Shuru
Apke Nagar Ki App…
છોટાઉદેપુર જિલ્લામાં ધુળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહભેર ઉજવાયો, છોટાઉદેપુર : બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં ધુળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહભેર ઉજવાયો, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ધુળેટીની ઉજવણી, છોટાઉદેપુર ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ ઉજવણી, તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાને રંગ લગાવી ધુળેટીની શુભેચ્છા પાઠવી, ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) પણ જોડાયા, પરસ્પર પ્રેમ, ભાઈચારાની ભાવનાથી તહેવારની ઉજવણી કરી, નાના મોટા અધિકારીઓ સાથે જોડાતા એકતાનો સંદેશ આપ્યો., રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
Reporter MIRZA IMRAN.973789415
છોટાઉદેપુર જિલ્લામાં ધુળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહભેર ઉજવાયો, છોટાઉદેપુર : બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં ધુળેટીનો તહેવાર આનંદ અને ઉત્સાહભેર ઉજવાયો, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં ધુળેટીની ઉજવણી, છોટાઉદેપુર ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિશેષ ઉજવણી, તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજાને રંગ લગાવી ધુળેટીની શુભેચ્છા પાઠવી, ઉજવણીમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) પણ જોડાયા, પરસ્પર પ્રેમ, ભાઈચારાની ભાવનાથી તહેવારની ઉજવણી કરી, નાના મોટા અધિકારીઓ સાથે જોડાતા એકતાનો સંદેશ આપ્યો., રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર
- Reporter MIRZA IMRAN.973789415છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત🙏7 hrs ago
More news from Gujarat and nearby areas
- ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ધૂળેટીની ઉજવણી કરાઈ,DYSP પણ ઉજવણીમાં જોડાયા આજે તારીખ 04/03/2026 બુધવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં ઝાલોદ શહેરના ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે હોળી-ધૂળેટીનો પર્વ ઉત્સાહ, આનંદ અને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર દાહોદ જિલ્લામાં રંગોત્સવની ઉજવણી ચાલી રહી છે, ત્યારે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રંગોનો આ પર્વ ઉજવાયો હતો. ઝાલોદ ડિવિઝનના ડૉ. ડી.આર. પટેલ, પોલીસ સ્ટેશનના પી.આઈ. રવિ ગામીત તેમજ પી.એસ.આઇ સીસોદીયા સહિત સમગ્ર પોલીસ સ્ટાફે ડીજેના તાલે ટીમલી રમતા એકબીજાને અબીલ-ગુલાલ, કંકુ અને કુદરતી કેશુડાના રંગોથી રંગી ભાઈચારાનો સંદેશ આપ્યો હતો. *“રંગો ભળે ત્યારે દિલો ભળે” – ડી.વાય.એસ.પી ડી.આર. પટેલનો સંદેશ* ડી.વાય.એસ.પી ડી.આર. પટેલે ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે હોળી એ માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ તે સમાજમાં રહેલી ભેદભાવની દીવાલોને દૂર કરી સૌને એક મંચ પર લાવવાનો અવસર છે. તેમણે જણાવ્યું કે પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા અને મિત્રતા વધુ મજબૂત બને તે માટે આવા ઉત્સવો મહત્વપૂર્ણ છે. તેમણે નાગરિકોને શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અનુરોધ કર્યો હતો. *“પોલીસ તમારી મિત્ર” – પી.આઈ. રવિ ગામીતનો સંદેશ* પી.આઈ. રવિ ગામીતે જણાવ્યું હતું કે પોલીસ માત્ર કાયદો-વ્યવસ્થા જાળવતી સંસ્થા નથી, પરંતુ સમાજનો એક અભિન્ન ભાગ છે. તહેવારો દરમિયાન પ્રજાની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ અમારી પ્રથમ ફરજ છે. તેમણે ઉમેર્યું કે હોળી-ધૂળેટી જેવા પર્વો સમાજમાં સકારાત્મક ઉર્જા, પરસ્પર સન્માન અને એકતાનો ભાવ પ્રગટ કરે છે. *સામાજિક સમરસતાનો જીવંત ઉદાહરણ* ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી આ ઉજવણી એ પ્રજા-પોલીસ મિત્રતાનું જીવંત ઉદાહરણ બની રહી. રંગોની મસ્તીમાં પણ જવાબદારી અને સંવેદનશીલતા જાળવી પોલીસ સ્ટાફે સંદેશ આપ્યો કે શાંતિ, સમરસતા અને સહઅસ્તિત્વ જ સાચા ઉત્સવની ઓળખ છે. હોળી-ધૂળેટીનો આ રંગોત્સવ માત્ર આનંદ સુધી સીમિત ન રહી, પરંતુ સમગ્ર સમાજને એકતા, ભાઈચારા અને માનવતા તરફ આગળ વધવા પ્રેરિત કરતો સંદેશ આપી ગયો.1
- DAHOD_આદિવાસી ભીલ સમાજમાં લગ્ન સમારોહ અંગેના ખાસ નિયમો અને નિયમો. #news #dahod #breaking #adivasi1
- પુષ્ટિભકિતમાં અનન્ય માહાત્મય ધરાવતા ફૂલફાગ હોળી રસીયા મહોત્સવની કાલોલના વૈષ્ણવ સમાજ દ્વારા એનએમજી હોસ્પિટલ ચોક આંગણે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખાતે પુષ્ટિ ભકિત પ્રેરક પૂ. પા. ગો. 108 શ્રી રવિકુમારજી મહારાજશ્રી (મથુરા-કાંકરોલી-વડોદરા-ભરૂચ) , અ . સૌ શ્રીયાંગના વહુજી મહારાજ , ચી.પૂ પા.ગૌ ૧૦૮ શ્રી મધુરમકુમાર મહોદય (વ્રજપાલ લાલજી) અ. સૌ. વૃજાંગના વહુજી સમેત વલ્લભકુળ પરીવારની મંગલ ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજ આયોજીત ફૂલફાગ મનોરથમાં કાલોલ નગર સહિત આસપાસના અંદાજે ૨૦૦૦ જેટલા વૈષ્ણવ ખેલૈયાઓ સ્વયંભૂ ઉમટી પડતા મનોરથ સ્થળે વ્રજભૂમિ જેવો અલૌકિક માહોલ સર્જાયો હતો. કાલોલ વૈષ્ણવ સમાજ અને ખાસ કરીને યુવા વૈષ્ણવો ઘ્વારા મનોરથની જાજવલ્યમાન ઉજવણીના ઉપલક્ષમાં પાછલા કેટલાક દિવસોથી ચાલતી તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આજે વહેલી સવારથી જ કાલોલ અને આસપાસના વૈષ્ણવો આગમન થતાં કાલોલ વૈષ્ણવ સમાજે સૌને ઉષ્માભેર આવકાર્યા હતા.આ પ્રસગે તમામ વૈષ્ણવજન કેસરી પરીધાનમાં સજ્જ રહેતા કેશૂડીયો માહોલ સર્જાર્યો હતો. જયાં સાયંકાલે વલ્વકુળ પરીવારના પ્રેરક આશિર્વચનો - ચરણ સ્પર્શ અને વૈષ્ણવાચાર્ય પુ પા ગૌ ૧૦૮ શ્રી રવીકુમાર તેમજ વહુજી મહારાજ અને વલ્લભકુલ પરીવાર ની અલૌકિક ઉપસ્થિતીમાં વૈષ્ણવ સમાજે ફૂલફાગ હોળી ખેલ અને રસીયાનો લોકિક લ્હાવો લૂટયો હતો.વલ્લભકુલ પરિવાર સાથે વૈષ્ણવોએ ફૂલો ની પાંખડીઓ થી ફુલફાગ ની ઉજવણી કરી હતી.ડેરોલ સ્ટેશન ના શ્રી કૃષ્ણ ભજન મંડળ દ્વારા રસીયા નુ ગાન કરવામાં આવ્યુ હતુ. વૈષ્ણવ સમાજ ની લાગણીને માન આપી વલ્લભકુલ પરીવાર દ્વારા પણ રસીયા ગાન કરવામાં આવ્યું હતુ.મનોરથના અંતે સમૂહ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વપે ઉજવાયો હતોફૂલફાગ મનોરથ અંતર્ગત અંદાજીત 1.5 મે.ટન ઉપરાંતના ગુલાબપર્ણો ઉપયોગમાં લેવાયા હતા જેને ચૂંટી કાઢવા મહિલા મંડળ સહિત વૈષ્ણવોએ સેવાઓ આપી હતી.2
- Post by Dabhoi_Attractions1
- વડોદરા શહેરની અંદર દેખાતા ચકચાર મચી ગયા1
- क्राइम दस्तक न्यूज़ रिपोर्ट सावधान! तेजाब हमला अब पड़ेगा बहुत भारी, नए कानून BNS धारा 124 के तहत होगी उम्रकैद1
- દાહોદ LCB પોલીસે નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝડપી પાડયા આજે તારીખ 04/03/2026 બુધવારના રોજ સાંજે 5.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ LCB પોલીસે છેલ્લા બે વર્ષથી દાહોદ ટાઉન "એ" ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ લીમખેડા પો.સ્ટે.વિસ્તારમાં પશુ પ્રત્યે ઘાતકીપણું અધિ.ના ગુન્હામાં નાસતા ફરતા અને ગૌરક્ષકો ઉપર હુમલો કરનાર મુખ્ય આરોપી એમ બે આરોપીઓને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.1
- DAHOD_आदिवासी भील समाज में लगन प्रसंग को लेकर विशेष नियम कायदे #news #dahodlive #adivasi #breaking1
- વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં હોળી પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસે તાલુકા અને નગર વિસ્તારમાં વિવિધ સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ડભોઇ નગરમાં મહાલક્ષ્મી માતાના મંદિર પાસે યોજાયેલી ઉજવણી મુખ્ય આકર્ષણ બની હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ 18 ફૂટ ઊંચી ફમથી બનેલી વિશાળ હોલિકાનું નિર્માણ કરાયું હતું. તેની આસપાસ પૌરાણિક દ્રશ્યોનું સર્જન કરવામાં આવ્યું હતું, જે પ્રાચીન ધાર્મિક પ્રસંગને જીવંત બનાવતું હતું.1