Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર : નસવાડી ફોરેસ્ટ ઓફિસે ખેરના લાકડા સાથે ટ્રક પકડી, લાખોનો મુદ્દામાલ જપ્ત
Janshe Gujarat
છોટાઉદેપુર : નસવાડી ફોરેસ્ટ ઓફિસે ખેરના લાકડા સાથે ટ્રક પકડી, લાખોનો મુદ્દામાલ જપ્ત
More news from Chhotaudepur and nearby areas
- Post by Janshe Gujarat1
- Post by મધ્ય ગુજરાત નો અવાજ ન્યૂઝ1
- છોટાઉદેપુર પોલીસ વડા દ્વારા હોલિકા પૂજન1
- છોટાઉદેપુર જિલ્લામાં ફોરેસ્ટ વિભાગની મોટી કાર્યવાહી. પપૈયાની આડમાં ખેર લાકડાની ગેરકાયદે તસ્કરી ઝડપાઈ. અંદાજે 35 લાખ રૂપિયાનું મુદ્દામાલ જપ્ત, ડ્રાઈવર ઝડપાયો. વન સંપત્તીની રક્ષા માટે વિભાગ સંપૂર્ણ સક્રિય. YouTube Link in Coment box1
- પુષ્પા સ્ટાઇલમાં ખેર લાકડાની હેરાફેરી ઝડપાઈ છોટાઉદેપુર જિલ્લામાં ફરી એકવાર લાકડાની ગેરકાયદેસર હેરાફેરીનો મોટો કિસ્સો સામે આવ્યો છે. પપૈયાની આડમાં ખેરના લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી હતી, જે નસવાડી ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડી છે કાર્યવાહીમા 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નાયબ વન સરક્ષક આર.બી. સોલંકી તથા એસી એફ જે.કે. સોલંકીને બાતમી મળી હતી કે ખેરના લાકડાથી ભરેલી એક ગાડી ગેરકાયદેસર રીતે પસાર થવાની છે બાતમીના આધારે તેમની સૂચના અને માર્ગદર્શન હેઠળ નસવાડી રેન્જનો સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવ્યો. ફોરેસ્ટ વિભાગની ટીમે મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે પર આવેલા કરજણ ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી. થોડા સમયમાં ગાડી નંબર MH0GF2877 ત્યાં પહોંચી. ટીમે ગાડી અટકાવી તપાસ કરતા ઉપરથી પપૈયાનો માલ દેખાતો હતો, પરંતુ અંદર તપાસ કરતા ખેરના લાકડાનો મોટો જથ્થો છુપાવેલો મળ્યો. ફોરેસ્ટ અધિકારીઓએ ગાડીના ડ્રાઇવર પાસેથી લાકડાની હેરાફેરી માટે જરૂરી પાસ-પરમિટ માંગ્યા, પરંતુ ડ્રાઇવર પાસે કોઈપણ પ્રકારની કાયદેસર પરમિટ ન હતી. આથી ભારતીય વન અધિનિયમ 1927ની કલમ 41(2)(બી) હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી ગાડીને તાત્કાલિક નસવાડી રેન્જ કચેરીએ લઈ જવામાં આવી. નસવાડી રેન્જ કચેરી ખાતે મુદ્દામાલની વિગતવાર ચકાસણી કરતા અંદાજે 20 ટન જેટલો છોલેલો ખેરનો લાકડાનો માલ મળી આવ્યો હતો. આ લાકડાની અંદાજિત કિંમત આશરે 15 લાખ રૂપિયા છે, જ્યારે ગાડીની કિંમત અંદાજે 20 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્ આમ કુલ મળીને લગભગ 35 લાખ રૂપિયાનો મુદ્દામાલ ફોરેસ્ટ વિભાગે જપ્ત કર્યો છે. આ કેસમાં ડ્રાઇવર આરોપી તરીકે ઝડપાયો છે હાલ આ સમગ્ર મામલાની વધુ તપાસ નસવાડી રેન્જના આરએફઓ આર.જે. વણકર દ્વારા કરવામાં આવી રહી છે ફોરેસ્ટ વિભાગ હવે આ હેરાફેરી પાછળ સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે પણ તપાસ આગળ વધારી છે. છેલ્લા કેટલાક સમયથી લાકડાની ગેરકાયદેસર હેરાફેરીના કિસ્સાઓમાં વધારો થયો છે, જેને રોકવા માટે ફોરેસ્ટ વિભાગ સતત સતર્ક બની કામગીરી કરી રહ્યો છે. આ કાર્યવાહીને કારણે લાકડાના માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. પપૈયાની આડમાં ખેરના લાકડાની હેરાફેરી કરવી એ ફિલ્મી અંદાજમાં કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિનું ઉદાહરણ બની છે. પરંતુ ફોરેસ્ટ વિભાગની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી આ પ્રયાસ નિષ્ફળ ગયો છે. ફોરેસ્ટ વિભાગની આ સફળ કાર્યવાહીએ એકવાર ફરી સાબિત કર્યું છે કે જંગલ સંપત્તિના રક્ષણ માટે વિભાગ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે આગળ પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. રિપોર્ટર છોટાઉદેપુરથી, ઇમરાન મિર્ઝા1
- ટીંબા માં હોળી દહન1
- Post by Jasmin B Shah1
- Post by Janshe Gujarat1