logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ચોટીલા-રાજકોટ હાઇવે પરથી ટ્રકના ટાંકામાંથી રૂ.૨૪.૮૫ લાખનો ઇંગ્લિશ દારૂ-બીયર ઝડપાયો: LCB સુરેન્દ્રનગરની મોટી કાર્યવાહી ચોટીલા-રાજકોટ હાઇવે પરથી ટ્રકના ટાંકામાંથી રૂ.૨૪.૮૫ લાખનો ઇંગ્લિશ દારૂ-બીયર ઝડપાયો: LCB સુરેન્દ્રનગરની મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે પર જાની વડલાના પુલ પાસેથી બાતમીના આધારે એક ટ્રકના ટાંકામાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક ચાલક સહિત કુલ રૂ.૩૯.૯૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સુચનાથી પ્રોહીબિશન પ્રવૃત્તિઓ દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન LCBના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાની વડલા પુલ પાસે વોચ ગોઠવી એક ટાટા કંપનીના ટ્રકને અટકાવવામાં આવ્યો હતો.કામગીરીમાં LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા તથા સ્ટાફના અજયસિંહ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, કૃણાલસિંહ ઝાલા, મેહુલભાઇ મકવાણા, મહેન્દ્રભાઇ દાદરેસા, સરદારસિંહ બારડ, કુલદીપભાઇ બોરીચા, વજુભાઇ સાનીયા અને વિજયસિંહ રાઓલ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ રોકાયા હતા. આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

3 hrs ago
user_KALPESH VADHER
KALPESH VADHER
લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
3 hrs ago
684f82b3-1092-43ea-9c59-ad23165bf83c

ચોટીલા-રાજકોટ હાઇવે પરથી ટ્રકના ટાંકામાંથી રૂ.૨૪.૮૫ લાખનો ઇંગ્લિશ દારૂ-બીયર ઝડપાયો: LCB સુરેન્દ્રનગરની મોટી કાર્યવાહી ચોટીલા-રાજકોટ હાઇવે પરથી ટ્રકના ટાંકામાંથી રૂ.૨૪.૮૫ લાખનો ઇંગ્લિશ દારૂ-બીયર ઝડપાયો: LCB સુરેન્દ્રનગરની મોટી કાર્યવાહી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ચોટીલા-રાજકોટ નેશનલ હાઇવે પર જાની વડલાના પુલ પાસેથી બાતમીના આધારે એક ટ્રકના ટાંકામાંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક ચાલક સહિત કુલ રૂ.૩૯.૯૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ રેન્જ ડીઆઇજી નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સુચનાથી પ્રોહીબિશન પ્રવૃત્તિઓ દૂર કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન LCBના હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાની વડલા પુલ પાસે વોચ ગોઠવી એક ટાટા કંપનીના ટ્રકને અટકાવવામાં આવ્યો હતો.કામગીરીમાં LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા તથા સ્ટાફના અજયસિંહ ઝાલા, દેવરાજભાઇ જોગરાજીયા, કૃણાલસિંહ ઝાલા, મેહુલભાઇ મકવાણા, મહેન્દ્રભાઇ દાદરેસા, સરદારસિંહ બારડ, કુલદીપભાઇ બોરીચા, વજુભાઇ સાનીયા અને વિજયસિંહ રાઓલ સહિતના પોલીસ અધિકારી કર્મચારીઓ રોકાયા હતા. આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.

More news from ગુજરાત and nearby areas
  • લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.
    1
    લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું.
લકુલીશ યોગાશ્રમ, જાખણ દ્વારા શાળાના બાળકો માટે "યોગ શિબિર " નું આયોજન કરવામાં આવ્યું. જેમાં યોગેન્દ્રસિંહ ઝાલા સાહેબના સહયોગ અને જાખણ યોગ વિધાલયના પ્રોફેસર બહેન શ્રી વનીતાબહેનના માર્ગદર્શન હેઠળ યોગીની બહેનો દ્વારા બાળકોને યોગ વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવી તેમજ શાળાના આચાર્યશ્રી બળદેવભાઈ સાહેબ તથા ભાવિનભાઈ સાહેબ દ્વારા  યોગના ફાયદા અને તેના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તથા પ્રારંભિક યોગ નિદર્શન અને યોગિક ક્રિયાઓ તથા વિવિધ આસનો કરાવી યૌગિક અનુભવ કરાવવામાં આવ્યો.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
  • ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો. *ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:* પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા. ​શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ ​ હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા. ​ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા. પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.
    1
    ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો.
*ધંધુકા તાલુકો ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વે ભક્તિમય બન્યો:*
પયગંબર સાહેબના જન્મદિને શહેરી અને ગ્રામ્ય પંથકમાં ભવ્ય ઝુલૂસ યોજાયા.
​શહેરી વિસ્તાર સહિત બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢમાં ‘જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી’ની ભારે અકીદત સાથે આસ્થાભેર ઉજવણી: ઠેર-ઠેર સ્વાગત અને રોશનીનો ઝગમગાટ
​
હઝરત મોહમ્મદ પયગંબર સાહેબના જન્મદિન એટલે કે 'જશ્ન-એ-ઈદ-એ-મિલાદુન્નબી'ના પવિત્ર પર્વની ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાભરમાં ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
ધંધુકાના શહેરી વિસ્તારો ઉપરાંત તાલુકાના બાજરડા, પડાણા, ગુંજાર, રોજકા અને ઉંમરગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા આસ્થાભેર કાર્યક્રમો યોજાયા હતા.
​ઈદ-એ-મિલાદ નિમિત્તે ધંધુકા શહેર તેમજ ગ્રામ્ય પંથકના તમામ નાનાં-મોટાં ગામોમાં રંગબેરંગી રોશની, ઝંડીઓ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો. સવારથી જ મસ્જિદો અને મદ્રેસાઓ ખાતેથી ભવ્ય ઝુલૂસ (શોભાયાત્રા) નીકાળવામાં આવ્યા હતા.
પયગંબર સાહેબના બતાવેલા પ્રેમ, ભાઈચારા અને શાંતિના સંદેશ સાથે નીકાળવામાં આવેલા આ ઝુલૂસમાં મોટી સંખ્યામાં બાળકો, યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં જોડાયા હતા.
    user_Sanjay Zala Official
    Sanjay Zala Official
    Local News Reporter ધંધુકા, અમદાવાદ, ગુજરાત•
    11 hrs ago
  • રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર
    1
    રક્ષાબંધન પર્વે સાળંગપુરધામમાં દાદાને હજારો રાખડીઓનો દિવ્ય શણગાર
    user_ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    ન્યૂઝ રિપોર્ટર ગુજરાત
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    2 hrs ago
  • બોટાદ બ્રેકીંગ બોટાદમાં રક્ષાબંધનને લઈને મહત્વની જાહેરાત. બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધન પર્વે બહેનો માટે મફત મુસાફરી સુવિધા. રઘુવીર સિટી બસ સર્વિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને બહેનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ સિટી બસોમાં બહેનોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે. રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા-આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી બહેનોને આ ખાસ સુવિધાનો લાભ મળશે. રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા વિશેષ ભેટ. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮
    4
    બોટાદ બ્રેકીંગ 

બોટાદમાં રક્ષાબંધનને લઈને મહત્વની જાહેરાત. 

બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસમાં રક્ષાબંધન પર્વે બહેનો માટે મફત મુસાફરી સુવિધા. 
રઘુવીર સિટી બસ સર્વિસ દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને બહેનો માટે ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી 28 ઓગસ્ટ 2026 શુક્રવારના રોજ રક્ષાબંધન નિમિત્તે બોટાદ શહેરમાં દોડતી તમામ સિટી બસોમાં બહેનોને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવશે.
રક્ષાબંધનના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા જવા-આવવામાં સરળતા રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
બોટાદ શહેરમાં રઘુવીર સિટી બસ સર્વિસનો ઉપયોગ કરતી બહેનોને આ ખાસ સુવિધાનો લાભ મળશે.
રક્ષાબંધનના પાવન પર્વે બહેનો માટે બોટાદ નગરપાલિકા સંચાલિત સિટી બસ દ્વારા વિશેષ ભેટ.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
    user_Vagadiya chintan dilipbhai
    Vagadiya chintan dilipbhai
    બોટાદ, બોટાદ, ગુજરાત•
    17 hrs ago
  • ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    1
    ધ્રાંગધ્રામા મંદીર મા થયેલ ચાંદીના છત્તર ની ચોરીનો ભેદ ઉકેલાયો
    user_સાહરુખ સિપાઈ
    સાહરુખ સિપાઈ
    Social Media Manager ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    10 hrs ago
  • ઈદે મિલાદુન્નબી ﷺ — 1501 રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો. આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે. આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે. આમીન યા રબ્બુલ આલમીન 🤲 ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક શુભેચ્છક: ફારૂક સૈયદ ગરમાળા
    2
    ઈદે મિલાદુન્નબી ﷺ — 1501

રહમતુલ્લિલ આલમીન, હઝરત મહંમદ મુસ્તફા ﷺ

અલ્લાહ તઆલાએ સમગ્ર માનવજાત માટે રહેમત બનીને હઝરત મહંમદ મુસ્તફા ﷺ ને આ દુનિયામાં મોકલ્યા. આપ ﷺ નો પવિત્ર જન્મ અરબની ધરતી પર થયો અને આપ ﷺ એ સમગ્ર દુનિયાને ઈમાન, અમન, ભાઈચારો, સચ્ચાઈ અને માનવતાનો સંદેશ આપ્યો.

આપ ﷺ ની પવિત્ર સીરત અને શિક્ષણ આપણને પ્રેમ, દયા, માફી, સદાચાર અને જરૂરિયાતમંદોની મદદ કરવાનો માર્ગ બતાવે છે.

આ પવિત્ર ઈદે મિલાદના મુબારક પ્રસંગે અલ્લાહ તઆલા સૌના જીવનમાં સુખ, શાંતિ, બરકત અને ખુશીઓ અતા ફરમાવે.

આમીન યા રબ્બુલ આલમીન 🤲

ઈદે મિલાદુન્નબી ﷺ મુબારક

શુભેચ્છક:
ફારૂક સૈયદ ગરમાળા
    user_ફારૂક સૈયદ
    ફારૂક સૈયદ
    Advertising agency માતર, ખેડા, ગુજરાત•
    15 hrs ago
  • કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત #કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત* કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
    1
    કડી થોળ રોડ પર આવેલ અંડરબ્રિજ માંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત
#કડી #kadi #mahesana #police #gujrat #CrimeNews #fesbookreels #trendingreel #nonfollowers 
કડીમાંથી વિદેશી દારૂ ભરેલી ઇનોવા ક્રિસ્ટા કાર ઝડપાઇ, રૂ.6.93 લાખનો મુદ્દામાલ જપ્ત*
કડી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ના.રા.પેટ્રોલપંપથી કડી-થોળ અંડરપાસ તરફ વાહન ચેકિંગ દરમિયાન GJ-02-CG-7520 નંબરની ઇનોવા ક્રિસ્ટા કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-1848 કિ.રૂ.3,38,632 તથા મોબાઈલ અને ગાડી મળી કુલ રૂ.6,93,632 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. IG વિરેન્દ્રસિંહ યાદવ અને SP હિમાંશુ સોલંકીની સૂચનાથી PI એસ.એસ.રબારી અને PSI આર.આર.પરમારની ટીમે આ કાર્યવાહી કરી છે. ચાલક મુરાદખાં મીરખાં અલીયાં કંડીયા રહે.ચબુતરા પાસે, તા.બાગોડા, જી.જાલોરની ધરપકડ કરી પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે દારૂ મંગાવનાર અને ગાડીના માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
    user_Raju Thakor
    Raju Thakor
    Local News Reporter કડી, મહેસાણા, ગુજરાત•
    13 hrs ago
  • લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    1
    લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું
લીંબડી શહેરમાં આજે ઈદ-એ-મિલાદના પાવન અવસર નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇસ્લામિક માન્યતા મુજબ ઈદ-એ-મિલાદ પયગંબર હઝરત મુહમ્મદ ﷺના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે.
લીંબડી શહેરના મુખ્ય માર્ગો પરથી ડીજેના તાલે જુલૂસ નીકળ્યું હતું, જેમાં મુસ્લિમ સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જુલૂસ દરમિયાન સમગ્ર માર્ગ પર ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું હતું.
જુલૂસને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જુલૂસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ઈદ-એ-મિલાદના આ પ્રસંગે સમાજમાં ભાઈચારો, શાંતિ અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
    user_KALPESH VADHER
    KALPESH VADHER
    લીંબડી, સુરેન્દ્રનગર, ગુજરાત•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.