Shuru
Apke Nagar Ki App…
પ્રધાનમંત્રી આવાસ યોજના -(ગ્રામિણ) અંતર્ગત માળિયા હાટીના તાલુકાના જાનુડા ગામે ચાલુ આવાસોની મુલાકાત લેવામાં આવી
Mehul Boricha
પ્રધાનમંત્રી આવાસ યોજના -(ગ્રામિણ) અંતર્ગત માળિયા હાટીના તાલુકાના જાનુડા ગામે ચાલુ આવાસોની મુલાકાત લેવામાં આવી
More news from ગુજરાત and nearby areas
- મેંદરડા તાલુકાના રાજાવડ ગામના આગેવાનો અને ગ્રામજનોએ શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ (સાવજ ડેરી)ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે સંઘ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો, હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સ તથા ખૂટતી સુવિધાઓ અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે તાજેતરમાં જૂનાગઢ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી તરીકે શ્રી મોહનભાઈ મુછડિયાની નિમણૂક થવા બદલ, તેઓનું વિશેષ સન્માન કરી નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન શ્રી જીતુભાઈ જાદવ, જગદીશભાઈ જાદવ, રામભાઈ ખટારિયા, મેણંદભાઈ જાદવ, અશ્વિનભાઈ મુછડિયા અને રમેશભાઈ જાદવ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.1
- Junagadh પટેલ કેળવણી મંડળના વિવાદને લઈને ધારાસભ્ય Sanjay Koradiya એ મૌન તોડીને આપ્યો જવાબ કે દલિત સમાજ ને જાહેર માં ગેર વર્તન ને હું નકરું છું અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે1
- રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કુલ દ્વારા આજરોજ ફુડ ફેસ્ટીવલ અને આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું જેમાં વિધાર્થીઓ ગ્રામજનો એ બહોળી સંખ્યામાં ભાવ લીધો હતો : વિઓ : ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ પરિશ્રમ સ્કૂલ સંકુલ ખાતે આજરોજ સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ પરિશ્રમ સ્કુલ ના વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને પરિશ્રમ સ્કૂલ ખાતે આ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં જેમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ જેવી કે પાણીપુરી લસણીયા બટેટા ભેળ જેવા લગભગ 27 જેટલી વેરાઈટીઓ આ સ્ટોલમાં રાખવામાં આવેલ હતી અને સ્ટોલની સાથે રમત ગમત માટે અલગ અલગ પ્રકારના ફ્લોટ્સ પણ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો ટ્રસ્ટીઓ અને અંદાજે 600 વિદ્યાર્થીઓની અપાર મહેનત થી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો અને આ કાર્યક્રમને મોટીમારડના ગ્રામજનો તથા પરિશ્રમ સ્કૂલ ના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો અને શિક્ષણની સાથે અવનવા કાર્યક્રમો થવાથી વિદ્યાર્થીઓ માં આનંદ જોવા મળેલ હતો પરિશ્રમ સ્કૂલ દ્વારા તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ હતો :2
- કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા સ્વાનોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વાન કરડવાના બનાવો વધતા જતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, કેશોદ સબ ડિસ્ટ્રીક્ટ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી અંદાજે 900 જેટલા સ્વાન કરડવાના કેસ નોંધાઈ ચૂક્યા છે, જે ગંભીર ચિંતા જનક પરિસ્થિતિ દર્શાવે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજ રોજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપીને તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી હતી. નગરપાલિકાની સેનેટરી શાખા તરફથી જણાવવામાં આવ્યું હતું કે સ્વાનોને પકડી તેમની યોગ્ય રીતે સંભાળ રાખવા માટેની કામગીરી માટે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે અને અંદાજે 8 દિવસમાં કામગીરી શરૂ થવાની શક્યતા છે. હાલ માત્ર સ્વાનોને રાખવા માટે બનાવવામાં આવતા શેડમાં પાંજરાઓનું કામ બાકી છે, જે પૂર્ણ થતાં જ કામગીરી શરૂ થશે. આ ઉપરાંત નગરપાલિકાએ સ્વાન પ્રેમી નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ સ્વાનોને ખવડાવવાનું સારો કાર્ય છે, પરંતુ એ દરમિયાન સ્વાનો ટોળા બનાવીને લોકોનો પીછો કરે કે ત્રાસ આપે તેવા બનાવો ન બને તે માટે સહકાર આપે. સંવાદદાતા : જગદીશ યાદવ જૂનાગઢ4
- અમરેલી ભાજપ ના પાયા ના કાર્યકર એવા અશોક માંગરોળીયા કાર્યકરોસાથે જોડાયા આમ એડમીપાર્ટી માં1
- જસદણ તાલુકાના ખારચીયા માં સાત હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે ગામ સમસ્ત ધુમાડા બંધ જમણવાર જસદણ તાલુકાના આટકોટ પાસે આવેલા સાત હનુમાનજી મંદિર ખાતે ગુરૂવારે નાં રોજ હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નું આયોજન તેમજ આટકોટ જસાપર જીવાપર પાંચ વડા જસદણ દડવા વીરનગર સહિત આજુબાજુના ભક્તજનો દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે સવારથી દાદા ને અનોખો શણગાર કરવામાં આવશે તેમજ બપોરે આરતી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં ભક્તજનો દાદા ની પ્રસાદી લેશે રાજકીય પક્ષો પણ દાદા નાં દર્શન કરવા ઉમટી પડશે ભવ્ય શોભાયાત્રા નીકળશે દર્શન પરી ગોસાઈ દરેક ભક્તજનો હનુમાન જયંતી એ પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે રીપોર્ટ કરશન બામટા આટકોટ4
- રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી ૧ એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે દેવકા વિદ્યાપીઠ ખાતે લોકાર્પણ પ્રસંગે પધારવાના છે. મુખ્યમંત્રીની સાથે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી પણ ઉપસ્થિત રહેવાના છે. આ તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. ત્યારે તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આગમનથી રાતોરાત રોડના ખાડાઓ પુરવામાં આવ્યા છે. ડુંગર ગામ નજીક ચોકડીથી દેવકા ગામ સુધીના માર્ગો પર મસમોટા ખાડાઓ પડી ગયાં ત્યાં સમારકામ 'યુદ્ધના ધોરણે' શરૂ કરી દેવામાં આવતા સ્થાનિકોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. મહત્વની વાત એ કે જનતાની હાલાકી ન દેખાઈ પણ 'સાહેબ' માટે રોડ ચકાચક’ બનાવી દીધા છે. ડુંગર ચોકડી થી દેવકા સુધીના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકો લાંબા સમયથી હાલાકી ભોગવી રહ્યા હતાં. અને વારંવારની રજૂઆતો કરાઇ છતાંપણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતાં. પરંતુ જેવી મુખ્યમંત્રીના આગમનની સત્તાવાર જાહેરાત થતાં તુરંત જ તંત્ર દ્વારા તાબડતોબ ખાડાઓ નું પુરાણ અને મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું...... તંત્રની આ કામગીરીથી જનતામાં રોષ સાથે ચર્ચા જાગી છે. શું અત્યાર સુધી તંત્રને આ મસમોટા ખાડાઓ દેખાતા ન હતા?શું પ્રજાની સુખાકારી કરતા નેતાઓને રાજી રાખવાએ તંત્રની પ્રાથમિકતા છે સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ દૂર કરવામાં તંત્રને કેમ રસ નથી કે શું સહિત અનેક સવાલો ઉઠ્યા છે. આ ચર્ચાઇ જોર પકડ્યું છે કે જો રાજુલા વિસ્તારમાં મુખ્યમંત્રી દર મહિને મુલાકાતે પધારતા રહે તો કદાચ અહીંના રોડ-રસ્તાઓ હંમેશા નવા અને સારા રહે અને પ્રજાની મુશ્કેલીઓનો કાયમી અંત આવે! મુખ્યમંત્રીના પ્રવાસને પગલે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ 'તાત્કાલિક સેવા' પ્રજા માટે આશ્ચર્ય અને આક્રોશનો વિષય બની છે. કોંગ્રેસના પૂર્વ જીલ્લા પંચાયતના સદસ્ય જે.ડી.કાછડ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગાંગાભાઇ હડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડની બિસ્માર હાલતમાં હોવાથી લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને હાલ તંત્ર દ્વારા રાજુલા થી ખાંભલીયા ગામ સુધીના રોડની મરામત કરવામાં આવી છે. પરંતુ લાંબા સમયથી રોડ અહીં આ રોડ બિસ્માર રોડથી લોકો ત્રસ્ત થયાં છે. અને રાજુલા થી ડુંગર ગામ સુધીના રોડનું નવીનીકરણ માટે વર્ષ- ૨૦૨૪ ૩૨ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો. પરંતુ આજદિન સુધી રોડ બનાવવામાં આવ્યો નથી. જો દેવકા વિધાપીઠ ખાતે મુખ્યમંત્રી અને તેમની સાથે મંત્રીઓ પણ પધારવાના છે. પરંતુ જ્યાં રોડ પર મુખ્યમંત્રી પસાર થવાના છે તે રોડ પર તંત્ર દ્વારા તાબડતોબ રીતે ખાડાઓની મરામત કરવામાં આવી છે. આ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ સાથે નવા રોડ બનાવવાની પણ માંગ કરી છે.....1
- સરસઈ જિલ્લા પંચાયત સીટ અંતર્ગત આવતી મોણિયા તાલુકા પંચાયત સીટના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે ભાજપના નેતા શ્રી વિપુલ કાવાણીએ ખાસ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન સ્થાનિક પ્રશ્નો, વિસ્તારના વિકાસના કાર્યો અને સંગઠનલક્ષી કામગીરી અંગે ઉપસ્થિત કાર્યકરો સાથે વિસ્તૃત અને રચનાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી1