Shuru
Apke Nagar Ki App…
Pooja patel
More news from ગુજરાત and nearby areas
- સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના રામગઢ યુવાન સાથે છેતરપિંડી કરી લુટેરી દુલ્હન ફરાર1
- ડિવાઈડર કૂદીને ટ્રક સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ કેબિનનો કચ્ચરઘાણ નીકળ્યો, આખું વાહન બળીને ખાખ પંચમહાલ જિલ્લાના ગોધરા-અમદાવાદ હાઈવે પર આજે વહેલી સવારે ડોક્ટરના મુવાડા ગામ પાસે એક કાળજું ધ્રુજાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. બે ટ્રકો વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં ભીષણ આગ ફાટી નીકળતા એક ટ્રક ચાલકનું કેબિનમાં જ જીવતું ભડથું થયું હતું. આ પ્રચંડ અકસ્માતમાં બંને વાહનોના કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે વહેલી સવારે આઈસ્ક્રીમ ભરીને એક ટ્રક જઈ રહી હતી. આ દરમિયાન સામેથી આવી રહેલી અન્ય એક ટ્રક સાથે તેની ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને ટ્રકમાં તુરંત જ ભીષણ આગ લાગી ગઈ હતી. અકસ્માત બાદ ટ્રકના કેબિનનો લોખંડી કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આગની જ્વાળાઓએ જોતજોતામાં આખા કેબિનને લપેટમાં લઈ લીધું હતું. આ અકસ્માતમાં એક ટ્રકના ડ્રાઈવરને બહાર નીકળવાની તક મળે તે પહેલા જ તે આગમાં ફસાઈ ગયો હતો અને તેનું કરુણ મોત નીપજ્યું હતું. અન્ય એક ટ્રક રસ્તાની સાઈડમાં પલટી મારી ગઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ગોધરા ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતના કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતનો અવાજ એટલો ભયાનક હતો કે આસપાસના ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા.1
- Post by Alpesh Chauhan1
- પાકીઝા ફેશન ફરી એકવાર આપની માટે લઈને આવ્યા છે જોરદાર ઓફર જામ કોટન હેવી રીયોન અને તમામ પ્રકારના ડ્રેસ પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર તારીખ 10-11-12-13-1-2026 શનિવાર,રવિવાર,સોમવાર અને મંગળવાર તો તકનો લાભ લેવા આજે જ પધારો.. (બુધવારે રજા રહેશે) પાકીઝા ફેશન બજારમાં,ચરણ દાસનો ખાંચો,હાલોલ. મો.99246300171
- સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરે નવનિર્મિત યજ્ઞશાળાનું લોકાર્પણ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું ભક્તોમાં ઉત્સાહ1
- આમોદ તાલુકાના સુઠોદરા ગામે પ્રાથમિક શાળાના આચાર્યા તથા ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત રેખાબેન નાથાલાલ મકવાણાના સન્માનાર્થે ગ્રામજનો દ્વારા સ્નેહમિલન અને વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાની ફરજિયાત બદલીને કારણે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રણીઓ, શિક્ષક સંઘના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુઠોદરા પ્રાથમિક શાળાના નવેસરથી નિર્મિત પ્રવેશદ્વારનું લોકાર્પણ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રવેશદ્વાર રેખાબેન મકવાણાએ પોતાની કારકિર્દી દરમિયાન પ્રાપ્ત થયેલા દાનમાંથી શાળાના વિકાસ હેતુએ કરેલા યોગદાનની સ્મૃતિરૂપે નિર્માણ કરાવ્યું હોવાનું જણાયું હતું.રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સતત ૨૬ વર્ષ સુધી સમર્પણભાવથી સેવા આપી છે. તેમની બદલીના પ્રસંગે જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓની નોંધપાત્ર હાજરી તેમની શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને શ્રેષ્ઠ કામગીરીને પ્રતિબિંબિત કરતી હતી.આ કાર્યક્રમમાં ભરૂચ શિક્ષણ સમિતિના અધ્યક્ષ સંજયસિંહ સિંઘા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિનકુમાર શાહ, પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અંગત સચિવ એલ.કે. જોગલ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમાર, પૂર્વ પ્રમુખ ચંદ્રકાંત જંબુસરીયા, આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રધ્યુમનસિંહ રાઉલજી સહિત શિક્ષણ વિભાગના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્નેહમિલન દરમિયાન રેખાબેન મકવાણાએ ભરૂચ જિલ્લા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૭,૦૦૦ તથા આમોદ તાલુકા શિક્ષણ ઘટક સંઘને રૂ. ૫,૦૦૦ની સહાય ચેક રૂપે અર્પણ કરી પોતાની સેવાભાવના વ્યક્ત કરી હતી. ભરૂચ અને આમોદ જિલ્લા શિક્ષણ સમિતિ, તાલુકા શિક્ષણ સંઘ, સુઠોદરા ગ્રામજનો તથા વીર મેઘમાયા સેવા સમિતિ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ, એસસી ભાજપા મોરચાના પ્રમુખ વસંતભાઈ પરમારે રૂ. ૫,૦૦૦ની રોકડ ભેટ આપી તેમની દીર્ઘ શિક્ષણ સેવાને સરાહના કરી હતી.સુઠોદરા ગામે યોજાયેલો આ સ્નેહમિલન અને વિદાય સમારંભ શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ બની સમગ્ર શિક્ષણ જગત માટે સ્મરણિય ક્ષણ બની રહ્યો હતો.1
- સુરેન્દ્રનગર જીલ્લા ખાતરની અછતથી ખેડૂતો પરેશાન છે1
- ગીતા સિલેક્શન આપની માટે લઈને આવ્યા છે તદ્દન નવા સ્ટોકમાં જેન્ટ્સ અને બાળકો માટેના તમામ પ્રકારના કપડામાં.. ઉતરાયણ ધમાકા ઓફર ઓફર શું છે તે જાણવા આ વિડિયો પૂરો જુવો અને ઓફરનો લાભ લેવા આજે જ પહોંચી જાઓ ગીતા સિલેક્શન કાન્હા સેન્ટ્રલ,ગ્રાઉન્ડ ફ્લોર તાલુકા પંચાયત સામે,વડોદરા રોડ,હાલોલ. મો. 74340 414861
- આમોદ ખાતે આજે સાંજના સમયે સાબરમતી આશ્રમથી નીકળેલી ઐતિહાસિક દાંડી યાત્રા આમોદ આવી પહોંચતા સમગ્ર શહેરમાં દેશભક્તિ, ગૌરવ અને ગાંધીવાદી મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી. આમોદ ગાંધી આશ્રમ ખાતે પ્રાથમિક શાળા નંબર–૧ ના નનકડા વિદ્યાર્થીઓ દ્વારા દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું ભવ્ય અને ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ વર્ષ ૧૯૩૦માં અંગ્રેજી શાસન સામે અહિંસા અને સત્યના માર્ગે કરેલી ઐતિહાસિક દાંડી યાત્રાના માર્ગને નજીકથી સમજવા, અનુભવો મેળવવા તેમજ નવી પેઢી સુધી તેનો સંદેશ પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ૨ જાન્યુઆરીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી આ દાંડી યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આમોદ ખાતે આવી પહોંચી હતી. યાત્રાના સ્વાગત પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરાયેલા સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવવિભોર બનાવી દીધું હતું. આ દાંડી યાત્રાની વિશેષતા એ છે કે તેમાં દેશની સરહદોની રક્ષા કરી ચૂકેલા ૬૨ વર્ષથી ઉપરના કુલ ૧૬ નિવૃત્ત ભારતીય આર્મી જવાનો જોડાયા છે. આ તમામ જવાનો ભારતના વિવિધ રાજ્યોમાંથી આવ્યા છે અને નિવૃત્તિ બાદ પણ આજે સરકારના વિવિધ વિભાગોમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. દેશસેવાની ભાવના અને ગાંધીજીના આદર્શોને આત્મસાત કરવાના સંકલ્પ સાથે તેઓ આ ઐતિહાસિક યાત્રાનો ભાગ બન્યા છે. આમોદ ગાંધી આશ્રમ ખાતે નિવૃત્ત આર્મી જવાનોએ સરકારી શાળાના બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. આ દરમિયાન ગાંધીજીના જીવનમૂલ્યો, અહિંસા, સત્ય, શિસ્ત અને દેશપ્રેમ વિષયક વિચારોને સરળ અને રસપ્રદ અંદાજમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં નાનપણથી જ સંસ્કાર, શિસ્ત અને દેશપ્રેમની ભાવના વિકસે તેવી પ્રેરણા મળી હતી. આ પ્રસંગે દાંડી યાત્રામાં જોડાયેલા નિવૃત્ત આર્મી જવાનોનું બી.આર.સી. આસિફ પટેલ, પરિમલ મોદી, શિક્ષિકાઓ તેમજ શાળા સંચાલક ભરત વાઘેલા અને ઈબ્રાહીમ પઠાણ દ્વારા પુષ્પગુચ્છ આપી ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આમોદ શહેરમાં ગાંધીવાદી વિચારધારા અને દેશપ્રેમનો સંદેશ વ્યાપક રીતે પ્રસરી ગયો હતો. દાંડી યાત્રા માત્ર એક પદયાત્રા નથી, પરંતુ તે દેશના ઇતિહાસ, બલિદાન અને મૂલ્યોને યાદ કરાવતી જીવંત પ્રેરણા છે. નિવૃત્ત આર્મી જવાનો અને નનકડા વિદ્યાર્થીઓ વચ્ચે થયેલો આ સંવાદ આવનારી પેઢી માટે દેશપ્રેમ, શિસ્ત અને સેવા ભાવનાનું મજબૂત બીજ વાવતો યાદગાર ક્ષણ બની રહ્યો હતો.1