વાયુ નેત્ર સંસ્થાની પહેલ.. વડાલી તાલુકાના ભજપુરા ખાતે જિલ્લા ગ્રામીણ ટુર્નામેન્ટ સીઝન 3 નું ભવ્ય ઉદ્ઘાટન કરાયું.. વાયુનેત્ર સંસ્થાની અનોખી પહેલ: ભજપુરા ખાતે જિલ્લા ગ્રામિણ ટુર્નામેન્ટ સીઝન 3 નું ભવ્ય ઉદ્ઘાટન સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભજપુરા ગામે રવિવારે રાત્રે 8:00 કલાકે “વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ – જિલ્લા ગ્રામિણ ટુર્નામેન્ટ સીઝન 3” નું ભવ્ય ઓપનિંગ યોજાયું હતું. ગુજરાતની સૌપ્રથમ જિલ્લા સ્તરીય ગ્રામિણ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામિણ યુવાનોને રમતગમત સાથે જોડવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. વર્ષ 2024માં કંબોસણી , 2025માં રામપુર - વાસણા બાદ હવે 2026માં ભજપુરા ખાતે ત્રીજા સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી સોમપુરી મહારાજ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મેચ ચૂલ્લા ઇલેવન અને દેત્રોલી ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં દેત્રોલી ટીમે વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટમાં અંદાજે 80 થી વધુ ગ્રામિણ ટીમો ભાગ લીધો બ્યુરો રિપોર્ટ ...વિશાલ ચૌહાણ સાબરકાંઠા મો ન 9998340891
વાયુ નેત્ર સંસ્થાની પહેલ.. વડાલી તાલુકાના ભજપુરા ખાતે જિલ્લા ગ્રામીણ ટુર્નામેન્ટ સીઝન 3 નું ભવ્ય ઉદ્ઘાટન કરાયું.. વાયુનેત્ર સંસ્થાની અનોખી પહેલ: ભજપુરા ખાતે જિલ્લા ગ્રામિણ ટુર્નામેન્ટ સીઝન 3 નું ભવ્ય ઉદ્ઘાટન સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભજપુરા ગામે રવિવારે રાત્રે 8:00 કલાકે “વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ – જિલ્લા ગ્રામિણ ટુર્નામેન્ટ સીઝન 3” નું ભવ્ય ઓપનિંગ યોજાયું હતું. ગુજરાતની સૌપ્રથમ જિલ્લા સ્તરીય ગ્રામિણ ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે ઓળખાતી આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન દ્વારા
છેલ્લા ત્રણ વર્ષથી ગ્રામિણ યુવાનોને રમતગમત સાથે જોડવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. વર્ષ 2024માં કંબોસણી , 2025માં રામપુર - વાસણા બાદ હવે 2026માં ભજપુરા ખાતે ત્રીજા સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી સોમપુરી મહારાજ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મેચ ચૂલ્લા ઇલેવન અને દેત્રોલી ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં દેત્રોલી ટીમે વિજય મેળવ્યો હતો. ટુર્નામેન્ટમાં અંદાજે 80 થી વધુ ગ્રામિણ ટીમો ભાગ લીધો બ્યુરો રિપોર્ટ ...વિશાલ ચૌહાણ સાબરકાંઠા મો ન 9998340891
- યુદ્ધ ની પરિસ્થિથીમાં પોંહચી વડવા માનનીય પ્રધાનમંત્રી દેશની આર્થીક સ્થિથી નેમજબૂત બનાવા એક વર્ષ સુધી સોનાની ખરીદી તાડવા અપીલ કરી છે. દેશની આર્થિક સ્થિતિ ને મજબૂત બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી એ એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળી વિદેશી મુદ્રા બચાવવાં અને દેશના વિકાસમાં ભાગીદાર થવા લોકોને અપીલ કરી છે. વિદેશ પ્રવાસ તાડવા, પેટ્રોલ ડીઝલ નો સૈયમથી ઉપયોગ કરવા સ્વદેશી વસ્તુઓ વાપરવા અને દેશહિતમાં સહયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી છે.1
- સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરીની પ્રવૃત્તિઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે હિંમતનગરના ફીરોજખાન પઠાણ નામના એક આરોપીને PASA એક્ટ હેઠળ ઝડપી પાડી અમરેલી જેલ મોકલી દીધો છે. આ કાર્યવાહી વ્યાજખોરોમાં ફફડાટ મચાવી રહી છે.1
- બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.1
- વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી *વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી* લવાલ (ખેડા): સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલો માટે છેલ્લું આશ્રયસ્થાન બનેલા ખેડા જિલ્લાના લવાલ ગામે આવેલા "ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ"ની વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર્તા તરુણ પટેલે હૃદયસ્પર્શી મુલાકાત લીધી હતી. મહિપતસિંહ ચૌહાણ "બાપુ" દ્વારા ચલાવવામાં આવતા આ આશ્રમમાં આજે વધુ થીવધુ એવા વડીલો આશરો લઈ રહ્યા છે જેમને તેમના પોતાના સંતાનોએ જ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બાપુ આ સ્થળને "ધરતીનો છેડો" કહે છે કારણ કે અહીં આવ્યા પછી વડીલો માટે આ જ ધરતી પરનું છેલ્લું ઠેકાણું હોય છે. બાપુ અને તેમની ટીમ દ્વારા અહીં વડીલોના ભોજન, દવા, સ્નાન અને આરોગ્યની પળેપળની કાળજી રાખવામાં આવે છે. તરુણ પટેલે આશ્રમમાં પહોંચીને દરેક વડીલની રૂમમાં જઈને તેમની ખબરઅંતર પૂછી હતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને તેમની વ્યથા સાંભળી હતી. ઘણા વડીલોએ પોતાના સંતાનોના દુર્વ્યવહારની વાત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તરુણ પટેલે દરેક વડીલને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રત ભેટ આપી હતી અને કહ્યું હતું કે એકલવાયા સમયમાં આ ગીતા જ સાચી સાથી બનશે. મુલાકાત બાદ તરુણ પટેલે ભાવુક થતા જણાવ્યું કે મહિપતસિંહ બાપુએ સેવાનો જે માર્ગ ચીંધ્યો છે તે પ્રેરણાદાયી છે, પણ સાથે સાથે આ સમાજ માટે શરમજનક પણ છે કે વડીલોને "ધરતીનો છેડો" સુધી આવવું પડે છે. તેમણે સમાજને અપીલ કરી કે પ્રભુને એટલી જ પ્રાર્થના છે કે ક્યારેય કોઈ વ્યક્તિને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને દરેક વડીલને પોતાના ઘરમાં જ સંતાનો તરફથી પ્રેમ અને સન્માન મળે. ઘર જ દરેક વડીલ માટે સાચો "ધરતીનો છેડો" એટલે કે સુખ-શાંતિનું છેલ્લું સ્થાન બનવું જોઈએ. આ પ્રસંગે વડીલોએ તરુણ પટેલને દીર્ઘાયુ અને સમાજસેવાના કાર્યો કરતા રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.1
- બનાસકાંઠા પોલીસ lcb દ્વારા રાજસ્થાન રાજય ર્નિમિત ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ-૨૩૬૦ કીમત રૂ.૫,૬૮,૬૫૭/- મળી કુલ રૂ.૨૦, ૭૮,૬૫૭/- ના મુદામાલ કબજે લેવામાં આવેલ, અને પકડાયેલ આરોપી દ્રારા ફોર્ચ્યુનર ગાડીના સાચા નંબરની જગ્યાએ બનાવટી નંબરની નંબર પ્લેટ લગાવી ગુનો કરેલ હોય, પકડાયેલ આરોપી તથા દારૂ ભરાવનાર તથા મંગાવનાર ઇસમો તથા બનાવટી નંબર પ્લેટ સબંધે પ્રોહીબીશન તથા ભારતીય ન્યાય સંહીતાની અલગ અલગ કલમો હેઠળ પાંથાવાડા પો.સ્ટે.માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- Post by Pooja patel1
- સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય આંતરરાજ્ય ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત બે આરોપીઓ ઝડપાતા 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો અને 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ગેંગના અન્ય ચાર સભ્યો હજુ ફરાર છે.1