logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

કિન્નૌર કૈલાશ સર કરી ભરૂચ રનિંગ ક્લબે વધાર્યું ગૌરવ, યુલા કુંડા ખાતે ચલાવ્યું 'Plastic Free India' અભિયાન ભરૂચ: ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ ભારતની સૌથી કઠિન અને આધ્યાત્મિક યાત્રાઓમાંની એક ગણાતી કિન્નૌર કૈલાશ અને યુલા કુંડા ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે. દેશભરના કુલ 230 યાત્રીઓમાંથી માત્ર 26 યાત્રીઓ જ આ પડકારજનક ટ્રેક પૂર્ણ કરવામાં સફળ રહ્યા, જેમાં ભરૂચ રનિંગ ક્લબના 11 સભ્યોનો સમાવેશ થાય છે. સભ્યોએ વિકટ હવામાન, ઊંચાઈ અને કપરા માર્ગો વચ્ચે અદમ્ય હિંમત, દૃઢ મનોબળ અને ટીમ સ્પિરિટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. યાત્રા દરમિયાન સભ્યોએ આગામી 25 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારી રોકવૂલ ભરૂચ હાફ મેરેથોન 5.0નું આમંત્રણપત્ર કિન્નૌર કૈલાશ મહાદેવને અર્પણ કરી મેરેથોનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. વિશ્વના સૌથી ઊંચાઈ પર આવેલા ભગવાન શ્રીકૃષ્ણના મંદિર યુલા કુંડા ખાતે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા 'Plastic Free India' અભિયાન પણ યોજાયું હતું. સભ્યોએ ટ્રેક દરમિયાન પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને પર્વતો તેમજ ધાર્મિક સ્થળોને પ્લાસ્ટિકમુક્ત રાખવા સૌને અપીલ કરી. સાહસ, આધ્યાત્મિકતા, પર્યાવરણ જાગૃતિ અને સામાજિક જવાબદારીનો સમન્વય કરતી આ યાત્રા ભરૂચ રનિંગ ક્લબ માટે ગૌરવની સિદ્ધિ બની છે.

21 hrs ago
user_Gujarat Introverted day
Gujarat Introverted day
Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
21 hrs ago
e3527d30-5306-4b85-b4a2-0a1bc985805d

કિન્નૌર કૈલાશ સર કરી ભરૂચ રનિંગ ક્લબે વધાર્યું ગૌરવ, યુલા કુંડા ખાતે ચલાવ્યું 'Plastic Free India' અભિયાન ભરૂચ: ભરૂચ રનિંગ ક્લબના સભ્યોએ ભારતની સૌથી કઠિન અને આધ્યાત્મિક યાત્રાઓમાંની એક ગણાતી કિન્નૌર કૈલાશ અને યુલા કુંડા ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભરૂચનું ગૌરવ વધાર્યું છે. દેશભરના કુલ 230 યાત્રીઓમાંથી માત્ર 26 યાત્રીઓ જ આ પડકારજનક ટ્રેક પૂર્ણ કરવામાં સફળ રહ્યા,

dcc1f90c-32d5-49b4-b977-667212d8d114

જેમાં ભરૂચ રનિંગ ક્લબના 11 સભ્યોનો સમાવેશ થાય છે. સભ્યોએ વિકટ હવામાન, ઊંચાઈ અને કપરા માર્ગો વચ્ચે અદમ્ય હિંમત, દૃઢ મનોબળ અને ટીમ સ્પિરિટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. યાત્રા દરમિયાન સભ્યોએ આગામી 25 ઓક્ટોબર, 2026ના રોજ યોજાનારી રોકવૂલ ભરૂચ હાફ મેરેથોન 5.0નું આમંત્રણપત્ર કિન્નૌર કૈલાશ મહાદેવને અર્પણ કરી મેરેથોનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. વિશ્વના સૌથી ઊંચાઈ પર

884f7721-4d7a-4b3d-ad8e-514c643ef6d8

આવેલા ભગવાન શ્રીકૃષ્ણના મંદિર યુલા કુંડા ખાતે ભરૂચ રનિંગ ક્લબ દ્વારા 'Plastic Free India' અભિયાન પણ યોજાયું હતું. સભ્યોએ ટ્રેક દરમિયાન પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો અને પર્વતો તેમજ ધાર્મિક સ્થળોને પ્લાસ્ટિકમુક્ત રાખવા સૌને અપીલ કરી. સાહસ, આધ્યાત્મિકતા, પર્યાવરણ જાગૃતિ અને સામાજિક જવાબદારીનો સમન્વય કરતી આ યાત્રા ભરૂચ રનિંગ ક્લબ માટે ગૌરવની સિદ્ધિ બની છે.

More news from ગુજરાત and nearby areas
  • ભરૂચમાં વરસાદી પાણીનો કહેર! 🌧️ પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ. સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ—શ્રવણ ચોકડીથી બાયપાસ રોડના કામ દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન બનાવાતા પાણી ભરાવાની સ્થિતિ. જેસીબી દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી શરૂ. સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
    1
    ભરૂચમાં વરસાદી પાણીનો કહેર! 🌧️
પશ્ચિમ વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ.
સ્થાનિક કોર્પોરેટરનો આક્ષેપ—શ્રવણ ચોકડીથી બાયપાસ રોડના કામ દરમિયાન યોગ્ય ડ્રેનેજ ન બનાવાતા પાણી ભરાવાની સ્થિતિ.
જેસીબી દ્વારા તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી શરૂ.
સ્થાનિકો કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    46 min ago
  • ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે
    1
    ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે જિલ્લા ભાજપ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો : પ્રકાશ મોદી
જિલ્લા ભાજપના તમામ મોરચા, પદાધિકારીઓ, આગેવાનો અને કાર્યકરો કોઈપણ સ્થિતિમાં મદદ અને સેવા માટે ખડેપગે
હેલ્પલાઇન નંબર પર કોઈપણ જિલ્લાવાસી મદદ માટે કોલ કરી શકશે
    user_Khabar Bridge
    Khabar Bridge
    Local News Reporter ભરૂચ, ભરૂચ, ગુજરાત•
    22 hrs ago
  • ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો. આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    1
    ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો.
આક્ષેપો બાદ ઝઘડીયા તાલુકાના આમોદ ગ્રુપ ગ્રામપંચાયતના મહિલા સરપંચનો વળતો પ્રહાર, આપ્યો ખુલાસો
    user_KADAR KHATRI PRESS
    KADAR KHATRI PRESS
    પત્રકાર ઝઘડિયા, ભરૂચ, ગુજરાત•
    16 hrs ago
  • डिंडोली साईं प्वाइंट से प्रमुख पार्क जाने वाले रोड मे गड्ढे को लेवल कर रोड बनाने की टेक्नोलॉजी सुपर ध्यान से देखना!
    1
    डिंडोली साईं प्वाइंट से प्रमुख पार्क जाने वाले रोड मे गड्ढे को लेवल कर रोड बनाने की टेक्नोलॉजी सुपर ध्यान से देखना!
    user_Omprakash Yadav
    Omprakash Yadav
    Local News Reporter ઉધના, સુરત, ગુજરાત•
    30 min ago
  • ભરૂચ: કિમ નદી ઉફાન પર, નદીકાંઠાના ગામોમાં એલર્ટ ભરૂચના હાંસોટ પંથકમાંથી પસાર થતી કિમ નદી ભારે વરસાદના પગલે ઉફાન પર છે. નદીકાંઠે આવેલા આસરમા, ઓભા અને પાંજરોલી ગામમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ગામોમાં તૈનાત કરવામાં આવી છે. આ દરમિયાન તંત્રે માનવતાવાદી અભિગમ દાખવી ગૌરીવ્રત કરતી બાળકીઓને ફળાહારનું વિતરણ કરી સંવેદનશીલ કામગીરી પણ હાથ ધરી હતી. ગામોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    1
    ભરૂચ: કિમ નદી ઉફાન પર, નદીકાંઠાના ગામોમાં એલર્ટ

ભરૂચના હાંસોટ પંથકમાંથી પસાર થતી કિમ નદી ભારે વરસાદના પગલે ઉફાન પર છે. નદીકાંઠે આવેલા આસરમા, ઓભા અને પાંજરોલી ગામમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ સર્જાતા પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ગામોમાં તૈનાત કરવામાં આવી છે.

આ દરમિયાન તંત્રે માનવતાવાદી અભિગમ દાખવી ગૌરીવ્રત કરતી બાળકીઓને ફળાહારનું વિતરણ કરી સંવેદનશીલ કામગીરી પણ હાથ ધરી હતી. ગામોમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
    user_Gujarat Introverted day
    Gujarat Introverted day
    Local News Reporter અંકલેશ્વર, ભરૂચ, ગુજરાત•
    1 hr ago
  • ખાલી પ્લોટમાં કચરો ફેંકવો અને પ્લાસ્ટિક બાળવા બાબત માનનીય મહોદય આશા રાખું છુ જે કોઈ નથી કરી શકતું એ આપ જરૂર કરશો આગળ પણ એકવાર કદાચ આપે જેસીબી મોકલ્યું હતું પણ ત્યારે કામ અધૂરું રહી ગયું હતું આ જગ્યા પર રખડતા કૂતરા અને ગાયો આરામ કરવા બેસે છે પણ રાંધેલો અને જમતા બચેલો ખોરાક અને બળી ગયેલા ખોખા અને પ્લાસ્ટિક ઘણી હદે સજીવ ને નુકસાન પહોંચાડે છે તો આપ કઈ એવું કરો કે જેનાથી આવું બીજી વાર ન થાય ને વધુમાં વધુ suru app માં દરેકે દરેક જાગૃત નાગરિક જોડાય બસ આટલી આશા ને વિશ્વાસ સાથે હું આપની પાસે આશા રાખું છું ધન્યવાદ
    4
    ખાલી પ્લોટમાં કચરો ફેંકવો અને પ્લાસ્ટિક બાળવા બાબત 
માનનીય મહોદય આશા રાખું છુ જે કોઈ નથી કરી શકતું એ આપ જરૂર કરશો આગળ પણ એકવાર કદાચ આપે જેસીબી મોકલ્યું હતું પણ ત્યારે કામ અધૂરું રહી ગયું હતું આ જગ્યા પર રખડતા કૂતરા અને ગાયો આરામ કરવા બેસે છે પણ રાંધેલો અને જમતા બચેલો ખોરાક અને બળી ગયેલા ખોખા અને પ્લાસ્ટિક ઘણી હદે સજીવ ને નુકસાન પહોંચાડે છે તો આપ કઈ એવું કરો કે જેનાથી આવું બીજી વાર ન થાય ને વધુમાં વધુ suru app માં દરેકે દરેક જાગૃત નાગરિક જોડાય બસ આટલી આશા ને વિશ્વાસ સાથે હું આપની પાસે આશા રાખું છું 
ધન્યવાદ
    user_Jignesh patel
    Jignesh patel
    કામરેજ, સુરત, ગુજરાત•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.