Shuru
Apke Nagar Ki App…
જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરવાં આવ્યું છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
Harsh Jadav
જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરવાં આવ્યું છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
More news from ગુજરાત and nearby areas
- Post by Sultan Chauhan1
- રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.1
- Post by Ashish vasavda1
- આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા. ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ6
- લીલીયા આંબા ગામે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાથે મિલેટ મેળો યોજાયો1
- અંબાલાલ પટેલની ભયાનક આગાહી 18 થી 25 માર્ચ સુધી માવઠાની આગાહી1
- Post by Kartik parmar1
- દમણમાં ડાયમંડ બારમાં નોકરી કરતો કાર્તિક પટેલ કેશોદ પોલીસની સર્વેલન્સ બાતમીના આધારે પકડાયો, ૧૬ માર્ચ સુધી રીમાન્ડ જૂનાગઢ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ સામે પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન કેશોદ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પ્રોહિબિશન ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રહી પોલીસને ચકમો આપતો આરોપી અંતે પોલીસના હાથે ઝડપાયો છે. મળતી માહિતી મુજબ, જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે જિલ્લા પોલીસને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સઘન શોધખોળ હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનો રજીસ્ટર નં. ૧૧૨૦૩૦૩૦૨૨૦૧૧૮/૨૦૨૨ હેઠળ પ્રોહિબિશન અધિનિયમની કલમ ૬૫(એ)(ઇ), ૯૨(૨) અને ૮૧ મુજબનો ગુનો નોંધાયેલ હતો, જેમાં સંડોવાયેલ આરોપી છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. આ દરમિયાન કેશોદ પોલીસના સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી કાર્તિક ગણપતભાઈ પટેલ હાલ દમણ ખાતે ડાયમંડ બારમાં ખાનગી નોકરી કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી આરોપીને શોધી કાઢ્યો અને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી માટે કેશોદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી કોર્ટ સમક્ષ રજુ કરતાં તા. ૧૬/૦૩/૨૦૨૬ સુધીના રીમાન્ડ મેળવવામાં આવ્યા છે. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા તેમજ ગુનાની વધુ તપાસ શરૂ કરી છે. આરોપીનું નામ અને સરનામું : કાર્તિક ગણપતભાઈ પટેલ (કોળી પટેલ), ઉંમર ૩૦ વર્ષ રહે. 76/જી, આમરાન ફળીયા, ડાભેલ ગામ, તા. જી. દમણ હાલ : ડાયમંડ બારમાં પ્રાઈવેટ નોકરી સફળ કામગીરી કરનાર પોલીસ ટીમ : આ સમગ્ર કામગીરી કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી, પો.હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર, પો.કોન્સ્ટેબલ વિમલભાઈ ડોબરિયા, પો.કોન્સ્ટેબલ ભરતસિંહ સિસોદિયા, પો.કોન્સ્ટેબલ સુરેશભાઈ ભંભાણા, પો.કોન્સ્ટેબલ દિલાવરસિંહ મોરી અને પો.કોન્સ્ટેબલ હાર્દિકસિંહ સિસોદિયા દ્વારા સંયુક્ત રીતે સફળ કામગીરી કરવામાં આવી હતી. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ5