ફેમીલી કોર્ટ, જુનાગઢમાં લોકઅદાલતનું સફળ આયોજન – પારીવારિક વિવાદોને લગતા 243 કેસોનો નિકાલ આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા. ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય મળી છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
ફેમીલી કોર્ટ, જુનાગઢમાં લોકઅદાલતનું સફળ આયોજન – પારીવારિક વિવાદોને લગતા 243 કેસોનો નિકાલ આજરોજ તારીખ 14/03/2026 નાં રોજ આ વર્ષની પહેલી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન નામદાર રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ, ન્યુ દિલ્હીનાં આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવેલ તેમજ તેના ભાગરુપે
ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓનાં ઉપક્રમે નામદાર હાઇકોર્ટનાં ચીફ જસ્ટીસ માનનીય સુનીતા અગ્રવાલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદની કોર્ટોમાં નામદાર ફેમીલી જજ સાહેબ પી.એચ.સિંહ સાહેબનાં નેતૃત્વ હેઠળ લોક અદાલતમાં પારીવારીક વિવાદોને
સુલેહપુર્ણ વાતચીત અને સમજુતી દ્રારા ઉકેલવામાં આવ્યા હતા. ફેમીલી કોર્ટ, જુનાગઢ તથા કલસ્ટર ફેમીલી કોર્ટ, વંથલી, વિસાવદર અને કેશોદનાં લોક અદાલતમાં કુલ 248 કેસ મુકવામાં આવેલ હતા. જે કેસોમાં જુનાગઢ પોલિસ અધિક્ષક તથા તેમના તાબા હેઠળનાં પોલિસ અધિકારીઓ દ્રારા સમયમર્યાદામાં સમન્સ / નોટીસ બજાવવામાં
આવેલ હોય તેમજ જુનાગઢ વકિલ મંડળનાં તમામ વકિલઓ દ્રારા રાષ્ટ્રીય લોકઅદાલતમાં સમાધાન પ્રક્રિયાથી કેસોમાં સમાધાન થાય અને સમયસર પારીવારિક તકરારનો અંત આવે તેમજ 'ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સાથ સહકાર આપતા લોકઅદાલતમાં મુકવામાં આવેલ 248 કેસોમાંથી 243 કેસોમાં સમાધાન થયેલ અને
પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ તથા કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમથી ન્યાયિક પ્રક્રિયામાં સમય તથા ખર્ચ બંનેમાં બચત થવા પામી છે અને સમાજમાં સુમેળ તેમજ શાંતિ સ્થાપિત થવામાં સહાય
મળી છે. આમ, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકિલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો સતિસાદ મળેલ છે. તથા મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયેલ છે. જેથી ભવિષ્યમાં યોજનાર લોકઅદાલતોમાં વકિલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા અનુરોધ છે. અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- “હાથો નિષ્ફળ થયા, પણ પગ બન્યા જીવનનો આધાર” – ભૂખલી સાથલીની સાધનાની અદભૂત સંઘર્ષગાથા1
- બેંકીંગ, અમરેલી..... રાજુલા..... રાજુલા શહેરમાં બની હીટ એન્ડ રનની ઘટના...... રાજુલા પોલીસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો...... ફોર વ્હીલર કાર ચાલકે કાબુ ગુમાવતાં સર્જી દીધો અકસ્માત....... કાર ચાલકે પગપાળા ચાલીને જતી બે મહિલાઓને અડફેટે લીધા...... અકસ્માતમાં એક મહિલાનો આબાદ બચાવ થયો અન્ય એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત...... ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા..... હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા...... સમગ્ર ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ...... આ ધટના પગલે લોકોના ટોળેટોળા એકઠા થયા...... અકસ્માતની ઘટના લઇ હ્દય દ્રાવક દ્રશ્યો સર્જાયા...... રાજુલા પોલીસ ફોર વ્હીલર કાર ચાલકને પકડી પાડવા તજવીજ હાથ ધરી...... મૃતક મહિલાનું નામ:- દયાબેન સુરેશભાઈ વરૂ,1
- વિંછીયા પો.સ્ટે.મા ચોરીના ગુન્હાના તેમજ ઉદ્યોગનગર પો.સ્ટે. મારામારીના ગુન્હાના આરોપીને પકડી, ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય સિકંદર ને ઝડપી લીધો હતો1
- સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- અમરેલી- ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર વનવિભાગ એલર્ટ જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક અજાણીયા વાહન અડફેટે દીપડાના મોતનો મામલો 26 જાન્યુઆરીએ વાહન અડફેટે દીપડાનું મોત બાદ વનવિભાગ દ્વારા ગુન્હો નોંધવામાં આવ્યો હતો વડોદરા શહેરના જોય થેવાલીયમ નામના ઇસમને જાફરાબાદ વનવિભાગ દ્વારા નોટિસ આપી હતી આરોપી જોય થેવાલીયમ સામેથી વનવિભાગ સમક્ષ હાજર થતા કાર ડિટેઇન કરી કાર ચાલકની પૂછ પરછ હાથ ધરી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર અગાવ 2 સિંહોના વાહન અડફેટે મોતના કેસ બાદ દીપડા સાથે અકસ્માત કેસ ડિટેક 3 અકસ્માતો જાફરાબાદ રેન્જ દ્વારા ડિટેક કરવામાં સફળતા મળી બાઈટ - વિરલ સિંહ ચાવડા એસીએફ શેત્રુંજી ડિવિઝન. રિપોર્ટર..કરશનપરમાર જાફરાબાદ3
- Post by Darshan rambhai parmar2
- થોડા મહિનાઓ પહેલા જ આપનેતા પ્રવિણ રામે ઘેડના ખેડૂતો માટે 14 દિવસની સફળ પદયાત્રા કાઢી હતી ત્યારે આ પદયાત્રાની અસરના કારણે સરકાર ઘેડ મુદે સફાળી જાગી હોય એવા દ્રશ્યો ઉપસ્થિત થયા છે સરકારે પદયાત્રા વખતે તેમજ તાજેતરમાં ઘેડ મુદે 1423 કરોડની વહીવટી મજૂરી આપી હોવાની જાહેરાત કરી છે સરકારની ઘેડ માટે 1423 કરોડની મંજૂરી બાદ ઘેડના ખેડૂતો માટે લડનાર પ્રવિણ રામની પ્રતિક્રિયા આવી સામે સરકાર માત્ર મંજૂરીઓ જ આપે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર કામ કરતી નથી પદયાત્રા વખતે 6 મહિના પહેલા પણ સરકારે વહીવટી મંજૂરી આપી હોવાની જાહેરાત કરી હતી અને હવે 6 મહિના પછી પણ સરકારે ફરીથી એ જ વાત દોહરાવી વાહવાહી કરવાનો પ્રયાસ કર્યો જે ભાજપના ધારાસભ્યોએ એમના કાર્યકાળ દરમ્યાન ક્યારેય ઘેડ મુદે અવાજ નથી ઉઠાવ્યો એમની વાહવાહી કરવામાં સરકાર વ્યસ્ત છે ઘેડના ખેડૂતોને તમારી વાહવાહી સાંભળવામાં રસ નથી પરંતુ ઘેડમાં પાણી ભરાવાના પ્રશ્નોનું કાયમી નિરાકરણ થાય એમા રસ છે 6 મહિનાથી હજુ માત્ર વહીવટી મંજૂરી મળી એ જ વાત સરકારમાં ચાલતી હોય તો ભાજપના રાજમા આ કામ પૂર્ણ કરવામાં અમારા ઘેડના ખેડૂતોની પેઢીઓ જતી રહેશે ઘેડના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સરકાર વાહવાહી કરવાની જગ્યાએ તત્કાલિક ધોરણે ગ્રાઉન્ડ પર કામમાં ઉતરે એવી આપનેતા પ્રવિણ રામે માંગ કરી ઘેડમાં પ્રશ્નોનું નિરાકરણ કરવાના કામોમાં ભ્રષ્ટાચાર ના થાય એવી પણ માંગ પ્રવિણ રામે કરી દરિયા બાજુથી નદી પહોળી અને ઊંડી કરવામાં આવે એવી પ્રવિણ રામની માંગ જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો દેખાશે ત્યાં હું હાજર રહી સરકારને લાઈવના માધ્યમથી ખુલ્લા પાડવાનું કામ કરી મારી ભૂતકાળમાં જાહેર કરેલી નદીની યાત્રા હું પૂર્ણ કરીશ. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ5
- ટીમાણા ટોલનાકા પાસે શાકભાજી ની આડ માં દારૂ પરેલો બોલેરો ઝડપાયો1
- ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ૨૫૦. જેટલા પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે..... ગીરના સાવજો માટે વનવિભાગ સજ્જ બન્યું છે. ધારી ગીર પૂર્વના વનવિભાગ દ્વારા સિંહો અને વન્ય પ્રાણીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ડિવિઝન હેઠળ આવતી ૮ રેન્જમાં ૨૫૦ જેટલા પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. અને સિંહોને ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની અછત ના રહે તે વનવિભાગ ખડેપગે રહ્યું છે. અને આઠ રેન્જમાં બીટ ગાર્ડને પાણી ભરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ધારી ગીર વનવિભાગ સિંહો અને વન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન બાબતમાં કટિબધ્ધ રહ્યું છે. આ સમગ્ર બાબતે ડીસીએફ વિકાસ યાદવ દ્વારા માહિતી આપવામાં આવી હતી....1