logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દિવ્ય ભાસ્કરનું મહા‌ કવરેજ સ્વ રાજ્યની ચૂંટણીના પરીણામ પર સૌથી આગળ દિવ્ય ભાસ્કર એપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોની સતત અપડેટ્સ બસ માત્ર ને માત્ર દિવ્ય ભાસ્કરની એપ સાથે સમાચારોથી અપડેટ્સ આવતી‌ કાલેથી સવારે સાત‌ વાગે

8 hrs ago
user_DILIPBHAI BARIA
DILIPBHAI BARIA
સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
8 hrs ago

દિવ્ય ભાસ્કરનું મહા‌ કવરેજ સ્વ રાજ્યની ચૂંટણીના પરીણામ પર સૌથી આગળ દિવ્ય ભાસ્કર એપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોની સતત અપડેટ્સ બસ માત્ર ને માત્ર દિવ્ય ભાસ્કરની એપ સાથે સમાચારોથી અપડેટ્સ આવતી‌ કાલેથી સવારે સાત‌ વાગે

More news from ગુજરાત and nearby areas
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોની સતત અપડેટ્સ બસ માત્ર ને માત્ર દિવ્ય ભાસ્કરની એપ સાથે સમાચારોથી અપડેટ્સ આવતી‌ કાલેથી સવારે સાત‌ વાગે
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોની સતત અપડેટ્સ બસ માત્ર ને માત્ર દિવ્ય ભાસ્કરની એપ સાથે સમાચારોથી અપડેટ્સ આવતી‌ કાલેથી સવારે સાત‌ વાગે
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    8 hrs ago
  • કૃષિ ઇનપુટ વેપારીઓનો દેશવ્યાપી પ્રતીકાત્મક બંધ: વિવિધ માંગણીઓ સાથે ઝાલોદમાં પણ દુકાનો બંધ આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દેશભરના કૃષિ ઇનપુટ વેપારીઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને લઈને આજે એક દિવસીય પ્રતીકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું. All India Agro Input Dealers Associationના આહવાન હેઠળ યોજાયેલા આ બંધને ઝાલોદ તાલુકા સહિત પંચમહાલ વિસ્તારમાં વ્યાપક સમર્થન મળ્યું. ઝાલોદમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં ભાગ લીધો. વેપારીઓએ ખાસ ધ્યાન રાખ્યું કે ખેડૂતોને જરૂરી સેવાઓમાં કોઈ મોટી અડચણ ન સર્જાય. વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ કૃષિ ઇનપુટ વ્યવસાયમાં અનેક ટેક્નિકલ અને નીતિગત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. DBT અને POS સિસ્ટમમાં વારંવાર એરર આવવા, OTP સંબંધિત મુશ્કેલીઓ, સ્ટોકમાં ગેરસમાનતા અને હાઈ-સ્પીડ ઇન્ટરનેટની ફરજિયાતતા જેવા મુદ્દાઓ વેપારીઓ માટે પડકારરૂપ બન્યા છે. તે ઉપરાંત યુરિયા અને DAP જેવા ખાતરો સાથે ફરજીયાત ટેગિંગના કારણે વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે. નાપાસ સેમ્પલના કેસમાં કંપનીઓની જવાબદારી હોવા છતાં વેપારીઓને જવાબદાર ઠેરવાતા અસંતોષ વધી રહ્યો છે. વેપારીઓએ પોતાની મુખ્ય માંગણીઓમાં ટેગિંગ પ્રથા બંધ કરવી, DBT અને POS સિસ્ટમ સરળ બનાવવી, સેમ્પલ ફેલ કેસમાં વેપારીઓને મુક્તિ આપવી, ડીલર માર્જિનમાં વધારો કરવો, ખાતરોની F.O.R આધારિત ડિલિવરી ફરજીયાત કરવી અને સાથી પોર્ટલને માત્ર કંપનીઓ સુધી મર્યાદિત રાખવાની માંગણી કરી છે. આ સાથે નેનો યુરિયા અને નેનો DAP જેવા ઉત્પાદનો અંગે પણ વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોમાં પૂરતો વિશ્વાસ ન બન્યો હોવા સાથે સ્પ્રે પ્રક્રિયામાં વધારાનો ખર્ચ અને મહેનતનો મુદ્દો પણ સામે આવ્યો છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે. ઝાલોદ સહિત સમગ્ર વિસ્તારમાં વેપારીઓએ એકતા દર્શાવી આ પ્રતીકાત્મક બંધને સફળ બનાવ્યો છે.
    1
    કૃષિ ઇનપુટ વેપારીઓનો દેશવ્યાપી પ્રતીકાત્મક બંધ: વિવિધ માંગણીઓ સાથે ઝાલોદમાં પણ દુકાનો બંધ
આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 
દેશભરના કૃષિ ઇનપુટ વેપારીઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને લઈને આજે એક દિવસીય પ્રતીકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું. All India Agro Input Dealers Associationના આહવાન હેઠળ યોજાયેલા આ બંધને ઝાલોદ તાલુકા સહિત પંચમહાલ વિસ્તારમાં વ્યાપક સમર્થન મળ્યું.
ઝાલોદમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં ભાગ લીધો. વેપારીઓએ ખાસ ધ્યાન રાખ્યું કે ખેડૂતોને જરૂરી સેવાઓમાં કોઈ મોટી અડચણ ન સર્જાય.
વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ કૃષિ ઇનપુટ વ્યવસાયમાં અનેક ટેક્નિકલ અને નીતિગત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. DBT અને POS સિસ્ટમમાં વારંવાર એરર આવવા, OTP સંબંધિત મુશ્કેલીઓ, સ્ટોકમાં ગેરસમાનતા અને હાઈ-સ્પીડ ઇન્ટરનેટની ફરજિયાતતા જેવા મુદ્દાઓ વેપારીઓ માટે પડકારરૂપ બન્યા છે.
તે ઉપરાંત યુરિયા અને DAP જેવા ખાતરો સાથે ફરજીયાત ટેગિંગના કારણે વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે. નાપાસ સેમ્પલના કેસમાં કંપનીઓની જવાબદારી હોવા છતાં વેપારીઓને જવાબદાર ઠેરવાતા અસંતોષ વધી રહ્યો છે.
વેપારીઓએ પોતાની મુખ્ય માંગણીઓમાં ટેગિંગ પ્રથા બંધ કરવી, DBT અને POS સિસ્ટમ સરળ બનાવવી, સેમ્પલ ફેલ કેસમાં વેપારીઓને મુક્તિ આપવી, ડીલર માર્જિનમાં વધારો કરવો, ખાતરોની F.O.R આધારિત ડિલિવરી ફરજીયાત કરવી અને સાથી પોર્ટલને માત્ર કંપનીઓ સુધી મર્યાદિત રાખવાની માંગણી કરી છે.
આ સાથે નેનો યુરિયા અને નેનો DAP જેવા ઉત્પાદનો અંગે પણ વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોમાં પૂરતો વિશ્વાસ ન બન્યો હોવા સાથે સ્પ્રે પ્રક્રિયામાં વધારાનો ખર્ચ અને મહેનતનો મુદ્દો પણ સામે આવ્યો છે.
વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે. ઝાલોદ સહિત સમગ્ર વિસ્તારમાં વેપારીઓએ એકતા દર્શાવી આ પ્રતીકાત્મક બંધને સફળ બનાવ્યો છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
  • ✌️🙏
    1
    ✌️🙏
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    3 hrs ago
  • ભારતમાલા હાઈવે પર પીગળી ગામ નજીક વેગનઆર કાર પલટી ખાઈ જતા એક જ કુટુંબના ચારના મોત એક નો બચાવ. ગોધરા થી વડોદરા સુધી મુંબઈ દિલ્હી હાઇવે ભારત માલા પ્રોજેક્ટ નો હાઇવે હાલમાં જ શરૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વડોદરા ના  તાંદલજા ના પરિવારને આ હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. કાલોલ પોલીસ મથકે મોહમ્મદ ઇમરાન અસગર ખીચી રે.તહુરા પાર્ક તાંદલજા દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના પરિવારજનો રાજસ્થાન મરણ પ્રસંગે બેસણામાં હાજરી આપવા માટે (૧) સાજીદ અલ્લાઉદ્દીન ખીચી (૨) ઇલિયાસ ઈકબાલ ખીંચી (૩) ઈશાક ઈકબાલ ખીંચી (૪) રેહાન અસગર ખીચી (૫) અબ્દુલરઉફ ખીંચી એમ પાંચ ઈસમો ઈલિયાસ ઈકબાલ ખીંચી ની વેગનઆર કાર GJ 06 RC 7429 લઈને ગયા હતા અને રવિવારે મોડી રાત્રે પરત આવતા હતા ત્યારે ભારત માલા દિલ્હી બોમ્બે હાઈવે ઉપર કાલોલ તાલુકાના પીંગળી ગામ પાસે કારચાલક ઈશાકભાઈ ઈકબાલભાઈ ખીચી કાર ચલાવતા હતા તેઓને કાર ચલાવતા ઝોકું આવી જતા પુરઝડપે ચાલી રહેલી કાર લોખંડની રેલીંગ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી જેથી કારમાં સવાર પાંચ ઈસમો પૈકી ચારને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અબ્દુલ રઉફ ખીંચી નો આબાદ બચાવ થયો હતો જેઓએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશ કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરાથી પરિવારના અન્ય સભ્યો અને સંબંધીઓ કાલોલ દોડી આવ્યા હતા. એક સાથે પરિવારના ચાર સભ્યોના મોતના સમાચારથી સમગ્ર તાંદલજા પંથકમાં અને ખીચી પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
    4
    ભારતમાલા હાઈવે પર પીગળી ગામ નજીક વેગનઆર કાર પલટી ખાઈ જતા એક જ કુટુંબના ચારના મોત એક નો બચાવ.
ગોધરા થી વડોદરા સુધી મુંબઈ દિલ્હી હાઇવે ભારત માલા પ્રોજેક્ટ નો હાઇવે હાલમાં જ શરૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વડોદરા ના  તાંદલજા ના પરિવારને આ હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. કાલોલ પોલીસ મથકે મોહમ્મદ ઇમરાન અસગર ખીચી રે.તહુરા પાર્ક તાંદલજા દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના પરિવારજનો રાજસ્થાન મરણ પ્રસંગે બેસણામાં હાજરી આપવા માટે (૧) સાજીદ અલ્લાઉદ્દીન ખીચી (૨) ઇલિયાસ ઈકબાલ ખીંચી (૩) ઈશાક ઈકબાલ ખીંચી (૪) રેહાન અસગર ખીચી (૫) અબ્દુલરઉફ ખીંચી એમ પાંચ ઈસમો ઈલિયાસ ઈકબાલ ખીંચી ની વેગનઆર કાર GJ 06 RC 7429 લઈને ગયા હતા અને રવિવારે મોડી રાત્રે પરત આવતા હતા ત્યારે ભારત માલા દિલ્હી બોમ્બે હાઈવે ઉપર કાલોલ તાલુકાના પીંગળી ગામ પાસે કારચાલક ઈશાકભાઈ ઈકબાલભાઈ ખીચી કાર ચલાવતા હતા તેઓને કાર ચલાવતા ઝોકું આવી જતા પુરઝડપે ચાલી રહેલી કાર લોખંડની રેલીંગ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી જેથી કારમાં સવાર પાંચ ઈસમો પૈકી ચારને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અબ્દુલ રઉફ ખીંચી નો આબાદ બચાવ થયો હતો જેઓએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશ કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરાથી પરિવારના અન્ય સભ્યો અને સંબંધીઓ કાલોલ દોડી આવ્યા હતા. એક સાથે પરિવારના ચાર સભ્યોના મોતના સમાચારથી સમગ્ર તાંદલજા પંથકમાં અને ખીચી પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    6 hrs ago
  • ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયાના લોકો દ્વારા રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. અંદાજે 450ની વસ્તી ધરાવતા આ ફળિયાના રહીશો આઝાદીના 78 વર્ષ બાદ પણ પક્કા રસ્તાથી વંચિત હોવાના કારણે ભારે રોષમાં હતા. ગ્રામજનોનું કહેવું હતું કે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે “રસ્તો નહીં તો મત નહીં”ના નારા સાથે બહિષ્કાર જાહેર કર્યો હતો. ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાઈ જતા લોકોને હોડીમાં બેસીને અવરજવર કરવી પડે છે અને ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેથી દર્દીઓને ઉચકી રોડ સુધી લઈ જવાની નોબત આવે છે. જોકે, ચૂંટણીના દિવસે તંત્ર દ્વારા સમજાવટ અને ચર્ચા બાદ અંતે ગ્રામજનો મતદાન કરવા માટે આગળ આવ્યા હતા. સિગામહુડા બૂથ પર કુલ 386 મતદારોમાંથી 240 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામજનો આજે પણ પોતાની મુખ્ય માંગ — રસ્તાની સુવિધા — અંગે અડગ છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
    1
    ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયાના લોકો દ્વારા રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. અંદાજે 450ની વસ્તી ધરાવતા આ ફળિયાના રહીશો આઝાદીના 78 વર્ષ બાદ પણ પક્કા રસ્તાથી વંચિત હોવાના કારણે ભારે રોષમાં હતા.
ગ્રામજનોનું કહેવું હતું કે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે “રસ્તો નહીં તો મત નહીં”ના નારા સાથે બહિષ્કાર જાહેર કર્યો હતો. ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાઈ જતા લોકોને હોડીમાં બેસીને અવરજવર કરવી પડે છે અને ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેથી દર્દીઓને ઉચકી રોડ સુધી લઈ જવાની નોબત આવે છે.
જોકે, ચૂંટણીના દિવસે તંત્ર દ્વારા સમજાવટ અને ચર્ચા બાદ અંતે ગ્રામજનો મતદાન કરવા માટે આગળ આવ્યા હતા. સિગામહુડા બૂથ પર કુલ 386 મતદારોમાંથી 240 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગ્રામજનો આજે પણ પોતાની મુખ્ય માંગ — રસ્તાની સુવિધા — અંગે અડગ છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
    user_VANRAJ BHURIYA
    VANRAJ BHURIYA
    Local News Reporter Garbada, Dohad•
    12 hrs ago
  • હાલોલના જ્યોતિ સર્કલ પાસે રસ્તા પર લટકતા વીજ લાઇનનો કેબલ બાઇક ચાલકના ગળામાં ભરાઈ જતા સર્જાયો અક્સ્માત હાલોલના જ્યોતિ સર્કલ નજીક આવેલી રાધે ઉપવન સોસાયટી પાસે આજે સોમવારના રોજ બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રસ્તા પર લટકતો વીજ સર્વિસ લાઇનના કેબલને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રસ્તા ઉપર નીચે લટકતો સર્વિસ લાઇન નો વાયર બાઇક ચાલકને દેખાયો ન હતો, જેના કારણે કેબલ ગળામાં ભરાઈ જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્તોમાં શંકર રાજુભાઈ નાયક અને અજય અમરસિંહ નાયકનો સમાવેશ થાય છે. બન્ને યુવકો ગોપીપૂરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પાણીયા ગામે લગ્ન પ્રસંગે જતાં હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ઇજાગ્રસ્ત બનેલા બંને યુવકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોમાં લટકતા વીજ વાયરને લઈને રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જવાબદારો દ્વારા તાત્કાલિક તેને ઉઠાવી લેવાની માંગ ઉઠી છે.
    1
    હાલોલના જ્યોતિ સર્કલ પાસે રસ્તા પર લટકતા વીજ લાઇનનો કેબલ બાઇક ચાલકના ગળામાં ભરાઈ જતા સર્જાયો અક્સ્માત
હાલોલના જ્યોતિ સર્કલ નજીક આવેલી રાધે ઉપવન સોસાયટી પાસે આજે સોમવારના રોજ બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રસ્તા પર લટકતો વીજ સર્વિસ લાઇનના કેબલને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રસ્તા ઉપર નીચે લટકતો સર્વિસ લાઇન નો વાયર બાઇક ચાલકને દેખાયો ન હતો, જેના કારણે કેબલ ગળામાં ભરાઈ જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્તોમાં શંકર રાજુભાઈ નાયક અને અજય અમરસિંહ નાયકનો સમાવેશ થાય છે. બન્ને યુવકો ગોપીપૂરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પાણીયા ગામે લગ્ન પ્રસંગે જતાં હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ઇજાગ્રસ્ત બનેલા બંને યુવકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોમાં લટકતા વીજ વાયરને લઈને રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જવાબદારો દ્વારા તાત્કાલિક તેને ઉઠાવી લેવાની માંગ ઉઠી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..
    1
    કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. 
મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..
    user_PANCHMAHAL UPDATE
    PANCHMAHAL UPDATE
    Local News Reporter હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદમાં તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મતગણતરી દરમ્યાન મતગણતરી કેન્દ્રોને “નો વ્હીકલ ઝોન” જાહેર કરાયું આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી અંતર્ગત 28 એપ્રિલ 2026ના રોજ યોજાનારી મતગણતરીને ધ્યાનમાં રાખીને દાહોદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દાહોદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(ખ) તથા અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ હુકમ બહાર પાડવામાં આવ્યો છે કે, દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ જવાના ત્રણ રસ્તાથી સમીર હઠીલાના દવાખાના સુધીનો વિસ્તાર “નો વ્હીકલ ઝોન” તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં સામાન્ય વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાને કારણે સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાઓ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાંથી પોલીસ, સુરક્ષા દળોના વાહનો, એમ્બ્યુલન્સ તેમજ આપતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓ, ગંભીર રીતે બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો તથા સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓના વાહનોને પણ છૂટ આપવામાં આવશે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ તંત્રને આ જાહેરનામાની કડક અમલવારી માટે સૂચનાઓ આપવામાં આવી છે તેમજ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આ વ્યવસ્થા દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ૦૦૦
    1
    દાહોદમાં તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મતગણતરી દરમ્યાન મતગણતરી કેન્દ્રોને “નો વ્હીકલ ઝોન” જાહેર કરાયું 
આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી અંતર્ગત 28 એપ્રિલ 2026ના રોજ યોજાનારી મતગણતરીને ધ્યાનમાં રાખીને દાહોદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દાહોદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(ખ) તથા અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ હુકમ બહાર પાડવામાં આવ્યો છે કે, દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ જવાના ત્રણ રસ્તાથી સમીર હઠીલાના દવાખાના સુધીનો વિસ્તાર “નો વ્હીકલ ઝોન” તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં સામાન્ય વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાને કારણે સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાઓ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રતિબંધમાંથી પોલીસ, સુરક્ષા દળોના વાહનો, એમ્બ્યુલન્સ તેમજ આપતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓ, ગંભીર રીતે બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો તથા સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓના વાહનોને પણ છૂટ આપવામાં આવશે.
આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પોલીસ તંત્રને આ જાહેરનામાની કડક અમલવારી માટે સૂચનાઓ આપવામાં આવી છે તેમજ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આ વ્યવસ્થા દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
૦૦૦
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.