Shuru
Apke Nagar Ki App…
મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ, જિ. તાપી ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન ALUMNI MEET – 2026
Sachin sk
મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ, જિ. તાપી ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન ALUMNI MEET – 2026
More news from ગુજરાત and nearby areas
- મા દેવમોગરા સરકારી વિનયન કોલેજ ઉચ્છલ, જિ. તાપી ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન ALUMNI MEET – 20263
- તાપી :પ્રોહીબિશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, પેરોલ- ફર્લો સ્કોડ તાપી1
- અંબિકા તાલુકાના કાંકરિયા ગામની સીમમાંથી SMC એ રેડકરી દારૂનો વિપુલ જથ્થો ઝડપી પપાડ્યો પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. સતીષભાઈ તુલજીભાઈની ફરિયાદના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કાર ચાલક આશીષ ઉર્ફે ગોલુ સચ્ચાલાલ યાદવ ની ઘટનાસ્થળેથી જ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૫૬ બોટલ તથા બિયરના 73 ટીન કુલ 1284 નંગ, કિંમત રૂપિયા 2,97,744 રૂપિયા 10,000ની કિંમતનો ૧ નંગ મોબાઈલ ફોન અને બે લાખ ની કિંમતની કાર જેનો નંબર GJ-15-CS-4316 મળી કુલ રૂપિયા 5,07,744/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દમણથી આ દારૂનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. આ ગુનામાં દારૂનો જથ્થો મોકલનાર વિકાસ ઉર્ફે વિકાસ ભૈયા અશોકભાઈ રામજી યાદવ રહે. પારડી શનિ ઉર્ફે શનિબેલ રાજેશભાઈ ગુપ્તા રહે. પારડી, દારૂનો જથ્થો મંગાવનાર ડેગો નામનો શખ્સ તથા કારના માલિક સહિતના અન્ય ઈસમો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. 1
- કડોદરા GIDC પોલીસ મથકમાં પોલીસ જવાનોની ભક્તિભાવ સાથે શ્રીજીની સ્થાપના અને વિસર્જન ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ: પાંચ દિવસ સુધી માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની પૂજા-અર્ચના કડોદરા GIDC પોલીસ મથક ખાતે પોલીસ જવાનો દ્વારા ફરજ સાથે ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. “પોલીસ જવાન પણ માનવ છે અને તેના પણ આરાધ્ય ઇષ્ટદેવ હોય છે” તે ભાવના સાથે પોલીસ મથકમાં પર્યાવરણને અનુરૂપ માટીની શ્રીજીની પ્રતિમાની ભક્તિભાવપૂર્વક સ્થાપના કરવામાં આવી હતી. પોલીસની 24 કલાકની સતત ફરજ અને કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી વચ્ચે પણ પોલીસ કર્મચારીઓને પોતાના આરાધ્યદેવ ગણેશજીની આરાધના કરવાનો અવસર મળે તે માટે કડોદરા GIDC પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. દેસાઈ દ્વારા સ્ટાફને પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો. પોલીસ મથક ખાતે ઈકો-ફ્રેન્ડલી માટીની ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી પાંચ દિવસ સુધી નિયમિત પૂજા-અર્ચના કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન અનંત ચતુર્દશીના દિવસે કરવામાં આવે છે. પરંતુ આ દિવસે પોલીસ સ્ટાફ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિવિધ સ્થળોએ ફરજ પર તૈનાત રહેતો હોવાથી પોલીસ જવાનો વિસર્જનના કાર્યક્રમમાં જોડાઈ શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને કડોદરા GIDC પોલીસ મથકમાં પાંચ દિવસ માટે ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પોલીસ કર્મચારીઓએ ફરજની સાથે ભક્તિભાવપૂર્વક શ્રીજીની પૂજા-અર્ચના કરી હતી. પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ ગુલાલની છોળો ઉડાવી અને એકબીજાને ગુલાલ લગાવી હર્ષોલ્લાસ સાથે ગણપતિ બાપાને વિદાય આપી હતી. ત્યારબાદ એક મોટા તપેલામાં પાણી ભરી માટીની ઈકો-ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જનના આ પ્રસંગે કડોદરા GIDC પોલીસ મથકનો સમગ્ર સ્ટાફ જોડાયો હતો. આ રીતે કડોદરા GIDC પોલીસ જવાનો દ્વારા “ફરજ પણ અને ભક્તિ પણ” નો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. 24 કલાકની કઠિન પોલીસ ફરજ વચ્ચે પોતાના આરાધ્યદેવ પ્રત્યેની શ્રદ્ધા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું સુંદર ઉદાહરણ પોલીસ મથક ખાતે જોવા મળ્યું હતું.1
- सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav सूरत: गणेश उत्सव को लेकर डिंडोली में पुलिस-CISF का फुट पेट्रोलिंग, सुरक्षा व्यवस्था कड़ी#Surat #Dindoli #DindoliPolice #CISF #PolicePatrolling #GaneshUtsav1
- अपनों से दूर, जन सुरक्षा में तैनात: सूरत ग्रामीण पुलिस की अनोखी पहल बनी नागरिकों के लिए प्रेरणा.. #viral #rbharatexpressnewss #suratgujarat @rsr1
- *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. *નવી સિવિલ હોસ્પિટલની હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતા વધારવા બે ડીપ ફ્રીઝરનું દાન* --------- *અમૃતમ ફાઉન્ડેશનના સહયોગથી ૬૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ* ----------- *માનવ માતાના દૂધના સુરક્ષિત સંગ્રહ સાથે બીમાર અને પ્રિમેચ્યોર નવજાત શિશુઓને વધુ સુવિધા મળશે* ------------- *અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરાયું* ------------- માહિતી બ્યુરો, સુરતઃ શુક્રવારઃ- સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવા માટે અમૃતમ ફાઉન્ડેશન દ્વારા ૩૦૦-૩૦૦ લિટરની ક્ષમતાના બે ડીપ ફ્રીઝરનું દાન કરવામાં આવ્યું છે. આ ઉમદા યોગદાન બદલ આજરોજ અમૃતમ ફાઉન્ડેશનના શ્રી કુંજ પંસારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ડીપ ફ્રીઝરની સુવિધાથી દાનમાં પ્રાપ્ત થતા માનવ માતાના દૂધને -20°C તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાશે. યોગ્ય પ્રક્રિયા તથા લાગુ માર્ગદર્શિકા અનુસાર સંગ્રહિત માનવ માતાના દૂધનો છ મહિના સુધી ઉપયોગ કરી શકાય છે. બે ડીપ ફ્રીઝરના આ યોગદાનથી હ્યુમન મિલ્ક બેંકની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, જેના પરિણામે બીમાર, પ્રિમેચ્યોર તેમજ જરૂરિયાતમંદ નવજાત શિશુઓને જરૂરિયાત અનુસાર માનવ માતાનું દુધ ઉપલબ્ધ કરાવવામાં વધુ સુવિધા રહેશે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા નવજાત શિશુઓના પોષણ અને આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હ્યુમન મિલ્ક બેંકની સુવિધાને વધુ સુદૃઢ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પ્રાપ્ત થયેલી વધારાની સંગ્રહ સુવિધા માનવ માતાના દૂધના યોગ્ય સંગ્રહ અને જરૂરિયાતમંદ નવજાત શિશુઓ સુધી તેની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં ઉપયોગી સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે નવી સિવિલના સહયોગથી SPACT સંસ્થા સહિત અન્ય સામાજિક સંસ્થાઓ દ્વારા મિલ્ક ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૧૧૪ સ્તનપાન કરાવતી માતાઓએ સ્વૈચ્છિક રીતે દુધદાન કર્યું હતું. જેમાં એકત્ર થયેલા ૫૩૮૦ મિલીલીટર દૂધને સિવિલ હોસ્પિટલની મિલ્ક બેંકમાં નવા ડીપ ફ્રીઝરમાં જ સ્ટોર કરવામાં આવ્યું છે. આમ હાલ સિવિલમાં કુલ ૯૦૦ લીટરની સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ બની છે. આ પ્રસંગે ન્યુ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.પારુલ વડગામા, મેડીકલ કોલેજના ડીન ડૉ.જયેશ ભ્રમભટ્ટ, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સ્ટેમ સેલ નોડલ ઓફિસર ડૉ.લક્ષ્મણ, ટી.એન.આઈ.એ.ના ઇકબાલ કડીવાલા, પીડિયાટ્રિક વિભાગના વડા ડૉ. જિગિષાબેન, પીડિયાટ્રિક વિભાગના ડૉ. ઉપેન્દ્ર ચૌધરી, ડૉ. સંગીતા ત્રિવેદી, SPACTના પ્રેસિડેન્ટ ડૉ. પ્રફુલ બાંભરોલિયા તથા ડૉ. કેતન ભરડવા સહિતના તબીબો અને સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- જોળવામાં ગરમ પાણીથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય શ્રમજીવીનું 9 દિવસની સારવાર બાદ મોત પલસાણા: પલસાણા તાલુકાના જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં કામ દરમિયાન સ્ટીમ પ્રેશરના કારણે મશીનનો મેઇન ડોર ખુલતાં ગરમ પાણી શરીર પર પડવાથી ગંભીર રીતે દાઝેલા 19 વર્ષીય પરપ્રાંતીય શ્રમજીવીનું નવ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું છે. સમગ્ર બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તા. 7 સપ્ટેમ્બર 2026ના રોજ બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં જોળવા ગામની સીમમાં આવેલી ધનુધર કંપનીના ડાઇંગ વિભાગમાં આ બનાવ બન્યો હતો. મૂળ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના વતની અને હાલ પલસાણા તાલુકાના જોળવા ગામે રહેતા રવિકુમાર બરખુભાઈ યાદવ (ઉંમર 19 વર્ષ) કંપનીમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન તેઓ યુઝેટ મશીન પાસે કામ કરી રહ્યા હતા ત્યારે સ્ટીમ પ્રેશરના કારણે કોઈ કારણસર મશીનનો મેઇન ડોર ખુલી ગયો હતો. મેઇન ડોર ખુલતાં મશીનમાંથી અત્યંત ગરમ પાણી બહાર નીકળ્યું હતું, જે રવિકુમારના શરીર પર પડતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બનાવને પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. ગંભીર રીતે દાઝેલા રવિકુમારને તાત્કાલિક સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તબીબોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, નવ દિવસની સારવાર બાદ તા. 16 સપ્ટેમ્બર 2026ના રોજ તેમનું મોત નીપજ્યું હતું. મૃતક રવિકુમાર યાદવ મૂળ પુરી ગુલઝાર ગામ, પોસ્ટ અહિયાર, થાણા રૂડોલી, જિલ્લો અયોધ્યા, ઉત્તર પ્રદેશના વતની હતા અને હાલ જોળવા પંચાયત વિસ્તારમાં આવેલી સુદર્શન સોસાયટીના મકાન નં. 505માં રહેતા હતા. આ અંગે બનાવની જાણ કંપની સાથે સંકળાયેલા પ્રદીપભાઈ જયરામ ચૌબે (ઉંમર 44 વર્ષ) દ્વારા પલસાણા પોલીસને કરવામાં આવી હતી. પલસાણા પોલીસે જાણવા જોગ નં. 25/2026 મુજબ નોંધ કરી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ ગોવિંદભાઈ (બકલ નં. 563) દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા મશીનમાં સ્ટીમ પ્રેશરના કારણે મેઇન ડોર કયા કારણોસર ખુલ્યો અને બનાવ કેવી રીતે બન્યો તે સહિતના મુદ્દાઓ અંગે તપાસ કરવામાં આવી રહી છે.3