logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

દેગાવાડા નજીક છકડા અને બાઈકની ટક્કરમાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું દેગાવાડા નજીક છકડા અને બાઈકની ટક્કરમાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામ નજીક આજે એક હૃદયવિદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. છકડા અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, દેગાવાડા ગામ પાસે માર્ગ પરથી પસાર થઈ રહેલા છકડા અને મોટરસાયકલ વચ્ચે અચાનક જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રોડ પરથી ફંગોળાઈ ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળતા આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

7 hrs ago
user_Saurabh Gelot
Saurabh Gelot
પત્રકાર Dohad, Gujarat•
7 hrs ago

દેગાવાડા નજીક છકડા અને બાઈકની ટક્કરમાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું દેગાવાડા નજીક છકડા અને બાઈકની ટક્કરમાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામ નજીક આજે એક હૃદયવિદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. છકડા અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, દેગાવાડા ગામ પાસે માર્ગ પરથી પસાર થઈ રહેલા છકડા અને મોટરસાયકલ વચ્ચે અચાનક જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રોડ પરથી ફંગોળાઈ ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળતા આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

More news from ગુજરાત and nearby areas
  • ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા સાથે જપાજપી અને જાહેરમાં લાભો માર્યો
    1
    ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા સાથે જપાજપી અને જાહેરમાં લાભો માર્યો
    user_DAHOD TODAY
    DAHOD TODAY
    NEWS MEDIA દાહોદ, દાહોદ, ગુજરાત•
    2 hrs ago
  • કૃષિ ઇનપુટ વેપારીઓનો દેશવ્યાપી પ્રતીકાત્મક બંધ: વિવિધ માંગણીઓ સાથે ઝાલોદમાં પણ દુકાનો બંધ આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં દેશભરના કૃષિ ઇનપુટ વેપારીઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને લઈને આજે એક દિવસીય પ્રતીકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું. All India Agro Input Dealers Associationના આહવાન હેઠળ યોજાયેલા આ બંધને ઝાલોદ તાલુકા સહિત પંચમહાલ વિસ્તારમાં વ્યાપક સમર્થન મળ્યું. ઝાલોદમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં ભાગ લીધો. વેપારીઓએ ખાસ ધ્યાન રાખ્યું કે ખેડૂતોને જરૂરી સેવાઓમાં કોઈ મોટી અડચણ ન સર્જાય. વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ કૃષિ ઇનપુટ વ્યવસાયમાં અનેક ટેક્નિકલ અને નીતિગત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. DBT અને POS સિસ્ટમમાં વારંવાર એરર આવવા, OTP સંબંધિત મુશ્કેલીઓ, સ્ટોકમાં ગેરસમાનતા અને હાઈ-સ્પીડ ઇન્ટરનેટની ફરજિયાતતા જેવા મુદ્દાઓ વેપારીઓ માટે પડકારરૂપ બન્યા છે. તે ઉપરાંત યુરિયા અને DAP જેવા ખાતરો સાથે ફરજીયાત ટેગિંગના કારણે વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે. નાપાસ સેમ્પલના કેસમાં કંપનીઓની જવાબદારી હોવા છતાં વેપારીઓને જવાબદાર ઠેરવાતા અસંતોષ વધી રહ્યો છે. વેપારીઓએ પોતાની મુખ્ય માંગણીઓમાં ટેગિંગ પ્રથા બંધ કરવી, DBT અને POS સિસ્ટમ સરળ બનાવવી, સેમ્પલ ફેલ કેસમાં વેપારીઓને મુક્તિ આપવી, ડીલર માર્જિનમાં વધારો કરવો, ખાતરોની F.O.R આધારિત ડિલિવરી ફરજીયાત કરવી અને સાથી પોર્ટલને માત્ર કંપનીઓ સુધી મર્યાદિત રાખવાની માંગણી કરી છે. આ સાથે નેનો યુરિયા અને નેનો DAP જેવા ઉત્પાદનો અંગે પણ વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોમાં પૂરતો વિશ્વાસ ન બન્યો હોવા સાથે સ્પ્રે પ્રક્રિયામાં વધારાનો ખર્ચ અને મહેનતનો મુદ્દો પણ સામે આવ્યો છે. વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે. ઝાલોદ સહિત સમગ્ર વિસ્તારમાં વેપારીઓએ એકતા દર્શાવી આ પ્રતીકાત્મક બંધને સફળ બનાવ્યો છે.
    1
    કૃષિ ઇનપુટ વેપારીઓનો દેશવ્યાપી પ્રતીકાત્મક બંધ: વિવિધ માંગણીઓ સાથે ઝાલોદમાં પણ દુકાનો બંધ
આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં 
દેશભરના કૃષિ ઇનપુટ વેપારીઓ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓને લઈને આજે એક દિવસીય પ્રતીકાત્મક બંધનું આયોજન કરવામાં આવ્યું. All India Agro Input Dealers Associationના આહવાન હેઠળ યોજાયેલા આ બંધને ઝાલોદ તાલુકા સહિત પંચમહાલ વિસ્તારમાં વ્યાપક સમર્થન મળ્યું.
ઝાલોદમાં ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખીને શાંતિપૂર્ણ રીતે આંદોલનમાં ભાગ લીધો. વેપારીઓએ ખાસ ધ્યાન રાખ્યું કે ખેડૂતોને જરૂરી સેવાઓમાં કોઈ મોટી અડચણ ન સર્જાય.
વેપારીઓના જણાવ્યા મુજબ, હાલ કૃષિ ઇનપુટ વ્યવસાયમાં અનેક ટેક્નિકલ અને નીતિગત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. DBT અને POS સિસ્ટમમાં વારંવાર એરર આવવા, OTP સંબંધિત મુશ્કેલીઓ, સ્ટોકમાં ગેરસમાનતા અને હાઈ-સ્પીડ ઇન્ટરનેટની ફરજિયાતતા જેવા મુદ્દાઓ વેપારીઓ માટે પડકારરૂપ બન્યા છે.
તે ઉપરાંત યુરિયા અને DAP જેવા ખાતરો સાથે ફરજીયાત ટેગિંગના કારણે વેપારીઓ પર વધારાનો આર્થિક બોજ આવી રહ્યો છે. નાપાસ સેમ્પલના કેસમાં કંપનીઓની જવાબદારી હોવા છતાં વેપારીઓને જવાબદાર ઠેરવાતા અસંતોષ વધી રહ્યો છે.
વેપારીઓએ પોતાની મુખ્ય માંગણીઓમાં ટેગિંગ પ્રથા બંધ કરવી, DBT અને POS સિસ્ટમ સરળ બનાવવી, સેમ્પલ ફેલ કેસમાં વેપારીઓને મુક્તિ આપવી, ડીલર માર્જિનમાં વધારો કરવો, ખાતરોની F.O.R આધારિત ડિલિવરી ફરજીયાત કરવી અને સાથી પોર્ટલને માત્ર કંપનીઓ સુધી મર્યાદિત રાખવાની માંગણી કરી છે.
આ સાથે નેનો યુરિયા અને નેનો DAP જેવા ઉત્પાદનો અંગે પણ વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂતોમાં પૂરતો વિશ્વાસ ન બન્યો હોવા સાથે સ્પ્રે પ્રક્રિયામાં વધારાનો ખર્ચ અને મહેનતનો મુદ્દો પણ સામે આવ્યો છે.
વેપારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે. ઝાલોદ સહિત સમગ્ર વિસ્તારમાં વેપારીઓએ એકતા દર્શાવી આ પ્રતીકાત્મક બંધને સફળ બનાવ્યો છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    6 hrs ago
  • ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયાના લોકો દ્વારા રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. અંદાજે 450ની વસ્તી ધરાવતા આ ફળિયાના રહીશો આઝાદીના 78 વર્ષ બાદ પણ પક્કા રસ્તાથી વંચિત હોવાના કારણે ભારે રોષમાં હતા. ગ્રામજનોનું કહેવું હતું કે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે “રસ્તો નહીં તો મત નહીં”ના નારા સાથે બહિષ્કાર જાહેર કર્યો હતો. ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાઈ જતા લોકોને હોડીમાં બેસીને અવરજવર કરવી પડે છે અને ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેથી દર્દીઓને ઉચકી રોડ સુધી લઈ જવાની નોબત આવે છે. જોકે, ચૂંટણીના દિવસે તંત્ર દ્વારા સમજાવટ અને ચર્ચા બાદ અંતે ગ્રામજનો મતદાન કરવા માટે આગળ આવ્યા હતા. સિગામહુડા બૂથ પર કુલ 386 મતદારોમાંથી 240 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામજનો આજે પણ પોતાની મુખ્ય માંગ — રસ્તાની સુવિધા — અંગે અડગ છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
    1
    ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયાના લોકો દ્વારા રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. અંદાજે 450ની વસ્તી ધરાવતા આ ફળિયાના રહીશો આઝાદીના 78 વર્ષ બાદ પણ પક્કા રસ્તાથી વંચિત હોવાના કારણે ભારે રોષમાં હતા.
ગ્રામજનોનું કહેવું હતું કે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે “રસ્તો નહીં તો મત નહીં”ના નારા સાથે બહિષ્કાર જાહેર કર્યો હતો. ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાઈ જતા લોકોને હોડીમાં બેસીને અવરજવર કરવી પડે છે અને ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેથી દર્દીઓને ઉચકી રોડ સુધી લઈ જવાની નોબત આવે છે.
જોકે, ચૂંટણીના દિવસે તંત્ર દ્વારા સમજાવટ અને ચર્ચા બાદ અંતે ગ્રામજનો મતદાન કરવા માટે આગળ આવ્યા હતા. સિગામહુડા બૂથ પર કુલ 386 મતદારોમાંથી 240 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ગ્રામજનો આજે પણ પોતાની મુખ્ય માંગ — રસ્તાની સુવિધા — અંગે અડગ છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
    user_VANRAJ BHURIYA
    VANRAJ BHURIYA
    Local News Reporter Garbada, Dohad•
    15 hrs ago
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોની સતત અપડેટ્સ બસ માત્ર ને માત્ર દિવ્ય ભાસ્કરની એપ સાથે સમાચારોથી અપડેટ્સ આવતી‌ કાલેથી સવારે સાત‌ વાગે
    1
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામોની સતત અપડેટ્સ બસ માત્ર ને માત્ર દિવ્ય ભાસ્કરની એપ સાથે સમાચારોથી અપડેટ્સ આવતી‌ કાલેથી સવારે સાત‌ વાગે
    user_DILIPBHAI BARIA
    DILIPBHAI BARIA
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    12 hrs ago
  • રોજવા ગામના ગ્રામજનોએ 25 વર્ષથી રોડ ન બનતા ચૂંટણીમાં ઝીરો મતદાન કર્યું. હવે રોડ નહીં બને તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કલેક્ટરને આવેદન પત્ર આપવાની ચીમકી આપી. જુઓ સંપૂર્ણ અહેવાલ આ સમાચાર માં.
    1
    રોજવા ગામના ગ્રામજનોએ 25 વર્ષથી રોડ ન બનતા ચૂંટણીમાં ઝીરો મતદાન કર્યું. હવે રોડ નહીં બને તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કલેક્ટરને આવેદન પત્ર આપવાની ચીમકી  આપી. જુઓ સંપૂર્ણ અહેવાલ આ સમાચાર માં.
    user_E Kranti News
    E Kranti News
    Herbal Medicine Shop છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    1 hr ago
  • ગામ બેટીયા 20 વર્ષની વાત છે ભાજપના કાર્યકર્તા આ વિડીયો છે એવી પરિસ્થિતિ હમારા ગામમાં છે ગામ બેટીયા પંચમહાલ (ગોધરા) ધન્યવાદ
    2
    ગામ બેટીયા 20 વર્ષની વાત છે ભાજપના કાર્યકર્તા આ વિડીયો છે એવી પરિસ્થિતિ હમારા ગામમાં છે ગામ બેટીયા પંચમહાલ (ગોધરા) ધન્યવાદ
    user_INDRAJ PARMAR
    INDRAJ PARMAR
    ગોધરા, પંચમહાલ, ગુજરાત•
    1 hr ago
  • ‘રોડ નહીં તો વોટ નહીં’: છોટાઉદેપુરના રોજવા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર, ૬૦૦ મતદારોએ લોકશાહીના પર્વથી અંતર જાળવ્યું તંત્રની સમજાવટ નિષ્ફળ: ગઇ કાલે સાંજે ૫ વાગ્યા સુધી મતદાન મથકે સન્નાટો, એકપણ મત ન પડતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી વર્ઝન સ્થાનિક ગામના સરપંચને પત્રકાર દ્વારા ફોન પર સંપર્ક કરતા તેમણે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સરપંચે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં રસ્તાના કામની શરૂઆત થવાની છે. તેમ છતાં, વર્ષોથી સમસ્યાનો સામનો કરતા ગ્રામજનો આ આશ્વાસનથી સંતોષાયા નહોતા. અનેક સમજાવટ છતાં ગ્રામજનોએ પોતાની માંગ પર અડગ રહી અંતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોરધા તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા રોજવા ગામે પાયાની સુવિધાઓના અભાવે વહીવટી તંત્ર સામે રણશિંગું ફૂંક્યું છે. વર્ષોથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પીડાતા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગામના અંદાજે ૬૦૦ જેટલા મતદારોમાંથી એક પણ મતદારે મતાધિકારનો ઉપયોગ ન કરતા સમગ્ર જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. ૩ કિમીનો જર્જરિત માર્ગ આક્રોશનું કારણ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રોજવા ગામને મધ્યપ્રદેશ સાથે જોડતો અંદાજે ૩ કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ માર્ગ પરથી પસાર થવું ગ્રામજનો માટે કષ્ટદાયક બન્યું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવતા હતા, જેના પરિણામે ગ્રામજનોએ આ વખતે 'મૌન વિરોધ'નું શસ્ત્ર ઉગામ્યું હતું. અધિકારીઓ અને નેતાઓની સમજાવટ વ્યર્થ મતદાનના દિવસે સવારથી જ મતદાન મથક પર શૂન્યાવકાશ જોવા મળ્યો હતો. બપોર સુધી એકપણ મત ન પડતા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓ તાત્કાલિક રોજવા ગામે દોડી ગયા હતા. ગ્રામજનોને મનાવવા માટે કલાકો સુધી સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગામના સરપંચે પણ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો અને રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની ખાતરી આપી હતી, પરંતુ ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા. “જ્યાં સુધી રસ્તો નહીં, ત્યાં સુધી મત નહીં” રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમે વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છીએ. હવે આશ્વાસન નહીં, નક્કર કામ જોઈએ છે. જ્યાં સુધી રસ્તો મંજૂર થઈ કામ શરૂ ન થાય ત્યાં સુધી અમે લોકશાહીની કોઈ પ્રક્રિયામાં ભાગ લઈશું નહીં." સાંજે ૫ વાગ્યા સુધી મતદાન પેટીઓ ખાલી રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. આમ, છોટાઉદેપુર તાલુકાના રોજવા ગામના લોકોએ એકસંપ થઈને મતદાનનો બહિષ્કાર કરી સરકાર અને તંત્રને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે મજબૂત સંદેશો આપ્યો છે.
    1
    ‘રોડ નહીં તો વોટ નહીં’: છોટાઉદેપુરના રોજવા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર, ૬૦૦ મતદારોએ લોકશાહીના પર્વથી અંતર જાળવ્યું
તંત્રની સમજાવટ નિષ્ફળ: ગઇ કાલે સાંજે ૫ વાગ્યા સુધી મતદાન મથકે સન્નાટો, એકપણ મત ન પડતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી
વર્ઝન
સ્થાનિક ગામના સરપંચને પત્રકાર દ્વારા ફોન પર સંપર્ક કરતા તેમણે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સરપંચે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં રસ્તાના કામની શરૂઆત થવાની છે. તેમ છતાં, વર્ષોથી સમસ્યાનો સામનો કરતા ગ્રામજનો આ આશ્વાસનથી સંતોષાયા નહોતા. અનેક સમજાવટ છતાં ગ્રામજનોએ પોતાની માંગ પર અડગ રહી અંતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
છોટાઉદેપુર જિલ્લાના બોરધા તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા રોજવા ગામે પાયાની સુવિધાઓના અભાવે વહીવટી તંત્ર સામે રણશિંગું ફૂંક્યું છે. વર્ષોથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પીડાતા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગામના અંદાજે ૬૦૦ જેટલા મતદારોમાંથી એક પણ મતદારે મતાધિકારનો ઉપયોગ ન કરતા સમગ્ર જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
૩ કિમીનો જર્જરિત માર્ગ આક્રોશનું કારણ
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રોજવા ગામને મધ્યપ્રદેશ સાથે જોડતો અંદાજે ૩ કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ માર્ગ પરથી પસાર થવું ગ્રામજનો માટે કષ્ટદાયક બન્યું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવતા હતા, જેના પરિણામે ગ્રામજનોએ આ વખતે 'મૌન વિરોધ'નું શસ્ત્ર ઉગામ્યું હતું.
અધિકારીઓ અને નેતાઓની સમજાવટ વ્યર્થ
મતદાનના દિવસે સવારથી જ મતદાન મથક પર શૂન્યાવકાશ જોવા મળ્યો હતો. બપોર સુધી એકપણ મત ન પડતા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓ તાત્કાલિક રોજવા ગામે દોડી ગયા હતા. ગ્રામજનોને મનાવવા માટે કલાકો સુધી સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગામના સરપંચે પણ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો અને રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની ખાતરી આપી હતી, પરંતુ ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા.
“જ્યાં સુધી રસ્તો નહીં, ત્યાં સુધી મત નહીં”
રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમે વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છીએ. હવે આશ્વાસન નહીં, નક્કર કામ જોઈએ છે. જ્યાં સુધી રસ્તો મંજૂર થઈ કામ શરૂ ન થાય ત્યાં સુધી અમે લોકશાહીની કોઈ પ્રક્રિયામાં ભાગ લઈશું નહીં." સાંજે ૫ વાગ્યા સુધી મતદાન પેટીઓ ખાલી રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
આમ, છોટાઉદેપુર તાલુકાના રોજવા ગામના લોકોએ એકસંપ થઈને મતદાનનો બહિષ્કાર કરી સરકાર અને તંત્રને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે મજબૂત સંદેશો આપ્યો છે.
    user_Reporter MIRZA IMRAN.973789415
    Reporter MIRZA IMRAN.973789415
    છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
    3 hrs ago
  • દાહોદમાં તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મતગણતરી દરમ્યાન મતગણતરી કેન્દ્રોને “નો વ્હીકલ ઝોન” જાહેર કરાયું આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી અંતર્ગત 28 એપ્રિલ 2026ના રોજ યોજાનારી મતગણતરીને ધ્યાનમાં રાખીને દાહોદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દાહોદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(ખ) તથા અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ હુકમ બહાર પાડવામાં આવ્યો છે કે, દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ જવાના ત્રણ રસ્તાથી સમીર હઠીલાના દવાખાના સુધીનો વિસ્તાર “નો વ્હીકલ ઝોન” તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં સામાન્ય વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાને કારણે સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાઓ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાંથી પોલીસ, સુરક્ષા દળોના વાહનો, એમ્બ્યુલન્સ તેમજ આપતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓ, ગંભીર રીતે બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો તથા સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓના વાહનોને પણ છૂટ આપવામાં આવશે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ તંત્રને આ જાહેરનામાની કડક અમલવારી માટે સૂચનાઓ આપવામાં આવી છે તેમજ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આ વ્યવસ્થા દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. ૦૦૦
    1
    દાહોદમાં તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ મતગણતરી દરમ્યાન મતગણતરી કેન્દ્રોને “નો વ્હીકલ ઝોન” જાહેર કરાયું 
આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર 
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી અંતર્ગત 28 એપ્રિલ 2026ના રોજ યોજાનારી મતગણતરીને ધ્યાનમાં રાખીને દાહોદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને સુગમ બનાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દાહોદ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 33(1)(ખ) તથા અન્ય લાગુ જોગવાઈઓ હેઠળ હુકમ બહાર પાડવામાં આવ્યો છે કે, દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન તરફ જવાના ત્રણ રસ્તાથી સમીર હઠીલાના દવાખાના સુધીનો વિસ્તાર “નો વ્હીકલ ઝોન” તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારમાં સામાન્ય વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
મતગણતરી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની શક્યતા હોવાને કારણે સામાન્ય જનતાને ટ્રાફિકની સમસ્યાઓ ન પડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પ્રતિબંધમાંથી પોલીસ, સુરક્ષા દળોના વાહનો, એમ્બ્યુલન્સ તેમજ આપતકાલીન સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓ, ગંભીર રીતે બીમાર વ્યક્તિઓને લઈ જતા વાહનો તથા સરકારી ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓના વાહનોને પણ છૂટ આપવામાં આવશે.
આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જિલ્લા પોલીસ તંત્રને આ જાહેરનામાની કડક અમલવારી માટે સૂચનાઓ આપવામાં આવી છે તેમજ જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.
જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને આ વ્યવસ્થા દરમિયાન સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
૦૦૦
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.