logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

અંબાજી મંદિર ને લોકશ્રદ્ધા અને સેવાકીય કાર્ય બદલ માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ માંગલ્ય શક્તિ એવોર્ડ અંતર્ગત ભવ્ય સમારોહમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું પૂજય શ્રી મોરારી બાપુની આધ્યાત્મિક પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી માયાભાઈ આહીર અને સંયોજકો દ્વારા માંગલ મા તીર્થધામ ધામ ભગુડાના આંગણે ૩૦ મો પરમ ઉત્સવ એવમ માંગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા દ્વારા એવોર્ડ અને પુરસ્કાર રકમ રૂ ૨૫,૦૦૦ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીને એનાયત કરવામાં આવ્યા. ભારતના અગ્રણી શક્તિપીઠોમાં સ્થાન ધરાવતા અંબાજી મંદિરને ભક્તિ, સેવા, વ્યવસ્થાપન અને સામાજિક યોગદાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું છે. ભગુડા સ્થિત શ્રી માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારોહમાં આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, આગેવાનો તથા આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંગને ગૌરવમય બનાવ્યો હતો. આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા દ્વારા અંબાજી મંદિરના વહીવટદાર તથા બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર કૌશિક મોદીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી સુવિધાઓ, યાત્રાધામના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટો, સ્વચ્છતા અભિયાન, આધુનિક વ્યવસ્થાપન અને ધાર્મિક આયોજનમાં કરવામાં આવતા સુચારૂ આયોજનની પ્રશંસા કરવામાં આવી હતી. મંદિર દ્વારા ભક્તજનો માટે સુરક્ષા, સુવિધા અને આધ્યાત્મિક અનુભૂતિને વધુ સુગમ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેનાથી મંદિર દેશ-વિદેશના યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત મંદિરને રૂ. ૨૫,૦૦૦ ની પ્રોત્સાહક રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. વહીવટદારશ્રીએ આ રકમ મંદિરના વિકાસ અને ભક્તસેવા માટે મંદિરના ખાતામાં જમા કરાવી હોવાનું જણાવ્યું હતું. વહીવટદારશ્રીએ આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર મંદિર પ્રશાસન માટે જ નહીં, પરંતુ સમગ્ર અંબાજી મંદિર પરિવાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મા અંબાના ભક્તજનો માટે ગૌરવની બાબત છે. આ માન્યતા અમને વધુ જવાબદારીપૂર્વક અને સમર્પણભાવથી સેવા આપવાની પ્રેરણા આપે છે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં પણ અંબાજી મંદિર દ્વારા યાત્રાધામના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વધુ ગતિશીલ બનાવવામાં આવશે. સમારોહ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ પણ અંબાજી મંદિરના વિકાસકાર્યોની પ્રશંસા કરી અને મંદિર ટ્રસ્ટને આવનારા સમયમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. " જય અંબે "

4 hrs ago
user_ખબર વડાલી
ખબર વડાલી
Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
4 hrs ago
c645f645-cc38-4afb-acf3-3330299f0f4d

અંબાજી મંદિર ને લોકશ્રદ્ધા અને સેવાકીય કાર્ય બદલ માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ માંગલ્ય શક્તિ એવોર્ડ અંતર્ગત ભવ્ય સમારોહમાં વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું પૂજય શ્રી મોરારી બાપુની આધ્યાત્મિક પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર શ્રી માયાભાઈ આહીર અને સંયોજકો દ્વારા માંગલ મા તીર્થધામ ધામ ભગુડાના આંગણે ૩૦ મો પરમ ઉત્સવ એવમ માંગલ શક્તિ એવોર્ડ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા દ્વારા એવોર્ડ અને પુરસ્કાર રકમ રૂ ૨૫,૦૦૦ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર શ્રી કૌશિક મોદીને એનાયત કરવામાં આવ્યા. ભારતના અગ્રણી શક્તિપીઠોમાં સ્થાન ધરાવતા અંબાજી મંદિરને ભક્તિ, સેવા, વ્યવસ્થાપન અને સામાજિક યોગદાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યું છે. ભગુડા સ્થિત શ્રી માંગલ ધામ તીર્થ ધામ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારોહમાં આ સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો, આગેવાનો તથા આમંત્રિત મહાનુભાવોએ ઉપસ્થિત રહી પ્રસંગને ગૌરવમય બનાવ્યો હતો. આ અવસરે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવશ્રી રમેશ મેરજા દ્વારા અંબાજી મંદિરના વહીવટદાર તથા બનાસકાંઠા જિલ્લાના અધિક કલેક્ટર કૌશિક મોદીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમારોહ દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને આપવામાં આવતી

d4d889f8-b512-404e-bb14-a81c6e0644cc

સુવિધાઓ, યાત્રાધામના વિકાસ માટે હાથ ધરાયેલા પ્રોજેક્ટો, સ્વચ્છતા અભિયાન, આધુનિક વ્યવસ્થાપન અને ધાર્મિક આયોજનમાં કરવામાં આવતા સુચારૂ આયોજનની પ્રશંસા કરવામાં આવી હતી. મંદિર દ્વારા ભક્તજનો માટે સુરક્ષા, સુવિધા અને આધ્યાત્મિક અનુભૂતિને વધુ સુગમ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જેનાથી મંદિર દેશ-વિદેશના યાત્રાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત મંદિરને રૂ. ૨૫,૦૦૦ ની પ્રોત્સાહક રકમ પણ અર્પણ કરવામાં આવી હતી. વહીવટદારશ્રીએ આ રકમ મંદિરના વિકાસ અને ભક્તસેવા માટે મંદિરના ખાતામાં જમા કરાવી હોવાનું જણાવ્યું હતું. વહીવટદારશ્રીએ આ સન્માન બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ સન્માન માત્ર મંદિર પ્રશાસન માટે જ નહીં, પરંતુ સમગ્ર અંબાજી મંદિર પરિવાર, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને મા અંબાના ભક્તજનો માટે ગૌરવની બાબત છે. આ માન્યતા અમને વધુ જવાબદારીપૂર્વક અને સમર્પણભાવથી સેવા આપવાની પ્રેરણા આપે છે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં પણ અંબાજી મંદિર દ્વારા યાત્રાધામના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓના વિસ્તરણ અને ધાર્મિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો વધુ ગતિશીલ બનાવવામાં આવશે. સમારોહ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને મહાનુભાવોએ પણ અંબાજી મંદિરના વિકાસકાર્યોની પ્રશંસા કરી અને મંદિર ટ્રસ્ટને આવનારા સમયમાં વધુ સફળતાઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. " જય અંબે "

More news from ગુજરાત and nearby areas
  • સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.
    1
    સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ડમ્પિયાર્ડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર ફાઈટર અને કર્મચારીઓની સમયસર તથા સાહસપૂર્ણ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. આ કામગીરી બદલ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.
    1
    ખેડબ્રહ્મા નગરપાલિકા વિસ્તારના ડમ્પિયાર્ડમાં અચાનક લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર ફાઈટર અને કર્મચારીઓની સમયસર તથા સાહસપૂર્ણ કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી હતી. આ કામગીરી બદલ તેમની પ્રશંસા કરવામાં આવી રહી છે.
    user_GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    GUJARAT NEWS NETWORKS KHEDBRAH
    Social services organisation ખેડબ્રહ્મા, સાબરકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
    1
    બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.
    user_Vishnu thakor
    Vishnu thakor
    Press advisory Danta, Banas Kantha•
    13 hrs ago
  • વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ખરોડના રામદેવપીર મંદિરે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ ઉત્સવમાં 24 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી. મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના સન્માનભેર લગ્ન કરાવવાના ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.
    1
    વિજાપુર તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ખરોડના રામદેવપીર મંદિરે પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ ઉત્સવમાં 24 યુગલોએ લગ્નગ્રંથિથી જોડાઈને નવા જીવનની શરૂઆત કરી. મધ્યમ અને ગરીબ પરિવારોની દીકરીઓના સન્માનભેર લગ્ન કરાવવાના ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    16 hrs ago
  • સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
    1
    સાબરકાંઠાના પોશીના તાલુકાના લાંબડીયા ગામે અંબિકા માતાજી મંદિરનો 20મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. આ અવસરે સમગ્ર ગામના લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી માતાજીની ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદમાં જોડાયા હતા. આ કાર્યક્રમથી સમગ્ર લાંબડીયા ગામમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    23 hrs ago
  • પાલનપુરમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    1
    પાલનપુરમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_Gujarat crime news
    Gujarat crime news
    Photographer પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત•
    1 day ago
  • ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં વર્ષ 1999થી એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે. 24 વર્ષથી અવિરત ઝળહળતી આ જ્યોત માં અર્બુદાની શક્તિ અને ભક્તોની અતુટ શ્રદ્ધાનું પ્રતિક બની છે.
    1
    ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામમાં વર્ષ 1999થી એક અખંડ જ્યોત સતત પ્રજ્વલિત છે. 24 વર્ષથી અવિરત ઝળહળતી આ જ્યોત માં અર્બુદાની શક્તિ અને ભક્તોની અતુટ શ્રદ્ધાનું પ્રતિક બની છે.
    user_Gautam Patel
    Gautam Patel
    Press advisory દેહગામ, ગાંધીનગર, ગુજરાત•
    15 hrs ago
  • સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગના અન્ય ચાર સભ્યો હજુ ફરાર છે.
    1
    સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગના અન્ય ચાર સભ્યો હજુ ફરાર છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.