Shuru
Apke Nagar Ki App…
મોડાસા શહેરની શૈખુલહિન્દનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શાળા પ્રવેશોત્સવના અવસરે, જનાબ મો. યુસુફ આઈ. ટાઢા દ્વારા શાળાને ૨૫૦ નંગ કપડાંનું ઉદાર દાન અર્પણ કરવામાં આવ્યું હતું.
Arvalli city news
મોડાસા શહેરની શૈખુલહિન્દનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શાળા પ્રવેશોત્સવના અવસરે, જનાબ મો. યુસુફ આઈ. ટાઢા દ્વારા શાળાને ૨૫૦ નંગ કપડાંનું ઉદાર દાન અર્પણ કરવામાં આવ્યું હતું.
More news from ગુજરાત and nearby areas
- સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ત્રિ દિવસીય કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને આંગણવાડીના બાળકોના પ્રવેશોત્સવની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત અરવલ્લી જિલ્લામાં પણ આ કાર્યક્રમોનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ ત્રી દિવસીય પ્રવેશોત્સવ 23, 24 અને 25 જૂનના રોજ યોજાઈ રહ્યો છે, જેના પ્રથમ દિવસે બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. મેઘરજ તાલુકામાં પણ વિવિધ સ્થળોએ કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને આંગણવાડીના બાળકોના પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજાયા હતા. તાલુકા કક્ષાએ પ્રથમ દિવસે લાખાપુર પ્રાથમિક શાળા ખાતે બાળકોના પ્રવેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાનો તરીકે મેઘરજ ફોરેસ્ટ વિભાગના આર.એફ.ઓ. એ.સી. રાઠોડ અને વાઘપુર કો-ઓર્ડિનેટર સી.આર.સી. ભાવેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. લાખાપુર શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં બાલવાટિકા અને લાખાપુર આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને આંગણવાડીની કીટ આપીને તેમને આવકારવામાં આવ્યા હતા.4
- મોડાસા શહેરની શૈખુલહિન્દનગર પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શાળા પ્રવેશોત્સવના અવસરે, જનાબ મો. યુસુફ આઈ. ટાઢા દ્વારા શાળાને ૨૫૦ નંગ કપડાંનું ઉદાર દાન અર્પણ કરવામાં આવ્યું હતું.1
- અરવલ્લી જિલ્લાના વડાગામમાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં એક હોટલ માલિકના પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં ઇજાગ્ર્રસ્ત થયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.1
- અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મેવડા ગામમાં ખાનગી જમીનમાંથી મોટા પાયે માટીની ચોરીનો મામલો સામે આવ્યો છે. આ ઘટના જિલ્લામાં ગૌચર, પડતર અને સરકારી જમીનમાંથી થતી ચોરીઓ બાદ સામે આવી છે, જે સવાલ ઉભો કરે છે કે શું હવે ખાનગી જમીનો પણ સુરક્ષિત રહી નથી.1
- મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના જમીયતપુરા વિસ્તારમાં ચોમાસું શરૂ થતાં જ વિકાસના મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયા છે. ડિજિટલ યુગ અને સ્માર્ટ વિકાસની વાતો વચ્ચે, જમીયતપુરા અને ધાવડીયા વિસ્તારના આશરે ૩૦૦ પરિવારો આજે પણ મૂળભૂત સુવિધાઓના અભાવે ચોમાસાના ત્રણ મહિના સુધી જાણે ‘ટાપુવાસી’ બની રહેવા મજબૂર બને છે. વિરપુર સીએચસીથી જમીયતપુરા જતો એકમાત્ર એક કિલોમીટરનો માર્ગ લાવેરી નદી પર આવેલા કોઝવે પરથી પસાર થાય છે. વરસાદ શરૂ થતાં જ આ કોઝવે પર પાણી ફરી વળે છે અને આખો વિસ્તાર બહારની દુનિયા સાથેનો સંપર્ક ગુમાવી બેસે છે. કોઝવે પર કેડ સમા પાણી ભરાઈ જતા લોકોની અવરજવર સંપૂર્ણપણે ઠપ થઈ જાય છે, જેના કારણે પશુપાલકો દૂધ ભરાવવા જઈ શકતા નથી, ખેડૂતો ખેતીકામ માટે ખેતરો સુધી પહોંચી શકતા નથી અને બાળકોના અભ્યાસ પર સીધી અસર થાય છે. આ ઉપરાંત, જો કોઈ દર્દી કે ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવારની જરૂર પડે તો પરિવારજનો માટે ગંભીર ચિંતા અને ભયની સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે કે વર્ષોથી આ સમસ્યા યથાવત છે, તેમ છતાં કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી થઈ નથી. એક તરફ સરકાર વિકાસના દાવાઓ કરે છે, તો બીજી તરફ માત્ર એક કોઝવેના અભાવે ૩૦૦ પરિવારોનું જીવન વરસાદી મોસમમાં ઠપ થઈ જવું એ ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. હવે સવાલ એ છે કે ડિજિટલ યુગમાં પણ ૩૦૦ પરિવારોને ત્રણ મહિના સુધી ઘરમાં કેદ રહેવું પડે, એ જ વિકાસનું ચિત્ર છે? તંત્ર આ ગંભીર સમસ્યાને ક્યારે પ્રાથમિકતા આપશે અને જમીયતપુરાને આ ‘ટાપુવાસી’ જેવી હાલતમાંથી ક્યારે મુક્તિ અપાવશે, તે જોવું રહ્યું.4
- મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાળના મુવાડા ગામે એક ખેતરમાં આશરે ૮ ફૂટ લાંબો મસમોટો મગર જોવા મળ્યો હતો. ખેડૂત કાંતિભાઈએ આ અંગે તાત્કાલિક વનવિભાગને જાણ કરી હતી. સ્થળ પર તપાસ કરતા, આ મગર સાથે તેના તાજા જન્મેલા ૧૦ બચ્ચા પણ મળી આવ્યા હતા. લુણાવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ. ગામીતની સૂચના મુજબ, સિગ્નલી રાઉન્ડના રાઉન્ડ ફોરેસ્ટર ગોરીબેન હઠીલા, સમીરખાન પઠાણ, વિષ્ણુભાઈ પૂજારા, જીવરાજભાઈ ગઢવી અને વિનાબેન પગી સહિતના વનવિભાગના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે કાંતિભાઈ માછીના ખેતરમાંથી મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને તેના ૧૦ બચ્ચાને પણ સુરક્ષિત રીતે પકડી પાડ્યા હતા. ત્યારબાદ મગર અને તેના બચ્ચાને સહી સલામત રીતે મહીસાગર નદીમાં છોડી દેવામાં આવ્યા હતા, જેના પગલે ખેડૂતે રાહતનો શ્વાસ લીધો હતો.4
- મહેસાણા જિલ્લા કલેકટરશ્રી એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને ૨૨ જૂન, ૨૦૨૬ના રોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી તરફથી મળેલી સૂચના અનુસાર, જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે પ્રજાજનોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં કુલ ૧૨૬ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને લોકોના પ્રશ્નો અને રજૂઆત રૂબરૂ સાંભળી કેટલાક રચનાત્મક સલાહ-સૂચનો આપી સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. અરજદારો દ્વારા દબાણ, જમીન માપણી, રીસર્વેની કામગીરી, મફત પ્લોટ ફાળવવા બાબત, નમોશ્રી યોજનાનો લાભ મેળવવા બાબત, ગટરના પાણીના પ્રદૂષણ બાબત, બસ રૂટ પુન: શરૂ કરવા બાબત, વરસાદી પાણીના નિકાલ બાબત, પીએમ કિસાન યોજનાના બંધ થયેલ પૈસા ચાલુ કરવા બાબત, અને ઓ.એન.જી.સી.માં જમીન સંપાદન અને વળતર સહિતના વિવિધ મુદ્દાઓ પર પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કલેકટરશ્રીએ પ્રજાજનોના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી અંચુ વિલ્સન, નિવાસી અધિક કલેક્ટર શ્રી મયંક પટેલ, ડીવાયએસપી શ્રી મિલાપ પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.1
- મોડાસાની મદની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને બસ, બેગ, કપડાં અને નોટબુક જેવી વિવિધ સુવિધાઓનું દાન કરવામાં આવ્યું હતું, જેનાથી શાળા પ્રવેશોત્સવનું આયોજન વધુ ભવ્ય અને વિદ્યાર્થીઓ માટે લાભદાયી બન્યું.1