ગાજણ-6 તાલુકા પંચાયત સીટ પર ત્રિપાખીયો જંગ: ટિકિટ કાપાતા કોંગ્રેસમાં રોષ, રાજકારણ ગરમાયું.. મોડાસા, તા.:23 એપ્રિલ 2026 સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મોડાસા તાલુકામાં આવનારી તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. ખાસ કરીને ગાજણ-6 સીટ પર ત્રિપાખીયા જંગની સ્થિતિ ઉભી થતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ દ્વારા શરૂઆતમાં કાર્યકર જવાનસિંહ ઠાકોરને ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બીજા જ દિવસે તેમની ટિકિટ કાપીને અન્ય ઉમેદવારને ફાળવતા કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગાજણ ગામના મોટા ભાગના મતદારો જવાનસિંહ ઠાકોરના સમર્થનમાં હોવાનું કહેવાઈ રહ્યું છે, જેને કારણે ગામમાં રાજકીય તણાવ વધ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ક્ષેત્રે સક્રિય રહેલા જવાનસિંહ ઠાકોરની ટિકિટ રદ થતા કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો અને ઠાકોર સમાજમાં અસંતોષ વ્યાપ્યો છે. આ પરિસ્થિતિમાં ગામના યુવાનો અને વડીલો દ્વારા સંગઠિત થઈને હર્ષદસિંહ પરમારને સ્વતંત્ર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવાની ચર્ચાઓ તેજ બની છે. આ સમગ્ર ઘટનાક્રમને કારણે ગાજણ-6 સીટ પર હવે કોંગ્રેસ, ભાજપ અને સ્વતંત્ર ઉમેદવાર વચ્ચે ત્રિપાખીયો જંગ સર્જાયો હોવાનું માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં એ પણ ચર્ચાઈ રહ્યું છે કે કેટલાક સ્થાનિક નેતાઓની ભૂમિકા અને આંતરિક અસંતોષ ચૂંટણીના પરિણામોને અસર કરી શકે છે. આવતી ચૂંટણીમાં ગાજણ-6 સીટ પર શું પરિણામ આવશે તે જોવાનું રહ્યું, પરંતુ હાલની પરિસ્થિતિએ સમગ્ર મોડાસા તાલુકાનું રાજકારણ ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે. રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409

- મહીસાગર જીલ્લામા આવી રહેલી સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં મહીસાગર જિલ્લામાં રહેતા તમામ મતદારોને મતદાનના દિવસે મતદાન કરવા આહવાન કર્યું1
- મોંઘવારી અને બેરોજગારો સામે હથિયાર:ઝાડું પર વોટ :1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ગામે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગામમાં સુરક્ષા અંગે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે સહકાર આપવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.1
- दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।1
- politics ##india#reality##@@1
- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1
- પંચમહાલ પોલીસની અદભુત અને પ્રશંશનીય કામગીરી.. મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકની હદમાંથી અપહરણ કરાયેલ 2 બાળકોને છોડાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું2