નડિયાદ રેલવે સ્ટેશન પર ઇન્ડિયન આર્મીના નિવૃત્ત અધિકારી મોહસીન ખાન પઠાણનું ભવ્ય સન્માન કરાયું.. નડિયાદ, તા. ૨/૪/૨૦૨૬, ગુરુવારના રોજ નડિયાદ રેલવે સ્ટેશન ખાતે ભારતીય સેનાના ૨૦ વર્ષ સુધી યશસ્વી સેવા આપનાર ઇન્ડિયન આર્મી ઓફિસર (કોર્પ્સ ઓફ સિગ્નલ્સ) શ્રી મોહસીન ખાન પઠાણનું ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો હતો। મૂળ વતન બાલાસિનોર નજીક સાકરીયા અને હાલ નડિયાદના હસનિન પાર્ક વિસ્તારમાં નિવાસ કરતા શ્રી મોહસીન ખાન પઠાણે દેશની સુરક્ષા અને સેવા માટે આપેલા અમૂલ્ય યોગદાન બદલ ઉપસ્થિત સૌએ તેમને કોટિ-કોટિ સલામ અર્પણ કરી હતી। તેમના દેશપ્રેમ, સમર્પણ અને સેવા કાર્યને સૌએ ગૌરવ અને પ્રેરણારૂપ ગણાવ્યું હતું। આ અવસરે સામાજિક કાર્યકર્તા રઇસ ખલિફા દ્વારા ફૂલહાર પહેરાવીને તેમજ સન્માનપત્ર અર્પણ કરી નિવૃત્તિ નિમિત્તે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સમારંભ દરમિયાન ઉપસ્થિત લોકોએ શ્રી મોહસીન ખાન પઠાણના નિવૃત્ત જીવન માટે સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર.

- Post by Salman moravala1
- photo graphy1
- દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દવારા PI ઓ ની કરાઈ આંતરીક બદલીઓ કરાઈ આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં કુલ 17 જેટલા પી આઈ ઓ ની કરાઈ આંતરીક બદલીઓ નવીન બદલી થઈ આવેલ પીઆઇ સહીત જિલ્લા મા 17 પોલીસ મથકો મા કરાઇ બદલીઓ સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી પેહલા જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા એ કરી બદલી1
- બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ–૨૦૨૬ દરમિયાન યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગો દ્વારા સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. તેમણે આદર્શ આચાર સંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા ખાસ ભાર મુક્યો હતો. બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનીટરીંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.1
- મળતી માહિતી મુજબ રાજન લાલાભાઈ નાયક નામના 20 વર્ષીય યુવકે ગુરુવારે રાત્રે પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. લાલભાઈ નાયક ને ત્રણ સંતાનોમાં રાજન બીજું સંતાન હતો મળતી માહિતી મુજબ યુવકને નશો કરવાની આદત ધરાવતો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ ઘટનાનું કારણ હજુ સુધી અકબંધ છે.હાલ હાલોલ ટાઉન પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે1
- Post by ક્રાઈમ પેટ્રોલીંગ ન્યૂઝ.. રિપોર્ટર1
- છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામે ગેરકાયદેસર રેતી ખનનનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ છોટાઉદેપુર તાલુકાના અછાલા ગામમાંથી પસાર થતી નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામલોકોના કહેવા મુજબ, કેટલાક રેતી માફિયા દ્વારા ટ્રેક્ટર મારફતે રાત-દિવસ બેધડક રીતે રેતી કાઢવામાં આવી રહી છે. સ્થાનિક રહેવાસી દિનેશભાઈએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કર્યો, ત્યારે ટ્રેક્ટર ચાલકો દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવી. “જો તમે અમને રોકશો તો તમને જાનથી મારી નાખીશું,” તેવી ધમકી આપવામાં આવી હોવાનું તેઓ કહે છે. વધુમાં, દિનેશભાઈએ જણાવ્યું કે રેતી ખનન માટે જતા ટ્રેક્ટરો તેમના ખેતરોમાંથી પસાર થાય છે, જેના કારણે પાકને નુકસાન પહોંચે છે તેમજ પાણીની લાઈનો પણ તૂટી જાય છે. આ મુદ્દે વારંવાર રજૂઆત કરવા છતાં જવાબદાર અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી તેવી પણ ફરિયાદ કરવામાં આવી છે. ગામલોકોનો આક્ષેપ છે કે રેતી માફિયાઓ અને ખાણ-ખનિજ વિભાગના કેટલાક અધિકારીઓ વચ્ચે મિલીભગત હોઈ શકે છે. ટ્રેક્ટર ચાલકો દ્વારા “અમે અધિકારીઓને હપ્તો આપીએ છીએ અને તેમની મંજૂરીથી જ રેતી કાઢીએ છીએ” તેવી વાતો કરવામાં આવી હોવાનું પણ સ્થાનિકો કહે છે.2
- મંત્રી રમેશ કટારાના હસ્તે ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરાયું આજે તારીખ 03/04/2026 શુક્રવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર મંત્રીએ રમેશ કટારાએ ડુંગરા પાણી ગામે રૂ. ૩૯ લાખના ખર્ચે તૈયાર થયેલ પ્રાથમિક શાળાના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું. નવી શાળા ભવન અદ્યતન સુવિધાઓથી સજ્જ છે અને સ્થાનિક વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ ઉપલબ્ધ કરાવશે. ભવનમાં અભ્યાસ માટે અનુકૂળ માહોલ, પુસ્તકાલયો અને અન્ય જરૂરી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ ક્ષેત્રમાં પાયાની સુવિધાઓ મજબૂત કરવા સરકાર સતત પ્રયાસશીલ છે અને નવા શાળા ભવનથી વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્વળ બનાવવામાં મદદ મળશે.1