Shuru
Apke Nagar Ki App…
મોરબી સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. તાજેતરમાં યુદ્ધને કારણે ગેસના ભાવમાં કરવામાં આવેલા વધારાને પરત ખેંચવાની માંગ ઉદ્યોગકારોએ ઉઠાવી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, બે દિવસ પહેલા યુદ્ધની પરિસ્થિતિ દરમિયાન નવા ગેસના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા અને તે મુજબ ઓર્ડર આપવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલે રાત્રે યુદ્ધ વિરામ થતાં હવે ગેસના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરવામાં આવી છે. આ મુદ્દે સિરામિક ઉદ્યોગકારોએ ગુજરાત ગેસ ઓફિસ ખાતે રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ રજૂઆત કરી કે ગેસના ભાવમાં થતા સતત ઉતાર-ચઢાવના કારણે સિરામિક ઉદ્યોગને આર્થિક નુકસાન ભોગવવું પડી રહ્યું છે. સાથે જ, ગુજરાત ગેસ દ્વારા ભાવ નિર્ધારણ માટે સ્થિર અને યોગ્ય પોલિસી બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
Ramesh thakor Halvad Morbi

More news from ગુજરાત and nearby areas
- Post by Ramesh thakor Halvad Morbi1
- • દરરોજ દશ હજાર મણ કરતા વધુ ચણાની આવક રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોએ વાવેતર કરેલ ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાયો છે જેમાં સરકાર દ્વારા ૧૧૭૫ રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે. તેવામાં ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે ચણાની ખરીદી એકાદ અઠવાડિયાથી શરૂ થઈ ચૂકી છે જેમાં દરરોજ રજિસ્ટ્રેશનની યાદી મુજબ આશરે ૧૫૦ થી વધુ ખેડૂતોના ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ આશરે ચાર હજારથી વધુ બોરી (દશ હજાર મણ) ચણાની આવક થઈ રહી છે આ તરફ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાના લીધે ખેડૂતોને સારા ભાવ અને એક જ સ્થળે જણશી વેચાણ કરવાથી સમય અને અન્ય આર્થિક ખર્ચ થતો અટકે છે.1
- સુરેન્દ્રનગર જિલ્લાના લખતર મામલતદાર કચેરીમાં ACB દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ₹20,000ની લાંચ લેતા નાયબ મામલતદાર અને પ્યુનને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. 🚨 ફરિયાદ અનુસાર, જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે શરૂઆતમાં ₹50,000ની માંગણી કરવામાં આવી હતી, જે બાદમાં ₹30,000 સુધી લાવવામાં આવી હતી. પરંતુ ફરિયાદીએ હિંમત દાખવી ACBનો સંપર્ક કર્યો અને ટ્રેપ ગોઠવવામાં આવ્યો. ટ્રેપ દરમિયાન ₹20,000ની લાંચ સ્વીકારતા બંને આરોપીઓ ઝડપાઈ ગયા. આ કાર્યવાહી ACB દ્વારા ભ્રષ્ટાચાર સામે કડક સંદેશ આપે છે. 👉 આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે પેજને Follow કરો, Like કરો અને Share કરવાનું ભૂલશો નહીં.1
- Post by Nasim1
- સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું કે, "દેશના સર્વોચ્ચ શિખરે બિરાજમાન હોવા છતાં અંબાણી પરિવારના પાયામાં જે ધર્મપરાયણતા અને સનાતન સંસ્કારો છે તે વંદનીય છે. પૂજ્ય માતૃશ્રી કોકિલાબા, શ્રી મુકેશભાઈ, શ્રીમતી નીતાબેન, શ્રી આકાશભાઈ-શ્લોકાબેન, શ્રીમતી ઈશાબેન-આણંદભાઈ તથા શ્રી અનંતભાઈ-રાધિકાબેન સહિત સમગ્ર પરિવાર પર દાદાની કૃપા કાયમ વર્ષતી રહે તેવી અમારી પ્રાર્થના છે." શ્રી અનંતભાઈના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ **મારુતિયજ્ઞ**નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિ આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા સ્ત્રોત બની રહેશે. **લિ.,** **વહીવટી કાર્યાલય,** **શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર.**1
- જસદણ બ્રેક.. જસદણના જુના જસાપર ગામ નજીક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ ભાદર નદીના કાંઠે દેશી દારૂ બનાવતા હતા પોલીસ તપાસમાં દેશી દારૂ ભરેલા 14 બેરલ મળી આવ્યા આરોપી જયદીપ રમેશ ઉર્ફે કાળુ મકવાણા નામના આરોપીની ધરપકડ લખોડીની પાઇપ, કેરબા ,ટીપણા, દેશી દારૂ બનાવવા માટેનું કેમિકલ સહિત ₹1.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ આટકોટ પોલીસ દ્વારા કરાય1
- ૧૬ વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય વિજય ચૌહાણ હાલ સંદેશમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ છે બોટાદ જિલ્લાના બરવાળાના વતની અને હાલ અમદાવાદ ખાતે સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ તરીકે સંદેશ ન્યૂઝ પેપરમાં કાર્યરત વિજય એસ. ચૌહાણને અમદાવાદ ખાતે યોજાયેલા ગુજરાત મીડિયા એવોર્ડમાં બેસ્ટ ફિચર સ્ટોરી કેટેગરીમાં વર્ષ ૨૦૨૬નો એવોર્ડ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને પદ્મશ્રીથી સન્માનિત દેવેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતના પ્રમુખ અખબારોમાં પત્રકાર તરીકે કામ કરનાર અને ૧૬ વર્ષની લાંબી કારકિર્દીમાં વિજય એસ. ચૌહાણે પ્રજાની સમસ્યા, પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાનું લાઈવ ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યુ છે. તેઓ તેઓ ટીવી૯ ગુજરાતી, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશમાં પોતાની કલમથી અનેક વિષયો પર ધારદાર લખાણથી પ્રજાનો અવાજ બન્યા છે. આ સાથે તેઓ સંદેશની સંસ્કાર પૂર્તિમાં રમત-જગત ક્ષેત્રે જોડાયેલી પ્રતિભાઓ પર કવર પોઈન્ટ નામે લોકપ્રીય વિકલી કોલમ પણ લખે છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- Post by Nasim1