Shuru
Apke Nagar Ki App…
અમેરેલી જિલ્લાના કોવાયા ગામમાં મોડી રાત્રે હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં ચારેય સિંહોને ગણતરીના કલાકોમાં કાબૂમાં લેવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીના પગલે કોવાયા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
Pratik savaliya
અમેરેલી જિલ્લાના કોવાયા ગામમાં મોડી રાત્રે હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં ચારેય સિંહોને ગણતરીના કલાકોમાં કાબૂમાં લેવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીના પગલે કોવાયા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
More news from ગુજરાત and nearby areas
- અમેરેલી જિલ્લાના કોવાયા ગામમાં મોડી રાત્રે હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં ચારેય સિંહોને ગણતરીના કલાકોમાં કાબૂમાં લેવામાં આવ્યા હતા. આ સફળ કામગીરીના પગલે કોવાયા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.1
- જસદણ મર્ડર કેસ: આરોપી અશોક સાપરાને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન જસદણ મર્ડર કેસ: કાજલની હત્યા કરી લાશ સાડી વડે વૃક્ષ પર લટકાવનાર આરોપી અશોક સાપરાને સાથે રાખી પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન1
- કેટલાક લોકો પોતાની ભણતર અને સામાજિક પ્રતિષ્ઠાનો ઉપયોગ ભોળી-ભાળી જનતાને ગેરમાર્ગે દોરવા માટે કરે છે.1
- મોરબી શહેરમાં મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે સીતારામ સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે ઠંડાપીણા અને છાશ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 5,000થી વધુ લોકોને ઠંડાપીણા અને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યક્રમમાં સીતારામ સેવા ગ્રુપના સભ્યો ઉપરાંત મોરબી મહાનગર પાલિકાના કોર્પોરેટર, ભાજપના આગેવાનો અને સમાજના અગ્રણી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સૌએ મહારાણા પ્રતાપના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને આદર્શોને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા માટે આહ્વાન કર્યું હતું. ઉનાળાની આ કાળઝાળ ગરમી વચ્ચે રાહદારીઓ, મુસાફરો અને સ્થાનિક નાગરિકોને ઠંડાપીણા અને છાશ પીવડાવીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું, તેમ સીતારામ સેવા ગ્રુપ-મોરબીના યોગીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું.4
- બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદની અઢી વર્ષની સમય મર્યાદા પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાઈ હતી, જેમાં પૂર્વ ચેરમેન ડી.એમ.પટેલની સર્વાનુમતે ચેરમેન તરીકે અને રણજીતભાઈ વાળાની વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વર્ણી થઈ છે. નવનિયુક્ત ચેરમેન ડી.એમ.પટેલે નિવેદન આપ્યું હતું કે આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં કામગીરી કરતા રહેશે. આ બંનેના નામની જાહેરાત થતાં હાજર તમામ ડિરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને યાર્ડના કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.1
- તાજેતરના કિસ્સાઓ બાદ એક સવાલ ઉભો થયો છે કે જ્યારે કોઈ રેસ્ટોરન્ટમાં ખાવાલાયક વસ્તુમાંથી કીડા કે અન્ય અખાદ્ય પદાર્થ નીકળે, ત્યારે તેની જવાબદારી કોની રહેશે. આ પ્રશ્ન ત્યારે વધુ પ્રસ્તુત બને છે જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ આવા રેસ્ટોરન્ટનો પ્રચાર કરતા હોય છે. લોકોમાં ચર્ચા છે કે જો રેસ્ટોરન્ટના ભોજનમાં ખામી જણાય, તો શું તેનો પ્રચાર કરનાર ઇન્ફ્લુએન્સર પણ સમાન રીતે જવાબદાર ગણાશે, કે માત્ર રેસ્ટોરન્ટના માલિકને જ આ પરિણામ ભોગવવું પડશે.1
- અમરેલી જિલ્લાના વડિયા ખાતેથી સસ્તા અનાજનો બિનઅધિકૃત જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વડિયાથી બરવાળા બાવળ જવાના માર્ગે એક વાહનમાંથી ઘઉં, ચોખા અને ચણા તુવેર દાળના પેકેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ 181 કિલો ઘઉં, 557 કિલો ચોખા અને ચણા-તુવેર દાળના પેકેટ મળી આવ્યા હતા. પકડાયેલા બિનઅધિકૃત અનાજ સાથે કુલ ₹1 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. મામલતદારના પુરવઠા વિભાગ દ્વારા આ જથ્થો ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.1
- કોંગ્રેસ પાર્ટીએ વર્તમાન મોદી સરકાર પર યુવા ભારતીયોના સારા જીવન અને સફળતાના સપના તોડવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના મતે, આ સપના જોવાનો દરેક યુવાનનો અધિકાર છે અને તેમને પૂરા કરવાની જવાબદારી સરકારની છે. જોકે, કોંગ્રેસનું કહેવું છે કે મોદી સરકાર છેલ્લા 12 વર્ષથી આ સપના તોડવાનું મશીન બની ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ "ભ્રષ્ટાચાર અને અત્યાચાર" સામે વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પાર્ટીએ જણાવ્યું છે કે તેઓ "છાત્રો કી ગૂંજ"ને પરિવર્તનનો "યલગાર" બનાવશે. આ જ સંદર્ભમાં, કોંગ્રેસે "છાત્રો કી ગૂંજ" નામની કોટા મહારેલીમાં જોડાવા માટે લોકોને આહ્વાન કર્યું છે.1