logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ફતેપુરા: ઢઢેલા ગ્રામ પંચાયતના માસ્ટર માઈન્ડ તલાટી અને વહીવટદારે ભેગા મળીને ખાનગી માલિકી ના શૌચાલય ને સરકારી સામૂહિક શૌચાલય બતાવી ₹ 60000 થી વધુ ની રકમ ની ઊચાપત કરી હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત DAHOD: ફતેપુરા: ઢઢેલા ગ્રામ પંચાયતના માસ્ટર માઈન્ડ તલાટી અને વહીવટદારે ભેગા મળીને ખાનગી માલિકી ના શૌચાલય ને સરકારી સામૂહિક શૌચાલય બતાવી ₹ 60000 થી વધુ ની રકમ ની ઊચાપત કરી હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ના હુકમથી અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના એસ.ઓ. ની મદદગારી વડે આ ઉચાપત કરાઈ હોવાનો નો દાવો તમામ પુરાવાઓ સાથે કરાઈ રજૂઆત

1 hr ago
user_Yasin Bhabhor
Yasin Bhabhor
Local News Reporter ફતેપુરા, દાહોદ, ગુજરાત•
1 hr ago

ફતેપુરા: ઢઢેલા ગ્રામ પંચાયતના માસ્ટર માઈન્ડ તલાટી અને વહીવટદારે ભેગા મળીને ખાનગી માલિકી ના શૌચાલય ને સરકારી સામૂહિક શૌચાલય બતાવી ₹ 60000 થી વધુ ની રકમ ની ઊચાપત કરી હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત DAHOD: ફતેપુરા: ઢઢેલા ગ્રામ પંચાયતના માસ્ટર માઈન્ડ તલાટી અને વહીવટદારે ભેગા મળીને ખાનગી માલિકી ના શૌચાલય ને સરકારી સામૂહિક શૌચાલય બતાવી ₹ 60000 થી વધુ ની રકમ ની ઊચાપત કરી હોવાના આક્ષેપ સાથે લેખિત રજૂઆત ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ના હુકમથી અને ફતેપુરા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખાના એસ.ઓ. ની મદદગારી વડે આ ઉચાપત કરાઈ હોવાનો નો દાવો તમામ પુરાવાઓ સાથે કરાઈ રજૂઆત

More news from ગુજરાત and nearby areas
  • છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તાલુકાના હરદાસપુરા ગામમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે. ગામના રહેવાસી છત્રસિંહ રમણભાઈ રાઠવાના બોરિંગમાંથી પૂનમના દિવસથી ગરમ પાણી નીકળતું હોવાનું સામે આવ્યું છે. આ અનોખી ઘટનાને જોવા માટે આસપાસના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી રહ્યા છે. સામાન્ય રીતે બોરિંગમાંથી સામાન્ય તાપમાનનું પાણી નીકળે છે, પરંતુ અહીં ગરમ પાણી નીકળતા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ ઘટનાની વધુ તપાસ કરવા માટે અમારી ટીમે ગામના તલાટી-કમ-મંત્રીનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું કે બોરિંગમાંથી ગરમ પાણી નીકળવાની ઘટના સાચી છે. જોકે, ગરમ પાણી નીકળવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ અને ભૂગર્ભ જળના નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તે જરૂરી છે. સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગરમ પાણીનો અનુભવ કરી રહ્યા છે. હાલ સમગ્ર તેજગઢ પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. સૂચના: આ સમાચાર સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલી માહિતી અને સ્થળ મુલાકાતના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. બોરિંગમાંથી ગરમ પાણી નીકળવાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે વૈજ્ઞાનિક તપાસ દ્વારા સ્પષ્ટ થયું નથી. સંબંધિત વિભાગની તપાસ બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે. દર્શકોને અપીલ છે કે કોઈપણ પ્રકારની અફવા કે અંધશ્રદ્ધા પર વિશ્વાસ ન કરે અને સત્તાવાર માહિતીની રાહ જુએ.
    1
    છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તાલુકાના હરદાસપુરા ગામમાં એક અદ્ભુત ઘટના સામે આવી છે. ગામના રહેવાસી છત્રસિંહ રમણભાઈ રાઠવાના બોરિંગમાંથી પૂનમના દિવસથી ગરમ પાણી નીકળતું હોવાનું સામે આવ્યું છે.
આ અનોખી ઘટનાને જોવા માટે આસપાસના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી રહ્યા છે. સામાન્ય રીતે બોરિંગમાંથી સામાન્ય તાપમાનનું પાણી નીકળે છે, પરંતુ અહીં ગરમ પાણી નીકળતા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલ જોવા મળી રહ્યું છે.
આ ઘટનાની વધુ તપાસ કરવા માટે અમારી ટીમે ગામના તલાટી-કમ-મંત્રીનો સંપર્ક કર્યો હતો. તેમણે પણ પ્રાથમિક માહિતીના આધારે જણાવ્યું કે બોરિંગમાંથી ગરમ પાણી નીકળવાની ઘટના સાચી છે. જોકે, ગરમ પાણી નીકળવાનું ચોક્કસ કારણ જાણવા માટે સંબંધિત વિભાગ અને ભૂગર્ભ જળના નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગરમ પાણીનો અનુભવ કરી રહ્યા છે. હાલ સમગ્ર તેજગઢ પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
સૂચના:
આ સમાચાર સ્થાનિક સ્તરે પ્રાપ્ત થયેલી માહિતી અને સ્થળ મુલાકાતના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. બોરિંગમાંથી ગરમ પાણી નીકળવાનું કારણ હજુ સુધી સત્તાવાર રીતે વૈજ્ઞાનિક તપાસ દ્વારા સ્પષ્ટ થયું નથી. સંબંધિત વિભાગની તપાસ બાદ જ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાશે. દર્શકોને અપીલ છે કે કોઈપણ પ્રકારની અફવા કે અંધશ્રદ્ધા પર વિશ્વાસ ન કરે અને સત્તાવાર માહિતીની રાહ જુએ.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • A.N.T.F. નો મોટો દરોડો: ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅 અંકલેશ્વર (ભરૂચ): રાજ્યમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત માદક દ્રવ્યોના વેચાણ તેમજ હેરાફેરી સામે Anti-Narcotics Task Force (A.N.T.F.) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત A.N.T.F. વડોદરા ઝોનની ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સફળ દરોડો પાડીને ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, A.N.T.F. વડોદરા ઝોનના પોલીસ અધિકારીઓ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ASI નવીનભાઈ કડકીયા અને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાબુલાલને સંયુક્ત બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ, મદીના મસ્જિદ પાસે આવેલી એક ભાડાની દુકાનમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો રાખવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પંચો સાથે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન કોઈ પણ પાસ-પરમિટ કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રાખવામાં આવેલ Pentazocine Lactate Injection (30 mg/ml) ના કુલ 540 નંગ મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ભંગારનો વેપાર કરતા આરોપી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉં.વ. 31, રહે. સીફા હાઇટ્સ, અંકલેશ્વર) ની અટકાયત કરી છે. પોલીસે ઇન્જેક્શન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹53,480/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થો મોકલનાર મુંબઈનો આશુતોષ પાંડે નામનો ઈસમ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન (ભરૂચ) ખાતે NDPS Act ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ: "પઠાણ યાકુબરઝા", છોટાઉદેપુર. 🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
    4
    A.N.T.F. નો મોટો દરોડો: ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ
🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
અંકલેશ્વર (ભરૂચ):
રાજ્યમાં ગેરકાયદેસર અને પ્રતિબંધિત માદક દ્રવ્યોના વેચાણ તેમજ હેરાફેરી સામે Anti-Narcotics Task Force (A.N.T.F.) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત A.N.T.F. વડોદરા ઝોનની ટીમે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સફળ દરોડો પાડીને ગેરકાયદે નશાકારક ઇન્જેક્શનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, A.N.T.F. વડોદરા ઝોનના પોલીસ અધિકારીઓ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ASI નવીનભાઈ કડકીયા અને હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ બાબુલાલને સંયુક્ત બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ, મદીના મસ્જિદ પાસે આવેલી એક ભાડાની દુકાનમાં પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો રાખવામાં આવ્યો છે.
આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પંચો સાથે રેઇડ કરી હતી. તપાસ દરમિયાન કોઈ પણ પાસ-પરમિટ કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર રાખવામાં આવેલ Pentazocine Lactate Injection (30 mg/ml) ના કુલ 540 નંગ મળી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી ભંગારનો વેપાર કરતા આરોપી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉં.વ. 31, રહે. સીફા હાઇટ્સ, અંકલેશ્વર) ની અટકાયત કરી છે. પોલીસે ઇન્જેક્શન, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹53,480/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાથમિક તપાસમાં આ જથ્થો મોકલનાર મુંબઈનો આશુતોષ પાંડે નામનો ઈસમ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ અંગે બી-ડિવિઝન પોલીસ સ્ટેશન (ભરૂચ) ખાતે NDPS Act ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઈ ક્રાંતિ ન્યૂઝ, અહેવાલ: "પઠાણ યાકુબરઝા", છોટાઉદેપુર.
🦅𝙀 𝙆𝙧𝙖𝙣𝙩𝙞 𝙉𝙚𝙬𝙨🦅
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું  મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ .   પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે   મોટું ગાબડું પડતાં  ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત  થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે
    1
    કરોડો ના ખર્ચે રીનોવેટ થયેલી સુખી કેનાલમાં પડ્યું  મોટું ગાબડું: નબળી કામગીરી સામે ખેડૂતોમાં ભારે રોષ
.   પ્રાપ્ત વિગતો મુજબ જૂની અને જર્જરિત થઈ ગયેલી સિંચાઈ કેનાલોને કારણે થતા પાણીના બગાડ અને લીકેજની સમસ્યા ઉકેલવા માટે સરકાર દ્વારા હાથ ધરાયેલો કરોડો રૂપિયાનો રીનોવેશન પ્રોજેક્ટ હાલ ક્ષતિગ્રસ્ત કામગીરીને કારણે વિવાદમાં સપડાયો છે. મુધિયારી નજીક ભારે વરસાદને કારણે સુખી કેનાલમાં આશરે   મોટું ગાબડું પડતાં  ગાબડાં ની સામે ની બાજુ ના ભાગ માં 10મીટર જેટલો ભાગ ક્ષતિ ગ્રસ્ત  થતા કેનાલને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે વિરોધનો સૂર ઊઠ્યો છે
    user_OUR JAMBUGHODA
    OUR JAMBUGHODA
    Voice of people જાંબુઘોડા, પંચમહાલ, ગુજરાત•
    5 hrs ago
  • આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ: 🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨 ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી. સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે. પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
    1
    આ રહ્યું G Live 24 News માટે અસરકારક અને સમાચાર શૈલીનું ગુજરાતી લખાણ:

🚨 સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સમગ્ર નગર જળબંબાકાર 🚨

ડાકોર, તા. 1 ઓગસ્ટ: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર નગર પાણીમાં ગરકાવ થઈ ગયું. સતત વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વિશ્વવિખ્યાત શ્રી રણછોડરાયજી મંદિર શ્રી રણછોડરાયજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં દર્શનાર્થે આવતા ભક્તો અને સ્થાનિક લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી.

નગરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરો અને દુકાનો સુધી પાણી પહોંચવાની સ્થિતિ ઊભી થઈ હતી.

સ્થાનિકોમાં એવો આક્રોશ જોવા મળ્યો કે દર વર્ષે વરસાદ પહેલાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આખું ડાકોર નગર ભગવાન ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.

પ્રશાસન દ્વારા વહેલી તકે પાણીના નિકાલ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.
    user_Rathod Sandip sinh
    Rathod Sandip sinh
    Local News Reporter કલોલ, પંચમહાલ, ગુજરાત•
    8 hrs ago
  • જસ્કી ગામના અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લેતા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન
    1
    જસ્કી ગામના અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લેતા કલેક્ટરશ્રી ગાર્ગી જૈન
    user_Chhota udepur view
    Chhota udepur view
    બોડેલી, છોટાઉદેપુર, ગુજરાત•
    33 min ago
  • પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્ય માનસિંહ ચૌહાણ બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણે જણાવ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા Public Examinations Amendment Bill, 2026 પસાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવશે. ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે, જેથી મહેનતુ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલી પહોંચ ધરાવતી હોય કે શક્તિશાળી હોય, કાયદા મુજબ તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, "મોદીજીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી." આ કાયદો દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. અંતમાં તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને પોતાના લક્ષ્યો હાંસલ કરવા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સરકાર હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે. – ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણ ૧૨૧-બાલાસિનોર વિધાનસભા
    1
    પરીક્ષાની પારદર્શિતા અને વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે ઐતિહાસિક નિર્ણય : ધારાસભ્ય માનસિંહ ચૌહાણ
બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણે જણાવ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા Public Examinations Amendment Bill, 2026 પસાર કરવામાં આવ્યો છે, જે પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવશે.
ધારાસભ્ય માનસિંહ ચૌહાણે જણાવ્યું કે આ કાયદાનો મુખ્ય હેતુ પરીક્ષાઓમાં ગેરરીતિ, પ્રશ્નપત્ર લીક અને અન્ય અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવાનો છે, જેથી મહેનતુ વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ થઈ શકે. તેમણે જણાવ્યું કે ગુનો કરનાર વ્યક્તિ ગમે તેટલી પહોંચ ધરાવતી હોય કે શક્તિશાળી હોય, કાયદા મુજબ તેના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે, "મોદીજીની ગેરંટી એટલે કામ પૂરું થવાની ગેરંટી." આ કાયદો દેશના લાખો વિદ્યાર્થીઓની મહેનત, તેમના સપનાઓ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
અંતમાં તેમણે વિદ્યાર્થીઓને નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને પોતાના લક્ષ્યો હાંસલ કરવા શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે સરકાર હંમેશા મહેનતુ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના હિતોની રક્ષા માટે પ્રતિબદ્ધ છે.
– ધારાસભ્ય માનસિંહ કે. ચૌહાણ
૧૨૧-બાલાસિનોર વિધાનસભા
    user_Sagar Zala
    Sagar Zala
    Photographer બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    2 hrs ago
  • વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો... રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર
    1
    વિરપુર-બારોડા કેનાલ પાસે ભારે પવનમાં કન્ટેનર હાઉસ ઉડી ખાડામાં ખાબક્યું, એક મજૂરનું મોત, પાંચ ઈજાગ્રસ્ત
વિરપુર તાલુકામાં શુક્રવારે મોડી રાત્રે ભારે પવન, વીજળીના કડાકા-ભડાકા અને ધોધમાર વરસાદ વચ્ચે એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી. વિરપુર-બારોડા કેનાલ પાસે આવેલ સીમ વિસ્તારમાં કામ કરી રહેલા મજૂરો માટે રાખવામાં આવેલા કન્ટેનર હાઉસમાં કુલ છ મજૂરો હાજર હતા. અચાનક ભારે પવનના ઝાપટાથી કન્ટેનર હાઉસ ઉખડીને બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું.આ દુર્ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ મજૂરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સૌપ્રથમ વિરપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે તેમની સ્થિતિ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તમામને લુણાવાડા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.પ્રાથમિક માહિતી મુજબ, કન્ટેનર હાઉસમાં રહેલા તમામ છ મજૂરો મૂળ જુનાગઢ જિલ્લાના રહેવાસી હતા અને મજૂરી કામ માટે વિરપુર તાલુકામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ભારે વરસાદ અને પવનને કારણે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો...
રીપોર્ટર- વિપુલ જોષી વિરપુર
    user_રીપોર્ટર- વિપુલ જોષી
    રીપોર્ટર- વિપુલ જોષી
    Photographer વીરપુર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.