સાયલાના શેખડોદ ગામની સીમમાં જુગારધામ પર LCB ટીમનો દરોડો • દરોડા દરમિયાન છ જુગારીઓ ઝડપાયા: બે નાશી છૂટ્યા સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક વિસ્તારના શેખડોદ ગામની સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના સ્ટાફે શેખડોદ ગામે કોરિયાના માર્ગે આવેલી વાડીના શેઢે દરોડો કરી ગંજીપાના વડે જુગાર રમતા રાજદીપભાઈ ગભરીભાઈ ખાચર(જુગારધામ ચલાવનાર), સકીલ હનીફભાઈ ગરાણા, સિકંદર ઇબ્રાહીમભાઇ ગરાણા, રજાક નુરમહંમદ ભાઈ ગરાણા, વિનુ જગાભાઈ મેટાલીયા, ભરત નારાયણભાઈ મકવાણા સહિતના શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 12,160 રૂપિયા એક મોબાઇલ કિંમત 5000 રૂપિયા મળી 17,160 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી દરોડા દરમિયાન નાશી ગયેલ સલીમ અનવરભાઈ ગરાણા તથા હાજીભાઈ સમદભાઈ ગરાણા સહિત કુલ આઠ શખ્સો વિરુધ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
સાયલાના શેખડોદ ગામની સીમમાં જુગારધામ પર LCB ટીમનો દરોડો • દરોડા દરમિયાન છ જુગારીઓ ઝડપાયા: બે નાશી છૂટ્યા સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન સાયલા તાલુકાના ધજાળા પોલીસ મથક વિસ્તારના શેખડોદ ગામની સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલ.સી.બી ટીમના સ્ટાફે શેખડોદ ગામે કોરિયાના માર્ગે આવેલી વાડીના શેઢે દરોડો કરી ગંજીપાના વડે જુગાર રમતા રાજદીપભાઈ ગભરીભાઈ ખાચર(જુગારધામ ચલાવનાર), સકીલ હનીફભાઈ ગરાણા, સિકંદર ઇબ્રાહીમભાઇ ગરાણા, રજાક નુરમહંમદ ભાઈ ગરાણા, વિનુ જગાભાઈ મેટાલીયા, ભરત નારાયણભાઈ મકવાણા સહિતના શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા રોકડ 12,160 રૂપિયા એક મોબાઇલ કિંમત 5000 રૂપિયા મળી 17,160 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી દરોડા દરમિયાન નાશી ગયેલ સલીમ અનવરભાઈ ગરાણા તથા હાજીભાઈ સમદભાઈ ગરાણા સહિત કુલ આઠ શખ્સો વિરુધ ધજાળા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી
- વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ 1.65 કરોડ નો મુદ્દામાલ જપ્ત વાંકાનેર પોલીસની મોટી કાર્યવાહી વિનયગઢમાં ખનીજ માફિયાઓ પર તવાઈ 1.65 કરોડ નો મુદ્દામાલ જપ્ત1
- સાંતલપુર માં સર્વિસ રોડ પર ની ગટર ની કામગીરી પર થયો ભષ્ટ્રાચાર સાંતલપુર તાલુકો હોવા છતાં પણ સર્વિસ રોડ ઉપર ગટર ની કામગીરી માં ભષ્ટ્રાચાર ના દ્રશ્ય આ ગટરમાં ગાડીઓ દરરોજ ફસાય છે પણ જ્યારે તલાટી અથવા ઉચ્ચ અધિકારીઓ ની ગાડી ફસા છે ત્યારે યોગ્ય રીતે કામ થછે ત્યા સુધી જનતા ને હેરાન ગતી વેઠવી પડ છે1
- *સનાથલ ગામે નજીવી બાબતે બોલાચાલી થતા યુવકની હત્યાં, સમગ્ર પંથકમાં ચકચાર. *સનાથલ ગામે નજીવી બાબતે બોલાચાલી થતા યુવકની હત્યાં.* સમગ્ર પંથકમાં ચકચાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.1
- અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા અમદાવાદજિલ્લાના સાણંદ તાલુકાના ના લીલાપુર ગામ પાટિયા પાસે હૃદયદ્રાવક અકસ્માત: ડમ્પર ચાલકે બે બાળકોને હડફેટે લીધા સાણંદ તાલુકામાં અકસ્માતનો સિલસિલો યથાવત હોય તેમ આજે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે સાણંદના લીલાપુર ગામ પાટિયા પાસે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પર ચાલકે બે માસૂમ બાળકોને પોતાની હડફેટે લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે લીલાપુર પાટિયા પાછળના વિસ્તારમાં બંને બાળકો પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલા ડમ્પરના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ડમ્પર ચાલકોની બેફામ ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બંને બાળકોની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે રિપોર્ટ ભરતસિંહ ચૌહાણ સાણંદ4
- ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.3
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.1
- અમદાવાદના ધંધુકા ખાતે પીએમબી હેલ્થ સેન્ટર પર ભવ્ય ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું. અમદાવાદની ફેઈથ હોસ્પિટલના નિષ્ણાત ડોકટરોએ ૩૨૦થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક સેવાઓ પૂરી પાડી.1
- 21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે ગુજરાતમાં સર્જ્યો AI ક્રાંતિનો માહોલ* *21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે ગુજરાતમાં સર્જ્યો AI ક્રાંતિનો માહોલ* ગુજરાત AI સોસાયટી દ્વારા અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો AI ઇવેન્ટ યોજાયો અમદાવાદ ખાતે ગુજરાત AI સોસાયટી દ્વારા ગુજરાતના સૌથી મોટા AI ઇવેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનું નેતૃત્વ માત્ર 21 વર્ષની નાની ઉંમરે ગુજરાતના યુવા AI સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને ક્રિએટર Tirth Patel દ્વારા કરવામાં આવ્યું હતું, જેને લઈને સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર 21 વર્ષની ઉંમરે પટેલ તિર્થે Artificial Intelligence ક્ષેત્રે ગુજરાતને નવી દિશા આપવાનો સંકલ્પ લીધો છે. તેઓએ જણાવ્યું હતું કે AI હવે ભવિષ્ય નહીં પરંતુ વર્તમાનની સૌથી મોટી શક્તિ બની ગઈ છે અને ગુજરાતના દરેક યુવાન, વિદ્યાર્થી અને ઉદ્યોગ સાહસિક સુધી AI શિક્ષણ પહોંચાડવું એ તેમનું સ્વપ્ન છે. આ ઇવેન્ટમાં AI Filmmaking, AI Avatars, Voice AI, AI Tools & Automation અને Business & Startups માટે AI જેવા અદ્યતન વિષયો ઉપર લાઇવ ડેમો અને પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુજરાતભરના ટેક્નોલૉજી પ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગુજરાત AI સોસાયટીના સહ-સ્થાપક RJ Harshil અને Harshit Dave એ જણાવ્યું હતું કે ગુજરાતમાં AI ક્ષેત્રે યુવાનોને વૈશ્વિક સ્તરે આગળ લાવવા માટે આ પહેલ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. કાર્યક્રમમાં Darshak Rathod, Sankit Soni, Dr. Ankit Shah અને Sunny Godhani સહિતના અગ્રણી ક્રિએટર્સ અને નિષ્ણાતોએ ઉપસ્થિતિ આપી હતી. ગુજરાત AI સોસાયટીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ગુજરાતના વિવિધ શહેરોમાં પણ AI શિક્ષણ અને જાગૃતિ માટે વિશાળ કાર્યક્રમો યોજવામાં આવશે, જેથી ગુજરાત AI ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બની શકે.4
- Post by Saradar3