Shuru
Apke Nagar Ki App…
બ્રેકિંગ સમાચાર | કદવાલ તાલુકા કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, કદવાલ તાલુકા પ્રમુખ રેખાબેન, કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૂજલીબેન સહિત તાલુકાના તમામ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ: કદવાલ તાલુકા બ્રેકિંગ ન્યૂઝ
Reporter MIRZA IMRAN.973789415
બ્રેકિંગ સમાચાર | કદવાલ તાલુકા કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, કદવાલ તાલુકા પ્રમુખ રેખાબેન, કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૂજલીબેન સહિત તાલુકાના તમામ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ: કદવાલ તાલુકા બ્રેકિંગ ન્યૂઝ
More news from ગુજરાત and nearby areas
- બ્રેકિંગ સમાચાર | કદવાલ તાલુકા કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો કદવાલ તાલુકામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મામલતદાર સાહેબ, નાયબ મામલતદાર સાહેબ, કદવાલ તાલુકા પ્રમુખ રેખાબેન, કદવાલ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રૂજલીબેન સહિત તાલુકાના તમામ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે માટે માર્ગદર્શન અને સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થળ: કદવાલ તાલુકા બ્રેકિંગ ન્યૂઝ2
- પાવીજેતપુર તાલુકાના સિહોદ પંથકમાં બાઇક ચોર ટોળકી સક્રિય: વહેલી સવારે વાહન ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ૩ બાઇકો રિકવર પાવીજેતપુર તાલુકાના સિહોદ પંથકમાં બાઇક ચોર ટોળકી સક્રિય: વહેલી સવારે વાહન ચોરીનો પ્રયાસ નિષ્ફળ, ૩ બાઇકો રિકવર1
- ગરુડેશ્વરથી નીકળેલો અંબાજી પગપાળા સંઘ તિલકવાડા પહોંચ્યો ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી ગુંજી ઉઠ્યું તિલકવાડા; ગલીએ ગલીએ ભક્તો દ્વારા સંઘનું ભાવભીનું સ્વાગત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતેથી અંબાજી માતાના દર્શનાર્થે નીકળેલો વર્ષોથી ચાલતો અંબાજી પગપાળા સંઘ તિલકવાડા ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ આજે વહેલી સવારે અંબાજી તરફની આગળની યાત્રા માટે રવાના થયો હતો. સંઘમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા અને માતાજીના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે પદયાત્રા આગળ ધપાવવામાં આવી હતી. ગરુડેશ્વરથી નીકળેલો આ પગપાળા સંઘ વિવિધ ગામો અને વિસ્તારોમાંથી પસાર થઈ તિલકવાડા પહોંચ્યો હતો. સંઘના તિલકવાડા નગરમાં આગમન સમયે ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી સમગ્ર નગર ગુંજી ઉઠ્યું હતું. સંઘમાં જોડાયેલા ભક્તોના ચહેરા પર માતાજીના દર્શનની આતુરતા અને શ્રદ્ધાનો ભાવ જોવા મળ્યો હતો. વર્ષોથી ગરુડેશ્વરથી અંબાજી સુધી યોજાતી આ પગપાળા યાત્રા ભક્તો માટે આસ્થા અને શ્રદ્ધાનું મહત્વનું કેન્દ્ર બની છે. દર વર્ષે મોટી સંખ્યામાં માઈભક્તો આ સંઘમાં જોડાઈ માતાજીના દર્શન માટે પગપાળા અંબાજી તરફ પ્રયાણ કરે છે. લાંબી યાત્રા હોવા છતાં ભક્તોમાં ઉત્સાહ જોવા મળે છે અને સમગ્ર માર્ગ દરમિયાન માતાજીના જયઘોષ તથા ભજન-કીર્તન સાથે યાત્રા આગળ વધે છે. અંબાજી પગપાળા સંઘ તિલકવાડા નગરમાં પહોંચ્યો ત્યારે સ્થાનિક ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિલકવાડા નગરના ભક્તો દ્વારા ગલીએ ગલીએ સંઘનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંઘમાં જોડાયેલા પદયાત્રિકોનું સ્થાનિક લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા સમગ્ર તિલકવાડા નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. રાત્રી રોકાણ બાદ આજે સવારે સંઘના ભક્તો ફરી એકત્ર થયા હતા અને માતાજીના જયઘોષ સાથે અંબાજી તરફ આગળ રવાના થયા હતા. સંઘના પ્રસ્થાન સમયે પણ ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તો ઉત્સાહપૂર્વક પગપાળા આગળ વધતા જોવા મળ્યા હતા. ગરુડેશ્વરથી શરૂ થયેલી આ ધાર્મિક પદયાત્રા હવે તિલકવાડાથી આગળ અંબાજી ધામ તરફ આગળ વધી રહી છે. માતાજીના દર્શનની શ્રદ્ધા અને સંકલ્પ સાથે મોટી સંખ્યામાં ભક્તો પગપાળા યાત્રા કરી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક આસ્થાનું અનોખું ઉદાહરણ બની રહી છે.3
- દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં પ્રાઇમરિ સ્કૂલ હોય તો કોઈ ટ્રાવેલ હોય જેમ શિક્ષણ હોવાથી બાળકોને અભ્યાસ ની અંદર બહુ મોટી અસર પડી રહેલ છે તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે શિક્ષણ સારું અને સરસ બાળકોને મળે તેવા શિક્ષકોની ભરતી કરવા વિનંતી રિપોર્ટર બાબુભાઈ ભલા રિપોર્ટર બાબુભાઈ પલાસ લીમખેડા1
- મહિપતસિંહ ના દીકરા ની મેટરને લઈને મહિપતસિંહ નું નિવેદન1
- કાલોલ મામલતદાર દ્વારા અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી કાર્યવાહી કરી કાલોલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા ગેરકાયદેસર વહન અને પ્રવૃત્તિઓ સામે ઝુંબેશ તેજ કરવામાં આવી છે. તે અંતર્ગત આજ રોજ અલીન્દ્રા ચોકડી પાસેથી ગેરકાયદેસર રીતે લાકડાનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રેક્ટરને ઝડપી પાડવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, કાલોલ મામલતદારની ટીમે અલીન્દ્રા ચોકડી પાસે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલા એક ટ્રેક્ટરને અટકાવ્યું હતું. મામલતદાર ટીમે ટ્રેક્ટર ચાલક પાસે લાકડાના પરિવહન અંગેની જરૂરી પાસ કે પરમિટની માંગણી કરી હતી. જોકે, ચાલક પાસે કોઈ પણ પ્રકારની અધિકૃત પાસ-પરમિટ મળી આવી નહોતી.તપાસ દરમિયાન ટ્રેક્ટરનો નંબર GJ 17 CE 3089 હોવાનું અને તેના ચાલક/માલિકનું નામ ગણપતસિંહ ફતેસિંહ ગોહિલ હોવાનું ખુલવા પામ્યું હતું. મામલતદાર દ્વારા ચાલકની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું હતું કે આ લાકડાનો જથ્થો મઘાસર ગામેથી ભરીને અલીન્દ્રા ખાતે લઈ જવામાં આવી રહ્યો હતો.વગર પાસ-પરમિટના લાકડાની હેરાફેરી મામલે મામલતદાર કચેરી દ્વારા તુરંત જ વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ને જાણ કરવામાં આવી હતી.2
- DAHOD JILA NALKHEDA TALUKA PRIMARY SCHOOL IS LANGA PRIMARY SCHOOL RIPOTR BABUBHAI VARUBHAI PALAS1
- હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે હાલોલના રાણીપુરામાં પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત હાલોલ તાલુકાના રાણીપુરા ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક 25 થી 30 વર્ષીય પરણિત યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, મૂળ બિહારના વતની અને હાલ રાણીપુરા ગામમાં ભાડાના મકાનમાં રહેતા ૩૭ વર્ષીય બિશાલસિંગ વિરેન્દ્રસિંગ સિંગ મસવાડ GIDC ની એક કંપનીમાં પેઇન્ટર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ તેમની પત્ની પલ્લવી અને બે વર્ષની માસૂમ પુત્રી સાથે અહીં રહેતા હતા. ગત રોજ સવારે પતિ-પત્ની વચ્ચે જમવાનું બનાવવા જેવી બાબતે સામાન્ય વાતચીત થઈ હતી. ત્યારબાદ બિશાલસિંગ તેમની બે વર્ષની દીકરીને સાથે લઈને બહાર મેગી લેવા માટે ગયા હતા. સવારે આશરે દસ વાગ્યાના અરસામાં જ્યારે પતિ ઘરે પરત ફર્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. પતિએ પત્નીને બૂમો પાડી બોલાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતાં આસપાસના લોકોને એકઠા કર્યા હતા.દરવાજો ન ખુલતાં અંતે પતિએ આસપાસના લોકોની મદદથી મકાનના છાપરા પરથી અંદર પ્રવેશ કર્યો હતો. રૂમમાં જતાં જ પતિના હોશ ઊડી ગયા હતા; પત્ની પલ્લવી લોખંડની પાઇપ સાથે દોરી બાંધીને લટકેલી હાલતમાં મળી આવી હતી. ઘટના બાદ તાત્કાલિક પલ્લવીને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કરી હતી.જોકે આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પોલીસે પતિ દ્વારા આપેલી માહિતી અને નોંધના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તથા તપાસ હાથ ધરી છે.2