાને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું અપહરણ બાદ આરોપીએ સગીરાને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું સગીરા ગુમ થતા તેના પરિવારજનો દ્વારા વડાલી પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરી અને આરોપીને રાજસ્થાનના શિવગંજમાંથી ઝડપી પાડ્યો આરોપીની અટકાયત કરીને મેડિકલ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી1