ધંધુકામાં Zydus હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાશે, ડો બારડ સાહેબના દવાખાને. ધંધુકામાં સૌ પ્રથમ વાર Zydus હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાશે. ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ધંધુકામાં ખાસ મેડિકલ કેમ્પનું આયોજન 📅 તારીખ: 29-04-2026 (બુધવાર) ⏰ સમય: સવારે 10:00 થી 01:00 વાગ્યા સુધી 📍 સ્થળ: ડૉ. બારડ સાહેબનું દવાખાનું, ડૉક્ટર હાઉસ ADC બેંક સામે, સ્ટેશન રોડ, ધંધુકા કેમ્પમાં ઉપલબ્ધ નિષ્ણાત ડૉક્ટરો: 🔹 ડૉ. અજય ચોકસી પેટ, આંતરડા અને લીવર રોગના નિષ્ણાત કમળો, લીવર સિરોઝિસ, પેટમાં પાણી ભરાવું, આંતરડાની તકલીફો, એસિડિટી, કબજિયાત, પેટનો દુખાવો જેવી સમસ્યાઓ માટે માર્ગદર્શન અને સારવાર 🔹 ડૉ. વિવેક કક્કડ ગુજરાનાં એકમાત્ર IVF અને ફર્ટિલિટી નિષ્ણાત સંતાન સુખમાં વિલંબ, IVF/IUI, પુરૂષ વંધ્યત્વ, PCOS, એન્ડોમેટ્રિઓસિસ, ઓછી સ્પર્મ કાઉન્ટ જેવી સમસ્યાઓ માટે નિષ્ણાત સલાહ 🔹 ડૉ. દિપેન પટેલ મોઢા તથા ગળાના કેન્સરની રોબોટિક સર્જરીના નિષ્ણાત મોઢામાં સફેદ કે લાલ ડાઘ, મોઢું ઓછું ખુલવું, ગળામાં ગાંઠ, અવાજમાં બદલાવ, મોઢામાં અથવા ગળામાં સોજા જેવી સમસ્યાઓ માટે તપાસ
ધંધુકામાં Zydus હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાશે, ડો બારડ સાહેબના દવાખાને. ધંધુકામાં સૌ પ્રથમ વાર Zydus હોસ્પિટલ દ્વારા કેમ્પ યોજાશે. ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ દ્વારા ધંધુકામાં ખાસ મેડિકલ કેમ્પનું આયોજન 📅 તારીખ: 29-04-2026 (બુધવાર) ⏰ સમય: સવારે 10:00 થી 01:00 વાગ્યા સુધી 📍 સ્થળ: ડૉ. બારડ સાહેબનું દવાખાનું, ડૉક્ટર હાઉસ ADC બેંક સામે, સ્ટેશન રોડ, ધંધુકા કેમ્પમાં ઉપલબ્ધ નિષ્ણાત ડૉક્ટરો: 🔹 ડૉ. અજય ચોકસી પેટ, આંતરડા અને લીવર રોગના નિષ્ણાત કમળો, લીવર સિરોઝિસ, પેટમાં પાણી ભરાવું, આંતરડાની તકલીફો, એસિડિટી, કબજિયાત, પેટનો દુખાવો જેવી સમસ્યાઓ માટે માર્ગદર્શન અને સારવાર 🔹 ડૉ. વિવેક કક્કડ ગુજરાનાં એકમાત્ર IVF અને ફર્ટિલિટી નિષ્ણાત સંતાન સુખમાં વિલંબ, IVF/IUI, પુરૂષ વંધ્યત્વ, PCOS, એન્ડોમેટ્રિઓસિસ, ઓછી સ્પર્મ કાઉન્ટ જેવી સમસ્યાઓ માટે નિષ્ણાત સલાહ 🔹 ડૉ. દિપેન પટેલ મોઢા તથા ગળાના કેન્સરની રોબોટિક સર્જરીના નિષ્ણાત મોઢામાં સફેદ કે લાલ ડાઘ, મોઢું ઓછું ખુલવું, ગળામાં ગાંઠ, અવાજમાં બદલાવ, મોઢામાં અથવા ગળામાં સોજા જેવી સમસ્યાઓ માટે તપાસ
- ધંધુકાના હડાળા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ફેદરા ના વખતપરથી ગઈ કાલે EVM ગુમ થવાની ઘટના. સરકારી અધિકારી જ પોતાની પ્રાવેટ કારમાં EVM લઇ ગયાની માહિતી. ધંધુકા ના વખતપર પર થી evm ગુમ થતા ચકચાર.1
- મોટી ઉંમરના વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મતદાતાઓએ વ્હીલચેરની મદદથી મતદાન મથકે પહોંચ્યા બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે જિલ્લામાં આજે મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં બોટાદના બરવાળા અને પાળીયાદ કન્યા શાળા ખાતે સિનિયર સિટીઝન મતદારોએ હોંશે હોંશે મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી છે શારીરિક અશક્ત હોવા છતાં, અનેક વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પોતાના પરિવારજનોના સહારે અને વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી વ્હીલચેરની સહાયથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. આ મતદાતાઓનો ઉત્સાહ આજની યુવા પેઢીને તથા અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડે છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રેમ્પની સુવિધા, વ્હીલચેરની ઉપલબ્ધતા અને મતદાન મથકના સ્વયંસેવકો દ્વારા તેમને આપવામાં આવતી પ્રાથમિકતાને કારણે આ વડીલો કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Alkesh bhai damor1
- Post by Khaliyani Amit Amit Sound surrendergar (Araba janral store)1
- સાણંદ તાલુકાના બકરાણા ગામે રામાપીરનો પાઠ યોજાયો મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુએ આપી હાજરી સાણંદ તાલુકાના બકરાણા ગામે ચૌહાણ પરિવાર દ્વારા આયોજિત ધાર્મિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વ. લાલાભાઈ ફુલાભાઈ ચૌહાણની તિથિ નિમિત્તે ભગવાન રામાપીરનો પાઠ અને વિશેષ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોના આશીર્વચન આ પ્રસંગે મહામંડલેશ્વર ૧૦૦૮ ઋષિભારતી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તથા સદાશિવ બાપુ અમરાપુરિધામ માટકોલ up કાર્યક્રમ દરમિયાન બાપુએ ભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ધર્મનો માર્ગ દીપાવવા પ્રેરણા આપી હતી. સંતોની પાવન ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તિમય આયોજન ચૌહાણ મહેશભાઈ લાલાભાઈ અને સમગ્ર ચૌહાણ પરિવાર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. ૨૬ એપ્રિલ ૨૦૨૬ના ભાવિભક્તો એ સાંજે પાઠ તેમજ ધાર્મિક વિધિઓનો લાભ લીધો હતો બકરાણા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી દર્શન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. ચૌહાણ પરિવારે પધારેલા તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- આલણસાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકના ડૂબી જતાં મોત માતા-પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, ચાર કુળદીપકનાં મોતથી વીછિયા રોડ વિસ્તારમાં માતમ જસદણથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામનું આલણસાગર તળાવ આજે ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. રવિવારની રજા હોવાથી બેન જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર કિશોરો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી. આ કરુણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષીય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. એકસાથે ચાર આશાસ્પદ બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના હૈયાફાટ રુદનથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. જે બાળકો સવારે હસતા-રમતા ઘરેથી નીકળ્યા હતા. તેમના મૃતદેહ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ક્યારેય ન ભુલાય તેવો શોકનો માહોલ સર્જી દીધો હતો.4
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- *ધંધુકા-ધોલેરા પંચાયતની ચૂંટણી મતદાન* બે તાલુકા પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28 મી એ પરિણામ. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને ધોલેરા તાલુકા પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. જેમાં બે તાલુકા પંચાયત અને અમદાવાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. સવારથી શરૂ થતા મતદાન પ્રક્રિયામાં સરેરાસ મતદાન યોજાયું. જેની મત ગણતરી 28 એપ્રિલે યોજશે. પોલીસ દ્વારા વૃદ્ધ અને જરૂરિયાતમંદને મતદારોને મતદાન મથક સુધી પહોચાડી માનવીય લોકશાહીનૉ ઉત્સવ અભિગમ દાખવવામાં આવ્યો હતો.1